six rengers - 4 books and stories free download online pdf in Gujarati

સિક્સ રેન્જર્સ - 4

બધા અઘોરીઓ અને પ્રતીકના દાદા, ગુરુ બાળીનાથ ને પ્રણામ કરે છે.

કાન્તિલાલ (પ્રતીકના દાદા)- હે અઘોર ગુરુ બાળીનાથ તમારા દર્શન કરી હું ધન્ય થયો. પણ આવી રીતે મને બોલવાનું કારણ?
ગુરુ બાળીનાથ- કાન્તિલાલ કે પછી કાલીનાથ કહીને સંબોધુ તમને! તમારી વાસ્તવિકતા થી પાછા અવગત કરાવવાનો સમય આવી ગયો છે.

કાન્તિલાલ- માફ કરજો પણ હું કશું સમજ્યો નહીં! 72 ની ઉંમરે પહોંચેલા કાન્તિલાલ નું મગજ થોડા ક્ષણ માટે બહેર મારી ગયું.

ગુરુ બાળીનાથ- મારી બાજુ ના આ આસનમાં બેસો તમને બધા જ જવાબ મળી જશે અને મન માં મહાદેવ નો જાપ કરો.

કાન્તિલાલ- ગુરુ બાળીનાથ આદેશાનુસાર કાંતિલાલે તેમની બાજુનું આસન ગ્રહણ કર્યું અને મહાદેવનો જાપ શરુ કર્યો.

(અને મન માં શરુ થયુ પટ ચીત્ર)

પાંચ વર્ષની ઉંમરે ગંગા નદીના તટ પર ફરતો બાળક કે જેને તેના માતા-પિતા કોણ છે કશી ખબર ન હતી. તે પાંચ વર્ષના બાળકને એક અઘોરી તેની સાથે લઇ જાય છે માત્ર ૨૦ વર્ષની ઉંમર મા તે ઘણી વિદ્યામાં પારંગત થઈ જાય છે. અને આખરે તે તેનો ઉછેર કરનાર અઘોરી ના આદેશ અનુસાર ગીરનારમાં જવા માટે નીકળે છે.
ગિરનાર માં આવી ને તે ઘણા અઘોરીઓ ના સંપર્ક માં આવે છે પણ તે અઘોરીઓ ના સમૂહમાં જોડાતો નથી તેને સ્વચ્છંદી અને મુક્ત રીતે જીવન વ્યતીત કરવામાં જ રસ હોય છે. માત્ર ૨૦ વર્ષની ઉમરમાં અનેક સિદ્ધિ ઓ પ્રાપ્ત થયા પછી પણ મન માં યુવાની ની ચંચળતા હતી.
ગિરનારમાં આવ્યે હજી માંડ છ દિવસ થયા હતા. આજે રવિવારે તેણે યક્ષિણી સિદ્ધિ મેળવવા સમશાનમાં જવાનું નક્કી કર્યું. બાર વાગ્યે તે તેના આયોજન મુજબ સ્મશાનમાં જાય છે ત્યાં તેનું ધ્યાન દૂર બે અઘોરી ઓ ઉપર પડે છે જે સ્મશાનમાં કાળિ શક્તિની દેવી મહામાયાની પૂજા કરતા હતા અને પૂજા સંપન્ન થયા પછી તે બંને અઘોરીઓ સ્મશાનની બહાર ઊભેલી અને બંધી બનાવેલી પાંચ ગાયો અને પાંચ ભેસો ની બલી તે મહામાયા ને ચડાવે છે ત્યાર બાદ તે બંને અઘોરીઓ તે બધી ગાયો અને ભેસો નું કાચું માંસ અને હાડકાં પણ આરોગી જાય છે.
આ બધુ જોઈને કાલીનાથને ખૂબ જ ક્રોધ ચઢે છે. તે આગળ વધી હજી તેને અટકાવવા જાય છે, કે એટલામાં જ એક અઘોરી તેને પકડીને પોતાની સાથે લઈ જાય છે ત્યારે તે અઘોર ગુરુ બાળીનાથ ના સાનિધ્યમાં આવે છે. અઘોર આશ્રમમાં આવ્યા બાદ તે પોતાની સ્વસ્થતા સરખી કરી તે અઘોર ગુરુને પ્રણામ કરે છે.તેની સાથે ઘટેલી ઘટના કહે છે ત્યારે અઘોર ગુરુ તેને બંને અઘોરી કૌશત અને ઔષત વિષે જણાવે છે.
તે બંને અઘોરીઓ આજ સમુદાયના હતા અને ધીરે-ધીરે બંને કાળી શક્તિઓમાં વધારે રસ લેવા લાગતા અઘોરીઓ ના સમૂહે તેમને તેમના સમૂહમાંથી બરખાસ્ત કર્યા હતા. ત્યાર બાદ તે બંને કાળી શક્તિની સ્વામીની મહામાયાની પૂજા કરી તેને પ્રસન્ન કરવા આ બલી ઓ દેવાનું શરુ કર્યું. મહામાયા એ તેના પર પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે તેમનું મૃત્યુ એક અઘોરી અને યક્ષિણી ના મિલનથી બીજી પેઢીએ રોહિણી નક્ષત્રમાં જન્મેલા બાળક થી થશે અને તે અઘોરી ગિરનાર માનો જ એક અઘોરી હશે. ત્યારથી તે બંને અઘોરી ઓ નો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. તે બન્ને અઘોરી ઓ ને ગિરનાર માં રહેતા દરેક અઘોરીની જાણ છે તારી ઉપસ્થિતિની પણ.
પણ તારી ઉંમર હજી માત્ર ૨૦ વર્ષની હોવાથી તે ને તારા પર વધારે શંકા નથી. અમે આટલાં વર્ષોથી માત્ર તારી જ રાહ જોતા હતા મારા ગુરુ ના આદેશ અનુસાર યક્ષિણી વિદ્યા પ્રાપ્ત કરી યક્ષિણી સાથે સંભોગ કરી પુત્રની પ્રાપ્તિ કરી ને તે નો પુત્ર રોહિણી નક્ષત્રમાં જન્મ લેશે, અને તે પુત્ર જ્યારે ગીરનારમાં આવશે ત્યારે તેને જ મૃગીકુંડ માંથી સમસ્ત અઘોરીઓ નિર્મિત ત્રિશૂળ પ્રાપ્ત કરીને તે બંને અઘોરીઓ નો અંત કરશે. પણ જ્યારે તને યક્ષિણી દ્વારા પુત્ર મળશે ત્યારબાદ તારી અઘોર વિદ્યા નો નાશ થશે, અને મારા તંત્ર શક્તિની મદદથી તારો પરિવાર આ બન્ને અઘોરીઓની દૃષ્ટિથી તમને બચાવી રાખશે. કાલીનાથ આ બધું સાંભળીને થોડા ક્ષણ માટે મૌન થઈ જાય છે. પણ જનકલ્યાણ માટે અને જો નિયતિએ તેને જ પસંદ કર્યો છે. તો તે તેની કસોટી માં ખરોજ ઉતરશે. મન મક્કમ કરીને તે બાળીનાથ ની વાત સાથે સંમત થઈ જાય છે. યક્ષિણી વિદ્યા પ્રાપ્ત કરીને અને ત્યારબાદ યક્ષિણી સાથે સંભોગ કરી પુત્રની પ્રાપ્તિ કરે છે. આ બાજૂ કૌશત અને અૌષત ને આ વિશે જાણ થતા ક્રોધે ભરાઈ ને એક આત્માઓના સમૂહને તે અઘોરી અને તેના પુત્રને મારવા માટે મોકલે છે. પણ તે પહેલા કાળીનાથ તેના નવજાત શિશુ ને લઇને બાળીનાથ સુધી પહોચી જાય છે. ત્યારે બાળીનાથ અંતિમ વાર તેને આશીર્વાદ આપી મંત્રોની શક્તિ વડે સુરક્ષિત કરીને તેની સમગ્ર સ્મૃતિઓનો નાશ કરે છે જેથી ભવિષ્યમાં કૌશત અને ઔષત તેનો સંપર્ક સાધી ના શકે. સવારમાં આંખો ખોલતા જ કાળીનાથ તેના નવજાત શિશુ સાથે પોતાને જેતપુર નામના ગામની સીમમાં જોવે છે. તેના હાથ પર કાન્તિલાલ લખેલું જોવે છે. અને તે જોતાં જ તેના મગજમાં અસહ્ય દુખાવો ઉપડે છે. તેના મગજમાં ખાલી એટલું જ ઘૂમે છે કે તેને એક પુત્ર છે, ગામની બારે તેમનું ખેતર છે, અને પુત્રના જન્મ વખતે તેની પત્ની અવસાન પામી હતી.
(વર્તમાન સમય માં)
હવે બધું તેમને જ્ઞાન હતું ત્યારબાદ તે આંખો ખોલીને અઘોર ગુરુ બાળીનાથ ને ફરી પાછા પગે લાગે છે.અને હવે તે તેમની શું સહાય કરી શકે છે એટલું કહી પ્રશ્નાર્થ નજરે અઘોર ગુરુ સામે જોયું.