pahelu sukh te jate narya..... books and stories free download online pdf in Gujarati

પહેલું સુખ તે જાતે નર્યા.....

પહેલું સુખ તે જાતે નર્યા .

......

શરીર સ્વાસ્થ્યને સોથી વધુ મહત્વ આપવામાં આવે છે.

જો તમે સ્વસ્થ છો શરીરે તો જ તમે સુખી રહી શકો.

આ તમે પણ સારી રીતે જાણો છો અને સમજો છે.


તમે પોતેજ વિચારો કે તમે બીમાર છો

અરે જરા પગ દુખે કે તાવ આવે તો પણ \કઈ ગમે નહિ અને કઈ કરવાનું મન ન થાય


કામ માં મન પણ ન લાગે કે કઈ મજા નથી પડતી તેમ લાગે છે..

તમારી પાસે પેસા છે ફરવા જવાનું મન છે ઘણું કરવું છે પણ કોઈ બીમારી છે કે ડાયાબીટીશ છે


અરે પગ ને સાંધા દુખે છે તો પણ તમે આરામથી હરી ફરી શકતા નથી

કે કઈ કરવાનું મન પણ નથી..


અરે તમે શાંતિ થી ખાઈ પી પણ નહિ શકો..મોજ મસ્તી તો બાજુએ રહ્યા..

કારણ તમારે કોઈ બીમારી છે..કે શરીર શાથ નથી આપતું...


સુખની શરત જ છે કે તમારી તબિયત સારી હોય,શરીર અને આરોગ્ય સારું હોય.

કારણ આ વિશ્વ ને માણવા અને આનંદ પામવા આપણને શરીર નો જ સાથ લેવો પડે છે...

જીવન છે શરીર ને આભારી ..અને શરીર છે ,જીવન છે તો જ સુખ ને મેળવવાનું છે..


તમે કદી સુખી નહિ થઇ શકો જો શરીર રોગગ્રસ્ત છે તો..

શરીરમાં રોગ અને દુખાવો સુખને દુર કરે છે

જોકે મનોબળ મક્કમ હોય અને મન આનંદમાં રાખી શકો તો થોડે ઘણે અંશે આનંદ માં રહી શકાય.


સુખી થવાની પહેલી શરત છે નીરોગી અને સ્વસ્થ શરીર...

બસ આજથી જ મડી પડો આ અગે વિચાર કરવા અને નિયમો નું પાલન કરો..


તમારા બાળકોને આ અંગે બાળપણથીજ શીખવવા માંડો....

શિક્ષણમાં ખરેખરતો આરોગ્યની બાળપોથી અને ગણિત શીખવવાની જરૂર છે.

કમનસીબે આપણી શાળા ઓ કે શિક્ષકો આનુ જ્ઞાન આપતા નથી

એના બદલે આપણે ઘણા એવા વિષયો શીખીએ છે જે કઈ કામના નથી .

કે ભવિષ્ય પણ આપણને જીવનમાં કઈ જ કામમાં આવતા નથી.

એના બદલે આરોગ્યનું શિક્ષણ બાળકને શાળા કક્ષl એથીજ પવામાં આવે તો જીવનમાં ઘણું કામ આવી શકે છે.


ખેર આ માં પડ્યા વગર આજ્થીજ સમજી લો કે તમારા તમામ સુખો નો સરવાળો અને બાદબાકી

તમારા શરીર થી જ શરુ થાય છે.

અને શરીર માંજ અંત પામે છે.

એટલે કે સુખો ની મુખ્ય ચાવી શરીર નીરોગી રાખવાની છે.

શરીર સ્વસ્થ તો બધું જ બરોબર થશે.


ખાવા પીવાના ચસકા બહુ હોય તો રોગો પણ વગર આમન્ત્રણે ઘર ભાળી જાય છે


અને પછી કાઢવા બહુ મુશ્કેલ છે.અનિયમિત જીવન શૈલી આરોગ્ય ને અને શરીરને નુકશાન કરે છે.


તમારા પરિવાર માં બાળકો, મોટા અને સો ના આરોગ્યની જાળવણી કરે

તેવા આહાર/ખાનપાનનું નીયમ પત્રક અને ટાઇમટેબલ બનાવી રાખો...

શું ખાવું અને શું ન ખાવું તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને લીસ્ટ બનાવો.


તમારા કુટુંબીજન સ્વજન ને પણ આ માટે વિશ્વાસમાં લેવા જોઈએ.

માત્ર જીભને ગમે તે નહિ પણ શરીર ને ફાવે અને આરોગ્ય સુધારે તેવા ખોરાક લેવાનો જ અગ્રહ રાખો...

પરિવારજનોનો પણ સાથ લો અને ન સમજે તો તેમને પણ શાંતિ થી સમજાવો .


બાળકોને પણ અiનુ પાલન કરવા સાથે લો...

આખરે તો સુખની શરુઆત શરીરથી થાય અને શરીર ને નીરોગી રાખવા

ખાનપાન વ્યવસ્થિત બનાવવા પ્રથમ શરત છે.


પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોર ...


પછીથી સારવાર કરવી એથી વિશેષ સારું છે કે પહેલેથીજ સંભાળ લેવી અને સાવધાની રાખવી...

ઈશ્વરે બક્ષેલા આ શરીર ની સંભાળ લેવી જ પડશે.


એ વગર ઈશ્વરે બનાવેલી કે મનુષ્યે બનાવેલી સુખ સંસારની આ દુનિયા

ભોગવી નહિ શકાય એ સમજી લો તો સારું છે..


જંજટ અને માયા બધી શરીર ની જ છે એમ પણ ઘણીવાર થઇ આવે છે...


આખરે કપડા પહેરવાથી માંડીને ખાવા પીવા બધામાં અને માણવામાં પણ શરીર નો જ ખ્યાલ કરવો પડે છે.


ભારતીય આયુર્વેદ પદ્ધતિ પણ આનો જ અlગ્રહ રાખે છે..

ઋતુ પ્રમાણે તમારા આહાર નું ટાઇમ ટેબલ બનાવો.


ગરમીમાં પાણી વધારે પીવું જોઈએ અને પ્રવાહી વધારે લેવાનો અગ્રહ રાખો.

પાણી ઉકાળેલું પીવું હમેશા શ્રેષ્ઠ જ છે.પાણી એ શ્રેષ્ટ આહાર છે.

પાણી પુરતું નહિ પીવાય તો પણ શરીર સારું નહિ રહે.


સવાર નો નાસ્તો ભારે લઇ શકાય .

બપોરનું ભોજન તેથી હળવું અને સાંજનું ભોજન તો સોથી લાઈટ...

વ હેલા ભોજન રાત્રે લેવું અને બને તો ભોજન ના દિવસના સમય નિયમિત રાખવા.


આજનું જંકફૂડ અને બહાર ખાવાના વાયરા પુષ્કળ છે. પણ આ બધું સારા આરોગ્ય માટે નથી.

તળેલી વાનગીઓ કે મીઠ્ઠlઈ, જંકફૂડ વગેરે બહુ માર્યાદિત કરવા...


અને ૬૦ પછી તો આવા આહારથી લગભગ દુર રહેવું.


યોગા ને કસરત પ્રાણયમ પણ શરીર સારું રાખવા જરૂરી છે.

સવારના ચાલવું અને થોડી કસરત કરવી કે યોગા કરવા એ આપણl પોતના આરોગ્યને માટે જરૂરી છે.

સવારની એટલે કે દિવસની શરૂઆત જ ચાલવાથી અને કસરતથી કરો .

દુનિયાના મોટાભાગના સફળ લોકો અને મહાન લોકો આવી જ રીતે દિવસની શરૂઆત કરે છે.


વહેલા સુવું અને વહેલા ઉઠવું એ આરોગ્ય માટે ખુબ જરૂરી છે..

પુરતી ઊંઘ ૬થી ૮ કલાકની લેવી સારા આરોગ્ય માટે ની શરત છે.


૪૦ વરસ પછી તો નિયમિતતા અને આરોગ્યની તમારે વિશેષ કાળજી લેવી રહી .

મોર્નિંગ વોક સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

મન અને તન બનેને આ મોર્નિંગ વોક તાજગી આપે છે.


નિયમિત ડોક્ટર પાસે વર્ષ માં એકાદ વખત ચેક અપ કરાવવું જ રહ્યું.

તો આજ્થી જ નક્કી કરો તમારું સમય પત્રક બનાવો.

અને શરીરની સંભાળ લેવાનો કાર્યક્રમ નક્કી કરો.

જાન હે તો જહાન હે.

શરીરની અને આરોગ્યની વાત આવી છે તો એક વાત યાદ રાખો કે નિયમિતતા

અને દિવસની રોજના કાર્યક્રમમાં નિયમિતતા રાખવી આ માટે બહુ જ જરૂરી છે.

તમારા જીવનનું અને રોજનું ટાઇમ ટેબલ રાખો અને જરૂર પડે આ માટે એક ડાયરી પણ રાખો.

તમારા ઘરનો હિસાબ કિતાબ જેમ રlખો તે જ રીતે ખોરાક અને અન્ય કાર્યોનો પણ હિસાબ રાખો ,

તે શરીર ને નિયમિત અને સારું રાખવા જૃરૂરી છે.

સ્વય શિસ્ત અને નિયમિતતા એ નીરોગી અને સ્વસ્થ શરીર માટેની અનિવાર્ય શરીર છે.

પોઝીટીવ વલણ અને વિચારો એટલેકે સકારત્મક વિચારો અને અભિગમ જીવનમાં સારા સ્વાસ્થ્ય માટે અને સુખ માટે પહેલી શરત છે.

તમે સ્વસ્થ મનથી અને તનથી રહો તે સુખી જીવનમાં જરૂરી છે .

તેજ રીતે મન અને તનને સ્વસ્થ રાખવા પોઝીટીવ અને હકારાત્મક વિચારો અને વર્તન રહે તે બહુ જ જરૂરી છે.

મનને શાંત અને આનંદમાં રાખો તો જ આરોગ્ય સારું રહી શકે છે.

મનની નિરાશા અને નકારાત્મકતા શરીરને અને આરોગ્યને નુકશાન કરે છે.

ભય, ચિતા, ટેન્સન, ક્રોધ નફરત ઈર્ષ્યl આ બધી નકારત્મક અને નેગેટીવ લાગણીઓ છે એટલેકે ફીલિંગ્સ છે.

જે તમારા શરીરને અને આરોગ્યને નુકશાન કરે છે.

જયારે સમતા અને સદભlવ સકારત્મક છે. સlરા સ્વસ્થ્ય માટે ની શરત છે.

સlરા સ્વસ્થ્ય માટે અને નીરોગી રહેવા રોજ સવારે નરણા કોઠે એક ગ્લાસ ગરમ ,નવશેકું પાણી રોજ પીવાની આદત રાખો.

બની શકે તો તેમાં થોડી હલ્દી ઉમેરીને પીઓ. રોગપ્રતિકારક શક્તિ વધારશે.