Adhuro Prem - 2 Ekrar books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 2 એકરાર

અધુુુરો પ્રેમ... એકરાર

આકાશ દુઃખ સાથે ઘસઘસાટ નિંદ્રામાં સરી પડ્યો,આ દ્રશ્ય આકાશ ની ભાભીએ પોતાની સગી આંખે જોયું. આકાશ જ્યારે સવારે જાગ્યો ને તરતજ આકાશ ની ભાભીએ આકાશનો હાથ પકડીને ગાલ ઉપર પ્રેમથી ચુટકી ભરીને કહ્યું કે મારો લાડકો દેવર કાલે કેમ રડતો હતો.ત્યારે આકાશે એની ભાભીને કહ્યું કે અરે ના ના ભાભી એવું તો કશું નથી હું કાઈ રડતો નથી.ત્યારે ભાભીએ કહ્યું કે આકાશ જે પણ વાત હોય તે મને કહીદે જો ન કહે તો તને મારા સોગંદ છે.હું તારી ભાભી છું તું મારાથી કોઈ વાત છુપાવતો નથી તો આજે કેમ છુપાવી ગયો છે. હવે ચાલ મને જલદી થી કહીદે જોઈ,

આકાશ પોતાની ભાભીના પ્યાર ભરેલા શબ્દો સાંભળીને થોડો ગળગળો થઈ ગયો. એણે સજળ આંખોએ કહ્યું ભાભી એવું તો કશું નથી પણ ............થોડો અટકી ગયો. ભાભીએ આકાશના ખભે હાથ ધરી ને કહ્યું હા બોલને આકાશ શું વાત છે. આકાશ ફરી બોલ્યો ભાભી કોણ જાણે કેમ પણ પલકના વેવિશાળ ની વાત થી મને ખૂબ દુઃખ થયું છે. એટલું કહેતા આકાશની આંખોમાં આંસુ આવી ગયા.આમ આકાશ ને રડતા જોઈ ને પોતાની સાડીના પાલવથી પોતાના લાડકા દેવરના આંસુ લુછી નાખ્યા અને માથા ઉપર હળવેકથી ટપલી મારીને કહ્યું કે અરે પાગલ એવું જ હતું તો તારે મને પહેલા કહેવું જોઈએ ને...મને લાગે છે કે તું પલકને પ્રેમ કરવા લાગ્યો છે સમજ્યો મારા બુધ્ધુ દેવરજી
આકાશ ભાભી તરફ એકીટશે જોવા લાગ્યો. અને એકદમ શાંત થઈ ગયો. આકાશનું હ્લદય થોડીવાર ધડકતું બંદ થઈ ગયું, વળી એકદમ જોરથી ધડકવા લાગ્યું, આમ એનું કાળજું પોતાની ધડકન ચુકી ગયું. એને ભાભીને પુછ્યું કે ભાભી શું સાચેજ હું પલકને પ્રેમ કરતો હશું ? અરે આકાશ એતો તને ખબર હોવી જોઇએ. આકાશ એકદમ મનમાં હસવા લાગ્યો.પોતાની ભાભીના હાથ પકડીને કહેવા લાગ્યો કે ભાભી તમે કશુંક કરોને જેથી પલકને એ વાત ની ખબર પડે. આકાશને ભાવવિભોર જોઈને ભાભીને એની સિરીયસતાનું ભાન થયું. એણે પોતાનો દેવર કોઈ વધારે ઉંડો ઉતરે એ પહેલા જ ટોકી ને કહ્યું આકાશ હું તો તારી સાથે મજાક કરતી હતી. પલકનું વેવિશાળ નક્કી થઈ ગયું છે. એ વાત સમજીલે હવે એ વાત શક્ય નથી. એવું જ હતું તો તારે પહેલા જ પલક સાથે વાત કરી લેવી જોઈએ. હવે બધીજ બાજી બગડી જાય. હવે તું એક વાત ને ભુલી જા.અને હા જો તારે લગ્ન જ કરવા હોય તો મારી નાની બહેન ખૂબ જ સુંદર છે તને એની સાથે પરણાવી દ્ઈશ.પણ હવે પલકને એની કીસ્મત માં હશે એવું મળી ગયું છે. આપણાથી ચડતી ડેગરડીમાં કાકરી ના મરાય,અને હાં પલકને તો એ વાત ની ખબર પણ નહી હોય. તું આમ નફરકો બનીને વાંદરાઓની માફક કુદા કુદ ન કરીશ.
ભાભીની વાત સાંભળી ને આકાશ ઝડપથી ઉભો થઈ ને ઘરનો મેન ગેટ ધડામથી ખોલીને અને પાછો ભટકાડીને ઘરની બહાર નીકળી ગયો. દરવાનો જોરદાર અવાજ સાંભળીને પલક અને એની મમ્મી પોતાના ઘરની બહાર નીકળી ઓંશરીમા આવીને પુછવા લાગ્યા અરે શું થયું. શેનો અવાજ આવ્યો. પલકે આકાશની ભાભીને પુછ્યું ? ભાભીએ પલકને કહ્યું અરે કશુ નહી ઈતો આકાશ થોડો ગુસ્સે થઈ ને દરવાજો ભટકાડીને ઘરની બહાર નીકળી ગયો છે એટલે જોરદાર દરવાજાનો અવાજ આવ્યો હતો. અને પલકના ગાલ ઉપર ભાભીએ પ્રેમ થી પોતાનો હાથ ફેરવી ને હાથથી જ પોતાના હોઠ પર ચુમી લીધી.પલકને કશું સમજાયું નહીં. એટલે પલકે આકાશની ભાભીને પુછ્યું ભાભી કેમ આજે આટલો બધો પ્રેમ દેખાડો છો.મને કશું સમજણ ના પડી.ભાભી એક મંદ મંદ મુસ્કાન કરીને પલકને ગાલ ઉપર ફરીથી પ્રેમથી હાથની આંગળીઓ નો સપ્રેમ હાથ ફેરવીને કશું કહ્યા વિના જ પોતાના ઘરમાં ચાલી ગઈ.
પલક અચંબિત થઈ ને ભાભીના ઘરના દરવાજા તરફ જોતી રહી. થોડીવાર ઉભી રહીને પોતાના હાથને હવામાં આંગળીઓ ઘુંમાવીને પલક પણ પોતાના ઘરમાં જતી રહી. લગભગ સાંજ થવા આવી પલકને આકાશનો અવાજ કાને પડ્યો દરવાજો ધડામથી ખુલ્યો. જેથી પલક સમજી ગ્ઈ કે આકાશ આવ્યો લાગે છે. જેથી એને પુછવા દોડી ગ્ઈ કે તે બહાર જતાં વખતે આટલો મોટેથી દરવાજો કેમ બંદ કર્યો હતો. પલકે ઓશરીમાં આવીને જોયું તો આકાશ જ હતો. તરતજ પલકે જોરથી આકાશ ને કહ્યું એયયય કેમ ભય તને બહું ચરબી ચડી છે.તું બીજાને બીવડાવે એવી રીતે દરવાજો કેમ બંદ કરે છે.પરંતુ આકાશની આંખો તરફ જોતા જ પલક થોડી થરથરી ગ્ઈ,આજે આકાશની આંખો લાલઘૂમ દેખાઈ. ચહેરો થોડો રડમસ લાગ્યો એટલે એક સાચા દોસ્ત ની જેમ પલક આકાશને વઢવા લાગી ને કહ્યું કે કેમ આકાશ દારુ ઢીંચીને આવ્યો છે કે શું ? આકાશ કયારેય નશો કરતો નહતો પરંતુ આજે એની આંખો જોતા પલકને એવું લાગ્યું કે આકાશ દારુ પી ને આવ્યો છે.

આકાશ પલકના સામે જોવા લાગ્યો અને પલકને કહ્યું કે હા પલક હું આજે દારુ પી ને આવ્યો છું. જેથી પલક દીવાલ ટપીને સીધી આકાશના ઘરમાં આવી.અને આકાશને ગાલ પર હળવેથી ટાપલી મારી ને કહ્યું કે જા તું હવે દારુ પીધા કર આજથી મને બોલાવતો નહી આજથી તારી અને મારી મિત્રતા ખતમ આજ પછી મને બોલાવતો નહી.એટલું કહીને પલક દરવાજા તરફ આગળ વધી જેથી આકાશે પલકનો હાથ પકડી લીધો અને પલક કશુ બોલે એ પહેલા જ આકાશ બોલી ઉઠ્યો પલક હું તને પ્રેમ કરુ છું હું તારા વિના નહી રહી શકું મને લાગે છે કે મારે તને પહેલા જ કહેવું જોઈતું હતું પણ મને ખબર નહોતી કે હું તને પ્રેમ કરતો હોઈશ પરંતુ જેવું તારા વેવિશાળ ની વાત થઈ એટલે મને સમજાયું કે તું હવે મારાથી દુર જતી રહીશ.અને મને ખૂબ જ દુઃખ લાગ્યું. આકાશના મનમાં હતી એટલી વાત આકાશે પલકને કરી નાંખી પલક પોતાની આંખો ફાડીને આકાશની સામે જોઈ રહી.જેમ કોઈ શીકારી પક્ષીને જોઈને બાઝ એકીટશે જોઈ રહે હલ્યા કે ચલ્યા વગર એમજ પલક આકાશ તરફ એકીટશે જોઈ રહી.શું કહેવું કે શું કરવું એ પલકને સમજાયું નહીં. પલક એ પણ ભુલી ગ્ઈ કે એનો હાથ આકાશના હાથમાં છે. પોતે ક્યાં ઉભી છે એનુ પણ પલકને ભાન ન રહ્યું. આમ આકાશે પોતાના પ્રેમ નો એકરાર પલકના સામે કરી દીધો...........ક્રમશઃ


*(પલક આકાશના પ્રેમ ના એકરાર થી શું કહેશે અને પલક શું જવાબ આપશે...આગળ જોઈશું... ભાગ:- 3 ધર્મશંકટ )માં