K Makes Confusion Kavy thi Kavya sudhi ni safar - 4 books and stories free download online pdf in Gujarati

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૪

પ્રકરણ ૩માં જોયું કે..

કાવ્યાની તબિયત ખરાબ થતાં ચિંતાતુર ડો.કવિથ, કાવ્યાની પાસે આખી રાત એનો હાથ પકડીને બેસી રહે છે અને તેમની મુલાકાતને વાગોળતો હોય છે...કે કેવી રીતે વર્ષો પહેલાં એક સાહિત્યિક સંમેલનમાં કાવ્યાને તે પહેલીવાર મળ્યો હોય છે..! હવે આગળ..

પ્રકરણ ૪

યાદો વાગોળતા વાગોળતા લગભગ સવારના ૮ વાગી ચુક્યા હતા. કાવ્યાની હથેળી પર માથું રાખીને કવિથ શાંત મને સુઈ ગયો હતો. સવારની ડયુટીમાં રહેલા નર્સ, સુમિતાબહેન કવિથ પાસે આવ્યા અને તેને જગાડ્યો.

‘સર, તમે હવે જઈને ફ્રેશ થઇ જાવ હું આવી ગઈ છું, કાવ્યાબહેન જોડે હું બેઠી છું.’

લગભગ કવિથનાં દરેક વોર્ડમાં એક પર્સનલ બ્રધર નર્સ અને સિસ્ટર નર્સ હતા. કાવ્યાનાં વોર્ડમાં પણ રાત્રે પલ્લવીબહેન અને સવારે સુમિતાબહેન ફરજ બજાવતા હતા.

આખી રાતના ઉજાગરા બાદ, નાહી ધોઈ ફ્રેશ થઈને, કવિથ કાવ્યાનાં રૂમની બાજુમાં રહેલી પોતાની કેબીનમાં બેસીને સવારની કોફી પી રહ્યો હતો તથા આવનારી કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલીયા જવા માટે પોતાનું પ્રેઝન્ટેશન બનાવી રહ્યો હતો. ત્યાં તેના મોબાઈલમાં રીંગ વાગી.

‘હેલ્લો કવિ, ક્રિષા હિઅર.’

‘હા, ક્રિષ બોલ.

‘કવિ, આજે સાંજે આપણે મળી રહ્યા છીએ, આપણી જગ્યાએ તને યાદ છે ને ?’

‘ફિસ્સસસ..!!’ કવિથને યાદ તો હતું પણ જે રીતે કાવ્યાની તબિયત આટલી ખરાબ હતી અને ડો.વર્મા પણ હજી સુધી આવ્યા ન હતા એટલે એ થોડો ખચકાયો.

‘ક્રિષ જોઈએ છીએ, મેય બી આજે મળી શકાય એમ નથી. અપોઈટમેન્ટ એટલી બધી છે ને કે નાં પૂછો વાત.’ કવિથએ ક્રીષાના મળવાનાં પ્લાનને ઇગ્નોર કરવાનો ટ્રાય કર્યો અને ત્યાં જ ક્રીષાની કમાન છટકી..!!

‘કવિ, મેં તારું શું બગાડ્યું છે યાર ? એ મને ખબર પડતી નથી. કોઈ એક બેસ્ટ ફ્રેન્ડ બીજા બેસ્ટ ફ્રેન્ડને આટલી હદ સુધી કેમ કરીને ઇગ્નોર કરી શકે ? એ મને સમજાતું નથી. નવાઈ નવાઈનો તું એકલો ડોક્ટર થઈને નથી બેઠો, તારી એકલાની હોસ્પિટલ નથી, કાલે આપણે ચોખવટ થઇ હતી કે આપણે કાલે પાક્કું મળી રહ્યા છીએ મેં પણ મારા શુટિંગનાં શેડયુલને પોસ્ટપોંડ કર્યું તારા માટે અને તું અહિયાં કહી રહ્યો છે. જોઈએ, મેય બી મળી શકાય એમ નથી. ૨ વર્ષ, ૩ મહિના અને ૧૪ દીવસ થયા આપણે જે દિવસથી કોલેજ છોડી છે એ દિવસથી તને જોયો ન હતો, તારી સાથે વાત ન હતી કરી. એ તો આભાર તમારો કે તમે વિવાનનાં રીશેપ્શનમાં આવ્યા અને તમે નવાઇના બિઝી માણસ તેના લગ્નમાં પણ આવ્યા ન હતા. કેમ કવિ તું આવો છે ? કવિ, તું પહેલા તો આવો ન હતો શું થયું છે તને ? મને કહે તો ખરા ? આટલું બધું બદલાઈ જવાનું કારણ તો મને સમજાવ,’ આટલું બોલતા બોલતા ક્રિષા એ કવિથ સાથે ફોન પર વાતો કરતાં કરતાં રડી પડી.

‘કવિ એક વખત આજે મળી લે મને, મળી લે પછી હું તને આટલો ફોર્સ નહિ કરું કે મને મળવા આવ બસ પણ આજે તું મને મળવા આવ જ અને તું નાં આવે તો હું તારી હોસ્પિટલ તને લેવા આવું બસ આજે મળવું છે એટલે મળવું છે..!!’ ક્રિષા એ જીદ પકડી..!!

‘ક્રિષ, ક્રિષ હું સમજુ છું તારી વાત ને પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નથી. કાલ રાતની એક પેસન્ટની તબિયત ખરાબ છે અને મારા કલીગ ડોકટર પણ હાજર નથી.’

‘કવિથ પેસન્ટ તો તારે રોજ હોય છે, ડોક્ટરની પોતાની પણ કઈક લાઈફ હોય કે નાં હોય ?’ ક્રિષા એ કહ્યું.

‘મારા માટે મારી જિંદગી કરતાં મારા પેસન્ટની જિંદગીનું મહત્વ વધારે છે. કોલેજ છોડતા સમયે કોન્વોકેશન ફંકશનમાં લેવડાવેલા ડોક્ટરનાં શપથને આજે હું જિંદગીના દરેક તબ્બકે ફોલો કરું છું અને આટલા ઓછા સમયમાં આટલી મોટી હોસ્પિટલ ઓપન કરવા માટે મારા આ એથીક્સે જ મને મદદ કરી છે. છતાંય ઠીક છે ચલ જો મારા કલીગ ડોકટર આવી જાય તો હું તને ફોન કરું પછી આપણે મળીએ લગભગ સાંજના ૫, ૫.૩૦ થઇ જશે.’

‘હા, વાંધો નહી કવિ, મને તારા ફોનનો ઇન્તઝાર રહેશે.’

કવિથને ક્રિષા અને કાવ્યા બંનેનું ટેન્સન હતું ક્રિષાને મળવાનો વાયદો કર્યો હતો અને આ બાજુ કાવ્યાની કાલે રાતે તબિયત બગડી હતી.

‘કઈ ખબર નથી, પડતી શું કરું ક્રીષાને મળવા જાઉં કે નહિ. એક તો ડો વર્મા પણ આવ્યા નથી.’

ત્યાં કવિથનો આસિસ્ટન્ટ તેજસ ત્યાં આવે છે અને કહે છે,

‘સર ડો વર્માનો ફોન આવ્યો હતો તે સાંજે ૪ વાગતા આવે છે અહીં હોસ્પિટલ.’

કવિથએ થોડી રાહતનો શ્વાસ લીધો. કવિથે ક્રીષાને ફોન કરીને કહ્યું કે ‘આપણે સાંજે પાંચ વાગે મળી રહ્યા છીએ અને લગભગ આજ રાતનું ડીનર પણ સાથે લઈશું.’

કવિથનાં આ ફોનથી ક્રિષા આજે ખુશ હતી. ઘણાં સમય પછી તે અને કવિથ એકલાં મળી રહ્યા હતાં. તે બંનેએ જ્યાં તેઓ પહેલાં રેગ્યુલર મળતાં તેવી જગ્યા એટલે કે ઇસ્કોન પાસે વાઇડ એન્ગલ મોલમાં આવેલા સીસીડીમાં ( કેફે. કોફી. ડે માં )સાંજે ૫.૩૦ મળવાનું નક્કી કર્યું.

કવિથ સાંજે ડો. વર્મા આવ્યા પછી પોતાના પેશન્ટને તપાસીને અને ખાસ કાવ્યાને તપાસીને ડો. વર્માને બધું સમજાવીને ત્યાંથી ક્રીષાને મળવા જવા માટે નીકળી જાય છે. રસ્તામાં જ કાર્ડની દુકાનેથી એક “સોરી ક્રીશ” લખેલું કાર્ડ ખરીદે છે, તેની ડાયરી તેની કારમાં તેની સામે પડી હોય છે. તે, પેલું કાર્ડ તેની ડાયરીમાં મુકે છે અને તે તેના ભૂતકાળના દિવસો પણ યાદ કરી રહ્યો હોય છે અને વિચારી રહ્યો હોય છે કે આજે ક્રિષા કઈ બાફે નહિ તો સારું છે...!!! એટલું વિચારતા વિચારતા તે પોતાના કોલેજનાં દિવસોમાં ખોવાઈ જાય છે.

****

કોલેજમાં આ ૬ જણાનું ગ્રુપ બન્યા પછી તે અમદાવાદ ગર્વમેન્ટ મેડીકલ કોલેજનું ખુબ સ્ટ્રોગ ગ્રુપ હતું. ક્રિષા જેવી સેક્સી અને મોર્ડન છોકરી, કવિથ અને વિવાન જેવા હોશિયાર અને ડેશિંગ બોયસ, મિત પટેલ જેવો રેન્કર બોય, ફેનિલ જેવો ડાન્સર અને શ્રુતિ જેવી મસ્તીખોર છોકરીની સમાવી લેતા આ ગ્રુપએ કોલેજ નાં ફસ્ટ યરનાં ૬ મહિનામાં જ કોલેજમાં ધમાલ મચાવી હતી. લગભગ આખી કોલેજનું સૌથી ખુશ રહેતું આ ગ્રુપ હતું. યુથ ફેસ્ટ હોય કે કોલેજની કોઈ પણ ઇવેન્ટ આ ગ્રુપ હોય હોય અને હોય જ. બીજા ગ્રુપનાં છોકરા- છોકરીઓ ઈર્ષા ભરી નજરે જોઈ રહેતા હતા કે સાલું આવું ગ્રુપ મળ્યું હોત તો મજા આવી જાત.

એક દિવસની વાત છે. ગ્રુપમાં વિવાનની બર્થ ડે હતી. એ દિવસે ગ્રુપમાં બધાએ કોલેજમાં લેબ ભરીને તરત જ પાર્ટી કરવા જવાનું વિચાર્યું હતું અને સવારે વિવાન અને કવિથ સિવાય બધા તૈયાર થઈને આવ્યા હતા. કવિથ અને વિવાન એ હોસ્ટેલમાં જ હતા તે લોકોની બેચની આજે લેબ ન હતી. વિવાનએ પ્લાન કર્યો હતો કે લેબ પછી બધા તેની ગાડી લઈને અમદાવાદની યેન્કી સિઝલર રેસ્ટોરન્ટમાં લંચ લઈને પછી સીધા બધા જ વડોદરા ફરવા માટે જશે. મોર્ડન ક્રિષા તે દિવસે ગોલ્ડન કલરના વન પીસ ડ્રેસમાં આવી હતી. ક્રિષા માટે તે નવું ન હતું તે જનરલી આવા કપડાં પહેરતી હતી. પણ, તે પહેલીવાર આજે કોલેજમાં વનપીસ ડ્રેસ પહેરી આવી હતી. લેબ પૂરી થયા પછી શ્રુતિ સાથે તે નીકળી. બધા એ કોલેજ કેનટીનમાં મળવાનું નક્કી કર્યું હોય છે. ત્યારે કોલેજની કેન્ટીનમાં ક્રિષા સાથે કોલેજનો એક ડામિશ છોકરો સૌમિલ જાણી જોઇને અથડાઈ ગયો.

કેન્ટીનમાં વચ્ચે ક્રિષાનો હાથ પકડીને, તેના કાન આગળ આવીને કહ્યું ‘આજે ખરેખર તું જોરદાર ‘હોટ’ લાગે છે, રોજ આવા જ કપડાં પહેરતી હોય તો બેબી. બાકી રૂમ પર આવવું છે આજે ? કઈશ એટલાં આપીશ..!!’

આટલું બોલે એના પહેલાં જ ક્રિષાએ સૌમિલને જોરદારનો તમાચો ઝીંકી દીધો. ‘શું સમજી રાખી છે સ્ત્રી જાતિને તારી બેનને જઈને કહેજે જે આ શબ્દો.’

સૌમિલ હજુ કઈ બોલે એની પહેલાં જ કવિથે આવીને સૌમિલને બીજી બે લગાવી. સૌમિલને જાણે આખી કેન્ટીન વચ્ચે મૂંગત્વએ ઘેરી લીધો. પોતાની શાખ બચાવવા અને ક્રિષાની ઈજ્જત ઉછાળવાનાં ઈરાદા સાથે આખી કેન્ટીન વચ્ચે સૌમિલએ કવિથને કહ્યું,

‘વાય, યુ આર ઇન્ટરફિઅર બિટવિન અસ. આશિક છે તું આ કેરેક્ટરલેસ છોકરીનો ?’ કે પછી એનો રાતનો ભાવ તને જ ખાલી ખબર છે ?’

કવિથની કમાન છટકી, લાલ આંખો અને ચહેરા સાથે ગુસ્સાથી ભરપુર તેનું રુદ્ર સ્વરૂપ આટલા મહિનામાંઓમાં કોલેજમાં કોઈએ પહેલી વાર જોયું હશે. કવિથે સૌમિલને કેન્ટીનમાં ઢીબી નાખ્યો. જો ત્યાં વિવાન ખરા સમયે નાં પહોંચ્યો હોત તો આજે સૌમિલને હોસ્પિટલાઈઝ કરવો પડે એવી હાલત થઇ હોત. કવિથે સૌમિલની બોચી પકડીને તેની આંખોમાં જોઇને નીડરતા પૂર્વક કહ્યું...

‘ભ**વા, એક વાત યાદ રાખજે દુનિયાની કોઈ પણ છોકરીને તેના કપડાં પરથી કદી જજ નાં કરતો. ટૂંકા કપડાં પહેરનારી છોકરીઓ કેરેકટરલેસ નથી હોતી. તમારા જેવા...ચુ*** એને કેરેક્ટરલેસ બનાવે છે તેને વગોવી વગોવીને અને મોર્ડન છોકરી હોવું એનો મતલબ કેરેક્ટરલેસ હોવું એ તમારાં જેવા લુખ્ખા તત્વોની ડીક્ષનેરીમાં થતો હશે. તમારા જેવા લુખ્ખા લોકોને લીધે આજે લોકો દરેક છોકરાને શકની નજરથી જોવે છે. ભ***વા તારી ઓકત તે આજે દેખાડી છે, આજ પછી દેખાડતો નહિ. નહિ તો આજે બચ્યો છે બાકી બીજીવાર તને હોસ્પીટલની હવા ખવડાવીશ ભલે મારે હવાલાતની હવા ખાવી પડે હું એનાથી નથી ડરતો પણ તારા જેવા કામુખ કુતરાઓને મારે સીધા કરવાના છે. ચલ ફૂટ અહીંથી.

સૌમિલને આજે એહસાસ થયો કે કોઈ સમકક્ષ વ્યક્તિ જોડે તેનો પનારો પડ્યો છે. સૌમિલ ત્યાંથી તે જ વખતએ નીચું મોઢું કરીને કેન્ટીનમાંથી નીકળી ગયો.

ક્રિષાએ કવિથનો હાથ પકડીને થેંક્યું કહ્યું. તું આજે અહિયાં નાં હોત તો શું થાત ? શું થાત હું નાં હોત તો બીજું કોઈ હોત. સારા લોકોની મદદે હંમેશા સારા માણસ આવી જ જાય છે. દુનિયાનો નિયમ છે એમાં કઈ ગભરાવાની જરૂર નથી. ચાલો આપણે બધા વિવાનની પાર્ટીમાં જવાનું છે. આવું થયે રાખે ટેન્સન નઈ લેવાનું...!!

******

સાંજનાં ૫ વાગવા આવ્યા હતા અને કવિથ નહેરુનગર થી ઇસ્કોન તરફ આવી રહ્યો હતો અને રસ્તા પર રહેલી વાહનોની ભીડમાંથી પોતાની હોન્ડાસિટી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તેને લેફ્ટ ટર્ન લઈને વાઈડ એન્ગલ મોલ પહોંચવાનું હતું. થોડા સમય પછી તે પોતાની હોન્ડાસિટી વાઈડ એન્ગલ મોલમાં નીચે પાર્ક કરે છે પોતાની ડાયરી લે છે અને ઉપર રહેલાં સીસીડીમાં જાય છે. ક્રિષા ત્યાં પહેલીથી જ બેઠેલી હોય છે. મરુન કલરના ફ્રોકમાં આજે તે ખુશ લાગી રહી હતી. કવિથને જોઇને તેની એક્ષાઇટમેંટ બમણી થઇ ગઈ અને આજુ બાજુ રહેલા લોકોની પરવા કર્યા વગર કવિથને ભેટી પડી.

કવિ, ‘થેંક્યું ફોર કમિંગ.!!’

શું હશે એ સવાલો ? ક્રિષાની ખુશીમાં કવિથ વધારો કરશે કે ઘટાડો ? આજે કવિથ ક્રિષા ને શું આપશે જવાબ ? કે રહેશે મૌન ? કાવ્યનું શું થશે ? શું છે ભૂતકાળ ક્રિષા, કાવ્યા અને કવિથનો ? મળીએ આવતાં અંકમાં..!!

(લેખકનાં દિલની વાત: પ્રેમ એ વાસનાથી ઉપર છે. વાસના એ ટૂંકાગાળા માટેની ખુશી છે જયારે પ્રેમ એ તેનાથી ઉપર, ભરપુર અને કદી ખૂટે નહિ તેવી ખુશી છે... )

તમારાં અભિપ્રાયો મારાં લખાણમાં અચૂક જોશ પુરવાનું કામ કરશે..!!
તમારો અભિપ્રાયો આવકાર્ય છે.. : jaygohil13@gmail.com