Chand ka tukda - 3 books and stories free download online pdf in Gujarati

ચાંદ કા ટુકડા - 3





નિધી અનુથી વધારે સમય નારાજ નોહતી રહી શકતી.. એટલે એ આ બધું ક્યારે ભૂલી ગઈ એની એને પણ ખબર ના રહી..
અનુ એ જયારે એને આ વિષયમાં પૂછ્યું ત્યારે એણે પાછલી બધી જ નારાજગી ભૂલી એની મદદ કરવાનું વિચાર્યું..
''યાર, એક કામ કર.. એના ઘરે એક લેટર મોકલ..''
''લેટર.. અરે ઈન્ટરનેટ નો જમાનો છે ને તું મને..''
નિધીએ એની વાત કાપતા કહ્યું..
''તારો આ મિસ્ટર ગુમનામ મને ઈન્ટરનેટમાં ક્યાંય ના મળ્યો એટલે જ કહું છું લેટર એકમાત્ર રસ્તો છે એની સુધી તારી વાત પોહચાડવાનો..''
''ઓકે, વાત તો તારી સાચી.. પણ લેટરમાં શુ લખું...?''
''એક કામ કર.. એક સરસ ફોટો સાથે લખ કે..
જયારથી તમને જોયા પછી મને તમારા સિવાય કશું દેખાતું જ નથી.. હું તમારા પ્રેમમાં જાણે સાવ પાગલ થઈ ગઈ છું.. ''
બસ બસ.. અનુએ એને આગળ બોલતા રોકી..
''આગળ શું લખવું એ મને ખબર છે હો મેડમ..''
નિધિએ એની સામે મજાકમાં આંખ મારી..
''સમજી ગઈ ને..''
આ તરફ રોકીના હાથમાં એક બેનામી લેટર આવ્યો..
લેટર ખોલ્યો તો એમાં એક કાગળ હતો..એણે કાગળ ખોલ્યો તો એમાંથી એક ફોટોગ્રાફ નીચે સરકયો..
ફટાફટ એણે ફોટોગ્રાફ ઉઠાવી જોયો..
એ જ સુંદર છોકરી જેની સાથે એ બે દિવસ પહેલા અજાણતા જ અથડાયો હતો..
એને જેની તલાશ હતી એ જ છોકરી નો લેટર એને આમ સામે થી મળશે એવું તો એણે ક્યારેય સપનેય નોહતું વિચાર્યું..
એણે લેટર વાંચ્યો..
અનુ લખતી હતી કે..,
''ખબર નથી તમે કોણ છો.. પણ સાચું કહું તો કેમ જાણે મને સતત એવું લાગ્યા કરે છે કે હું તમને વર્ષોથી ઓળખું છું.. તમારી સાથે જાણે કોઈ જૂનો નાતો છે મારો..
અત્યાર સુધી તો તમને બસ સપનામાં જ દીઠયા હતા.. તમે રોજ મારા સપનાઓ માં આવતા.. મારી ઊંઘ ચોરી જતા..
મારો આ આવો લેટર વાંચી તમને કદાચ મારા પર હસવું આવતું હશે.. કે પછી થતું હશે કે કોઈ પાગલે તો લેટર નથી મોકલ્યો ને..
ખેરખર આ મારું પાગલપન જ છે.. કે એ દિવસે અચાનક તમને સામે જોયા અને તમને જોયા પછી સીધો જ તમારા ઘરે આ લેટર મોકલવાની હિંમત પણ કરી.. આટલી હિંમત શાયદ કોઈ નોર્મલ છોકરીમાં તો ના જ હોય ને..''
આ વાક્ય વાંચતાની સાથે જ રોકી ના ચહેરા પર સ્મિત ફરી વળ્યું...
અને એ છેલ્લે લખતી હતી..,
''લેટર સાથે હું મારી એક ફોટોગ્રાફ પણ મોકલું છું.. એટલા માટે જ કે અત્યાર સુધીમાં તો તમને શાયદ મારો ચહેરો ભુલાઈ પણ ગયો હશે..
એ ફોટોગ્રાફ જોયા બાદ એ પત્રના જવાબમાં એટલું જરૂર લખજો કે હું તમને કેવી લાગી..
એક શબ્દમાં તો એક શબ્દમાં સહી એ ફોટાને, એ ચહેરાને એક નામ તો આપજો..
તમારી..
આગળ છેલ્લે કોઈ નામ નો ઉલ્લેખ નોહતો કર્યો..
આ લેટર વાંચી જ્યારે હાર્દિક એને ત્યાં આવ્યો ત્યારે રોકીએ એને બતાવ્યો ને એ બધું વાંચી ને એ તો હસી હસી ને બેવડો જ વળી ગયો..
''શુ છે યાર આ.. આવી રીતે કોણ પ્રેમનો ઇઝહાર કરે.''
રોકીએ એને સમજાવ્યો..
''યાર પ્લીઝ..આપણે આ રીતે કોઈની ફીલિંગ્સ ની મજાક ના કરવી જોઈએ.. ''
અનુ એ મોકલેલા લેટરના જવાબ સ્વરુપે આવેલો રોકીનો નામી પત્ર નિધીએ અનુના હાથમાં મુક્યો..
''લે મેડમ, તારો જવાબ આવી ગયો..''
અનુએ ફટાફટ પત્ર ખોલ્યો..
રોકી લખતો હતો,
''તમારો લેટર મને મળ્યો.. તમે કહ્યું હતું ને કે તમારા ચાંદ જેવા ચહેરાને કોઈ નામ આપજો તો એના જવાબમાં હું તમને એક સંબોધન આપું છું.. ''ચાંદ કા ટુકડા..''
TO BE CONTINUE..
* * *
@author.paresh