Kalyug na ochaya - 23 books and stories free download online pdf in Gujarati

કળયુગના ઓછાયા - ૨૩

આસ્થાનુ ધ્યાન સંપુર્ણપણે રૂહી પર જ હોય છે.... અચાનક દોઢેક વાગ્યાનો સમય થતા એકાએક રૂહી બુમો પાડવા લાગે છે.....નહી છોડુ.... કોઈને નહી છોડુ......!!

આસ્થા જુએ છે કે રૂહી કંઈ બોલી રહી છે મતલબ કંઈક તો થવાનું છે એટલે એ કંઈ પણ કરતા પહેલાં સ્વરાને મિસકોલ કરી દે છે.

થોડીવારમાં રૂહી એકદમ ખડખડાટ હસવા લાગે છે......અને આ શું એકદમ જ તેનો ચહેરો બદલાઈ જાય છે........તેની આંખો સફેદ થઈ જાય છે....અને એકદમ ઉભી થાય છે.....
આસ્થા તો જોતી જ હોય છે એટલામાં તો રૂહી ત્યાં હોતી નથી....... એકદમ જ તેની નજર પડે છે તો એ આસ્થા ના બેડ નજીકની દિવાલ પર ઉધી ચડતી હોય છે.......અને આસ્થાને જોતાં જ તે ત્યાં જ ઉધી ઉભી રહીને કહે છે......કેયા હુ તને નહી છોડુ...........

અને તે આસ્થાને એકદમ ગળાના ભાગથી પકડીને હવામાં ગોળગોળ ફેરવે છે...જેવી રીતે એ દિવસે લાવણ્યાની આત્માને રૂહીને પકડીને હવા ફંફોળી દીધી હતી.... કદાચ એ પણ એ દિવસની જેમ આસ્થા ને નીચે ફેંકવાની તૈયારી માં જ હોય છે ત્યાં જ સ્વરા ધીમેથી રૂમમાં પ્રવેશે છે......એ જોઈને એકદમ ગભરાયેલી આસ્થાને કંઈક રાહત થાય છે.

આસ્થા જુએ છે કે સ્વરાના હાથમાં એક બોટલ હોય છે....તે ધીમે ધીમે છુપાડીને લાવી છે...એ આત્માનુ ધ્યાન સ્વરા તરફ ન જાય માટે તે રૂહીમા આવેલી આત્માને તેની તરફ વધારે હુમલો કરવા આવે એવો પ્રયત્ન કરે છે....

આ બાજુ સ્વરા પેલી આત્મા એટલે કે રૂહીના પાછળના ભાગમાં રહીને તે બોટલમાંથી પેલુ પ્રવાહી કાઢીને રૂહી પર ફેંકવાની તૈયારી કરતી હોય છે ત્યાં એકદમ આત્મા આવીને
તે પ્રવાહી ઢોળી દે છે.....અને સ્વરાના પાછળ ઘોડો કરીને બેસી જાય છે.....તેને બહુ દુખાવો થવા લાગે છે.......

તે આસ્થાને બુમ પાડે છે પણ તેના આશ્ચર્ય વચ્ચે આસ્થા હજુ પણ હવામાં લટકી રહી છે......તે પ્રયત્ન કરે છે પણ તે હલી શકતી નથી........તેને હજુ પણ બધુ ગોળ ગોળ ફરતુ હોય એમ લાગી રહ્યું છે.........

બંનેને હવે ચોક્કસ થઈ ગયુ છે કે એ આત્મા આજે આપણને નહીં છોડે...... છતાં બંને હિંમત હાર્યા વિના મંત્રો બોલવાનુ શરૂ કરે છે.....પણ હવે એ આત્મા પહેલા કરતા આજે વધુ તાકાતવાન બની ગઈ  છે...... છતાં પણ તે મંત્ર બોલતા બોલતા આમતેમ નજર ફેરવે છે. અને અચાનક તેની નજર રૂહીના બેડ પર ઓશિકા પાસે પડેલી માળા પર પડે છે......
તેને દુખાવો  છતા તે એ આત્માની વિરુદ્ધ ભાગે છે એ બેડ પાસે...... ઝડપથી એ માળા પોતાના ગળામાં નાખી દે છે.......

રૂહીએ એ માળા ઉઘમા નીકાળી હોવાથી તે માળાની ગાઠ એમ જ હતી.......સ્વરા એ માળા પહેરતાની સાથે જ રૂહી તેના પીઠ પરથી તેના હાથથી માળા તોડવાનો પ્રયત્ન કર્યો પણ હવે મંત્ર સાથે એ પવિત્ર માળાની તાકાત ભળતા એ અસુરી શક્તિ નબળી પડતાં જ એ આત્મા એક ઝાટકા સાથે ઉછળી પડી........ અને સ્વરા એ સાથે જ રૂમમાંથી બહાર ભાગી....

આસ્થા ગભરાઈ ગઈ કે હવે તેનુ શું થશે??.......એ આત્મા અત્યારે દુર હતી પણ તે આસ્થા સામે જોઈને એક ભયંકર અટહાસ્ય કરે છે........

એટલામાં જ સ્વરા ફટાફટ રૂમમાં આવીને એક સ્પ્રેયર વડે આખા રૂમમાં કંઇક પ્રવાહી છાટે છે એ સાથે જ પેલી આત્મા જાણે તરફડિયાં મારે છે......આત્માની પકડ ઢીલી થતાં તેના પીઠ પર એ પવિત્ર જળ છાંટતા કંઈક રૂહીના શરીરમાંથી બહાર નીકળીને હવામાં જતુ રહે છે....અને આ બાજુ આસ્થા પણ નીચે આવી જાય છે .

રૂહીમાથી હવે તાકાત જતી રહેતા તે એકદમ જ જમીન પર પછડાવા જાય છે ત્યાં સ્વરા અને આસ્થા આવીને પકડી લે છે.... અને પછી બંને તેને સુવાડે છે બેડ પર.અને થોડીવારમાં એ નોર્મલ થઈ જાય છે પણ રૂહીને પુછતા તેને પોતાને કંઈ જ ખબર નહોતી.

બધા રાત્રે એક જ રૂમમાં સુઈ જાય છે.....સ્વરા તે માળા ફરી રૂહીને પહેરાવી દે છે ‌....

સવારે કોલેજ જતા પહેલા સ્વરા રૂહીને એક બોક્સ આપીને અક્ષતને આપવાનુ કહે છે. રૂહી પુછે છે પણ સ્વરા તે બોક્સ ને અક્ષતની સાથે જ ખોલીને જોવાનું કહે છે...

રૂહીને સ્વરા પર વિશ્વાસ હોવાથી તે બહુ પુછ્યા વિના તે બોકસ બેગમાં મુકી દે છે.......તે આજે મસ્ત તૈયાર થઈ ને કોલેજ જવા નીકળે છે.....

                    *.    *.     *.     *.     *.

રૂહી આજે સરસ થયેલી હોય છે કેટલાય છોકરાઓ તેની સામે તાકીને જોઇ રહ્યા છે...પણ તેની નજર તો અક્ષતને જ શોધી રહી હતી... રોજ તો અક્ષત એને મળે સામે પણ આજે એ દેખાયો નહી એટલે એ સીધી તેના ક્લાસમાં જતી રહી‌.

આજે એ વહેલી હતી થોડી તે મોબાઇલ લઇને બેઠી હોય છે.એટલામા તેને કંઈક વિચાર આવતા અચાનક તે ફેસબુક ખોલે છે અને સર્ચ કરે છે કેયા જોશી....

તેમાં બહુ બધા નામ હોય છે રૂહી બધાની પ્રોફાઈલ ચેક કરે છે એક પછી એક... અચાનક તેની ધ્યાનમાં આવે છે એક ફોટો...તે તેને આસ્થા જેવો લાગે છે....તે અંદર બધુ ચેક કરે છે... તેમાં તે જુએ છે કે એમાં કોલેજ અને સ્ટડી આણંદ જીસેટ કોલેજ હતુ... મતલબ કે તે આ એ જ કેયા છે....બધુ ચેક કર્યા પછી રૂહી આ એ જ કેયા છે એ નક્કી કરે છે.પણ તેમાં અત્યારનુ તેનુ રહેવાનુ શિકાગો બતાવતુ હતો મતલબ કે તે અત્યારે યુ.એસ‌. છે...પણ પરમાનેન્ટ કે ટેમ્પરરી એ ખબર નથી...

પણ તે આસ્થા જેવી જ દેખાય છે એ વિચાર તેના મગજમાં ગુમરાયા કરતો હોય છે એટલામાં તે વિચારોમાંથી બહાર આવે છે તો આખો ક્લાસ ભરાઈ ગયો હોય છે અને ત્યાં જ લેક્ચરર ક્લાસમાં એન્ટર થતાં તે વર્તમાનમાં આવી જાય છે અને ભણવામાં ધ્યાન આપે છે.

પાંચ વાગતા બધા લેક્ચર અને પ્રેક્ટિકલ પુરા થાય છે...અને તે ક્લાસની બહાર નીકળીને પહેલા અક્ષતને ફોન કરે છે... કારણ કે તેનો ક્લાસ તો ઓલરેડી ખાલી હતો.

અક્ષત બીજું કંઈ પણ કહ્યા વિના તેને કોલેજ ના કેમ્પસની નજીક આવેલા ગાર્ડનમાં બોલાવે છે.આજે અક્ષત તેને કેન્ટીનની જગ્યાએ ગાર્ડનમાં બોલાવે છે એટલે એને નવાઈ લાગે છે છતાં તે ફટાફટ ત્યાં પહોચે છે.

રૂહી પહોચીને જુએ છે તો અક્ષત એક બેન્ચ પર બેઠેલો હોય છે... એકદમ રૂહીને સામે જોઈને તેની સામે જ જોઈ રહે છે...

રૂહી : શું થયું કેમ આમ જુએ છે ?? હુ જોકર લાગુ છું તને ??

અક્ષત : ના તુ જોકર નહી પણ હુ ગુલામ લાગુ છું...

રૂહી : કોનો ગુલામ ???

અક્ષત : તારો....

અક્ષત અત્યારે એકદમ રોમેન્ટિક મુડમાં હોય એવુ લાગી રહ્યું હોવાથી રૂહી કહે છે , શું થયું કેમ હુ તને આખો દિવસ હેરાન કરૂ છું એટલે ??

અક્ષત : ના હવે હુ તો મજાક કરૂ છું....પણ એક વાત કહુ તુ આજે બહુ મસ્ત ક્યુટ લાગે છે...

રૂહી : કેમ રોજ નથી લાગતી??

અક્ષત : રોજ તો લાગે જ છે પણ આજે વધારે મસ્ત લાગે છે....

રૂહીના આંખોમાં એક ખુશી છલકતી દેખાય છે... અક્ષત પણ આ પળોની મજા લેતો એકીટશે રૂહીને નીહાળી રહ્યો છે...

અક્ષત : જો હુ કંઈક તારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું તુ ખુશ થઈ જઈશ...

રૂહી : હા યાર હુ પણ લાવી છું પણ શું છે મને નથી ખબર સ્વરાએ કંઈ આપ્યું છે તને આપવા માટે...

(હસીને) આજકાલ તુ મારા કરતાં આસ્થા અને સ્વરા સાથે વધારે વાતો કરતો થઈ ગયો છે નહી??

અક્ષત : ના હવે એવું કંઈ નથી...પણ તને શેની જેલસી થાય છે..

રૂહી : ના હવે હુ તો મજાક કરું છું...પણ પહેલાં તુ મને પેલુ સરપ્રાઈઝ બતાવ પછી હુ તને પેલી વસ્તુ આપીશ...

અક્ષત : સારુ મારી મા...તુ એમ નહી માને....એમ કહીને એક ગિફ્ટ રેપ કરેલુ નાનકડુ બોક્સ કાઢે છે... કદાચ અને ડાયરી જેવુ કંઇ હોય એવું લાગી રહ્યું છે...

શું હશે અક્ષતની સરપ્રાઈઝ?? એવું શું હશે કે રૂહી ખુશ થઈ જશે ?? સ્વરાએ અક્ષતને આપેલા બોક્સમાં શું હશે ??
આસ્થાને કેયા સાથે કોઈ સંબંધ હશે કે પછી એમ જ તેની સાથે તેનો ફેસ મળતો આવતો હશે ??

અવનવા સરપ્રાઈઝ સ્ટોરીમાં તમે પણ માણો...આગળના ભાગ સાથે, કળયુગના ઓછાયા- ૨૪

બહુ જલ્દીથી..............મળીએ એક નવા ભાગ સાથે......