Dil kahe che - 2 books and stories free download online pdf in Gujarati

દિલ કહે છે - 2

દિલ કહે છે :- 2

હુ હા, ના કરતી રહી. પણ, તે માસી મારી વાત માને તો ને..!!!! તેને મને જબરદસ્તી ગાડીમાં બેસાડી. આમ તો મને જે જોતું હતું તે મળી ગયું. પણ, કોઈની સાથે આવી રીતે ગાડીમાં બેસવું મને અજીબ લાગતું હતું. મારી અને તે માસીની વાતો આખો રસ્તો ચાલ્યાં કરી. તે માસીએ મારા વિશે બધું જ જાણી લીધું હું કયાંથી છું?? શું કરુ ?? મે પણ તેને હકિકત બતાવી દીધી કે હું એક અનાથ આશ્રમમાં રહું છું. ને હાલ એક રીસાઈડ ડોક્ટર તરીકે હોસ્પિટલમાં જોબ કરુ છું. મારી પાસે કોઈ પોતાનું નથી પણ આ આશ્રમના લોકો મારા પોતાના કરતા પણ વધારે ક્લોઝ છે. મને આજ સુધી કયારે પણ એકલા હોવાનો અહેસાસ નથી થયો. કેમકે, મે મારી જિંદગી ને તે લોકો સાથે હંમેશા જોડી દીધી. આનાથી વધારે મારી પાસે કહેવા માટે કંઈ ન હતું. મારી જિંદગીનો કોઈ હિસ્સો એવો ન હતો જે કહાની રુપે લોકો સમક્ષ બાટી શકાય. ના કયારે મે મા-બાપની લાગણી જોઈ હતી, ના પરિવાર ના સુખ- દુઃખ તો મને કેવી રીતે ખબર હોય કે સંસારમાં સુખ કેવું ને દુઃખ કેવું હોય. પણ હું ખુશ છું જિંદગીમાં એનાથી વધારે મારે બીજુ શું જોઈએ. મારી વાતો કયારે પુરી નથી થવાની એ હું સારી રીતે જાણતી હતી કેમકે કોઈ પહેલું એવું મળયું હતું જેની સાથે હું મન ભરી વાતો કરી રહી હતી. ત્યાં સુધીમાં તો તેમનું ધર આવી ગયું ને તે માસી ઘરે જતા રહ્યા. મને તેમને ધણો આગ્રહ કર્યો તેમના ઘરે આવવાનો પણ પછી કયારે કહી મે ના કહી દીધી.

ગાડીમાં હવે અમે બે જ હતા. મારે તેની સાથે ધણી વાતો કરવી હતી. પણ, તે ખડુસ મારી સામે જોવે તો ને...!! તો પણ મે વાતો શરૂ રાખી શું ખબર તેનું મુડ બદલાઈ જાય

"તમારા મમ્મી બહું જ સારા છે. એન્ડ થેન્કસ મને ઘરે સુધી પહોંચવા બદલ. " હું જેટલી તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરુ છું તેટલો જ તે મારાથી દૂર રહેવાની કોશિશ કરે છે. ના તેનું મુડ બદલતું હતું ના તે કંઈ કહેતો હતો.

"સોરી, મને નથી ખબર તમે મારા વિશે શું વિચારશો પણ આઈ સેડ કે હું તમને પુછી રહી છું , શું તમે કોઈ છોકરીને પસંદ કરો છો?? " આ વાત મારે ન પુછવી જોઈએથી પણ હું તેને બોલાવાની કોશિશ કરી રહી હતી.

"વોટ, આ કેવો સવાલ છે. સોરી આ મારી પર્સનલ લાઈફ છે તેમાં તમે ન પડો તો જ બરાબર છે" તેની આખોમાં ગુચ્ચો સાફ દેખાતો હતો પણ તેને મને શાંતિથી જવાબ આપ્યો

"ઓ...... નો પ્રબોલેમ" મારુ ઘર આવતા હું ઉતરી ગઈ ને તે જતો રહયો. આ અહેસાસ પણ અજીબ છે જેને એક એવા માણસ સાથે મળાવી દીધી કે જે હંમેશા ખામોશ રહે છે જ્યારે તેની પાસે બધું છે ફેમિલી, ઘર ને પૈસા છતાં પણ ખામોશી.

મારુ મન કેટલા સવાલ કરતું હતું. પણ, જવાબ ખુદ તેની પાસે જ હતો કે મને પ્રેમ થઈ ગયો. પણ, આ વાત મન માની નહોતું શકતું. તે કેહતું કે તે ખાલી આકર્ષણ છે, જે તેની ઓકાત જોઈને થયો હોય. ઉલજતા વિચારોની વચ્ચે એક દિવસ એમ જ પુરો થયો ને બીજે દિવસે ફરી તે જ રસ્તા પર અમારી મુલાકાત થઈ. હું તેને બોલાવુ તે પહેલાં જ તે મારી પાસે આવ્યો.

"આ્ઈ એમ સોરી ઈશા, કાલે મે તને હઠ કરી સાયદ હું કાલે અપસેટ હતો " મને થોડું અજીબ લાગ્યું. આ ખડુસમાં આટલું પરિવર્તન તે પણ આટલી જલદી

"ઈટ જ ઓકે "

" શું તું મારી ફેન્ડ બની શકે???" જે મારી સાથે વાત કરતા પણ ભાગતો હતો તે અચાનક આટલો કેવી રીતે બદલી ગયો એકપળ હું વિચારોમાં ખોવાય ગઈ ને તે મારી રાહ જોતો હજું પણ એમ જ ઊભો હતો.

" શું દોસ્તી કરવા દોસ્તની પરમિશન લેવી જરૂરી હોય છે???" હું તેને સામે સવાલ ન કરુ તો હું ન કહેવાય. મે સવાલ પૂછતાં સામે હાથ લંબાવ્યો. જાણે એક અકલ્પ કરંટ દિલને ધુરજાવી રહ્યો હોય તેવો આભાસ થતો હતો.

"મમ્મીએ તને આજે ડિનર માટે બોલાવી શું તું આવી શકે???? "

"સોરી, ફરી કયારેક , આજે મારે સાંજે હોસ્પિટલમાં એક ઓપરેશન છે ને ત્યાં મારે રહેવું જરૂરી છે. "

"બસ આટલી જ પ્રોબ્લેમ!!! અમે ત્યાં સુધી વેટ કરી શકયે તારો. "

" ના, પણ, મારા સમયનું કોઈ ઠેકાણું ના હોય. હું ફરી કયારેક સમય લઇ આવી જાય"

"ઈશા, હું તને જબરદસ્ત તો અઠાવીને નહીં લ્ઈ જાવ. પણ, જો તારુ ઓપરેશન જલ્દી પુરુ થઈ જાય તો મને ઈનફોમ કરી આપજે હું તને હોસ્પિટલ લેવા આવી જાય "

"જોવ છું જો સમય રહે તો .... " વધારે વાત ન કરતા હું ત્યાંથી નિકળી ગઈ

"હમમમમ... ઈશા પ્લીઝ મમ્મી -પપ્પા માટે... " તેની લાગણી મારા દિલને સ્પર્શી રહી હતી. મે પાછળ ફરી એક હળવી સ્માઈલ આપી ને હું ફરી ચાલવા લાગી. એક અજીબ જ ખુશી મારા ચહેરા પર હતી. કેમ કોઈ એક વ્યક્તિને મળવાથી આટલું દિલ થનગનતું હશે. મારા વિચારો ફરી તેની સાહતમાં ખોવાઈ રહયા હતા. પહેલી વાર કોઈ વ્યક્તિને મળયા પછી દિલ આટલું ખુશ હતું. તે ખડુસ જરુર હતો. પણ, મારા દિલને માટે તે બેસ્ટ હતો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

શરૂ થયેલી ઇશા મહોબ્બત અને વિશાલની દોસ્તી હવે કયા રસ્તા પર નવી કડી કંડારશે??? શું ઈશા વિશાલનું માન રાખી તેના ઘરે જશે??? આ કાહાની હવે કયા કયા સફર પર ચાલતી રહશે તે જાણવા વાચંતા રહો 'દિલ કહે છે '( ક્રમશ :)