Adhuro prem - 1 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 1


અધુુુરો પ્રેમ
પલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમેશા હસતી કીલકીલાતી,પક્ષીઓ ની જેમ નિરંતર કલબલાટ કરતી ગમેતેના હ્લદયને ગમી જાય એવી અને પોતાની પ્રેમાળ વાતોમાં વશીકરણ કરી લે એવી નયનરમ્ય છોકરી છે.એ હંમેશા પોતાની કાળજી રાખતી એટલુંજ નહી એના સંપર્કમાં આવતાં દરેક વ્યક્તિને પલક હંમેશા સચોટ માર્ગદર્શન આપતી હતી.ઘણીવાર તો કોઈને મુશ્કેલી માં જોઈને વિના પુછે પણ નિવારણ લાવી આપતી.આવી આંખોને ગમી જાય એટલી વહાલી લાગતી હતી.....

જોતાં વેંતજ આંખોમાં વસી જાય એવું એનું મનમોહક કાળજાને કોરી લે એવું સુંદર મજાનું મુખારવિંદ, કાળા ભમ્મર મણીધર નાગ ને પણ શરમાવે એવા એના વાળ,છેક કેડની એક ફુટ નીચે સુધી પહોંચી જાય, એના લાંબા વાળને જોઈ ને કોઈ કામાતુર કામદેવ પણ આકર્ષક થઈ જાય, અને મોટું પણ ભરાવદાર કપાળ જાણે આકાશ ના ચંદ્ર સમાન બીજ ના જેવું રુપકડું લાગે.કપાળ ની લગોલગ બે ડાબે અને જમણે તલવાર ની ધાર જેવા વાકડા ભમ્મર જાણે હ્લુદીયામાં ઉંડો ઘા કરી જાય. ભમ્મર ની ઠીક નીચે કેરીના ફાડીયા જેવી આંખો જાણે આખાયે જગતને વશમાં કરી લે.અને એ આંખોમાં કાજળ ભરેલી કાળજાને કોરી ખાય એવી ખુબસુરત આંખો,અને નાક તો જાણે પોપટની ચાંચ જેવુજ નમણું નાજુક,પહેલી નજર પડતાની સાથે જ રુપાળી નાકની ડાંડી હૈયે ઘા કરી જાય.
એના ગોળ ભરાવદાર ગાલની લાલીમાં સંધ્યાને પણ શરમાવે એવી સુંદર મજાની મનને મોહીત કરી મુકે એવી છે.અને સૌથી સુંદર અને આકર્ષક હોઠ જાણે શીવજી ના શિરે શોભાયમાન ચંદ્ર જેવાજ શિતળ અને સુમધુર લાગે છે.એની વાત કરવાની કળા ગમે એવા ગુસ્સામાં ભરેલા વ્યક્તિ ને પણ પલમાં પલાળી મુકે એવી એની મીઠી મીઠી વાતો,એકંદરે એક ભારતીય નારીને શોભે એવું આકર્ષક રુપ જાણે કોઈ ઈન્દ્ર ની કોઈ અપ્સરા જેવી અત્યંત રુપાળી લાગે છે.પહેલી નજર પડતાની સાથે જ ગમેતેવા પથ્થર દીલ વ્યક્તિને પણ નરમ મોમ જેવો કરી દે.આવું રુડુ આકર્ષક જેનું જીવન,
પલક પોતાના કોલેજકાળ પુરો કરી ને તરતજ સરકારી જોબ મળતાજ ખુશ હતી, હવે એના મમ્મીએ પલક માટે દિકરો શોધવાનું શરુ કર્યું, પલકના લાખ ના પાડવા છતાં પણ એની મમ્મીએ એક સરકારી જોબ વાળો મુરતિયો શોધી લીધો.પલકના ઘરની બીલકુલ બાજુમાં જ એક છોકરો રહેતો હતો.. એનું નામ આકાશ હતું એને અને પલકને ખૂબ જ ભડતું હતું. એકબીજાને ખૂબ જ અદબથી પસંદ કરતા હતા. પરંતુ પ્રેમ જેવું કશુજ ન હતું.અચાનક પલકનો સબંધ નક્કી થતાં જ આકાશ પણ ખૂબ ખુશ હતો.પરંતુ અંદર અંદર ઉંડેથી થોડો દુઃખી પણ હતો. દુઃખ નું કારણ એને પણ ન સમજાયું. જયારે પલકે આકાશને કહ્યું કે આકાશ મારું વેવિશાળ મારી મમ્મીએ નક્કી કરી નાખ્યું છે. ત્યારે આકાશે ભારે હૈયે પલકને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. પણ આજે આકાશની આંખો અને એના શબ્દો મેચ નહોતા થતા.
પલકે આકાશને પુછ્યું આકાશ તું કેમ મારા વેવિશાળ થી ખુશ નથીકે શું ? તારા ચહેરા ઉપર મને ખુશી જણાતી નથી. તરતજ આકાશે કહ્યું અરે ના ના પલક એવું નથી પણ મને હવે એવું લાગે છે કે તું લગ્ન પછી અહીયાથી જતી રહીશ હવે મારી સાથે કોણ વારંવાર લડશે.હવે હું કોની સાથે ઝગડો કરીશ.હવે મને કોણ વારંવાર ટોક્યા કરશે.બસ કદાચ એના કારણે જ હું દુખી છું. પરંતુ પલક એના શબ્દો સાથે સહેમત નહોતી થતી.એણે આંખો થોડી ઝીણી કરીને આકાશ તરફ અચંબિત થઈ ને ઘડીભર જોઈ રહી.એટલી વાત કરી ને આકાશ એના ઘરમાં જતો રહ્યો. ને કોઈ લાકડી પડે તેમ પોતાના પલંગમાં પડી ગયો. અને જોરથી રડવા લાગ્યો, થોડીવારમાં સ્વસ્થ થયો, અને સમજાયું કે અરે હું કેમ રડું છું. મારું રડવાનું કારણ શું હશે.એ કશું સમજી ન શક્યો. અને એમ વિચારીને પથારી માં ઘસઘસાટ ઉંઘી ગયો..

(પલકના વેવિશાળ ના લીધે આકાશ કેમ દુઃખી થયો હતો. પલક સાથે એને તો માત્ર મિત્રતા જ હતી.આવડા મોટા દુઃખ નું શું કારણ હશે.જોઈશું ......ભાગ :-2 માં...)