Mout ka razz - 2 books and stories free download online pdf in Gujarati

મોત કા રાઝ - 2



પાછળ નાં ભાગ માં જોયું કે હિરેન રુબી ને મેસેજ કરી ને કયાંય જતો રહે છે.આગળ નું અવે જોઈશું..... શુસવતા મારતા પવન સાથે અલારમ ની ઘંટડી વાગતા રુબી ઉઠી જાય છે.રાત ના દ્રશ્યો આંખો સામેથી જતા નથી, એલાર્મ બંધ કરવા ફોન હાથ માં લેય છે અને હિરેન ના મેસેજ જોવે છે.મેસેજ મેસેજ જોઈ રુબી ને લાગે છે, હિરેન તેના સાથે મજાક કરતો હશે,ઓફિસ માં આવીને સરપ્રાઈઝ આપશે.તેમ સમજી રુબી ઊઠીને તૈયાર થવા લાગે છે.અને ઓફિસ જવા નીકળી પડે છે.એટલા માં રુબી બસ સ્ટોપ પર પહોંચે છે ત્યાં રાજ નો ફોન આવે છે.રુબી કાલ રાત ની વાત કરવી છે,તો તું ,હું અને હિરેન બપોરે લંચ માટે જઈએ.સારું રાજ કશો વાંધો નહિ.જેમ તું ઠીક સમજે,ત્યાં રુબી ને રિક્ષા મળી જાય છે અને તે ઓફિસ આવી પહોંચે છે. રોજ કરતા મોડા પહોંચતા રુબી ને તેના બોસ બોલવા લાગે છે.આવો મેડમ વેલકમ તમારી ઓફિસ છે,તમે ગમે ત્યારે આવી શકો.રુબી વાત ને ટાળવા કહી દેય છે ,સર રસ્તા માં એક ક્લાઈન્ટ નો ફોન હતો નવા પ્રોજેક્ટ માટે તો એમની ઓફિસ જઈને આવતા મોડું થઈ ગયું.જરાક સ્મિત સાથે તેના બોસ કહે છે. ઓહ એ તો હું મજાક કરતો હતો. આઈ નો સર,બાય ધ વે ગુડ મોર્નિંગ.રુબી કામ માં મશગુલ થઈ જાય છે ત્યારે હિરેન ને મનોમન કહેવા લાગે છે " તારું સાથે હોવું મારા જીવનની આશ છે, તારા વિના દુનિયાં મારી અધૂરી છે." જોત - જોતા માં ૧૧:૩૦ વાગી જાય છે.હિરેન આવતી નથી.રુબી ને માથે ચિંતાના અંધારેલા વાદળો છવાઈ જાય છે. હિરેન કેમ આવો મેસેજ કર્યો? કયાં ગયો હસે હિરેન? શું હું રાતે કહ્યાં વગર નીકળી ગય એનું ખોટું લાગ્યું હશે? રુબી ના મન માં અર્જુન ના બાણ કરતા પણ વધારે ઝડપથી ખરાબ વિચારો આવાના શરૂ થઈ જાય છે.રુબી વોશરૂમ માં જઈ મોં ધોઈને ફ્રેશ થય આવે છે,પણ ચિંતા તેના ચહેરા પર જાણે ઘર કરી ગઈ હોય તેવું લાગે છે. આવી તે હિરેન ને ફોન લગાવે છે,પણ હિરેન નો ફોન સ્વિચ ઓફ આવે છે.રુબી માટે જાણે ચિંતા ચિતા સમાન થઈ જાય છે,વાંરવાર ફોન કરે છે પણ ફોન લાગતો નથી.એટલા માં રાજ નો ફોન આવે છે,રુબી ટાઈમ થઇ ગયો છે આપડે લંચ માટે જઈએ. તું નીચે આય હું તારી ઓફિસ નીચે ઊભો છું. ઓકે ફોન મૂકી રુબી નીચે આવે છે અને રડવા લાગે છે.રાજ હિરેન નો મિત્ર અને રુબી તેને ધર્મ નો ભાઈ માનતી હોય છે.બહેન ને રડતા રાજ જોઇ શકતો નથી.અને તેને ચૂપ કરાવી કેફે લઈ જાય છે.જ્યાં શાંતિ થી વાત કરી શકે.રુબી નું રડવાનું બંધ નથી થતું,રાજ ને પણ રાત નું હિરેન ના વર્તન થી ચિંતા થવા લાગે છે.રાજ રુબી ને રાત ની આગળ ની વાત કહેવી ઠીક નથી સમજતો અને તેને મનાવા લાગે છે.કયાંય નહીં ગયો હોય હિરેન હમણાં આવી જશે. મન માં રાજ ને પણ ડર લાગે છે,એવું તો શું થાય રહ્યું છે?. એટલા માં રુબી પર હિરેન ના ફોન થી ફોન આવે છે,હું સ્ટાર હોસ્પિટલ માંથી વાત કરું છું,એક ભાઈ ઘવાયેલી હાલત માં મળ્યા છે અને છેલ્લો ફોન તમને કરેલો છે. રુબી અને રાજ હોસ્પિટલ પહોંચે છે.ડેસ્ક પર પૂછે છે આ રીતે ફોન આવ્યો તે કયાં છે?..અને હિરેન પાસે જાય છે હિરેન ને સામાન્ય ઈજાઓ થઈ હોય છે, ત્યારે એ લોકો યોગ્ય જગ્યા ન હોવાથી કઈ વાત કરવી ઠીક નથી સમજતા.બે દિવસ પછી હિરેન ને હોસ્પિટલ માંથી રજા આપે છે અને ઘરે લાવે છે.હિરેન એકલો હોવાથી રાજ તેના ઘરે સાથે રહેવા આવે છે.રુબી હિરેન ને મળવા તેના ઘરે આવે છે.રુબી આ બધું જોઈને ખુબ દુઃખ માં ડૂબેલી હોય છે રુબી ને જોઈ હિરેન પણ મન માં દુઃખી થાય છે.રુબી ,હિરેન ચાલો જમવા ,જમવાનું તૈયાર છે.રાજ જમવાનું લઈને આવે છે પછી ત્રણેય જના શાંતિ થી જમીને બેસ્યા હોય છે અને પછી રાજ પૂછે છે હિરેન તું રાત્રે કયાં ગયો હતો? સાથે રુબી પણ સવાલ કરે છે ,તે મને કેમ આવો મેસેજ કર્યો હતો? કેમ તે આવું કર્યું? રાતે તારી સાથે શું થયું તો આટલી બધી ઇજા થઈ તને ?હિરેન કય બોલવાની હાલત માં હોતો નથી.ક્યો જવાબ આપે તેજ તેની માટે સવાલ બની જાય છે.તો પણ કહે છે ઘર માં શું થયું તે તો તમને ખબર જ છે. પછી ફ્રેશ થવા હું બહાર નીકળ્યો ત્યારે બહાર રસ્તા માં એક છોકરો- છોકરી હતા સાથે કોઈ અન્ય માણસો તેમને મારવા પાછળ પડ્યા હોય તેવું લાગી રહ્યું હતું,મે તેમને જાડ પાછળ સાંતળ્યા અને બચાવ્યા.રિક્ષા મળી અને હું તેમને મૂકવા ગયો તેટલા માં હું નીચે પડ્યો અને રિક્ષા ગાયબ થઈ ગઈ.જે છોકરા - છોકરીને મે બચાવ્યા તે સળગતા મારી પાસે આવી રહ્યા હતા,હું બચવા દોડ્યો અને આગળ ગાડી સાથે અથડાય નીચે પડી ગયો. પછી નું આગળ શું થયું મને નથી ખબર સીધી આંખ હોસ્પિટલ માં ખુલી.આ સાંભળી રાજ અને રુબી ખુબ ડરી જાય છે કે તેમના સાથે આ શું થઈ રહ્યું છે.આ જોઈ હિરેન રુબી ને ખુશ કરવા કહે છે." ઠંડક આપવા તારી શીતળતા જ કાફી હતી રુબી,તે તો મારી જિંદગી ફૂલો થી રંગીન કરી દિધી છે." મારી જિંદગી નું ફૂલ તૂટે તો ના જાણે હું પણ તૂટી જાવ. આ સાંભળી રુબી હિરેન ના હોઠ પર હાથ મૂકી તેને ચૂપ કરે છે અને પોતે શાંત થઈ જાય છે.જોત - જોતામાં ૧૨ વાગી જાય છે,રુબી જેવો તેનો હાથ હિરેન ના હાથ માં મૂકે છે કે બહાર થી અવાજ આવવા લાગે છે . કૂતરા ભસવા લાગે છે,પવન ના શુસ્વતા નો અવાજ જાણે વાવાઝોડું આવતું હોય તેવો લાગે છે.ઘર ના બારી- બારણાં ખડખડ ખખડવા લાગે અને જોરથી બારણું ખુલી જાય છે.ઘર ની લાઈટ બંધ થઇ જાય છે રુબી હિરેન સામે જોવે છે તો તેની આંખો લાલ થય ગય હોય છે.જોત - જોતા માં હિરેન ની આંખોં માં જાણે ઝરમર - ઝરમર વરસતા વરસાદ નાં ટીપાં હોય તેમ લોહી ના અશ્રુ વહી રહ્યા હતા.અને છોકરો - છોકરી સળગતા ઘર માં આવી કહે છે, તારો પ્રેમ પૂરો નહીં થવા દઈએ, અમારો પ્રેમ પૂરો નથી થયો. તારો પણ નહિ થાય , તારે પણ મરવું પડશે...આખરે છે કોણ આ છોકરો - છોકરી? શા માટે હિરેન ને મારવાનું કહે છે? શા માટે તે સળગતા દેખાય છે? શું હિરેન એ તેમને માર્યા હશે? શા માટે રુબી ના નજીક આવા થી આ બધું થવા લાગે છે?.....જોઈશું આગળ ના ભાગ માં....