Hakikat books and stories free download online pdf in Gujarati

હકીકત ??

" હકીકત??". હકીકત???......... નગર માં ચારે બાજુ ખુશી નો માહોલ હતો..લોકો જલદી જલદી અવર જવર કરતા હતા..... અને એ સમયે સુધાકરે આ નગર માં પ્રવેશ કર્યો...સુધાકરે જોયું.. લોકો આનંદિત થતાં હતાં..નગર માં ઘરો જુની ઢબ ના વિશાળ ઓરડા વાળા લાગતા હતા.દરેક ના આંગણે રંગોળી કરી હતી .તેમજ માટી ના દિવડા પ્રગટાવેલા હતા.. પણ નગર માં કોઈ લાઈટ નહોતી.તેથી તેને લાગ્યું કે અહીં ભારત સરકારે વિજળી ની સુવિધા ઉપલબ્ધ કરી નહીં હોય!!! આશ્ચર્ય સાથે નગર માં ફરતા ફરતા તેણે એક વ્યક્તિ ને પુછ્યુ.." આ નગર માં આજે શું છે?.. દિવાળી ઉજવે છે?..."... અરે તમને ખબર નથી!!. આજે પ્રભુ રામ અયોધ્યા પધાર્યા છે.તેઓ હમણાં અહીં થી રથ માં પસાર થશે.. અને હા, એમની સાથે એમના પરમ ભક્ત હનુમાનજી પણ છે...જલ્દી જલ્દી કોઈ મકાન ની અટારી એ જાવ...પણ તમે અહીં ના લાગતા નથી?. ભાઈ તમે ક્યાં દેશ નાં છો?." ...આ સાંભળી ને સુધાકર ને લાગ્યું કે હું કદાચ ભુતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છું. સુધાકર બોલ્યો," ભાઈ હું ગુજરાત થી છું જે ભારત દેશમાં પશ્ચિમ કિનારે સમુદ્ર પાસે આવેલ છે." .. ઓહો તો તમે આનર્ત , ગુર્જર દેશ નાં છો...અમારા શ્રી રામ પણ વનવાસ દરમિયાન ત્યાં આવી ગયા હતા" ઉત્સુકતા વશ સુધાકર બોલ્યો," ક્યાં?".. " અરે આનર્ત દેશ નાં દક્ષિણ ભાગ માં ભક્ત શબરી ના બોર ખાધા હતા...તેમજ જંગલ વિસ્તાર માં એક ઋષિ નો ઉદ્ધાર પણ કર્યો હતો.તે ઋષિ ને સફેદ દાગ નો રોગ હતો.પ્રભુ રામે એક જ બાણ જમીન માં મારતા ગરમ પાણી નિકળ્યું અને તે ગરમ પાણી થી સ્નાન કરતાં તે મટી ગયું હતું..એજ ને આનર્ત દેશ." સુધાકર ને ડાંગ અને ટુવા ટીબા યાદ આવી ગયા... સુધાકર નજીક ના મકાન ની અટારી એ ગયો..એક સેવક ઘોડા પર નિકળ્યો અને બોલ્યો પ્રભુ રામ આવી રહ્યા છે".. લોકો હર્ષિત થઈ ને આતુરતા થી ભીની આંખે પ્રભુ રામ અને સીતા માતા ની રાહ જોઈ રહ્યા હતા...એજ વખતે સુધાકર ને લાગ્યું કે તેને કોઈ ખેંચી રહ્યું છે... ધીરે ધીરે સુધાકર ને ચક્કર આવવા માંડ્યા............. સુધાકર અમદાવાદ ના જોધપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટ માં તેની પત્ની સાથે રહેતો હોય છે.. આજે દિવાળી હોવાથી તે ઘર માટે ની ખરીદી કરી ને એક્ટીવા પર પાછો આવતો હોય છે એ વખતે તેને તેના શરીર માં બે વખત ઝણઝણાટી થઇ.અને આંખે અંધારા આવશે એવું લાગતાં તે સીધો ઘરે પહોંચ્યો.. તેની તબિયત સારી લાગતી નહોતી.પણ તેની પત્ની ને કંઈ કહ્યું નહીં.. અને જમી ને થોડી વારમાં પથારી માં આડો પડ્યો.. અને ક્યારે ઉંઘ આવી એ ખબર પડી નહીં..અડધી રાત્રે સુધાકર ‌શરીર માં ઝણઝણાટી થતાં જાગી ગયો અને જોયું તો તેની પત્ની સુતી હતી.. અને તે હાશ કરી ને સુવાનો પ્રયત્ન જ કરતો હતો ત્યારે તેને કોઈ ખેંચાણ બળ થી તેને ખેંચવાનો પ્રયાસ કરતું હતું.. અને સુધાકર ને ચક્કર આવવા માંડ્યા... જાગી ને જોયું તો તે અયોધ્યા માં હતો........ અયોધ્યા માં પ્રભુ શ્રી રામ ના દર્શન થાય એ પહેલાં જ સુધાકર ને અજાણી ચીજ તેને એવી જગ્યા એ લ ઈ ગ ઈ જે તેની કલ્પના માં નહોતી.... સુધાકર ની આંખ ખુલી..... લોકો ચીસો પાડી ને બચાવો બચાવો...ભાગો..ભાગો.. ની બુમ પાડતા હતા.સુધાકર ગભરાઈ ગયો..એ ભાગતા માણસ ને પુછવા પ્રયાસ કરે પણ કોઈ જવાબ આપતું નહોતું એટલામાં એક પચીસ વર્ષ ના યુવાન તેની પત્ની સાથે થોડો સામાન લઈ ને ઝડપ થી દરિયા કિનારે જતા હતા...સુધાકરે આ જોયું તેને લાગ્યું આમને જોયા હોય એવું લાગે છે!!! અરે આ તો યુવાન જટાશંકર કાકા, અને સાવિત્રી કાકી..પણ અહીં કેમ!! આ કયું નગર છે.. સુધાકરે એ કપલ ને રોકી ને પુછ્યુ ," કાકા આ કર્યું નગર છે?. અને તમે મને ઓળખતા નથી? ક્યાં ભાગો છો ?.. જવાબ આવ્યો ," ગાંડા ભાગ જલ્દી ,આ કરાચી છે હિંદ આઝાદ થયું અને ભાગલા પડ્યા.અમે સ્ટીમર માં બેસી ને અમારા વતન જામનગર જતા રહીશું..પણ તું મને કાકા કેમ કહે છે? તું તો ચાલીસ નો લાગે છે ને હું પચીસ નો...ઝડપ થી ભાગ અથવા અમારી સાથે સ્ટીમર માં બેસી જા..." આ સાંભળી ને સુધાકર નું માથું ચકરાવા માંડ્યુ.એને થયું આ મારી સાથે શું થઈ રહ્યું છે.. આ કોઈ ટાઈમ ટ્રાવેલ તો નથી ને? કુદરત મને શું કહેવા માગે છે તે સમજાતું નથી?. અને સુધાકર જલ્દી જલ્દી ભાગતા ચક્કર આવવા માંડ્યા..... અને બેભાન થઈ ગયો........... .જાગી ને જોયું તો .." અરે...આ તો મારી જાણિતી જગ્યાએ... અહીં તો હું બચપન માં રહેતો હતો...આ તો મારી પોળ... સુધાકરે પોળમાં નજર માંડી..બધે દિવાળી ના દિવા પ્રગટાવ્યા હતા.. લોકો આનંદ માં હતા.. એટલામાં કેટલાક છોકરાઓ ફટાકડા ફોડતા હતા. ત્યાં નજર કરી તો " ઓહ,આ તો હું છું!! હું દસ વર્ષ નો હતો..નાનો સુધાકર... જોયું તો નાનો સુધાકર તેના મિત્રો સાથે ફટાકડા ફોડતો હતો અને એજ વખતે નાના સુધાકર ના ફટાકડા થી એક નાનો છોકરો દાઝી ગયો.. દોડાદોડી થઈ.નાનો સુધાકર રડતા રડતા ઘર માં ગયો... . અને દાઝી ગયેલા છોકરા ને એના પિતા જી દવાખાને લઈ ગયા.... હવે સુધાકર ને લાગ્યું કે આ ફટાકડા તો કોઈ ની જાન લે..અથવા અપંગ થાય અને સાથે સાથે પ્રદુષણ પણ ફેલાઈ જાય.. સુધાકર ને પોતાના બાળપણના એ દિવસો માટે દુઃખી થયો.. અને નક્કી કર્યું કે પોતાના સંતાનોને હાનિકારક ફટાકડા લાવી આપશે નહીં... આવું વિચારતા વિચારતા એ ક્યારે એ પોતાના ઘરે આવી ગયો એ ખબર પડી નહીં.... અને એટલામાં ઘંટડી જેવો અવાજ આવ્યો.. બુરાઇ પર અચ્છાઇ ની જીત થ ઇ ગ ઇ અને શ્રી રામ અયોધ્યા પણ પાછા આવી ગયા... હેપી ન્યુ ઈયર..નવા વર્ષની શુભેચ્છા" . સુધાકર ની પત્ની નો અવાજ આવ્યો.. અને સાથે સાથે બોલી કે તમારા અમેરિકા વાળા મિત્ર છે પોળ માં રહેતો હતો એ નો હેપી ન્યુ ઈયર નો મેસેજ હતો નાતાલ ની રજાઓ માં અમદાવાદ આવશે અને તમને મલવા આવશે.......... .પણ રાત્રે બે ત્રણ વાર તમે ક્યાં જતા રહ્યા હતા.તમને મેં પથારી માં જોયા નહોતા.. શું તમને પુરતી ઉંઘ આવી નહીં...કે તમે કોઈ લાંબી યાત્રા એ ગયા હતા..તમારા હાવભાવ તો એવા લાગે છે!!!!!! ....... ..@ કૌશિક દવે ના નૂતન વર્ષાભિનંદન