badlaav pan sara mate books and stories free download online pdf in Gujarati

બદલાવ પણ સારા માટે....

*Mumbai*

નાની હતી ત્યારથી Mumbai ની એક અલગ છબી હતી, મારા મનમાં 5th std માં હતી ત્યારે મુંબઈ આવી હતી ફરવા ફેમિલી જોડે. ત્યારે તો મને અંદાજ હતો નઈ કે મુંબઈ શહેર શું ચીજ છેઃ
અમે લોકો ગુજરાત માં રહેતા હતા. પપ્પા મુંબઈ માં નોકરી કરતા હતા. હું 8th std માં હતી. 21/8/2003 ની ટ્રેઇન પકડી અને બધા મુંબઈ શિફ્ટટિંગ કર્યું. એ દિવસે મારી યુનિટ ટેસ્ટ હતી.
મને તો યુનિટ ટેસ્ટ આમ પણ અપાવી હતી નઈ. English ની exam હતી એટલે.??? i hate this subject.

Exam થી તો હું કદાચ બચી ગઈ હતી.પણ મને ક્યાં ખબર હતી કે એનાથી મોટી exam તો હવે આવાની છેઃ મારી life માં.!?

લોકશક્તિ પકડી હતી. બોરીવલી સ્ટેશન પર બહાર આવ્યા સમાન કુલી બધા. રીક્ષા પકડી હું જોતી હતી મારી આસપાસ કેવું છે. લોકો કેવા છે. પણ એટલું કે એક વસ્તુ મને સજાઈ ગઈ કે બેટા હવે હર શનિવારે મામાના ગરે જાવા નાઈ મળે. અને બીજું આ તો કંઈક અલગ દુનિયા છે મારા ગામથી. ગામ માં તો મોટા ઘર અને અહીંયા.
ચાલો એ બધું તો ધીરે ધીરે સમજાઈ ગયું.

" કૌસીટી જિંદગી કી" મારી life માં ત્યારે ચાલુ થઈ જ્યારે મારુ સ્કૂલ માં admisstion લીધું. દેશમાં school શાળા હતી. અને અહીંયા તો તમે સમજી ગયા ....... ?

2003 ની એ છેલ્લી દિવાળી હાતી જે મારા ગામે માનવી હતી મૈં.

School નો પહેલો દિવસ, અહીંયા સ્કૂલ 7am time અને મારા ગમે 11.am to 5pm નો time. સ્કૂલ પેલો દિવસ મમ્મી મુકવા આવી હતી.હું ગુજરાત માં તો હું grils school માં ભણતી હતી. એટલે હવે અજીબ લાગ્યું.Teacher એ બધાને કીધું કે હું નવી student છું. અને બધાએ મારી હેલ્પ કરવાની.
અહીંયા ટીચર ને મિસ કહેવાય અને મારા ગામે મેડમ.નવુ શીખી ગઈ હું ? અહીંયા વિષય ને subject કહેવાય. અડધા કલાક માં જરૂરી વસ્તુ હું શીખી ગઈ. પણ પછી subject ના નામ વાંચી ને ન સમજાય કે કયો વિષય કેવાય.
મરાઠી વિષય તો એકદમ નવો હતો મારા માટે. સારું હતુંકે હિંદી સાથે હતું નાઈ તો મારું સુ થાત.???

ઇતિહાસ એટલે history ના miss આવ્યા sweety નામ હતું miss નું.! Miss બહુજ વાયડા હતા.? તમને લાગશે હું સુ બોલું છું! miss ને પણ ચાલે હો એટલું.!!?બધાને કે home worke બતાવો. મારા માટે આવ્યો નવો ઇંગ્લિશ શબ્દ હું વિચારું હવે આ homeworke સું હશે વળી.?? તમને લાગશે હું કેટલી બેવકૂફ હતી. મારા ત્યાં લેસન કેવાય. અપડે ત્યાં બકા જરા આગો ખસ એમ કહેવાય! અને અહીંયા side please મૈં એક છોકરા ને કીધું ભાઈ આગો ખસ મને જાવદે !! અહીંયા same age ના લોકો એકબીજાને નામથીજ બોલાવતા હોય. બધા મારા કલ્લાસમેટ મારી મજાક ઉડાવે કે મારી ભાષા કેટલી અલગ છે.

છૂટવાનો સમય થયો. દેશમાં તો એક std નો એક જ cllas અને અહીંયા 1 std ના 5 cllas અને એમાં પણ 65 student ખરા. દેશમાં તો જેવી બેલ વાગી ફાટક થી દફતર લઈને ભાગવાનું. અને અહીંયા હું દફતર લઈને ભાગવા ગઇ પાચકો થઈ ગયો મારો. અહીંયા line થી નીકળવાનું હોય છૂટવા ટાળે. હર એક સેકન્ડ મને મારા ગામ ની યાદ આવે ત્યાં સુ માજા હતી. હરવા ફરવા રમવાની છૂટ.ચાલો પહેલો દિવસ તો ખતમ થયો.

તો હું રોજ કંઈક નું કંઈક નવું શીખતી હતી રોજ !!!
sweety miss આવ્યા લેસન બતાવ્યું એમના હિસાબે હતું નઈ કંઈજ માર પડી. હાથમાં ફૂટપટ્ટી મારી અને પછી મારૂં જે રડવાનું શરૂ થયું એ ખતમ જ ન થાય.હરેક નાની નાની વાત માં જે રડવાનું સિલસિલો ચાલુ થઈ ગયો મારી life માં.

આ 6 મહિના લગભગ સમજવા અને રાડવામાં ગયા.અને લોકી ની દયા મળવા લાગી. બિચારી tipe બની ગઈ હતી હું સાવજ. પછી લોકો ને મળી અને ધીમે ધીમે સ્ટ્રોંગ બની. એટલી સ્ટ્રોંગ બની કે કોઈ મને કાઈ બોલતા પહેલા 10 વાર સોચે.

10 std ની વાતો મને ગણી યાદ છે. બધા મને બહુજ ખીજવતા હતા. આજે એ નામ યાદ આવે તો બહુજ હસું આવે છે. એ time પર ગુસ્સો આવતો હતો.
2006 માં 10th ચાલુ થયુ બધા મને ઓમકાર,ડોન એવા કેટલા નામથી ખીજવતાં હતા. આજે એ નામ સાંભળીને હસી આવે છે.???

મને સમજાયુ મારા ગામ અને mumbai માં life જીવવાનું શું કહેવાય. માણસ દુનિયા માં ક્યાં પણ રે એને સ્ટ્રોંગ જ રહેવુ પડે.

મુંબઈ એ મને બદલી નાખી. લાગણીશીલ માણસ માંથી હું prectical માણસ બની આજે.

મુંબઈ ભલભલા માણસ ને રંગરૂપ અને વિચારોથી બદલી નાખે છે.
તે છતાં પણ અે આપણા પર છે, આપણે આપણા કયા વિચારોને બદલવાની જરૂર છે.
બસ જીવન માં ક્યારે પણ પોતાના સિદ્ધાંતો ને છોડવાં નાં જોઈએ.
મુંબઈ નગરી ની માયા નિરાલી લાગી જાય તો.... પટી ગયું.

બદલાવ અે નિયમ છે, દુનિયાનો સમય નાં હિસાબે જરૂરી હોય એવા બદલાવ આપણે કરતાં રહીએ છીએ..