Mout ka razz - 3 books and stories free download online pdf in Gujarati

મોત કા રાઝ - ૩




છોકરો-છોકરી ઘરમાં આવી કહે છે, તારો પ્રેમ પૂરો નહીં થવા દઈએ. અમારો પ્રેમ પૂરો નથી થયો તારો પણ નહીં થાય! તારે પણ મરવું પડશે. એકા- એક આટલું કહીને બંને ગાયબ થઈ જાય છે અને તેમના ગાયબ થતાં જ હિરેન બેભાન થઇ જાય છે. આમ જોઈ રુબી અને રાજ ડરી જાય છે. તે હિરેનને ઉઠાડવાની કોશિશ કરે છે, પણ ઉઠતો નથી રાજ ગ્લાસમાં પાણી લઇ આવે છે અને તેના મોં પર ટીપા છાંટે છે. હિરેન ભાન માં આવવા લાગે છે' રૂબી રડતા રડતા હિરેન ને પૂછવા લાગે છે આ બધું શા કારણે આપણી સાથે થઈ રહ્યું છે? "પહેલા તારું એક્સિડન્ટ થયું અને હવે આમ, મને તો લાગી રહ્યું છે ભગવાનને આપણો પ્રેમ સ્વીકાર્ય નથી એટલે આપણને દૂર કરવા આવું થઈ રહ્યું છે" હિરેન રુબી નો હાથ તેના હાથ ઉપર મૂકી કહે છે, પાગલ તારી માટે તો ભગવાન સાથે પણ લડી લઈશ બસ તું હિંમત હરીશ નહીં. ભગવાન ને પસંદ ના હોય તો કરવું પડશે! હિરેન રૂબી રાત બહુ થઈ ગઈ છે, સૂઈ જઈશું આપણે. હા રાજ હવે સુઈ જઈએ આગળ શું કરવું તે સવારે નક્કી કરીએ આમ પણ આટલી રાતે આપણે શું કરી શકીશું.
સવારમાં રુબીની આંખ ખુલે છે ઘરમાં કોઈ હોતું નથી રુબી દરી જાય છે. બધા જુએ છે પણ કોઈ દેખાતું નથી એટલા મા રાજ અને હિરેન આવે છે સાથે બીજા અન્ય બે ત્રણ માણસો પણ હોય છે કયાં ગયા હતા તમને ખબર નથી પડતી, કહ્યાં વગર જતા રહો છો. માફ કરજે વ્હાલી અમે કામ થી ગયા હતા અને તું સુઈ રહી હતી એટલે તને ઉઠડવી થીક ના સમજ્યું ,આમને મળે આ સાહિલ ભાઈ છે. આવી બાબતોના જાણકાર અને તેમાંથી કઇ રીતે બહાર આવવું તે સારી રીતે જાણે છે. સરસ, બહુ સારું કર્યું હું તને આ જ કહેવાની હતી રાજ કે આવી કોઈ વ્યક્તિને મળવું જોઈએ. હા, તો અમે લઈને આવ્યા ને હવે અંદર જઈશું કે આમ બહાર જ ઉભા રાખીશ અમને, હા આવોને અંદર તમારું ઘર છે અંદર આવતાં જ સાહિલને અલગ અલગ રુહ હોવાનો આભાસ થવા લાગે છે. સારી તેને કય કહેવા માંગે છે, પણ કોઈ તેને રોકી રહ્યું છે અંદર આવ્યા પછી તે ઘરમાં ફરે છે અને બધું જોવા લાગે છે. સાહિલ મનમાં (બદલાની ભાવના સાથે ની પ્રેત બદલો લીધા વગર કે કોઈનો ભોગ લીધા વગર માનસે નહીં પણ આમાં ભૂલ કોની શા માટે બદલો ) હિરેન ને સાહિલ પૂછે છે તારાથી એવી કોઇ મોટી ભૂલ થઈ છે જેની કોઈને જાણ ન હોય ના એવું તો કંઈ નહીં અહીં રહેવા આવી 1 વર્ષ થયું પણ હજુ સુધી તો એવું જ થયું નથી અને થયું હોય તો રાજ ને તો ખબર હોય. હિરેન અતાર ની વાત નથી પાછલા વર્ષોની વાત છે .આ આત્મા તેને મારવા માંગે છે ફક્ત મારવું નહીં તેનો બદલો પુરો કરવાની જીદ સાથે તારી સાથે આવી છે. આ સાંભળી રુબી ડરી જાય છે અને કહે છે કે હિરેન સાચું બોલ જે એવું તો શું છુપાવી રહ્યો છે તું જેની અમને જાણ નથી.એવું કઈ જ નથી. જો આટલી મોટી સમસ્યા હોય અને આપણા મૃત્યુ પર હોય તો હું શું કામ છુપાવું તું વિચાર જરા.

સાહિલ સમજી જાય છે ( વાત અત્યાર ની નથી કોઈ જૂનો બદલો લેવા આમ નો ભોગ લેવાઈ રહ્યો છે) હિરેન અહીં કેટલાક સમયથી રહે છે?સાહિલ અહીં તો છેલ્લા એક વર્ષથી.. એ પહેલાં કયાં રહેતો હતો? તે પહેલાં તો ગામડે રહેતો હતો. પણ આને રહેવા સાથે શું લેવા-દેવા? લેવા- દેવા ન હોત તો હું શું કામ પૂછત. ધીરજ રાખ, તમે કહ્યું એમ એ પ્રેત સળગતા આવે છે અને પ્રેમ વિશે કહે છે. તમને મરવું પડશે તેમ કહ્યું, તે તારી પાસે બદલાની ભાવના સાથે આવ્યા છે. તે કે તારા સગા એ એમના સાથે ક્યક કર્યું, હોય જેનો બદલો તારા પાસે લેવા માંગે છે. આના વિષે જાણવા આપડે ગામડે જવું પડશે. ગામડા ની વાત નીકળતા જ રૂમ ની બારીઓ હલવા લાગે છે.જાણે કોઈનો ખરાબ ઈરાદો ઉજાગર થતો હોય, બધા સમજી જાય છે તેની હાજરી. પણ દિવસે તે પ્રેત કંઈ કરી શકતા નથી એ સમજી સાહિલ રાત સુધીમાં ગામડે પહોંચી જવું પડશે તેમ જણાવે છે. બધા ગામ જવા નીકળી પડે છે અમદાવાદથી ગામડા નો રસ્તો લાંબો એ પણ જંગલમાં થી નીકળી જવાનું રાત સુધી પહોંચવું લગભગ અશક્ય હતું. રાજ પાસે ઈનોવા હતી જેમાં આસાનીથી બધા આવી શકે તેમ હતા જેથી તેવું જ ઠીક સમજ્યું અને નીકળી પડ્યા જેમ રસ્તામાં આગળ જતાં તેમ ખરાબ વિચારોના વંટોળ મગજમાં ફર્યા કરતા. રુબી એ આજ સુધી કય જોયું નય અને પોતાના ખુશી ના દિવસો દુઃખમાં બદલાઈ રહ્યા જોઈ પોતાને એકાંતમાં મૂકી હોય તેમ થઈ ગઈ હતી. ડર ના મારે કઈ બોલાતું પણ નહીં રસ્તો અડધો તો કપાઈ ગયો સાંજ પડતા દરેકને ચિંતા એ જ સતાય રહી હતી. રાત પહેલા પહોંચી તો જઈશું ને થોડા આગળ જતાં ગાડીમાં પંચર પડ્યું, બધાએ ઉતરવું પડ્યું સાંજ થઈ ગઈ હતી સાહિલ ને ખબર પડી જાય છે પ્રેત એ પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. તે ગામડા સુધી નહીં પહોંચવા દે પંચર થઈ ગયા બાદ સાહિલ ને ખબર હતી ફરી આવું થશે.ફરી ગાડી ને કઈ થાય એ પહેલા સાહિલ મંત્ર કરીને દોરો ગાડી ઉપર બાંધી દેય છે. રસ્તામાં આગળ જતા જંગલમાં ના કોઈ દુકાન કે હોટલ. માણસ પર જોવા ભાગ્ય મળે વાહન વ્યવહાર તો ખરો પણ નામનો. ગાડીને નુકસાન પહોંચાડવાના પ્રેત ના પ્રયાસો નિષ્ફળ થઈ ગયા હતા પણ તે પોતાની વાત અને બદલો નું કારણ બહાર ન આવે તે માટે રસ્તામાં અડચણો ઉભી કરવા લાગે છે. ગાડી જેમ અંદર જવા લાગે છે તેમ રાત પણ થતી જાય છે. રાતના આઠ વાગ્યા હતા, રસ્તા પર આગળ એક ઝાડ પડી ગયું હતું જેથી ગાડી આગળ જઈ શકે તેમ ન હતી. આ જોઈ રાજ અને રુબી બોવડરી જાય છે.રાત એ પણ જંગલમાં અને પાછળ મારવા પડેલા પ્રેત આ હાલતમાં ડર લાગે પણ કોને નહિ? ગાડીમાં રસ્તો જેટલો આરામથી પસાર થયો એટલો જ ડરામણું બની રહ્યો હતો!ગાડીમાંથી બહાર આવ્યા વગર ચાલે તેમ નહોતું નીચે ઉતરી બધા ઝાડ ને રસ્તામાંથી હટાવવા પ્રયત્નો તો કરવા લાગ્યા પણ હલે તેમ ન હતું. આગળ ગાડી લઈ જઈ શકે તેમ હવે રહ્યું નહીં રાત અંધારી થવા લાગી હતી.રુબી બધાને કહેવા લાગે છે હવે શું કરીશું? આપણે કેમના જઈશું? ગાડી વગર જંગલમાંથી બહાર કેમના નીકળવું?



Instagram : @harshuparmar_