Truth Behind Love - 1 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - ૧

!! ૐ !!

!! ૐ માં !!

!! ૐ નમોનારાયણાય !!

ટ્રુથ બિહાઇન્ડ લવ

એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી

પ્રકરણ : ૧

પંચતારક હોટેલનાં સ્વીમિંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ફ્લોરમાં પ્રવાસીઓની ભીડ એકઠી થઈ હતી. પોતાનાં રૂમમાં રહેલાં પ્રવાસી પણ ઉત્સુકતા સાથે રૂમની બાલકનીમાંથી નીચે ઝાખી રહેલાં. એક સુંદર યુવતી બેહોશ પડી હતી.સ્વીમિંગપુલ સંભાળનારા કર્મચારીઓમાંથી તરવૈયા એવા જોસેફે આ યુવતીને સ્વીમીંગ પુલમાંથી ડુબતાં બચાવી હતી. અંદર અંદર ગણગણાટ થઇ રહેલો. કે આ યુવતી કૌન છે. સ્વીમીંગપુલમાં કેવી રીતે પડી? એણે સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેર્યો નથી. આ હોટેલમાં રોકાઈ છે કે કેમ?

હોટેલ મેનેજર તથા બીજા કર્મચારીઓ દોડી આવ્યાં કે આ યુવતી કૌન છે? રિસેપ્શનથી જાણવા મળ્યું કે આ યુવતી હોટેલમાં રોકાઈ નથી પણ કોઈની સાથે આવી હતી અને આટલે અંદર સુધી કેવી રીતે આવી? કોઈએ ધક્કો માર્યો છે કે એણે કોઈ નશો કર્યો છે? હોટેલ મૅનેજમેન્ટ પ્રથમ પોલીસને ફોન કરીને જાણ કરી અને યુવતીને ભાનમાં લાવવા માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની તાકીજ કરી.ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ. એમણે પ્રાથમિક તપાસ કરીને કહ્યું પહેલાં આ યુવતીને સારવારની જરૂર છે અને ભાન આવશે ત્યારે આગળ સ્ટેટમેન્ટ લઈને તપાસ થઇ શકશે.

પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ હોટેલ મેનેજમેન્ટને યુવતી વિષે પૂછપરછ કરી અહીં રોકાઈ નથી તો કોની સાથે આવી? હોટેલનાં પ્રવેશથી અહીં અંદર સુધીનાં જ્યાં જ્યાં પ્રવાસીઓ જાય છે તે બધાંજ વિભાગોનાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજ પોલીસ સ્ટેશનમાં જમા કરો એમાં જાણ થઈ જશે અને તમારી એન્ટ્રી લોગબૂકમાં કોઈ એન્ટ્રી છે કે કેમ એની તપાસ કરો અને લોગબુકની બધીજ માહિતી અને કોપી અમારી પાસે રજૂ કરો.યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવા એમ્બ્યુલન્સ આવીને લઇ ગઈ. પોલીસ હોટેલમાં વધુ માહિતી એકઠી કરવા લાગી.

શહેરની ખ્યાતનામ સિટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં યુવતીને દાખલ કરવામાં આવી. ઇમર્જન્સી વોર્ડમાં એની તાત્કાલિક સારવાર ચાલુ કરી પરંતુ હાજી યુવતી હોંશમાં આવી નહોતી અને ડોક્ટરો માટે પણ ચિંતાનો વિષય બની ગઈ હતી.

ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થે હોટેલમાં તપાસ કરી બાકીનું કામ સ્ટાફને સમજાવી ત્યાંથી હોટેલ મનેજેરને બધાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજ સાથે પોલીસ સ્ટેશન સાંજ સુધીમાં આવવા જણાવ્યું અને પોતે હોસ્પિટલ પહોંચી ગયો.

સિદ્ધાર્થે હોસ્પિટલ આવીને તુરંતજ યુવતીની તબીયત અંગે પુચ્છા કરી. ડોક્ટરે રિપોર્ટ આપતાં જણાવ્યું કે અમે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે પણ એના તરફથી કોઈ રિસ્પોન્સ નથી અને આ યુવતીને કોઈ નશીલો પદાર્થ કે પીણું આપીને બેભાન કરી છે પછી એના ઉપર શારીરિક બળાત્કારનો પ્રયાસ થયો છે પરંતુ ત્યાં સુધી યુવતી ભાનમાં હશે એણે પ્રતિકારમાં કર્યો છે અને હુમલો કરનારે એને માર્યું છે અને વધુ તપાસ અમે મેડીકલી કરી રહ્યાં છીએ.યુવતીના નખમાં હુમલાખોરીના વાળ અને ચામડી ભરાયેલાં છે એટલે યુવતીએ ઘણો પ્રતિકાર કર્યો છે. એના ગળા અને ખભાનાં ભાગમાં લાલ ચકામાં જણાઈ આવ્યાં છે અને અમારાં પ્રાથમિક તારણ પ્રમાણે હુમલાખોરનો બળાત્કારનાં પ્રયાસ નિષ્ફ્ળ ગયો છે એણે ગુસ્સામાં યુવતીને ઊંચાઈથી સ્વિમિંગપૂલમાં ફંગોળી હોઈ એવું લાગે છે કારણકે યુવતીને પાણી પછડાટ ગંભીર રીતે માથામાં અને ચેહરા પર વાગી છે એટલે એની મેડીકલી સારવાર ચાલુ છે અને એનાં ઘણા રિપોર્ટ્સ કઢાવ્યા છે એ બાકી છે હાલને હાલ બધું નિદાન કે કહેવું વહેલું ગણાશે ઇન્સ્પેક્ટર તમારા પ્રશ્નોનાં બધાં ઉત્તર અત્યારે શક્ય નથી તમારે ધીરજ ધરવી પડશે અમારે આ યુવતીનું સીટી સ્કેન કરવું પડશે.

સિદ્ધાર્થે કહ્યું "વેલ ડોક્ટર અમારે યુવતીનું સ્ટેટમેન્ટ લેવું ઘણું જરૂરી છે જયારે પણ એને ભાન આવે હોશમાં આવીને બોલવા શક્તિમાન થાય તુરંત મને જાણ કરશો અને યુવતીને મળવા કે કોઈ ત્રાહિત પણ આવે તો અમને જાણ કરજો.અને એનાં નખમાં હુમલાખોરનાં વાળ અને સ્કિન આવી છે હમણાં ફોરેંસિન્ક આવી લઇ જશે જે પુરાવા ગુનેગારોને પકડવા ખુબ જરૂરી છે.

ડોકટરે કહ્યું "ઓકે ઇન્સ્પેક્ટર અમારો તમને સંપૂર્ણ સહકાર રહેશે. આટલી સુંદર યુવતીએ કોઈનું શું બગાડ્યું છે હાજી માંડ યુવાનીમાં પગ મુક્યો લાગે છે. અને આ સ્થિતિ એની બતાવે કોઇની મુલાકાત શક્ય જ નથી. અહીં ખૂબ કાલજી લેવામાં આવશે અને તમે નિશ્ચિંત રહો અમે તુરંત જ જાણ કરીશું.

સિધ્ધાર્થ પણ વિચારમાં પડી ગયો કે આટલી યુવાનીનાં ઊંમરે પગ મૂકતી યુવીત સાથે શું થયું ? કોણ હશે આને ફસાવનાર ? કે આ યુવતી જ જાણીને ફસાઇ હશે ? આગળ તપાસમાં બધું બહાર આવી જશે એકવાર આ યુવતી ભાનમાં આવે બસ.... સિધ્ધાર્થ ડો. લલિતનો આભાર માનીને વિદાય લીધી.

**********

સ્તવન ગ્રેજ્યુએટ થયાં પછી માસ્ટર્સ કરવા માટે બેંગ્લોરની પ્રતિષ્ઠિત આઇ. ટી.ની કોલેજમાં ભણવા માટે આવ્યો છે. અહીં આવ્યે હજી માંડ અઠવાડીયું થયું છે. સવારમાં કોલેજ પતાવીને પાછો રૂમ પર આવ્યો અને એનાં પાર્ટનર મયંક સાથે વાત કરી રહેલો. વાતવાતમાં મયંકે કીધું અરે યાર સ્તવન તારી બધી વાત હું આ વીક દરમ્યાન જાણી મેં તને બધી કીધી. પણ તેં કોઇને પ્રેમ કર્યો છે ? આર યુ એંગેજ ? સ્તવને કહ્યું "હાં એક ખૂબ સુંદર ભોળી અને નિખાલસ છોકરીનાં પ્રેમમાં છું અને બંન્ને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને અમને અમારાં પ્રણય પર ખૂબ જ રોબ છે. અમે એસ એસ.સી.માં હતાં ત્યારથી સાથે છીએ અને પ્રેમમાં પણ અમારી અનોખી કથા છે. આજે સવારનું લેક્ચર ભણવા ગયાં તે પહેલાં મેં ફોન કરેલો ત્યારે વાત થયેલી એ ઉતાવળમાં હતી પછી શાંતિથી ફોન કરું છું એમ કહેલું પણ .... લાવ ફરી ફોન કરું એમ કહીને મયંકની જીજ્ઞાસાને બાજુમાં મૂકી રીંગ કરી તો ફોન સ્વીચ ઓફ આવ્યો એને થોડી નવાઇ લાગી હશે કંઇ પછી ફરી કરીશ એમ કહી મોબાઇલ મૂક્યો.

સત્વન અને સ્તુતિ સ્કૂલથી સાથે હતાં અને મિત્રતા એસ.એસ.સી.માં આવતાં આવતાં પ્રણયમાં રંગાઇ ગઇ હતી બંન્ને જણાએ એક સાથે કબૂલાત કરી હતી અને કાયમ પૂરી પાત્રતા સાથે સાથ-નિભાવવાનું વચન આપ્યું હતું. સ્તવનને કોલેજનાં દિવસોની એ સાંજ એ યાદગાર સાંજ યાદ આવી ગઇ.....

સ્તુતિ -સત્વન હાયર સેકન્ડરી પાસ કર્યા બાદ એક જ કોલેજમાં એડમીશન લીધું હતું બંન્ને ભણવામાં કુશળ હતાં તેથી બંન્ને ને બનતું સારું ભણવામાં ખૂબ મદદ કરતાં બંન્ને ફેમીલીને આ સંબંધની જાણ પણ હતી. સ્તુતિ લોકો નાગર બ્રાહ્મણ હતાં અને સ્તવન પણ ઉચ્ચકુળનો બ્રાહ્મણ કુટુંબમાંથી હતો. બંન્નેની જોડી ખૂબ જામતી દેખાવ-સ્વભાવ-ભણતર ખૂબજ સરસ હતાં.

સ્તુતિની જોડીચા બ્હેન શ્રુતિ જે એનાંથી માત્ર પાંચ મીનીટ નાની હતી બંન્નેનો દેખાવ-ઊંચાઇ-શરીર-અદદલ સરખાં હતાં કોઇ બંન્ને સાથે હોય ઓળખી ના શકે કે શ્રૃતિ કોણ અને સ્તુતિ કોણ. એનાં માતા અન સુયાબ્હેન લોકલ પાલીકામાં સર્વિસ કરતાં હતાં અને પિતા બેંકમાં જોબ કરતાં હતાં. ખૂબ સારુ અને સુખી કુટુંબ હતું. તેઓ અંધેરીમાં રહેતા હતાં.

સ્તવનનાં પિતા રેવન્યુમાં મોટાં ઓફીસર હતાં અને માતા હાઉસવાઇફ હતાં તેઓનું શાંતાક્રુઝમાં નાનું પણ આગવું સ્વતંત્ર મકાન હતું. બંન્ને ફેમીલી એમની રીતે સુખ આનંદમાં રહેતાં હતાં. સ્તવનમાં મનમાં નાનપણથી અત્યાર સુધી બંન્ને કુટુંબોની ઝાંખી યાદ આવી ગઇ અને એ બાળપણની યુવાનીની સુખ આનંદ ભરી સફર યાદ આવી ગઇ.

સ્તવને મયંકને કયું પ્લીઝ કોફી બનાવને.... સાંજે હું બનાવીશ અને તું નાનું કામ આટોપ ત્યાં સુધી હું થોડું મનન કરી લઊં એમ આંખ મીચકારીને બહાર બાલ્કનીમાં આવ્યો. ફોનમાં સ્તુતિનો ફોટો જોઇને પહેલોજ પ્રેમ સ્વીકારનો ડાયલોગ યાદ આવી ગયો. સ્તવનએ દિવસે કોલેજથી આવીને તરત જ સ્તુતિનાં ઘરે પહોંચી ગયેલો એની આજે બર્થ ડે હતી. સ્તુતિનાં મંમી પપ્પા હજી જોબ પરથી આવ્યા નહોતાં અને શ્રુતિ એની ફ્રેન્ડને ત્યાં ગઇ હતી.

સ્તવને સ્તુતિ પાસે આવીને કહ્યું "એ માય લવ હેપી બર્થ ડે. હું તારો આજનો દિવસ ખૂબ ખાસ બનાવવા આવ્યો છું અને જીંદગીભરની ભેટ લાવ્યો છું એમ કહીને સ્તુતિની સામે ગોઠણભેર બેસીને કહ્યું "માય લવ સ્તુતિ.... હું તારો સ્તવન પણ કાયમ હું તારી પ્રેમ સ્તુતિ કરીશ અને સદાય તારા નામનું સ્તવન હું આજે તારી પાસે મારાં તારાં માટેનાં પ્રેમની માંગણી કરુ છું. સદાય માટે તને સમર્પિત થઊં છું વ્હાલી સૂ.. મારો સ્વીકાર કર.

સ્તુતિએ ખૂબ આનંદ સાથે મૂકીને સ્તવનની પાંપણો અને પછી હોઠ પર મધુર ચુંબન કરીને પ્રણય સ્વીકાર કર્યો અને પોતાની જાત સ્તવનને સમર્પિત કરી. સ્તવને એનાં હાથમાં પ્રણય ચિન્હની વીંટી પહેરાવી અને અને સ્તુતિનાં ચહેરાને ચુંબન કરી વાળની આગોશમાં ખોવાયો. ક્યાંય સુધી બંને પ્રેમ કરતાં રહ્યાં અને હોઠ-ચહેરો અને પ્રેમબિંદુઓ પર અપાર પ્રેમ અને ચુંબન કરતાં રહ્યાં. સ્તુતિથી આનંદનાં અતિરેકમાં આહ નીકળી અને સ્તવને તૃપ્તિની પૂર્તિ કરી.

પ્રકરણ : 1 સમાપ્ત

આગળ વધવી રોમાંચિત પ્રણય કથા પ્રેમપિપાષા આરાધના શક્તિ પ્રાપ્તિ સુધી.

""""""""""""