K Makes Confusion - Kavy thi kavya sudhi ni safar - 5 books and stories free download online pdf in Gujarati

K Makes Confusion ( કાવ્યથી કાવ્યા સુધીની સફર) -૫

પ્રકરણ ૫

સાંજનાં ૫ વાગવા આવ્યા હતા અને કવિથ નહેરુનગર થી ઇસ્કોન તરફ આવી રહ્યો હતો અને રસ્તા પર રહેલી વાહનોની ભીડમાં પોતાની હોન્ડાસિટી ભીડમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તેને લેફ્ટ ટર્ન લઈને વાઈડ એન્ગલ મોલ પહોંચવાનું હતું.

*****

ક્રિષા પહેલેથી જ ઇસ્કોન ક્રોસ રોડમાં ગાંધીનગરથી સરખેજ તરફ જતા ડાબી બાજુ આવતા વાઈડ એન્ગલ મોલમાં રહેલાં (કેફે.કોફી.ડે)(સી.સી.ડી) માં પહોંચી ચુકી હતી. તે કવિથ અને તે દર વખતે મળીને જે જગ્યા બેસતાં તે જગ્યા પર પહેલેથી રિઝર્વ કરેલા ટેબલ પર બેઠેલી હતી. અને વિચારી રહી હતી કવિથ સાથેના એ હસીન દિવસો..!!

***

સૌમિલ સાથે જે ઘટનાં બની એ પછી ક્રિષાને કવિથ પ્રત્યે માન વધી ગયું હતું. એ સમય પછી અંદાજીત એકાદ મહિનામાં જ કોલેજનો કલ્ચરલ ફેસ્ટ આવતો હતો. ૬ જણા એ નક્કી કર્યું હતું કે આપણે કલ્ચરલ ફેસ્ટમાં પાર્ટ લઈશું. મેડીકલ કોલેજનાં આ પહેલા જ કલ્ચરલ ફેસ્ટનાં થિએટર સેક્શનનાં એકાંકી નાટ્ય સ્પર્ધા માટે વિવાને નાટકનો કનસેપ્ટ સૂચવ્યો અને નાટક લખવાની જવાબદારી મુખ્યત્વે સાહિત્ય રસિક કવિથ પર આવી. જેમાં અન્ય દોસ્તોએ પોતાના સુચન આપ્યા. ખુશીભેર લેખક કમ કવિ એટલે કવિથએ આ જવાબદારી સ્વીકારી લીધી અને ૨ દિવસમાં કવિથ અને ગ્રુપ દ્વારા એક અનોખું પ્રણયનાટક લખવામાં આવ્યુ. જેને દિગ્દર્શન આપવાનું કામ પણ કવીથે પોતે કર્યું. નાટકમાં મુખ્ય નાયક અને નાયિકા તરીકે પણ કવિથ અને ક્રિષાની પસંદગી કરવામાં આવી. તથા તેમના અન્ય દોસ્તો પણ સાઈડ રોલમાં પોતાનો ભાગ ભજવવાના હતા.

કલ્ચરલ ફેસ્ટનો એ દિવસ, હાઉસ ફૂલ નાટ્યગૃહ, મંત્રમુગ્ધ શ્રોતાસમૂહ. સ્ટેજ પર ભજવાય રહેલું “વિલ યુ બી માઈન ? ” નામના એકાંકી નાટકનું છેલ્લું દ્રશ્ય. જેમાં પ્રોડક્શન ટીમની મદદથી સ્ટેજ પર ઉભો કરવામાં આવેલો અદભુત અને આલ્હાદક મુંબઈનો દરિયો. પોતાની અદભુત અદાકારીથી સ્ટેજ પર છવાઈ ગયેલાં બે મુખ્ય કલાકાર કવિથ અને ક્રિષા. શ્રોતાઓ શ્વાસ લેવાનું પણ ભૂલી ગયા એવા અદાકારીના અર્કથી શાંતનુંનાં પાત્રમાં રહેલ કવિથ નાટકના છેલ્લાં દ્રશ્યમાં દરિયા કિનારે ઉભા ઉભા શ્વેતાનાં પાત્રમાં રહેલી ક્રિષાને પૂછી રહ્યો હતો.

‘કે તું મારી થઇશ ? વિલ યુ બી માઈન ?’

શ્રોતાઓને શ્વેતાનાં પાત્રમાં રહેલી ક્રિષા પાસેથી જવાબનો ઇન્ઝાર હતો, તે નાટકના અંતિમ ક્ષણને રોમાંચિત બનાવતું હતું. રોમાંચનું મુખ્ય કારણ હતું કે ક્રિષા શ્વેતા નામની ‘બાજારુ ઓરત’ નું પાત્ર ભજવી રહી હતી અને શાંતનું નામના ‘જીવનથી કંટાળી ગયેલા વ્યક્તિને’ શ્વેતા સાથે પ્રેમ થઇ ગયો હતો. અલબત આ મુંબઈનાં દરિયા કિનારે બે દિવસ પહેલા મરવા આવેલો ત્યારે શ્વેતાએ જ તો તેને બચાવ્યો હતો. એવું કહીને કે મરવું તો મારે જોઈએ પણ તોય હું જીવું છું તો તું શું કામ મરે છે ?

શ્વેતા હસવા લાગી..’શાંતનું પ્રેમ...એ પણ મારી સાથે ? તું મને કેટલી જાણે છે ?’

‘નહિ જાણતો હોવ હું તને વધારે પણ બે દિવસથી પોતાની જાતને એકલી નથી અનુભવતો એટલું જ તો પુરતું છે મારા જીવવા માટે.’

‘એટલે તને મારી સાથે પ્રેમ થઇ ગયો એમ ?’

‘હા..પ્રેમ થઇ ગયો છે.’

‘હું જે પ્રકારનું કામ કરું છું એ તને ખબર છે ને?’

‘હા ખબર છે..એ તારાં મજબુરીભર્યા કામની મને બધી ખબર છે. અનુભવું છું છેલ્લાં બે દિવસથી રાતના ૪ વાગે પેલી મોટી ગાડીમાંથી ઉતરીને આ દરિયાને ચુપચાપ જે વાત કહેતી હોય છે અને અંદર અંદર રડતી હોય છે એ.’

(પહેલીવાર શ્વેતાનાં અંદરનાં સાચા આંસુને સમજવાનો કોઈ ‘માણસે’ પ્રયાસ કર્યો હતો. અલબત એ પહેલી જ વાર તો કોઈ માણસને મળી હતી બાકી એને રોજે તો ગાહ્કો મળતા હતા.)

‘બોલ, શ્વેતા, મારી થઇશ ? મને માત્ર તું જોઈએ છે..તારો પ્રેમ જોઈએ છે..હું મૂંઝાયેલા-મુરઝાયેલા-મરવા પડેલા માણસમાંથી ફરી ખીલવા માંગું છું અને તું મને સમજી શકીશ..’

પહેલીવાર કોઈએ તેની કદર કરી હતી.. પહેલીવાર તેની સામે કોઈએ પૈસા નહિ લાગણીઓ પાથરી હતી...!! જે તેનાં હૃદયને અડ્ક્યું હતું.. ‘તેનું હર્દય આજે હાફતું નોહતું, ધબકતું હતું’. શ્વેતા તે ધબકતા અને હાંફતા હર્દય વચ્ચે ફર્ક સમજી શકતી હતી. મરવા પડતા માણસને જીવાડી દઈને શ્વેતાને ફરી જીવવાનો મોકો મળ્યો હતો..! શાંતનુંને જવાબ આપવા માટે તેનું હર્દય તેને આતુર કરી મુકતું હતું..

નાટકના છેલ્લાં દ્રશ્યનો અંતિમ સંવાદ એ શ્વેતાનાં જવાબ પર હતો..આખા સ્ટેજ પર અંધારું થઇ ચુક્યું હતું..સફેદ કલરની બે ફોકસ લાઈટ્સ માત્ર શ્વેતા અને શાંતનું પર જ હતી.

શાંતનું નાં વિલ યુ બી માઈન ? નાં જવાબમાં શ્વેતા એ કહ્યું

‘હા, શાંતનું હું તારી થઇશ’

અને તે શાંતનું ને છાતી સરસી ચોટી ગઈ..તેના ગળે ચુંબન કર્યું..! ‘બેક ગ્રાઉન્ડમાં ગીત વાગ્યું “ એ ઝીંદગી ગલે લગાલે, તેરે હર એક ગમકો ગલેસે લગાયા હેના...” બે ફોકસ લાઈટ્સ એક થઇ અને એક બીજામાં ભળી ગઈ જેમ શ્વેતા અને શાંતનું ભળ્યા એમ જ..પડદો પડ્યો અને પ્રેક્ષકોની તાળીઓનો અવાજ ચારેકોર ફેલાઈ ગયો... - પ્રેક્ષકો તરફથી મળેલા એ સ્ટેન્ડીંગ ઓવેશન અને પ્રેક્ષકોની ચિચ્યારીઓએ કવિથ અને ક્રિષાનાં અભિનયને વધાવી લીધો હતો. એ દિવસે ક્રિષાને બેસ્ટ અભિનેત્રી નો પુરસ્કાર આપવામાં આવ્યો..

‘વાઉ..શું મજા આવી ગઈ કવિ...’ નાટક પૂરું થયા પછી ક્રિષા ફરી કવિથને ભેટી પડી.. અને કવિથને હર્દય સરસી ચાંપી ગઈ.

મને પણ બહુ જ મજા આવી ગઈ..ક્રીશું..તારો અભિનય ઓસમ હતો..એકદમ મસ્ત. કવીથે ક્રિષાને કહ્યું.

મેડમ ઓર્ડર..વેઈટર આવ્યો અને ક્રીશાની વિચાર શુર્ખલાનો અંત આવ્યો.

હમણાં નહિ..થોડી વાર રહીને..! ક્રીશાએ કહ્યું.

નો પ્રોબ્લેમ મેડમ..વેઈટર ત્યાંથી જતો રહ્યો.

‘એ દિવસે અભિનય કરતાં કરતાં તારી પ્રત્યે એક અનોખું આકર્ષણ અનુભવાતું હતું. શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એટલે જ પ્રાપ્ત થયો હશે..હું ઓતપ્રોત થઇ ગઈ હતી અભિનયમાં અને...!!

એટલે જ તો આજે હું આ અભિનય ક્ષેત્રમાં છું. તારા લીધે કવિથ..એ દિવસે જ તો મને ખબર પડી હતી....તે દિવસે તું મારી અંદર રહેલાં હુનરને બહાર લાવવામાં સફળ રહ્યો..અને હું આજે જે સફળતાનાં રસ્તા પર છું..તેનું મુખ્ય કારણ હું તને જ ગણું છું. યુ આર માય લકી ચાર્મ. વિચારમય ક્રિષા કેફે.કોફી.ડે માં કવિથના ઇન્તઝાર કરતી કરતી બોલી રહી હતી. પોતાના મોબાઈલ સ્ક્રીન પર રહેલો કવિથ અને પોતાનો ફોટો જોઇને મંદ મંદ ખુશ થઇ રહી હતી.. આ એજ ફોટો છે જે...!!

***

ક્રિશાને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યાં પછી આંખુ ગ્રુપ ખુશ હતું..કોલેજમાં રાત્રે ૧૦.૩૦ જેટલા વાગ્યા હતા અને કોલેજ પ્રાંગણમાં ૬ જણા ચીચ્યારીઓ પાડીને ખુશી વ્યકત કરી રહ્યાં હતા. શિયાળાની રાત હતી. ત્યાં ક્રિષાએ ગ્રુપને રાતે અમદાવાદમાં ક્યાંક ફરવા જઈએ મતલબ નાઇટ આઉટ કરીએ તેવો પ્રસ્તાવ ગ્રુપ સામે મુક્યો.

‘પણ આટલી રાતે ?’ કવીથે પ્રશ્ન પૂછ્યો.

‘હાસ્તો એમાં શું થઇ ગયું. આજે રાતે સાથે મળીને સેલીબ્રેશ્ન કરીએ.’ ક્રિષા એ કહ્યું.

‘અરે અમે તો હોસ્ટેલમાં રહીએ છીએ અમને વાંધો નથી પણ તમે ગર્લ્સ. તમારે ઘરે જવાનું હશે કે નહિ..પછી રાતે ૩ ૪ વાગે ક્યાં જશો. ?’ વિવાને ચિંતા દર્શાવી.

‘મારા ઘરે.. હું એમ પણ આજે ઘરે એકલી છું એટલે ક્રિષા મારા ઘરે રાત્રે આવી જશે તમે અમને મારા ઘરે ઉતારી દેજો’ શ્રુતિએ પ્રતિઉત્તર આપ્યો.

હું અને ફેનિલ નથી આવતાં..બંને બહુ થાકી ગયાં છીએ. મીતે કહ્યું

લો થઇ રહ્યુંને ગ્રુપમાં આજ પ્રોબ્લેમ છે. શ્રુતિએ મોઢું મચકોડ્યું.

‘તો આપણે ચાર જઈએ. એમાં શું છે.’ ( ક્રિષાને તો કવિથ સાથે સમય પસાર કરવો હતો.) ક્રિષાએ કહ્યું.

‘હાં મને કઈ પ્રોબ્લેમ નથી. પણ જઈશું ક્યાં ? માણેક ચોક ? ’ શ્રુતિએ કહ્યું.

‘નાં યાર એકદમ શાંત જગ્યા એ...જ્યાં આપણે મસ્તી કરી શકીએ.’ ક્રીશાએ કહ્યું.

‘બધાં સાથે જ જવું હોય તો કાલે જઈએ..’ કવીથે કહ્યું.

‘નાં જવું તો આજે જ છે. અને આજે જ જઈશું બસ..આજની આ ઉત્સુકતાને ખતમ નથી કરવી મારે બસ..’ક્રિષા એ જીદ પકડી.

‘અરે પણ...’કવીથે કહ્યું.

અરે બરે કઈ જ નહિ..મારે આજે જવું છે એટલે જવું છે..તારે આવવું જ પડશે..એમ કહી ક્રીશાએ કવિથનો હાથ પકડ્યો.

ક્રિષાની જીદ આગળ કવીથે હારવું પડ્યું, દર વખતે જેમ હારતો એમ જ.

અને એ પછી સોલાથી ( ગવર્મેન્ટ મેડીકલ કોલેજ) વિવાનની કાર લઈને શિયાળાની રાતે લગભગ ૧૧.૩૦ વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર જવા માટે રવાના થયા..જે વિસ્તાર એમ મોટો એટલે લોકોની ચહેલ પહેલ એમ ઓછી પણ એકદમ શાંત અને મજાનો હતો.

સોલા (ગર્વમેન્ટ મેડીકલ કોલેજ)થી ગોતા થઇને સરદાર પટેલ રીંગ રોડ પર વિવાનની ગાડી તીવ્ર ઝડપે દોડતી હતી. થોડો સમય રહીને ઇન્દિરાબ્રિજથી ડાબી બાજુ વળાંક લઈને તેઓ એરપોર્ટ સર્કલ પર પહોચ્યા જ્યાંથી ડાબી બાજુ વળાંક લઈને ગાડી ઇન્ટરનેશનલ એરપોર્ટ ગેટ નંબર ૨ તરફ આગળ વધી. જ્યાં પાર્કિંગ ચાર્જીસ પે કરીને વિવાને ગાડી પાર્કિંગમાં મૂકી. રાતના લગભગ 12 વાગ્યા જેવું તે ચાર એરપોર્ટ પ્લેટફોર્મ પર બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા. તેમના નાટકનાં રીહર્ષલનાં દિવસોને વાગોળી રહ્યા હતા. રાતનાં ઉજાગરા, સ્ટેજ પર મુકવા માટે સેટ તૈયાર કરવામાં પડેલી મુશકેલીઓ, મ્યુઝીક, લાઈટ્સ અને થાકતા થાકતા કરેલી અનેક મસ્તીઓ અને આવેલી મજા ..!! ત્યાં જ

કોફી પીવી છે ? વિવાને પૂછ્યું.

હા, યાર પીવી પડશે.. કવીથે વિવાનને પ્રતિઉત્તર આપ્યો.

‘મારે પણ પીવી છે..’ ક્રિષાએ કહ્યું.

‘અને મારે પણ’ શ્રુતિએ બોલી

એ લોકો જ્યાં એરપોર્ટ પર બેઠાં હતા ત્યાંથી થોડે દુર એક કોફી સ્ટોલ દેખાતો હતો.

‘ત્યાં જઈશું ? જ્યાં પેલો એક કોફી સ્ટોલ દેખાય છે. બાકી બધે તો નાસ્તા માટેનાં સ્ટોલ છે.’

‘નાં યાર એટલું બધું કોણ ચાલે’ ક્રિષા બોલી ઉઠી.

‘કોફી પીવી હોય તો ચાલવું તો પડે ને’ શ્રુતિએ કહ્યું.

જાડી જા તું મારા માટે લઇ આવ. પછી બધાં સાથે પી લઈશું.

સારું, મહારાણી શ્રી ક્રીશાદેવી, શ્રુતિએ કહ્યું અને બધાં ક્રિષા પર હસવા માંડ્યા.

વિવાન, મારી સાથે આવે છે ?.

હા ચાલ,

શ્રુતિ અને વિવાન કોફી લેવા જતાં રહ્યા..

‘બહુ ઠંડી લાગે છે યાર’ ક્રિષાએ કવિથને કહ્યું.

મને તારી આજ વાત નથી ગમતી ક્રીશું, જયારે હોય ત્યારે થાક લાગે, ઠંડી લાગે, ગરમી લાગે. હોય તો લાગે તો ખરી જ ને.

હા હવે હોય તો લાગે. મને પણ ખબર પડે છે.મારા ઉપર ગુસ્સે નાં થા..આટલી નાની વાતમાં. ક્રીશાએ મોઢું મચકોડ્યું.

ક્રીશાએ સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. જે નાટકમાં અંતિમ દ્રશ્યમાં હતો તે જ ડ્રેસ પહેરીને તે બહાર નીકળી ગઈ હતી...રાતનો સમય હતો અને તેને ઠંડી પણ લાગતી હતી..

કવિ, બહુ જ ઠંડી લાગે છે, યાર તારાં જેકેટમાં થોડી જગ્યા આપ.

તારે જેકેટ પહેરી લેવું જોઈતું હતું ને, તું બહુ જ કેરલેસ છોકરી છે, પછી બીમાર પડીશ અને કોલેજનાં પ્રેક્ટીકલ પડશે તો ?

તું છે ને શીખવવા માટે એમ કહી ક્રિષા એ કવિથ સામે આંખ મારી.

હા હવે બહુ ડાહ્યી નાં થા..

લે મારું જેકેટ પહેરી લે એમ પણ મેં ફૂલ સ્લીવ શર્ટ પહેરેલો છે.

કવીથે ક્રિષાને જેકેટ કાઢીને પહેરવા માટે આપ્યું.

ક્રિષાએ જેકેટનો એક ભાગ તેના ખભા પર રહે અને બીજો ભાગ કવિથનાં ખભા પર રહે એવી રીતે જેકેટને રાખ્યું..જેથી તેને પણ ઠંડી ઓછી લાગે અને કવિથને પણ..!! એ સાથે જ તે કવિથને એકદમ ચિપકીને બેસી ગઈ.

‘હાશ હવે ઠંડી ઓછી લાગે છે..કવિ..’ ક્રિષાએ કહ્યું..

મને પણ..એવું કહીને કવીથે આંખ મારી..

અને બંને જણા હસવા લાગ્યા.

‘એક સેલ્ફી લઈએ’ આજનો દિવસ મને હંમેશા માટે યાદ રહેવો જોઈએ.

ક્રિષાએ મોબાઈલ કાઢ્યો અને કવિથનાં ગાલ તરફ પાઉટ કરીને એ રાત, એ ‘ક્રિષાની ફેવરેટ મોમેન્ટ’ ક્રિષાએ પોતાના મોબાઈલનાં ફ્રન્ટ કેમેરા થ્રુ સેવ કરી લીધી.

***

એકદમ મસ્ત અને યાદગાર..પોતાના મોબાઈલની સ્ક્રીન પર રહેલો તેનો ફેવરેટ બની ગયેલો એ ડિસ્પ્લે પિક જે તેના મોબાઈલની સ્ક્રીન પર છેલ્લાં બે વર્ષથી કાયમ રહેતો. તેના પર હાથ ફેરવતા ફેરવતા તેણે એક મસ્ત સ્માઈલ આપી.


****
થોડા સમય પછી કવીથે પોતાની હોન્ડા સિટી વાઈડ એન્ગલ મોલમાં નીચે પાર્ક કરે છે પોતાની ડાયરી લે છે અને ઉપર રહેલાં સીસીડીમાં જાય છે. ક્રિષાએ ત્યાં પહેલીથી જ બેઠેલી હોય છે. મરુન કલરના ફ્રોકમાં આજે તે ખુશ લાગી રહી હતી. કવીથને જોઇને તેની એક્ષાઇટમેંટ બમણી થઇ ગઈ અને આજુબાજુ રહેલા લોકોની પરવા કર્યા વગર કવીથને ભેટી પડી. કવિ થેંક્યું ફોર કમિંગ.!!