six rengers - 5 books and stories free download online pdf in Gujarati

સિક્સ રેન્જર્સ - 5

કાળીનાથ:- હે, ’ગુરુ બાળીનાથ’, મને બધુ સ્મરણ કરાવવા માટે આપનો ખૂબ આભાર. પણ હું મારા પૌત્ર ને આ વાસ્તવિકતા થી કેવી રીતે અવગત કરાવીશ?
બાળીનાથ:- એ સમય પણ નજીક છે. થોડા સમય પછી એવિ ઘટના બનવાની છે કે જેના કારણે તેને પણ વિશ્વાશ આવી જસે.
પ્રતીક:- તો દાદા એનો મતલબ આ બને અઘોરીઓ તેજ હતા?
કાળીનાથ:- હા હવે આપડે બને એટલુ જલ્દી જવું જોશે. તારા પપ્પા ને મે કહી દીધું છે કે હું તને અને તારા મિત્રો ને ભવનાથ મહાદેવ ના દર્શન કરવા લઈ જાવ છું અને 1,2 દિવસ ત્યાજ રહીસું. મહાઅમસ્યા ને માત્ર બે દિવસ જ શેષ રહિયા છે અને ગુરુ બાળીનાથ ના કહ્યા મુજબ આપડે તે પહેલાજ ત્યાં પહોચી જવું પડસે.
પ્રતીક:- ઠીક છે દાદા આપડે આજે સાંજે જ જુનાગઢ જવા નિકડી જસું.
હેલો, યુસુફ આજે બધાને અડ્ડા પર બોલાવી લેજે જરૂરી કામ છે.
(અડ્ડા પર પહોચીને)
નિધિ:- કેમ આટલું અર્જન્ટ બધાને બોલાવી લીધા, શું કામ હતું?
પ્રતીક:- શાંતિ તો રાખ કવ છું બધુજ.
અને તેણે બધો વૃતાંત,બધાને કહી દીધો.વાસ્તવિકતા બધાની સમક્ષ જ હતી,તેની વાત પર સંદેહ કરવાનો પ્રસન્ન જ ઉદભવતો ન હતો.
યુસુફ:- તો પછી હવે શું વિચાર છે?
પ્રતીક:- હવે આ બધાથી બચવાનો એક જ માર્ગ છે, આ બધી આફત નો સામનો કરવો. તેણે દ્રઢ થઈ ને કહ્યું.
નિધિ:- પણ આ કેવી રીતે સંભવ છે?
પ્રતીક:- બસ ઉપાય મને ખબર છે,પણ જોખમ ઘણું છે.
(જુનાગઢ પહોચીને)
પ્રતીક:- દાદા મૃગીકુંડ પહોચી તો ગયા,પણ હવે મારે શું કરવાનું છે?
દાદા:- હવે મહાકાળ ના જાપ ચાલુ કરી તેમને પ્રાથના કર કે તે અઘોરીઓ નિર્મિત ત્રિશુળ તને આપે.
દાદા ના કહ્યા મુજબ તે મૃગીકુંડ માં જઈને મહાકાળ નું સ્મરણ કરે છે અને તે અઘોરીઓ નિર્મિત ત્રિશુળ તેને આપે એવિ પ્રાથના કરે છે. આખરે સંધ્યા સમયે તેને પાણી ની અંદર પ્રકાશ પૂંજ થતો દેખાય છે,જ્યાં એક દિવ્ય ત્રિશુળ તેની નજર સમક્ષ હોય છે. તે પ્રકાશ પૂંજ તથાસ્તુ કહીને અદ્રશ્ય થઈ જાય છે. તેની નજર સમક્ષ દિવ્ય ત્રિશૂળ હોય છે.હાથ માં ત્રિશુળ લઈ ને તે મૃગીકુંડ માંથી બહાર આવે છે. તેના હાથ માં ત્રિશુળ જોઈને એક ખુશી ની લહર બધા માં ફરી વળે છે.
દાદા:- શાબાશ દીકરા, હવે આપણે અત્યારેજ આ અઘોરીઓ નિર્મિત ત્રિશુળ લઈને સમશાન તરફ જવું પડશે વધુ સમય રહ્યો નથી.
બધા એકી સાથે સમશાન તરફ જવા નિકડે છે.
નિધિ:- પ્રતીક હવે શું કરશું? અત્યારસુધી તો આ બધુ વ્યવસ્થિત થઈ રહ્યું હતું,પણ આપડે આટલા લોકો અહિયાં ઉપસ્થિત છીએ એની જાણ તે બને ને વહેલા મોડી તો થઈજ જસે!
વૈભવ:- હા નિધિ સાચું કહે છે,આપડે આપણી સુરક્ષા માટે કઈક તો કરવું જ પડસે?
પ્રતીક:- જે રીતે આપડે નક્કી કર્યું હતું બસ તે જ રીતે કરવાનું છે.
દાદા:- હવે થોડો સમય જ છે બધા પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લ્યો તે બને અઘોરીઓ નો આવવાનો સમય થઈ ગયો છે.
જય:- સમય ને વીમો તો એમનો પાકી ગયો દદૂ, આખરે ભાઈ સાથે પાલો પડ્યો છે એમનો.
''આવનારા સંકટ પહેલા ની આ થોડી હળવી ક્ષણો હતી.'' ભવિસ્ય ના ગર્ભ માં શું હતું તેની શું ખબર?
પ્રતીક:- વૈભવ,યુસુફ અને ભદો તમે ત્રણે જણા સ્મશાન ની બાજુ માં જે તબેલો છે, જ્યાં ગાય,ભેંસો ને રાખેલી છે ત્યાં રહેસો. તમને જે પ્રમાણે કીધું તેમાં કશી ચૂક ના થવી જોઈએ. નિધિ,દાદા,જયુ તમે ત્યાં સુધી સ્મશાન ની દીવાલ ના ક્ષેત્ર થી બહાર જ રહેજો. સંધ્યા તેનું કામ કરવા લાગી હવે વાતાવરણ ધીરેધીરે અંધકારમય થતું જતું હતું.
જય હો મહામાયા, મહાશક્તિ મહામાયા ના જોર જોર થી અવાજો તે વાતની પ્રતીતિ કરાવતા હતા કે કૌસત અને અૌસત હવે કોઈ પણ ક્ષણે આ જગ્યા પર પહોચવાના છે?
આખરે અંધકાર ને ચીરતાં બે વિશાળ પડછાયા બહાર આવ્યા આ બને તે જ અઘોરીઓ હતા જેમને ભૂતકાળ માં અને નજીક ના સમય માં ઘણી મૃત્યુ માટે જવાબદાર હતા.
સમશાન માં સ્થાપિત દેવી પાસે આવીને કૌસત અને અૌસત એ તે મહામાયા નો જયકાર બોલાવ્યો અને તેની પૂજા પ્રારંભ કરી. પાણી અને રક્ત નો અભિષેક તે મુર્તિ પર કરાવ્યા બાદ તે બને અઘોરીઓ એ પુષ્પ અર્પણ કર્યા.
કૌસત ના હાથમાં રહેલ પાંચ ઘુવડને અૌસતે એક જ પ્રહાર માં તેમના શીશ મહામાયાના પગપર આરોટતા કરી દીધા. આ ઘટના જોઈને દાદા,નિધિ,જય ની સ્થિતિ માં ફેરફાર થયો. હવે વાતાવરણ ભયાવહ બનવા જઇ રહ્યું હતું.
બને અઘોરીઓ હવનકુંડ માં લાકડા,ત્યારબાદ તે પાંચ ઘુવડના શીશ હવનકુંડ માં હોમી યજ્ઞ ની શરૂઆત કરી.
અૌસતે કૌસત ને કહ્યું કે હવે બલી માટે પ્રથમ પહેલા પાંચ ગાયો ને અંહી લઈ આવે.
કૌસત ગાયોને લેવા સ્મશાન ની બહાર રહેલા તબેલા તરફ જવા નીકળે છે,જ્યાં પહેલાથી પ્રતીક,યુસુફ,વૈભવ અને ભદો હોય છે.
કૌસત ના દાખલ થતાં જ તે જોવે છે કે જે જગ્યા એ ગાય,ભેંશ,અને પાંચ મનુસ્યો ત્યાં થી ગાયબ હતા,તે જગ્યા એ માત્ર કોઈ એક છોકરો ઊભો હતો જે વૈભવ હતો. જેવો કૌસત વૈભવ ને પકડવા જાય છે,ત્યાં ગાયના છાણ,ગોવમૂત્ર જે એક મોટા પાત્ર માં ભરેલું હતું. તે યુસુફ કૌસત ની નજર ચૂકવીને એટલા માં નાખી દે છે. વૈભવ સુધી પહોચતા પહેલા તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે,અને ધડામ સાથે તેની સાત ફૂટ ની કાયા જમીન પર પડે છે. આ તકનો લાભ લઈને યુસુફ પ્રતીક ને કહે છે કે જલ્દીથી ત્રિશુળ નો ઉપયોગ કરી આ ક્રૂર હત્યારા ને મોતને ઘાટ ઉતારી દે.
મહાકાળ ના આશીર્વાદ અને અઘોરી ના ત્રિશુળ ની પ્રબળ ઉર્જા નું અત્યારે તેના સમગ્ર શરીર પર તેજ જોવા મળતું હતું.
તેની નજર સામેજ આ અઘોરીએ બાળક ની બલિ આપી હતી. એ દ્રશ્ય તેના સ્મરણ માં આવતાજ તેનો ગુસ્સો ખુબજ પ્રચંડ થઈ ગયો. તેનું મગજ અત્યારે ખુબજ આહત અને ક્રોધિત અવસ્થા વચ્ચે દ્વંદ કરતું હતું. આ તકનો લાભ લઈને કૌસત એ ભાગવાનો પ્રયાશ કર્યો.
યુસુફ નું ધ્યાન પડતાજ તેને તરત બૂમ પાડી,’’પ્રતીક જલ્દી કર જો આ અૌસત સુધી પહોચી ગયો તો બને ને સંભાળવા મુશ્કેલ થઈ પડસે.’’
યુસુફ નો અવાજ સાંભળતાજ તેની વિચાર તંદ્રા તૂટી અને તેણે કૌસત પર નજર કરી. મહાકાળ નું સ્મરણ કરી અઘોરીઓ નિર્મિત તે ત્રિશુળ નો ઘા કર્યો અને શિવના ત્રિશુળ ની માફક લાગતું તે ત્રિશુળ કૌસત નું શિરછેદ કરી ફરી પાછું તેની પાસે આવી પહોચ્યું.
વૈભવ:- પ્રતીક,'' હવે જાજો સમય આપડી પાસે બચ્યો નથી આપડે બને એટલુ જલ્દી હવે અૌસત નો અંત કરવો પડશે.''
''જાણું છું હું દોસ્ત મારૂ મગજ થોડા સમય માટે ભૂતકાળ માં ખોવાય ગયું હતું, પણ હવે બધુ બરાબર જ થસે. આજ પછી કોઈ પણ નિર્દોષ ના પ્રાણ આ બને અધર્મી અઘોરીઓ નહીં લઈ સકે. એક તો નર્ક ના દ્વાર સુધી પહોચી ગયો હશે,અને એક ને હજી પહોચાડવાનો છે.'' પ્રતીકે આવેશ માં આવીને કહ્યું.
પ્રતીક............ બચાવીલે મને .......... પ્રતીક અચાનક નીરવ શાંતિ ને ચિરતી નિધિ ની ચીસ સંભરાણી.
ભાઈ બચાવીલે આ મને મારી નાખશે ભાઈ અચાનક જય નો અવાજ આવ્યો.
લાગે છે કે નિધિ અને જય મુસીબત માં છે,આપડે જલ્દીજ કઈક કરવું પડશે ભદા એ કહ્યું.
પ્રતીક...................
હવે, હવે બધા મિત્રો આઘાત માં હતા,પરિસ્થિતી જ એવિ હતી તેમની સામે.
તે મહામાયાની ફરતે તે અૌસતે નિધિ,જય અને દાદા ને પોતાની માયાવી શક્તિઓ વડે પોતાના કબ્જા માં કરી રાખ્યા હતા. અૌસતે માયા રચીને તેના જેવા બીજા બે માયાવી રૂપ લીધા.
હા હા હા હા તને શું લાગ્યું મૂર્ખ કે તું આટલી જલ્દી આ અૌસત ને મારી નાખીશ એમ?
મરવાના તો હવે આ ત્રણેય છે, જો તારા માં સામર્થ્ય અને શક્તિ હોય તો ઓડખી બતાવ કોણ છે અમારા ત્રણેય માથી અસલી અૌસત, અને ત્રણેય ના શરીર તરફ તલવાર ઉગામી રાખી.
નહીં....... આ બધાને છોડી દે, આમાં એમનો કશો વાંક નથી તારી દુશ્મની મારી સાથે છે. તો મારી સાથે યુદ્ધ કર પણ આમને છોડી દે,'પ્રતીકે કહ્યું.'
કીધું તું ને તને પહેલાજ મૂર્ખ કે અમારા સામે થયો છે તો તેનું પરિણામ ભયંકર આવસે આજે એ સમય આવી ગયો છે કા તો હું નહીં કા તો તું નહીં શસ્ત્ર ઉપાડ અને વાર કર.
હે મહાકાળ, મારી સમસ્યા હરો પ્રભુ મને કોઈ માર્ગ દેખાડો જેથી હું આનો અંત કરી સકું.
હવે કોઈ પણ તારી મદદ નહીં કરી શકે,અટ્ટહાસ્ય કરી તેણે તેની તલવાર ઉગામી. બાકી ની તે બને માયા એ પણ તેનું અનુકરણ કર્યું.
તીવ્ર વેગ થી પ્રતીકે તેના પર ત્રિશુળ નો પ્રહાર કર્યો અને તેજ સાથે વાતાવરણે પલટો માર્યો......
દાદા નહીં..... પ્રતીકે ડોટ મૂકી દાદા.... દાદા મને માંફ કરી દયો દાદા, મારા કારણે તમારે તમારો જીવ ગુમાવો પડ્યો.દાદા આંખો ખોલો દાદા મને એકલો મૂકીને ન જાવ દાદા.....
નિધિ જોને દાદા કશું બોલતા કેમ નથી, નિધિ દાદા ને કેને મારી સાથે બોલે અને તે નિધિ ને વળગી ને ચોધાર આંસુ એ રડવા લાગ્યો. અચાનક જે ઘટના ઘટી તેના થી બધા મિત્રો આઘાત માં હતા.
જમીન પર બે શવ ઢળેલા પડ્યા હતા,એક તેના દાદા નું અને એક અધર્મી અઘોરી અૌસત નું.
''બધા જ અઘોરીઓ સાથે ગુરુ બાળીનાથ પણ ત્યાં આવી પહોચ્યાં.''
આ શું થયું? મારી જ ભૂલના કારણે મારા દાદા મૃત્યુ પામ્યા ગુરુ બાળીનાથ મારી ભૂલના કારણે. હું તેમને બચાવી ના શકયો. તેણે રડતાં રડતાં કહ્યું.
આમાં તારો કશો વાંક નથી પુત્ર. આ બધુ નિયતિ ની યોજના મુજબ જ થતું હોય છે. નિયતિ અને કર્મ થી દરેક માણસ બંધાયેલો છે. તે માત્ર તારા દાદા નહીં પણ અઘોરી પણ હતા. તેમનો સાથ અને તેમની નિયતિ પણ અંહિયા સુધીજ સીમિત હતી પુત્ર અને તેમના શુભ કાર્યો ને કારણે તેમણે મોક્ષ ની પ્રાપ્તિ મળી છે. આવા વીર પુરુષ ના મૃત્યુ પર હવે વધારે વિલાપ ના કર પુત્ર.
જો મને પહેલાજ ખબર પડી જાત કે આમાથી અસલી અૌસત કોણ છે તો પહેલાજ આ ત્રિશુળ વડે તેનું માથું અલગ કરી નાખત મારાથી જ ઓડખવા માં મોડુ થયું અને તે અૌસતે તેની તલવાર દાદા ના શરીર ની આરપાર કરી નાખી. આ બધુ મારા કારણે જ થયું છે. જો તે દિવસે હું આ બને અઘોરીઓ ને મડયો જ ના હોત તો! તો આજે મારે આ દિવસ જોવો જ ન પડત. ઘરે હું શું જવાબ આપીશ? ક્યાં મોઢે હું ઘરે જઈ શકીશ?
તેમની સ્મૂર્તિઑ પણ તેમનું મૃત્યુ થતાજ સમાપ્ત થઈ ગયી છે પુત્ર. બધાને ખાલી એટલુજ સ્મરણ રહેસે કે તેમનું મૃત્યુ થયું તે ક્ષણ પછી પછી તરત જ તારો જ્ન્મ થયો. તેમની ઈચ્છા મુજબ જ તેમની બધી સ્મૂતિઓ નાશ પામી. તમે અને અમે અઘોરીઓ જ છીએ જેમની સ્મૃતિ માં તેઓ સદેવ જીવંત રહેસે. તેમણે સમાજ માટે અને અઘોરીઓ માટે તેમનું સર્વસ્વ આપી દીધું પુત્ર તેમના શૌર્ય નો સ્વીકાર કરી હવે જીવન માં આગડ વધ.
અચાનક વાતાવરણ માં એક દિવ્ય પ્રકાશ પૂંજ ફેલાઇ ગયો. પુત્ર મારી નિયતિ અને કર્મો બસ અંહિયા સુધીજ નિશ્ચિત હતા. હવે વિલાપ કરી તારા દાદા નું દિલ ન દુભાવ પુત્ર નહીં તો હું મોક્ષ તરફ પ્રયાણ નહીં કરી શકું.
મને માફ કરજો દાદાજી અમને બધાને તમારા પર ગર્વ છે. મારા કારણે તમને મોક્ષ ન મળે તો મારૂ જીવન નિરર્થક જસે.
હવે મહાકાળ અને અઘોરીઓ ની કૃપાથી જીવનમાં આગડ વધજે પુત્ર. તારા સાહશ થી અને કર્મો થી પ્રસન્ન થઈ ને મહાકાળે આ ત્રિશુળ તને આપવાનું કહ્યું છે. આનો સ્વીકાર કર અને જ્યારે ભવિષ્યમાં વિકટ પરિસ્થિતી આવશે ત્યારે આનું સ્મરણ કરજે આ ત્રિશુળ પ્રકટ થઈ જશે પુત્ર.
આટલું કહીને તે પ્રકાશ પૂંજ આકાશ મા વિલીન થઈ ગયો, તે સાથેજ સવારનો સૂર્યોદય થયો.
હવે તારી શું ઈચ્છા છે પુત્ર? તારે પણ તેમની સ્મૂર્તિ ને ભૂલી જવી છે કે પછી યાદ રાખવી છે, તે હું તમારા બધા પર છોડું છું.
ઠીક છે ગુરુ બાળીનાથ મારી અને મારા મિત્રો ની ઈચ્છા તેમને અમારા સ્મરણ મા જીવંત રાખવાની છે, ભલે તે અમારી સાથે હવે નથી પણ તેમની સ્મૃતિઓ હમેશા અમારી સાથે જીવંત રહેસે.
ઠીક છે પુત્ર જેવી તમારી ઈચ્છા, હવે બધા એક બીજા નો હાથ પકડી ને મહાકાળ નું સ્મરણ કરો.
બધાએ એકબીજાના હાથ પકડીને જેવુ મહાકાળ નું સ્મરણ કર્યું તે સાથેજ તે બધા તેમના અડ્ડા પર આવી પહોચ્યાં.
વૈભવ:- હવે જે થવાનું હતું તે થઈ ગયું દોસ્તો જેમ દાદા એ તેમના કર્મો નું વહન કર્યું, એ ફરજ આપડી પણ છે.
યુસુફ:- સાચું કીધું ભાઈ, આજે ભલે તે આપડી વચ્ચે ઉપસ્થિત નથી પણ તેમના સંસ્કાર અને વ્યક્તિત્વ હમેશા આપને બધા ને માર્ગદર્શન પૂરું પાડસે.
જય:- હા ભાઈ, તેમનું જવાનું મને પણ દુખ છે, તેમણે તેમનું કર્તવ્ય નિભાવ્યું. હવે આપડી વારી છે કે તેમને સદામાટે આપડા દિલોમા જીવંત રાખીએ.
ભદો:-ભાઈ પ્રતીક અને જય જે થવાનું હતું તે થઈ ગયું અને જિંદગીમાં ઉદાસ થવાની જગ્યાએ આવનાર ભવિષ્ય વિષે સજ્જ રહીએ. દોસ્તો યાદ છે, દાદા એ આપણને કહ્યું હતું કે આ ત્રિશુળ તારી પાસે રાખજે પ્રતીક ભવિષ્યમાં આની જરૂર પડસે, મતલબ કે હજી એક અજ્ઞાત ભવિષ્ય આપડી રાહ જોઈ ને ઊભું છે?
પ્રતીક:- હમ્મ.
નિધિ:- પ્રતીક અહી મારી પાસે આવ.
પ્રતીક:- હમ્મ, આવી ગયો બસ.....
નિધિ:- મારી આંખો મા જો.
પ્રતીક:- નિધિ યાર..... બોલ, શું?
આટલુજ કહેતા નિધિ એ એક તસતસતું ચુંબન તેના હોઠો પર કરી દીધું. બધા એ પોતાની નજરો ફેરવી લીધી. તે બને પણ આખરે એકબીજામાથી ઓતપ્રોત થઈ ને છૂટા પડ્યા જ્યારે વૈભવે ધીમે થી ઉધરસ ખાધી.
પ્રતીક:- નિધિ યાર આ બધુ જલ્દી નથી લાગતું તને?
નિધિ:- જો પ્રતીક જે થવાનું હતું તે થઈ ગયું, જે થવાનું છે તે પણ થસે પણ આપડે અંત સુધી એકબીજાનો સાથ નહીં છોડીએ અને ફટૂ મને ખબર જ છે પહેલેથી કી તું મારી પર લટું જ છે તો હવે ખોટો શર્મા માં બધા વચ્ચે હોને.
પ્રતીક:- ઠીક છે, તો દોસ્તો આજની એક પાર્ટી સિક્સ રેન્જર્સ ના નામે,એક દાદા ના માનમાં અને એક અમારા બને ના એક થવા પર સાંજે આપડા અડ્ડા પર જ પાર્ટી કરીએ. હવે નિધિ સિવાય બધા પીછે મૂડ.
અને આખરે તેણે તેના ભવિસ્ય ને સ્વીકારીને નિધિ આગોશ મા લઈને એક દીર્ઘ ચુંબન કરી દીધું.
આ બાજુ એક અજ્ઞાત ભવિસ્ય આ બધા ની રાહ જોઈ રહ્યું હતું...........