Swapnna sathvare books and stories free download online pdf in Gujarati

સ્વપ્નનાં સથવારે

સ્વપ્નનાં સથવારે


ઓહ! શબ્દોની ગોઠવણમાં જ મેં એક પંક્તિ લખી,એ પણ આપણા સૈનિકો માટે.હું પણ થોડું લખી શકું છું ,આમ વિચારતા વિચારતા જ પોતાનો ક્વોટ પ્રતિલિપિ પર અપલોડ કરી દીધો,સારો પ્રતિભાવ મળ્યો.આમ ને આમ કાવ્યા સારા શબ્દો પકડી એની સાથે પ્રેમમાં ડૂબી ગઈ.કાવ્યા નું માત્ર એક જ સપનું હતું કોઈ ફૌજીની પત્નિ બનવું.,એની સાથે એક સારા લેખક બનવું એ પણ સપનું બની ગયું.કાવ્યાની સગાઈની વાત ચાલતી,પણ એને કોઈ પસન્દ ન આવતું.તે બસ દિવસ રાત ફૌજીના જ સપનામાં જીવતી.તે થોડા સમયમાં સારું લખવા લાગી. પ્રતિલિપિ સ્પર્ધામાં ભાગ લઈ ઇનામો અને પ્રમાણપત્રો પણ મેળવ્યા હતા.
આમ પ્રતિલીપમાં જ કોઈક જોડે ચેટિંગ કરતા તેને પસંદ કારવા લાગી. તેની સાથે કલાકો ચેટિંગ કરતી.એને પણ કાવ્યા નું લખાણ ખૂબ પસન્દ હતું.
હું તો માત્ર જીવનસાથી તરીકે ફૌજીની જ કલ્પના કરી છે,ફૌજી ને જ જોયો છે.તો આ સિદ્ધાર્થ પ્રત્યે કેવો લગાવ છે,કેવું જોડાણ છે.જેને જોયો નથી,ઓળખતી નથી,મળી નથી છતાં પણ કેવી લાગણી છે આ?
કાવ્યાએ અચાનક જ પ્રપોઝ કરી દીધું.સિદ્ધાર્થ પણ જાણે આજ પલ ની રાહ જોઇને હોય એમ એને પણ સામે કાવ્યા નું પ્રપોસલ સ્વીકારી લીધું.કદાચ બંને રાહ જ જોતા હતા કે કોઈક પહેલ કરે.
કાવ્યા નો મનગમતો તહેવાર નવરાત્રી નજીક આવી રહી હતી.કાવ્યા ની ઉત્સુકતા નો પાર ન હતો,કેમ કે સિદ્ધાર્થે નવરાત્રીમાં મળવા આવવાનું પ્રોમિસ આપ્યું હતું.આજ નવરાત્રીનો ત્રીજો દિવસ હતો.રોજની જેમ કવ્યા મનમૂકીને ગરબાની સંગે ઝૂમી રહી હતી,પણ નજર તો માત્ર સિદ્ધને ગોતતિ હતી.કયારનો કોઈ યુવાન બાજુમાં આવીને કવ્યાના તાલની સાથે તાલ મિલાવી નાચી રહ્યો હતો.છતાં કાવ્યનું ધ્યાન હતું જ નહીં.ગરબાનો પહેલો રાઉન્ડ પૂરો થયો.પેલો યુવાન કાવ્યા નો હાથ ખેંચી બહાર લઈ જતોતો,પણ કવ્યાની નજર સિદ્ધને ગોતવા જ ફાંફા મારતી હતી.
કાવ્યા ઓળખી?હું સિદ્ધાર્થ.તારી પાસે કોઈ સાબિતી છે?કાવ્યા કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસે કરે એવી નતી, એ સિદ્ધાર્થ જાણતો હતો.મોબાઈલ ખોલી પ્રતિલીપીમાં કરેલુ ચેટિંગ બતાવ્યું.કાવ્યા માત્ર નિહાળતી રહી સિદ્ધને ઊંચો,નમણો, ચહેરો પરથી એવું લાગ્યું કોઈ ફૌઝિ છે .એક પળ માટે તો એવું સમજી બેઠી કોઈ ફૌઝિ જ છે.આ વિચાર તરત કાઢી નાખ્યો.
કાવ્યના કપાળ પર પરસેવાના રેલા રમી રહ્યા હતા.ચહેરો લાલ ટમેટા જેવો થઈ ગયો હતો. કવ્યા શું જુએ છે હું જ સિદ્ધાર્થ છું.કવ્યા હજુ વિચારમાંથી બહાર નતી આવી ત્યાં શિદ્ધે બીજો ઝટકો આપ્યો,હું ફૌજમાં છું.આ સાંભળતા જ સિદ્ધને વળગી પડી.દુર્ગામાં નો આભાર માન્યો.કેમ કવ્યા હવે સાબિતી નથી જોઈતી ? હું ખરેખર ફૌજી જ છું.કાવ્યા સિદ્ધથી અલગ થઈ,સિદ્ધાર્થે પોતાનો હોદ્દો, ક્યાં પોસ્ટિંગ છે,કેટલા સમયથી ફૌજમાં છે તે જણાવ્યું
આમ પહેલી મુલાકાત પુરી થઈ.

હૃદય ધબકતું જેના અહેસાસમાં
પ્રીત પરોવીને ગૂંથાઈ હું એના શ્વાસમાં

કોણ જાણતું હતું કવ્યાની આ છેલ્લી પંક્તિ હતી.રોજ બંનેનું મળવાનું ચાલતું રહ્યું,એકબીજાને જણવાની કોશિશ ચાલતી રહી.નાવરાત્રિ નો આખરી દિવસ આવી ગયો.
નવરાત્રીના આખરી દિવસે ગરબા સાથે જીવ્યા.જિંદગીનો એક ખૂબસુરત અહેસાસ હૃદય માં ધબકતો કર્યો.
સિદ્ધાર્થે કાવ્યાને આખરી વાર ટાઈટ હગ કર્યું.જાણે આ મુલાકાતને, કાવ્યાને હંમેશા પોતાની અંદર સમાવી લેવા માંગતો હોય.સિદ્ધ શ્વાસ ઘૂંટાય છે મારો,હવે તો છોડ.હું મારી જિંદગી તારી સાથે જ રહેવાની છું.
કવ્યા તારી દરેક રચના ખૂબ લાગણીથી ભરપૂર હોય છે.તું ફૌજીઓનો પણ ખૂબ આદર કરે છે.તને ફૌજી પ્રત્યે કેટલું માન છે એ મારાથી વધારે કોણ સમજી શકે.અમે ફૌજી ત્યાં રહીને દેશભક્તિ કરી,અને તારા જેવા લેખક અમને જોમ અને શૌર્યની પ્રીતિ કરાવે.
કવ્યાના હાથ બાવડાંથી જાલી, આંખમાં આંખ પરોવી.કવ્યા હું તારી જોડે ઝીંદગી નહીં વિતાવી શકું.માફ કરજે મને,પણ મારા માટે દેશની સેવા જ મારી જિંદગી છે.હું લકી છું તું મારી જિંદગીમાં આવી.મારો પહેલો પ્રેમ હંમેશાથી દેશભક્તિ છે,બીજો પ્રેમ તું.તારા સિવાય કોઈ છે નહીં અને હશે પણ નહીં મારી જિંદગીમાં.બધું તને મેસેજમાં પણ કહી શક્યો હોત,પરંતુ હું તારા માટે નવરાત્રિને ખાસ બનાવવા છુટ્ટી લઈ ને આવ્યો છું.આઈ એમ સોરી કાવ્યા.
આ સાંભળી એક પળ માટે બધું સ્તબ્ધ થઈ ગયું.આંસુ આંખથી જ પી ગઈ.કાવ્યા વિચારી રહી કે ચેહરા પર કોઈ હાવભાવ નથી,કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની કેવી ક્ષમતા ધરાવે છે.પોતાની નિજી જીવનથી પણ દેશને પહેલા મહત્વ આપે છે.એક પળમાં મને જીંદગીભર ની ખુશી મળી ગઈ. મનોમન ગર્વ કરતી કે મને પ્રેમ થયો તો પણ મારા સપનાના રાજકુમાર સાથે.આબેહૂબ મારી કલ્પનાનું જ પાત્ર છે સિદ્ધ.ર્સિદ્ધાર્થને ગળે મળી તેના નિર્ણયમાં સાથ આપ્યો.સિદ્ધની દેશભક્તિ જોઈ કવ્યાને પોતાના પ્રેમ પ્રત્યે માન થયું.નવરાત્રીની આખરી રાતે આખરી સેલ્યુટ કરી હંમેશા માટે વિદાય લીધી.
કવ્યાના લગ્ન સારા બિઝનેસમેન સાથે થઈ ગયા.તે ખૂબ દેખાવડો અને સમજદાર હતો .ઘરમાં કોઈ ચીજની કમી નતી.યશ માત્ર કવ્યાને ખુશ રાખવા માંગતો.દુનિયાની બધી ખુશી કવ્યાના કદમોમાં ન્યોછાવર કરતો.આમ લગ્નના બે વર્ષ વીતી ગયા.

આખરી નવરાત્રીની રાત ,કાવ્યાનો મનગમતો તહેવાર.યાના પાપા પાપા કરતી ભાગી ,કાવ્યા યાનાની પાછળ દોડી પણ યશ અને સિદ્ધાર્થને વાત કરતા જોઈ તેના કદમ ત્યાં જ થંભી ગયા.

કઈ માટીમાં જન્મેલો છે આ?કઈ બદલ્યું નથી એવો જ નમ્ર,લાગણીશીલ,બીજાને સમજનારો,સ્ત્રીનો આદર કરવો એની પ્રાથમિકતા છે.બે વર્ષના લગ્નજીવનમાં ક્યારે પણ પતિ તરીકેનો અધિકાર જાતવ્યો નતો.મારા ને સિદ્ધના પ્રેમનો આદર કર્યો.બ્લડ કેન્સરનું નાટક કરી મારા ને સિદ્ધાર્થ ના લગ્ન કરાવ્યા.હું નથી જાણતી સિદ્ધને કઈ રીતે લગ્ન માટે રાજી કર્યો.હું ,યાના,સિદ્ધ ખુશહાલ જિંદગી જીવી રહ્યા છીએ એ માત્ર યશની દેન છે.

આજ યશને કેતા ન સાંભળ્યો હોત તો કયારેય ન જાણત કે યશે બીમારીનું અને મૃત્યું નું નાટક કર્યું હતું.જેથી હું અને સિદ્ધ સાથે જીવીએ.

લેખક બનવાનું મારુ સપનું મેં છોડી દીધું,પરંતુ યશની ઈચ્છા હતી મારુ નામ ટોચના લેખકોમાં હોય.મારા માટે નહીં પણ યશની ખતીર હું નામી લેખકમાં મારુ નામ કમાઈશ.સાત વર્ષ પૂર્વે નવરાત્રીમાં લખવાનું છોડ્યું હતું.આખરી નોરતાની રાતે એક કાવ્ય લખી શુભ શરૂઆત કરી.
એક વર્ષની મેહનત બાદ પ્રતિલિપિ દ્વારા નિર્મિત કાર્યક્રમમાં કવ્યાને સારા લેખકોમ સ્થાન મળ્યું.યશ પણ કાર્યક્રમમાં આવ્યો હતો.યશ અને સિદ્ધાર્થની મિત્રતા જોઈ કવ્યાની આંખ ભીની થઈ ગઈ.બંનેને વાતો કરતા નિહાળી વિચારતી હતી.કેવા પુરુષો આવ્યા મારા જીવનમાં?એક માટે દેશભક્તિ સર્વોપરી છે જેનું મને માન છે.બીજાં માટે સ્ત્રીનું સન્માન,સ્ત્રીનો પ્રેમ,સ્ત્રીની લાગણી સર્વોપરી છે.હંમેશા સમાજે એક સ્ત્રી માટે બે પુરુષોને લડતાં જાણ્યા છે.પરંતુ આજે બંને એ સમાજ માટે સ્ત્રીની એક નવી છબી કાયમ કરી દીધી.એક સ્ત્રીને લીધે બે અજાણ્યા પુરુષો વચ્ચે ગાઢ મિત્રતા પણ સ્થાપિત થાય છે.

ત્યાંજ પાછળથી કોઈકે ખભ્ભા પર હાથ મુક્યો,ઓળખી મને?અરે આસ્થા!! નહીં મિસિસ આસ્થા યશ....તરત જ કવ્યાને યશના શબ્દ યાદ આવ્યાં....કાવ્યા હું તને તારા જીવનમાં મારા માટે ક્યારેય ગિલ્ટી ફિલ નહીં થવા દઉં.