Adhuro Prem - 5 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - 5

આગળ જોયું કે કાયરા અને જય એકબીજા ને પ્રેમ કરતા થઈ જાય છે અને જય કાયરાને પ્રપોઝ કરે છે અને કાયરા તે સ્વીકારે પણ છે. જ્યારે જય કાયરાને ઇન્ડિયા જવા ની વાત કરે છે ત્યારે કાયરા તેની વાત પર ધ્યાન આપતી જ નથી. હવે તેમના પ્રેમ ની નિશાની આવવાની છે.

જય :"હા....તું પ્રેગનેટ છે."

કાયરા અને જય બંને ખુશ થઈ ગયા.અને જય તેને ભેટી પડયો.

"હું કેટલો ખુશ છું તને કહી નથી શકતો....આઇ લવ યુ કાયરા..." જય એ કહ્યું.

" હા...જય આપનું બેબી આવવાનું છે.... મને તો વિશ્વાસ જ નથી થતો."કાયરા એ કહ્યું .

કાયરા ની મમ્મી દરવાજા પાસેથી બધું જોતી હતી.

જય નાં ગયા પછી કાયરાની મમ્મી રૂમ માં આવી.

મમ્મી(ગુસ્સેથી) : "કાયરા..., આ બધું શું છે?"

કાયરા : " શું મોમ...?"

મમ્મી : "તું પ્રેગ્નેટ છે.....?"

કાયરા :" હા...મોમ., આઇ એમ વેરી હેપ્પી...."

મમ્મી : "હેપ્પી.... તારું મગજ ઠેકાણે તો છે ને...?"

કાયરા : " હા... એમાં ખોટું શું છે.....અમે બંને એકબીજા ને પ્રેમ કરીએ છે અને અમે મેરેજ પણ કર્યા છે..."

મમ્મી : "મેરેજ...?"

કાયરા :" હા......જય એ મને એક ચેઈન પહેરાવેલી જે ઇન્ડિયન કલ્ચર મુજબ એક વાઇફ ને જ પહેરાવાય છે... ... એવી રીતે અમારા મેરેજ થઈ ગયા છે."

મમ્મી : " એટલું બધું થઈ ગયું તો તે અમને કેહવાનું પણ જરૂરી નાં સમજયું....?"

કાયરા : "ઓહ.. કમ ઓન., મોમ....એમાં કેહવા જેવું શું હતું...અને હવે ખબર પડી ગઈ છે....તો તેનો ખુશી થી સ્વીકાર કરો.. નાવ યુ બીકેમ અ ગ્રાન્ડ મધર...."

મમ્મી : "ખુશી થતે પણ ત્યારે જ્યારે જય આપના ધર્મ નો હોતે.....પણ જય એક ઇન્ડિયન છે....અને તારા દાદા ઇન્ડિયા માં રહી ને આવ્યા છે અને તે તેમની પાસે થી ત્યાં નાં હાલતો , ગરીબી અને રિવાજો જાણ્યા છે ...જે લોકો પર આપના પૂર્વજો એ રાજ કર્યું તેની તું ગુલામ બનવા માંગે છે...?"

કાયરા : "પણ મોમ હું ક્યાં ઇન્ડિયા જવાની છું....?"

મમ્મી : "તું ઇન્ડિયા નથી જવાની...પણ જય તો જશે જ ને...અને એ પાછો ન આવ્યો તો...?"

કાયરા : " મોમ...જય મારા વગર રહી જ ન શકે..."

મમ્મી : " તો સારું...પણ આ છોકરા નું શું.....એ તો જય ને લીધે હિન્દુ જ બની જશે ને..."

કાયરા : "શું કામ...! એ મારું બેબી છે.....એને હું જે શીખવીશ તે એ બનશે..."

મમ્મી : " એક વાર જય ને તો પૂછી જોજે....."

કાયરા : " હા.....મોમ! જય..... હું કહીશ એટલું જ કરશે...."

મમ્મી : " કાલે જય ને ઘરે બોલાવી લેજે...હું અને તારા ડેડ એની સાથે વાત કરીશું.."

કાયરા અને જય એક ગાર્ડન માં મળે છે.

કાયરા : "જય , મોમ ડેડ તને ઘરે બોલાવે છે."

જય: " ઓહ્...રિયલી....! જરૂર એ આપણાં મેરેજ ની વાત કરવા બોલાવતા હશે.. નઈ...!

કાયરા મન માં વિચાર કરતી હતી......,"અત્યારે જ જો જય ને હું બધું કહી દઈશ તો કદાચ એ ઘરે આવશે જ નહી..."

કાયરા : "હમમ.....બની શકે."

જય : "સો ટેલ મી...., ક્યારે આવું...?"

કાયરા : " હમણાં જ.....મારી સાથે."

જય : "હેય મને ડર લાગે છે.."

કાયરા : "એમાં ડરવાનું શું...મારા પરેન્ટ્સ તારા પણ પેરેન્ટ્સ જ કેહવાય ને..!

"ડર તો મને પણ લાગે છે ખબર ની મોમ ડેડ શું કહેશે..."કાયરા મન માં વિચારતી હતી.

બંને પાર્ક માંથી નીકળી કાયરા ના ઘરે ગયા.

કાયરા નાં ડેડી જય ને કહે છે," આવ, જય....મોસ્ટ વેલ્કમ..."

જય :" કેમ છો અંકલ....?"

કાયરા નાં ડેડી : "આઇ એમ ફાઇન... અમે તને અહીં તારા અને કાયરા નાં મેરેજ વિશે વાતચીત કરવા બોલાવ્યો છે.."

કાયરા ના મનમાં થોડી શાંતિ થઈ કે ડેડ એ જય ને મેરેજ ની વાત કરવા બોલાવ્યો છે...... નહિ કે કાલે મોમ એ જે વાત કરી હતી...

જય :" હા...અંકલ, હું પણ એજ કહું છું કે હવે બેબી પણ આવવાનું છે તો અમે લિગલી મેરેજ કરી લઈએ એજ સારું..."

કાયરા નાં ડેડ : " યા..યા...પણ તે પહેલાં એક ફાધર તરીકે મારી શરતો છે તે શરતો તને માન્ય હોય તો જ હું કાયરા નાં મેરેજ તારી સાથે કરાવીશ..."

"શરતો...હવે કઈ શરતો કહેશે...." જય મનમાં વિચારતો હતો. આ બાજુ કાયરા નાં હૃદય ના ધબકારા વધી ગયા હતા તેને ડર લાગવા માંડ્યો કે શું થશે..અને જય શું કરશે..

"તમારી કઈ શરતો છે....અંકલ?" જય એ વિનમ્ર થઈ પૂછ્યું.

કાયરા નાં ડેડ : "પહેલી શરત...તારે અહીં જ લંડન માં રહેવાનું છે..ઇન્ડિયા હંમેશા માટે નાં રહી શકશે."

જય : " હા....હું તૈયાર છું પણ જ્યારે મને ઇન્ડિયા જવું હશે ત્યારે હું ઇન્ડિયા જઈશ...મને કોઈ એ રોકવું નહિ..

કાયરા નાં ડેડ : " ઓકે....બીજી શરત......આવનારા બેબી ને તારે ક્યારેય ઇન્ડિયા લઈ નહિ જવાનું..."

જય :" હા... એ પણ મને મંજૂર છે....પણ મારું બેબી જાતે જ ઇન્ડિયા જવા કહે કે જાય તો એ જઈ શકશે...આ શરત એને લાગુ ન પડશે."

કાયરા ની મોમ કાયરા નાં ડેડ ને કાન માં કહે છે, " સ્વીકારી લો...એમ પણ બેબી આપની સાથે રહેશે તો એને ઇન્ડિયા થી લગાવ થશે જ નહિ..."

કાયરા નાં ડેડ : " ઠીક છે.....ત્રીજી શરત.....તારે તારો ધર્મ ત્યજી અમારો ધર્મ અપનાવો પડશે...તારે તારી પહેચાન બદલવી પડશે..."

જય : " હું થોડી વાર કાયરા સાથે વાત કરી શકું છું....એકલા માં...?"

કાયરા નાં ડેડી : " હા... જરૂર.."

કાયરા અને જય રૂમ માં જાય છે.

જય : " કાયરા તું મને પ્રેમ કરે છે....?"

કાયરા : " આ કેવો સવાલ છે...જય ?"

જય : તું જવાબ આપ....તું મને પ્રેમ કરે છે..?"

કાયરા : "હા... અફકૉર્સ..આઇ... લવ યુ..."

જય : " તને મારી પર વિશ્વાસ છે....?"

કાયરા : " હા.."

જય : "તો ચાલ.., હમણાં જ મારી સાથે..બધું છોડી ને.."

કાયરા જય ને જોતી જ રહી ગઈ.

ક્રમશ.....