Kalyugna ochhaya - 31 books and stories free download online pdf in Gujarati

કળયુગના ઓછાયા - ૩૧

રૂહી હોસ્ટેલ પર આવે છે...આસ્થા સુઈ ગઈ હતી...સ્વરા પણ તેના રૂમમાં નથી....એ રૂમમાં જુએ છે કે અનેરી બેડ પર આડી પડેલી હતી...પણ તે સુતેલી હોય એવું ન લાગ્યું....

તેને અત્યારે અનેરી માટે બહુ દુઃખ થાય છે. અને એમાં પણ એનો કંઈ જ વાંક નથી એટલે...એના મનમાં તો કદાચ શ્યામ માટે અત્યારે કેટલી નફરત થઈ ગઈ હશે‌....એની જગ્યાએ કોઈ પણ હોય તો એવું જ થાય.

તેને એક ક્ષણ માટે વિચાર આવી જાય છે કે અક્ષત માટે તેને કેટલી લાગણી છે....અને જો એ એને એવું કરે તો તેને કેટલું દુઃખ થાય એ વાત તે વિચારી પણ નથી શકતી....

તે અનેરીની પાસે પાછળથી જાય છે જેથી તેને ખબર ન પડે...તે નજીક જઈને જુએ છે ખબર પડે છે કે તે રડી રહી છે...

રૂહી : અનેરી શું થયું ?? કેમ રડે છે ?? મને તો એવું લાગતું હતું કે તુ તો ક્યારેય રડે નહી એવી નીડર છે...

અનેરી : કંઈ નહી એમ જ...

રૂહી : હુ સમજી શકુ છું કે આટલુ જલ્દી તુ મારી સાથે કોઈ વાત શેર ન કરી શકે કારણકે તુ મને હજુ એટલી ઓળખતી પણ નથી.

મને ખબર છે કે જે વ્યક્તિ આપણી જિંદગી હોય તે આપણ ને છોડી દે અને આપણો શું વાંક છે એ કહ્યા વિના તો દુઃખ ચોક્કસ થાય...પણ ક્યારેક સામેવાળાની પણ મજબુરી હોઈ શકે ને ??

અનેરી : એકદમ જ બોલી જાય છે...એવી તે શું મજબુરી??

પછી તેને યાદ આવે છે કે અનેરી ને તો કંઈ વાતની ખબર નથી તો કેમ આવું કહે છે.... એટલે એ કહે છે, રૂહી તુ કેમ આવું બોલી ??

રૂહી : કંઈ નહી પછી ક્યારેક કહીશ...પણ સાભળ આપણે આ ભુતબુતમાથી હવે મુક્ત થઈ જઈશુ...બે જ દિવસમાં....પરમ દિવસે અમાસની રાત પુરી થાય ત્યાં સુધીમાં...

રૂહીને હતુ કે તે કદાચ પોતે વિધિ માટે તૈયાર થશે અથવા કોણ કરશે એવું પુછશે પણ અનેરી એ કંઈ પુછ્યું જ નહી...

ફક્ત એટલું બોલી, હમમમ...તો તો સારું....

એટલે રૂહી હવે તેને વધારે હેરાન કરવા નથી ઈચ્છતી એટલે તે તેના બેડ પાસે જઈને બેસી જાય છે...તે અક્ષતે આપેલુ ટોપ અને બ્રેસલેટ જોવે છે અને મનોમન ખુશ થાય છે....તે ફરીથી સાચવીને બોક્સમાં મુકવા જાય છે ત્યાં જ બોક્સ હાથમાંથી નીચે પડે છે અને અવાજ થતાં આસ્થા ઝબકીને એકદમ ઉઠી જાય છે......

                     *.      *.      *.       *.      *.

શ્યામ આજ સવારથી નાસ્તો કરીને આવ્યા પછી તેના બેડરૂમમાં જ છે...તેને લન્ચ માટે પણ ના પાડી હતી ઘરમાં...અનેરી સાથે સગપણની ના પાડ્યા પછી તેને બહુ દુઃખ થતુ હતુ....અને હજુ પણ છે...પણ કોણ જાણે કેમ આજે તેને એમ થાય છે કે હુ અનેરી પાસે જતો રહુ....વીતેલુ બધુ ભુલી જઈને ફરી એક થઈ જઈએ તો...

પણ દાદાજી તો ક્યારેય નહી માને...અને આજ સુધી ઘરમા કોઈની હિંમત  નહોતી કે દાદાજી સામે કંઈ બોલે.... લોકોનુ તો ઠીક ચાર દિવસ બોલીને ભુલી જશે....પણ અનેરી ?? એ હવે આ સંબંધ થોડો સ્વીકારશે?? એના પરિવારવાળા ??

પણ આજે તે કંઈ હિંમત હારે એમ નહોતો....તે ઘણુ બધુ વિચાર્યા પછી આખરે એક નિર્ણય કરી દે છે....

પછી તે મગજ શાંત કરીને એક પુસ્તક કાઢીને કેટલાક પેજ વાચે છે‌....અને એક વિધિ જુએ છે....આ વિધિ એ પણ પહેલી વાર કરવાનો છે....

એ પુસ્તકમાં અમુક એવી વિધિ હોય છે છે અમુક અણીના સમયે કટોકટી મા જ કરવાની હોય.... જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે.....કારણ કે તે જેટલી વધારે અસરકારક હોય તેટલી જ જો એમાં કંઈ પણ ચુક થાય તો જીવનુ પણ જોખમ હોય....

તે બધુ જ શાંતિથી આગળ શું કરવુ એ નક્કી કરીને અક્ષતને ફોન કરે છે.....અને કહે છે, હુ કાલે વિધાનગર આવું છું.....

અક્ષત : સાચે ?? મને તો એમ કે તુ અહીં આવવા હવે તૈયાર નહી થાય....

શ્યામ : મને પણ એવું જ હતુ....પણ બહુ વિચાર્યા પછી આખરે મે એક નિર્ણય લીધો છે....અને હુ ત્યાં આવું છું....બધુ જ હવે સારૂ થઈ જશે....

ચાલ આવજે....કાલે મળીએ....

અને અક્ષત વધારે કંઈ પુછે એ પહેલાં શ્યામ ફોન મુકી દે છે‌

                   *.      *.       *.     ‌‌ *.       *.

શ્યામ સાથે વાત થયા પછી અક્ષત એકદમ ખુશ થઈ ગયો ‌...આખરે હવે આ આત્માની ઝંઝટમાંથી રૂહીને મુક્તિ તો મળશે....આવી ત્યારથી બિચારી ભણવાનુ જાણે સાઈડમાં મુકીને આ બધામાં ફસાઈ ગઈ છે.....

પછી તે રૂહીને ફોન કરીને જણાવે છે પણ અનેરી ને આ બાબતે કંઈ જ ન જણાવા કહે છે....

અક્ષત : પણ આ વિધિ તો તારા રૂમમાં તારા બેડ પાસે જ કરવી પડશે....પણ શ્યામ તારી હોસ્ટેલમાં આવશે કઈ રીતે ??

રૂહી : શ્યામ જ આવશે ?? તુ નહી આવે ??

અક્ષત : તુ કેવી વાત કરે છે બકા એને આવવા મળશે તો હુ આવીશ ને ??

રૂહી : હમમમ...તો બરાબર.....ચાલ હવે મોડા વાત કરીશ...બાય કરીને ફોન મુકે છે....

                 *.       *.       *.       *.      *.

રૂહી બધી વાત આસ્થા અને સ્વરાને કહે છે....પણ શ્યામને ગર્લ્સ હોસ્ટેલ મા લાવવો કઈ રીતે ??

સ્વરા : આપણી બારીમાંથી....ત્યા સ્લાઈડ્સ છે બાકી તો ખુલ્લુ છે...

આસ્થા : એને પગથિયાં ચડીને નથી આવવાનુ ?? આપણે બીજા માળે છીએ એ તો ખબર છેને ?? એટલે ઉપર કેવી રીતે ચઢીને આવે ?? કંઈ થાય તો??

રૂહી : આવી રીતે ના લવાય... કંઈ થાય તો...અનેરી આપણને મારી નાખશે...

આસ્થા : અને વળી અક્ષત પણ સાથે હોય એટલે રૂહીમેડમ જરા પણ જોખમ ના લે...સાચી વાતને સ્વરા??

રૂહી : તમે બંને છો ને... તમારે મને હેરાન જ કરવી હોય... અમારી વચ્ચે એવું કંઈ નથી.

સ્વરા : હા છે તો નહી... કારણ કે બે જણા પોતાની લાગણીઓ એકબીજાને કહેતા નથી તો શું થાય ??

રૂહી : શું કહુ મને જ કંઈ સમજાતું નથી તો....મને ક્યાં ખબર છે એના મનમાં મારા માટે કંઈ છે કે નહી...એક જણના પસંદ કરવાથી શું થાય !!

આસ્થા : એ તારી એટલી કેર કરે છે...એ ઓછું છે બાકી કોણ તારા માટે રજા પાડીને મોડાસા સુધી જાય...તારા માટે આટલું કરે...હુ તો એને એક જ વાર મળી છું પણ મે એને જે રીતે તારી કેર કરતા જોયો હતો મને તો લાગ્યું જ હતુ....કે તારો ફ્રેન્ડ જ નથી પણ એના કરતાં બહુ વધારે છે...બાકી મમ્મી-પપ્પા સિવાય કોઈ આટલું બધુ કોઈના માટે ના કરે....

રૂહી : ખબર નહી....એને એવું કંઈ હશે તો એ કહેશે ને ?? બાકી સામેથી હુ કંઈ પણ એવું કહીને અમારી આટલી સારી ફ્રેન્ડશીપ બગાડવા નથી માગતી...

એ જવા દો યાર... અત્યારે નસીબમાં હશે તો મળશે જ....પણ આ આપણા વ્હાલા મેડમનુ શું કરવું ??

સ્વરા : એને કોઈ એવુ નજીકનુ સગુ પણ નથી કે તેને કોઈને કંઈ થયું છે કહીને બહાર મોકલી શકાય....

આસ્થા : તેને કંઈક રીતે થોડીવાર માટે બેભાન થઈ જાય એવું કરીએ તો....

રૂહી : યાર એવું કરવામાં ક્યાંક પકડાઈ જઈશું....તો કંઈ કરતા પહેલાં ઘરભેગા થઈશું...બીજુ કંઈ વિચારીએ....

થોડીવાર બધા વિચારતા હોય છે ત્યાં રૂહી કહે છે મને એક મસ્ત આઈડિયા આવ્યો છે...એ પછી એ આપણને સામેથી મદદ કરશે...

શું હશે રૂહીનો આઈડિયા ?? શું એ આઈડિયા કામ કરશે ?? અને શું હશે શ્યામનો એ નિર્ણય ?? અને જે વિધિ શ્યામ  પણ પહેલી વાર કરવાનો છે તે ખરેખર સફળ થશે કે કોઈ નવી મુસીબત આવશે ?? અનેરી શ્યામને મદદ કરશે કે શું આવે છે નવો રોમાંચ.....

જાણવા વાચો, કળયુગના ઓછાયા -૩૨

બહુ જલ્દીથી.........મળીએ એક નવા ભાગ સાથે..........