Kathputli - 21 books and stories free download online pdf in Gujarati

કઠપૂતળી - 21

સમિર અત્યારે મીરાંના બંગલે જવા માગતો નહોતો.

મન ધણુ વિહવળ હતુ. એક અંદરખાને ચોટ થઈ હતી.
જેનુ દર્દ એના ચહેરા પર ઉતરી આવ્યુ હતુ.
આટલા વર્ષે પણ ચોટ વાગી.
ક્યાંક ભીતરે કંઈક ખૂંચાઈ રહ્યુ હતુ.
જાણ હતીજ પરંતુ આટલી હદ સુધી એ જઈ શકે કલ્પના નહોતી.
કારને બીલકૂલ સ્લો ડ્રાઈવિંગ કરી એને ડૂમ્મસ તરફ લીધી.
બધા અવાજો અને ઘોંઘાટથી દૂર ચાલ્યા જવુ હતુ.
જ્યારે એનુ મન ઉચાટમાં હોય ત્યારે એ
મનહર ઉધાસના સ્વરમાં ગઝલો સાંભળતો. આજે પણ રેકર્ડ પ્લેયર ઓન કરતાં જ મધ્યમ કર્ણપ્રિય અને માર્મિક સ્વરોનો હ્રદયમાં સ્પર્શ માણી રહ્યો હતો.
-----

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!

નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો,
--------------
શાયર અલગારી સાહેબના લબ્જો હ્રદય સોસરવા ઉતરી જતા હતા.
સમિરની આંખમાં આજનાં કેટલાંક દ્રશ્યો કથ્થક કરવા લાગેલાં.
પોતે તરૂણના બંગલામાં પ્રવેશી ગયેલો.
મુખ્ય કમરાની દિવાર પર રક્તથી લખાયેલા કઠપૂતળી અક્ષરો પર અછડતી નજર નાખી એ ભાગ્યો.
ચીસ ઉપરના માળેથી આવેલી
સમિર ઉતાવળા કદમે સીડી ચડતો હતો ત્યારે એને અણસાર ગયો કદાચ મુખ્ય ખંડમાં કોઈ હતુ.
એણે ડોક ફેરવી નીચે ખંડ તરફ નજર કરી તો એનુ હ્રદય ધડકી ઉઠ્યુ.
એક એવો ધક્યો લાગ્યો.
મીરાં... હા એ મીરાં જ હતી.
ઝડપથી કમરાની બહાર જાતને બચાવી ભાગી રહી હતી.
મતલબ કે કોલ કરનારે જે માહિતી આપી હતી.
બિલકૂલ સાચી હતી.
આજે મોર્નિગમાં કોઈ બેનામ કોલ આવેલો.
સપાટ સ્વરમાં કોઈ યુવતી કહી રહી હતી
"સમીર સર...! મીરાંદાસના કેસમાં બઉ ઈન્ટ્રસ લઈ રહ્યા છો..?
કેમ ન હોય આખરે એ તમારી પણ ભૂતપૂર્વ પ્રેમિકાને..?
સમિરના હ્રદયમાં શૂળ ઉપડી. શુ કહી રહી હતી આ યુવતી ?
પ્રેમ ક્યારેય ભૂતપૂર્વ હોઈ શકે ખરો..?
Who Are you..?
નામ મા શુ રાખ્યુ છે જનાબ જે ઈન્ફર્મેશન આપવાની છું કદાચ એ તમારા કેસમાં પાયાની ઈંટ સાબિત થાય..!"
"એમ..? તો બોલો ને.. હું સાંભળવા આતુર છું ..!" સમિરની ઉત્કંઠા વધેલી.
કહેવાજ કોલ કર્યો છે આટલા અધિર ના બનો..
"તમને શુ લાગે છે મીરાં તમારા પ્રેમમાં હતી..?"
"કેમ આવુ પૂછો છો..?"
સમિરના મનમાં ઉથલપાથલ થઈ..
કેમકે જો એવો ભ્રમ પાળીને બેઠા હોવ તો કાઢી નાખજો.
એવી સ્ત્રીઓ પ્રેમની સનાતન ગહેરાઈ અને કોમળતા પારખતી હોતી નથી
જેમને ફક્ત શરીરોની ભુખ હોય..!"
"શુ બોલો છો એનુ ભાન છે? અને કોના માટે બોલો છો..?
સમિરનો પ્રતિરોધ પણ બોદો હતો.
"પૂરી સભાનતાથી કહુ છું.! તમે જેની પાછળ સાચા પ્રેમની માળા જપતા આજ પર્યત એની પાછળ મરી ફીટવા તૈયાર છોને એ તમારા પ્રેમને લાયક નથી.
એને નવા નવા હોટ ચહેરાઓની ભૂખ છે. કપડાંની જેમ એ પાર્ટનર બદલે છે.. લત લાગી છે નશો છે એને.. જિંદગીના રંગીન મિજાજને માણવાનો.. એ કોઈ એક ને પ્રેમ કરી જ ન શકે..!
એવી સ્ત્રીઓ હ્રદય સાથે રમી શકે.. અને ઈશ્વરના ચોપડે દેર છે અંધેર નથી.
કોઈની આંતરડી કકળી હશે..
જુઓને ચાંદલો માથેથી ભૂસાઈ ગયો.
"તમારા હ્રદયમાં એના માટે આટલી નફરત કેમ છે..?"
મને આવી સ્ત્રીઓ અને પુરૂષોથી નફરત છે..!"
"તમારી વાત પર ભરોસો કરવો..?
કરવો જ પડશે..!
તમારા માટે પ્રેમ હોતતો ક્યારેય તમને મૂકીને એ ના જાત..
અને ઈશ્વરે આ વખતે એનુ કડવાચોથ વ્રતનુ વજન ઓછુ કરી નાખ્યુ..
કેટલુ છળ... ! કેવી લાગણીઓની દર વર્ષે નાટક... રમત..!"
મુદાની વાત કહો પ્લીઝ..!
સમિરનુ મન જાણે ઉજરડાતુ હતુ.
હવે મુદ્દાની જ વાત પર આવુ છું.
તરૂણ સાથે તમારી કહેવાતી મીરાને સુંવાળા સંબધ છે.
તરૂણ એને ડબલક્રોસ કરી ગયો.
એનુ મર્ડર થવાનુ છે ખબર છેને..?
જોગાનુજોગ મીરા એના નવા આશિક સાથે હશે જ..
તમારી નજરોના કેમેરે કેદ થઈ જાય તો તમારી કિસ્મત...
બાકીનુ તમે સમજદાર છો.. હુ શુ સમજાવુ ...
બાય.. ગોડ બ્લેસ યુ..
સમિરે મીરાને ભાગતી જોયા પછી એનુ મન ઉભરાઈ આવેલુ.
મીરાં તરૂણને શા માટે મળતી હતી જાણવુ જરુરી હતુ.
ફોન કરનાર ને તરુણના મૌતનુ રહસ્ય
કેવી રીત ખબર હતી...?
સવાલ પેચિદો હતો.
જાણવુ જરૂરી હતુ. મન વિહવળ હતુ

( ક્રમશ:)

.