Dil kahe che - 10 books and stories free download online pdf in Gujarati

દિલ કહે છે - 10

તો સાંભળ, જે દિવસે તું જન્મવાની હતી તે દિવસે જ સવારે તારી મમ્મી અહીં આશ્રમમાં આવી. તેની હાલત એટલી નાજુક હતી કે તે કંઈ પણ કહેવા માટે અસમર્થ હતી. સાયદ તે મને તને સોપવા જ આવેલી હોય... !!!! તેનું માતૂહદય તે શબ્દો બોલતા ડરતું હતું. તેમને મને એક તસ્વીર આપી જેમાં તેના પુરા પરીવારની ફોટો હતી, ને પાછળ એક ચીઠી પણ હતી. હજું તે કંઈ બોલે તે પહેલાં જ તેને અસહ્ય પેટનો દુખાવો થવા લાગયો ને અમે તેને હોસ્પિટલ લઈ ગયાં. ત્યાં જતાં જ તારો જન્મ થયો. તેણે છેલ્લી વાર તને ગળે લગાવી ને હંમેશા માટે જ આ દુનિયાથી વિદાઈ લઈ લીધી. " અમારી બંનેની આખોમાં આશું હતા. આજે પહેલી વાર મે તે મેમને રડતા જોયા હતા તે પણ મારી માં ની યાદમાં.

" શું મેમ, તમે એકવાર તે તસ્વીરને મને જોવા આપી શકો..???? " તે મારી સામે જોતા રહયાં પછી થોડાક સમય થતા જ તે સ્ટોલરૂમમાંથી તે પેટી લઇ આવ્યાં જેમાં તે પોતાની યાદોને ચુપાવી રાખતાં.

" ઈશા, આ ચીઠી મે ક્યારે પણ નથી વાંચી કેમકે મારી આજ સુધી હિંમત નહોતી થઈ કે તે ચીઠીને હું ખોલું. મને નથી ખબર કે તેમાં એવું છું લખ્યું હતું, પણ હું એટલું જરુર જાણતી હતી કે તારી મમ્મી મને એક જવાબદારી આપી ગયાં હતાં જે ને મારે સંભાળવાની હતી. ઈશા તારી માં ધન્ય છે જેને તારી જેવી સમજદાર છોકરીને જન્મ આપ્યો. " ફરી તે મેમની આંખોમાં આશું આવી ગયા. મે તસ્વીર ખોલી જોઈ તો તે તસ્વીરમાં ચાર જણ હતાં. જે જોતા જ તે દાદાની વાત મને યાદ આવી ને મે તરત જ ચીઠી ખોલી. તેમાં લખ્યું હતું,

" બેટા, જયારે તું આ કાગળને વાંચતી હશે ત્યારે સાયદ હું દુનિયામાં નહીં હોવ, પણ મને વિશ્વાસ છે કે મારી બેટી મને કયારે ગલત નહીં સમજે. આખી કહાની કહેવા જેટલો તો સમય હવે નથી રહયો ના હું તને મારી તકલીફ કહી દુઃખી કરવા માંગુ છું. પણ એટલું જરુર કહીશ કે જો તું તારા સુખી સંસારમાં ખુશ છે તો મારી યાદ ને હંમેશા બહાર ફેંકી દેજે હું નથી ઈચ્છતી કે જે જિંદગી મે જીવી તે જ જિંદગી તારે પણ જીવવી પડે. મારી ફેમિલિ મારા માટે જાન હજુર હતી. હું તેને બચાવવા કંઈ પણ કરી શકું તેમ હતી એટલે જ મારે તેને બચાવવા ખાતર કોઈ બીજા સાથે રાત વિતાવી પડી. મે મારા સાસ - સસુરને તો આ લડાઈમાં ખોઈ દીધા પણ હું તારા પપ્પા ને નહોતી ખોવા માગતીં. એટલે મે તેની શરત માની મને થોડી ખબર હતી કે તે મારી સાથે આવું કંઈ કરશે. મને કેટલા મહિના પછી અહેસાસ થયો કે તું મારા પેટમાં.........!!! મને તરત જ તને ખતમ કરવાનો વિચાર આવ્યો. પણ હું એટલી તો પાપી ન બની શકું ને કે જેને હજુ જન્મ પણ નથી લીધો તેને મારી નાખું. મે ખોટું બોલ્યું તારા પપ્પા ને, જે તારા ન હતા તેને તારા બનાવી દીધા. બેટા, તું કોઈ બીજાનું ખુન જરુર હોય શકે પણ મારી મમતાનું પ્રતિક છે. મારી ગોદ ભરાઈના દિવસે જ આ વાત તારા પપ્પા ને ખબર પડી ને તેને મને કંઈ કહેવાની જગયાએ તેને પોતાને ખતમ કરી નિકળી ગયાં. જેના માટે આટલું મોટું પાપ કર્યુ તે જ પાપ મારા પરિવારને ખતમ કરી ગયું ને હું એકલી આ દુનિયામાં રહી ગઈ. તે લોકો ને ખબર પડતા જ હું ત્યાથી ભાગી ગઈ. બસ મારે તને સારી જગ્યાએ પહોચડવી હતી. ને મે તને ત્યાં સુધી પહોચાડી દીધી. બેટા, હું જાણું છું મે ખોટું કામ કર્યું. તેની મને સજા પણ મળી. પણ, તું તારી જિંદગીમાં ક્યારે આવું ન થાય તેનું ધ્યાન રાખજે. જાણું છું તું હવે સાયદ મને માં કહેતા પણ ડરીશ પણ હકકિત તો તે જ છે કે તું મારી પોતાની બેટી છે." હું રડી પણ શકતી ન હતી ને કંઈ બોલી પણ શકતી ન હતી. બસ સૂનમૂન તે તસ્વીર ને જોઈ રહી હતી. મતલબ તે દાદાની વાત સાચી હતી. સુનિતા મારી જ મોમ, ઓ માઈ ગોડ તેને આટલી મુશકેલ પળો ને જેલી. મારી સમજની બધું જ બહાર જતું હતું ને તે મેમના બોલતા હું તેને પકડીને જોરજોરથી રડવા લાગી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

જિદગીની રમત કેવી અદભુત હોય છે. જેને મેળવવા તે પોતાનુ બધું ત્યાગી દેવા તૈયાર થાય તે જ રમત બાજી પલ્ટી નાખે ને બધું જ તેનાથી છીનવી લેઈ. અહીં આવું જ કંઈક સુનીતાની સાથે થયું. શું ઈશા આ હકિકત ને અપનાવી શકશે??? શું તેની જિંદગી આ હકિકતથી બદલી જશે???? શું તે આ વાત વિશાલ ને જણાવી શકશે.....તે જાણવા વાચંતા રહો દિલ કહે છે......(ક્રમશ :)