Chand ka tukda - 2 books and stories free download online pdf in Gujarati

ચાંદ કા ટુકડા - 2

ચાંદ કા ટુકડા -૨

નિધીએ જે કર્યું એ જોયા પછી અનુએ એના તરફ મોં ચડાવી લીધું..
નિધીએ ગ્રોસરી ભેરલું બેગ એના હાથમાં આપ્યું.. અને સ્ફુટી સ્ટાર્ટ કરી એને બેસવા કહ્યું..
અનુ ચૂપચાપ એમ જ બેસી ગઈ..
રસ્તામાં નિધીએ એનો સેડ મૂડ જોયો એટલે પૂછ્યું..
''શુ થયું યાર..?''
પણ અનુ એ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો..
એટલે નિધિ સીધી જ મુદા પર આવી..
''કોણ હતો એ લુખ્ખો..?''
આટલું સાંભળતા જ અનુ ને એના પર ગુસ્સો આવ્યો..
''ખબરદાર.. ખબરદાર જો એને લુખ્ખો કહ્યો છે તો.. જીજાજી છે એ તારો..''
નિધિને કઈ જ સમજાયું નહીં..
''જીજાજી, અને એ..!!! આ બધું ક્યારે થયું..?''
અનુએ એમ જ એની સામે મોં ચડાવી રાખ્યું.. એટલે નિધિએ એની માફી માંગી..
''અરે.. બાબા સોરી... મને ખબર નોહતી બસ.., પણ કહે તો ખરે આ બધું શુ છે..''
અનુ ના ચહેરા પર ફરી એક સ્માઈલ આવી ગઈ.. એવી જ જેવી હમેશા રહેતી..
''હું તને નોહતી કહેતી.. કે મને સપનામાં એક છોકરાનો ચહેરો દેખાયા કરે છે..''
''હા, અત્યાર સુધીમાં લગભગ સો વાર કહી દીધું છે તે..''
''આ એ જ ચહેરો હતો..''
નિધીને આ જાણીને મસ્તી સુજી..
''શુ વાત કરે છે.. જીજાજી એ આજે સાચે જ દર્શન દીધા..''
''હા આ એ જ તો છે..મને ખબર જ હતી કે એકના એક દિવસ એ મારી સામે આવશે જ.. અને આજે..''
''તું પણ પાગલ છે સાવ.. આવું તો કઈ હોતું હશે..''
નિધીએ એની વાત મજાકમાં લીધી..
આ તરફ.. રોકી આગળ ભાગતા ડેવિડને પકડવાનો જ હતો ત્યાં જ એક ટ્રેકે..
ડેવિડને એની નજર સામે કચડી નાખ્યો..
એ જોઈ એને બહુ જ ગુસ્સો આવ્યો.. પછી એણે પોતાના ગુસ્સા પર થોડો કંટ્રોલ કર્યો..
* * *
''યાર તારે મારી હેલ્પ કરવી છે કે નહીં..?''
નેક્સ્ટ દિવસે સવારે કેન્ટીનમાં અનુ એ નિધીને ફાઇનલી પૂછ્યું..
નિધી કઈ સમજી નહીં..
''આમાં, શુ મદદ કરું તારી બોલ..''
''એ જ કે પેલો છોકરો કોણ છે..''
''એ મને કેવી રીતે ખબર યાર.. હું તો એને ઓળખતી પણ નથી.''
''આમ તો તને કોલેજમાં દરેકની ખબર હોય છે..?''
''હા પણ યાર એ આપણી કોલેજમાં થોડો છે..''
''તો તું મારી કોઈ મદદ નહીં કર એમ..?''
''મેં એવું ક્યાં કહ્યું યાર..''
''તો પછી ક્યારે ખબર આપીશ એના વિશે..?''
''થોડો સમય લાગે યાર..''
''ચાલ આ થઈને વાત..
તું એને શોધ હું લાઈબ્રેરી જઇને આવું..''
એને એક હગ આપી અનુ લાઈબ્રેરી નીકળી ગઈ..
આ તરફ નિધી માથું પકડીને બેસી ગઈ.. ક્યાંથી લાવું માહિતી..
* * *
સાંજે રોકી પોતાની બાલ્કનીમાં કોઈ સાથે ફોન પર વાત કરતો હતો એ જ વખતે.. સામેના હાઇવે પરથી પસાર થતી નિધીનું ધ્યાન એના પર ગયું..
''અરે આ તો એ જ છે...''
એણે સ્ફુટી સાઈડમાં ઉભી રાખી અને પોતાના મોબાઈલથી એની એક બે પિક્ચરો ક્લિક કરી..
અનુ તારું કામ થઈ ગયું.. એણે રોકીની ફોટો ક્લિક કરી એ જ વખતે રોકીનું ધ્યાન એના પર ગયું..એણે નિધીને રોકવા બાલ્કનીમાં થી મોટેથી અવાજ લગાવ્યો..
''હેય.. ઉભી રે..''
એનો એવો પહાડજેવો અવાજ સાંભળી નિધી એકદમ ડરી ગઈ અને ફટાફટ પોતાની સ્ફુટી સ્ટાર્ટ કરી ભાગવા લાગી.. એને જતી જોઈ રોકીએ એને પકડવા છેક દસેક ફૂટ ઉપરથી છલાંગ લગાવી..
નિધીએ પાછળ ફરી જોયું તો એ એની પાછળ દોડી રહ્યો હતો...
ડરની મારી એ બબડતી હતી
''અનુ તારે લીધે આજે નક્કી હું મરીશ..''
નિધીએ સ્ફુટીની સ્પીડ વધારી અને આખરે એ રોકીને પાછળ છોડી આગળ નીકળી ગઈ..
* * *
''અનુડી, તારે લીધે આજે હું મરતા મરતા બચી..''
સાંજે નિધિએ અનુને આ વિશે કહ્યું.. અનુ કઈ સમજી નહીં..
''મરતા મરતા બચી એટલે..? તું ઠીક તો છે ને..?''
''પેલો તારો.. રોમિયો આજે મને મારવા પાછળ પડ્યો હતો..''
આ સાંભળી ને.. અનુ તો એકદમ ખુશ થઈ ગઈ..
''શુ વાત કરે છે.. તું મળી એને.. શુ કરે છે એ ? ક્યાં રહે છે..? બોલ ને.''
નિધિને એના પર ગુસ્સો આવ્યો
''અહીંયા હું માંડ બચી છું ને તને એની પડી છે...''
''સોરી, યાર પણ તું એને જેવો સમજે છે એ એવો નથી.. મને એ કહે તું એનું એડ્રેસ લાવી..''
નિધી ને ખરેખર ગુસ્સો આવ્યો..
''તારી સાથે તો વાત જ કરવી બેકાર છે.. ''
અને ગુસ્સામાં એના હાથમાં ફોન પકડાવી ચાલી ગઈ..
''મનોહર કોલોની ત્રીજાનંબરનો બંગલો આમાં એના ફોટા પડ્યા છે.. જોઈ લે..''
અનુ એ એને રોકવાનો પ્રયાસ પણ ના કર્યો અને ફોન લઈ ફટાફટ ગેલેરી ઓપન કરી તાજેતરમાં ક્લિક કરેલા ફોટોસ જોવા લાગી..
આ તરફ રોકીનો બેસ્ટફ્રેન્ડ હાર્દિક આવ્યો એને મળવા
''કેમ કેપ્ટન, કેમ બે ચાર દિવસથી દેખાતો પણ નથી.''
''અરે.. યાર આ ડેવિડ ને લધે.. સાલો હાથમાં આવે એ પહેલાં જ..''
''શુ થયું.. ઓલ ઓકે..?''
વાતને બદલાતા એણે કહ્યું
''યા.., છોડ એ બધું ગુડ ન્યુઝ એ છે કે.. આ બધી લપમાં હું એક સુંદર છોકરી સાથે અથડાયો..''
હાર્દિક એની સામે જોઈ રહ્યો..
''છોકરી..!! શુ વાત કરે છે..? કોણ છે એ ?''
''ખબર નહી.. પણ એ દિવસે ડેવિડ પાછળ ભાગતા ભાગતા અજાણતા જ હું એની સાથે અથડાય ગયો..''
''શુ કમાલની આંખો હતી એની.. કે હું તો એમાં જ ડૂબી ગયો..''
એને એમ જ થોડો શરમતો જોઈ હાર્દિક એની નજીક આવ્યો..
''ઓહ.. ઓહો.. ભાઈને પ્રેમ થઈ ગયો એમ..''
''હા યાર, એ દિવસે એ મારી સામે આવી ને પછી તો બસ એ અને હું.. બીજું બધું તો માનો એકદમ સ્થિર જ થઈ ગયું..''
હાર્દિકે એની પીઠ પર ધબો મારતા કહ્યું..
''બકા, તું તો સેટ થઈ ગયો.. હવે આગળ શું કરવાનું.. એનું ઘર શોધો એટલે આગળની કાર્યવાહી કરીએ..''
''એ જ તો.. યાર.. કાલે મને એની સહેલી દેખાણી અહીંયા જ બહાર જ પોતાની ગાડી પર ઉભી હતી..
મને થયું કે એને મળી ને એની સાથે વાત કરું એ કદાચ કોઈ હેલ્પ કરે..''
હાર્દિક એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો..
''તો.., તો એણે ના પાડી કે શું..?''
''અરે યાર એને મળું એ પહેલાં જ એ અહીંથી ભાગી.. મને તો એ જ ના સમજાણુ કે એ મને જોઈ ભાગી શુ કામ રહી છે..
એને મળવું જરૂરી હતું એટલે હું પણ એની પાછળ ભાગ્યો પણ..''
એની વાત સાંભળી હાર્દિક મોટેથી હસી પડ્યો..
એ કઈ સમજ્યો નહીં..
''અરે ભાઈ ચોરની પાછળ પોલીસ દોડે એ રીતે તું એની પાછળ ભાગ્યો હોય તો એ ડરવાની જ છે ને.. શુ જરૂર હતી ઉપરથી રેલિંગ કુદી એની પાછળ ભાગવાની..''
''એક મિનિટ.. તને કેવી રીતે ખબર કે હું એની પાછળ રેલિંગ કૂદીને ભાગ્યો હતો..''
હાર્દિક ફરી હસ્યો.. અને ચોખવટ કરતા કહ્યું..
''અરે યાર હું કાલે તને મળવા આવ્યો ને તું મારી નજર સામે રેલિંગ કુદી પેલીની પાછળ દોડ્યો.. પછી તો પેલી...''
એને રહી રહીને બધું સમજાણુ..
''ખોટું થઈ ગયું યાર આ તો..''
* * *
TO BE CONTINUE..