Adhuro Prem - 7 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - 7

આગળ જોયું કે જય કાયરા ને છોડી ને જતો રહે છે...તેનું હૃદય તૂટી ગયું છે. જય નદી માં કૂદવા જ જતો હોય છે પાછળ થી અવાજ આવે છે. જય.....

જય......

અજાણ્યો અવાજ સાંભળી જય પાછળ ફરી ને જુએ છે. પાછળ ડોક્ટર ઊભેલા હતા. તેમને જ જય ને બુમ મારી હતી.

"જય આ શું કરે છે...?"ડોક્ટર એ ગુસ્સાથી કહ્યું.

"જીવવાનું મારી પાસે કોઈ કારણ રહ્યું નથી એટલે હું સ્યુસાઇડ કરું છું.." જય એ ઉદાસ થઇ કહ્યું.

"કેમ....કાયરા સાથે લડાઈ થઈ...?" ડોક્ટરે જય નાં ખભા પર હાથ મૂકી શાંતિ થી પૂછ્યું.

"હા.....લડાઈ જ નહીં હું તો કાયરાને હંમેશા માટે છોડી ને આવ્યો છું..." જય એ કહ્યું.

"શું...પણ કેમ..? ડોક્ટર એ પૂછ્યું.

જય એ ડોક્ટર ને બધું જણાવી દીધું.

"મને ખબર જ હતી......આ સમસ્યા આવશે જ......પણ કાયરા આવું કરશે એ મને નાં ખબર હતી.." ડોક્ટર એ કહ્યું.

"કાયરા પણ મને સમજી ન શકી..." જય એ કહ્યું.

"મારી સલાહ માન તું ઇન્ડિયા જતો રહે....ત્યાં તારું પરિવાર છે એમનો તો વિચાર કર......એ લોકો તારી રાહ જોતા હશે.હું કાયરા નાં ઘરે જ જતો હતો એ કહેવા કે તારા વિઝા બે દિવસ માં પૂરા થઈ જાય છે અને હવે હું તને રોકી શકીશ નહી.." ડોક્ટર એ કહ્યું.

"પણ કાયરા.....?" જય એ કહ્યું.

"જેટલું હું કાયરા ને જાણું છું એ મુજબ એ તને રોકવા નહિ આવશે....એ બહુ જિદ્દી છે. એને સમજાવવું ઘણું કઠિન છે....તેમ છતાં હું એની સાથે વાત કરું છું....અને તારે સ્યુસાઈડ કરવાની જરૂર નથી.....જો એ તારા વિના રહી શકતી હોય તો તું કેમ નહીં...." ડોક્ટર એ કહ્યું.

જય અને ડોક્ટર કાયરા નાં ઘરે ગયા....જય તેના ઘર ની બહાર ઊભો રહ્યો.

ડોક્ટર કાયરા પાસે ગયા.

કાયરા : "તમે અહીં.... કંઈ કામ હતું..?"

ડોક્ટર : " હા...તું હોસ્પિટલ નહીં આવી એટલે મારે અહીં આવવું પડ્યું. હું તને એ કહેવા આવ્યો છું કે જય નાં વિઝા બે દિવસ માં પૂરા થવાના છે."

કાયરા : "શું...?"(કાયરા ઉદાસ થઈ ગઈ.)

કાયરા ડેડ :" હા....સારું જ છે એ ઇન્ડિયા જતો રહેશે..."

ડોક્ટર : "ઓહ..એવું છે...કાયરા તું ઇન્ડિયા જવાની છે એટલે....?"

કાયરા : "ના....હું નથી જવાની.....જય એકલો જ જશે...."

ડોક્ટર :"ઓહ..તો તું એવું કર કે તું જય સાથે મેરેજ કરી લે તો અહીં નાં કાનૂન મુજબ જય પણ અહીં રહી શકશે...તો તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે."

કાયરા નાં ડેડ : " એ લોકોનું બ્રેક અપ થઈ ગયું છે...એટલે જય સાથે મેરેજ કરવાનો સવાલ જ નથી આવતો."

ડોક્ટર : " કાયરા આ સાચું છે...?"

કાયરા : " હા......એને મારા કરતાં વધારે એનું કલ્ચર અને ઇન્ડિયા વહાલું છે તો એ ત્યાં જ રહે..."

ડોક્ટર : " તું એને દોષ આપે છે તો તે પણ તો એવું જ કર્યું છે ને...તું ક્યાં જયને પ્રેમ કરે છે ..?

કાયરા : " હું જય ને પ્રેમ કરું જ છું...પણ મને મારા બેબી ની ચિંતા છે....હું એની જેમ મારા બેબી ને છોડી નથી શકતી."

ડોક્ટર : "બેબી તો જય ને પણ વાહલું છે જ ......પણ મને અહીં સોચ માં ફરક દેખાય છે."

કાયરા : " તમે અહીં એની વકાલત કરવા આવ્યા હોય તો તમે જઇ શકો છો......અને એને કહેજો કે હું મારા બેબી ને રાખી શકું છું મને એની જરૂર નથી .......અને હું એને ઇન્ડિયા જતા રોકીશ પણ નહીં.....એને આવવું હોય તો શરતો સ્વીકારી લે."

ડોક્ટર : "એક વાત યાદ રાખજે જય જેવો હસ્બંડ તને અહીં તો મળશે જ નહીં.....અને તું એને પ્રેમ કહેતી હોય તો તારી ભૂલ છે તું જય ને પ્રેમ નથી કરતી.....પ્રેમ કરતી હોતે તો આવી શરતો સ્વીકારવા ક્યારેય નહી કેહતે."

ડોક્ટર જતા રહ્યા. બહાર જય ઉભો હતો.

"કાયરા માની ગઈ....શું થયું અંદર...?" જય એ પૂછ્યું.

"તું ઇન્ડિયા ચાલ્યો જા...એ જ તારા માટે સારું છે..." ડોક્ટર એ કહ્યું.

"હું એના વગર કેવી રીતે રહેવા...? હું એની શરતો માનવા તૈયાર છું.." જય એ કહ્યું.

" જય...આ તું શું કહે છે...તું તારું અસ્તિત્વ , તારા સંસ્કારો....બધું છોડી દેવા માંગે છે....આજે એક શરતો કહે છે કાલે કઈ બીજું નવું લાવશે...અને તે વિચાર્યું છે કે તારી ફૅમિલી ને આવું ખબર પડશે તો તેમનો શું હાલ થશે...તે એક એવી છોકરી માટે કે જેને તારી કોઈ ચિંતા જ નથી તેવી છોકરી માટે તારા પરિવાર ને છોડી દીધા. વિદેશ જઈ ને પોતાના દેશ ને ભૂલી ગયો એવું લોકો તારી ફૅમિલી ને કહેશે ત્યારે તને કેવું લાગશે....તું આવું સ્વીકારીને પણ કાયરા સાથે ખુશી થી નહિ રહી શકશે...મારું માન ઈન્ડિયા જતો રહે એજ તારા માટે સારું છે..." ડોક્ટર એ કહ્યું.

જય ને એક ઉમીદ જાગી હતી તે પણ તૂટી ગઈ..હવે એની પાસે ઇન્ડિયા જવા સિવાય છૂટકો જ ન હતો.બે દિવસ સુધી એને કાયરાની રાહ જોઈ પણ કાયરા ન આવી.
છેલ્લી વાર તે કાયરા ને જોઈ શકે એટલે તે એના ઘરે ગયો...પણ કાયરા નાં માતાપિતા એ જય ને ઘર માં આવવા જ નહીં દીધો...ઉદાસ થઈ ને જય દરિયાઈ બંદર પર જતો રહ્યો.

ક્રમશ.......