Indoor plant books and stories free download online pdf in Gujarati

ઇન્ડોર પ્લાન્ટ

રમેશ ચિલ્લાઈ રહ્યો હતો અને રોશની ને એને જોઈને ગુસ્સો આવી રહ્યો હતો ,: " હું એમની પાસે ના બેસી શકી એમાં આટલી બૂમો શું પાડો છો ? "

". તું જાણી જોઈને એવું કરે છે , માં એકલી પડી રહે છે . તારું મન થાય એટલે તું જતી રહે છે ." રમેશ હજી પણ બૂમો પાડી રહ્યો હતો હું

" રમેશ..." નીચે થી માં એ બૂમ પાડી.

" તું એકવાર તો જઈ જ શકે છે માં પાસે , એને પણ કોઈ કામ હોય અને એમને સારું પણ લાગે . "

" નીચે જાઓ તમારી માં બોલાવે છે . " રોશની એ વ્યંગ થી કહ્યું .

" જવું છું " રમેશ બબડતાં બોલ્યો ,, " આ જો , પોતાની જેમ આ ઇન્ડોર પ્લાન્ટ નો પણ દમ ઘુટાવી દઈશ .કેટલી વાર કહ્યું છે બારી ખોલી દયા કર એને થોડી હવા રોશની મળ્યા કરે . "

જતાં જતાં રમેશ પ્લાન્ટ ની સામે ની બારી ખોલી ગયો . પ્લાન્ટ ના પાના હવા માં ઝુમવા લાગ્યા .

અહીં રોશની બબડી રહી : " જ્યારે હોય ત્યારે માં ના લીધે મારી જોડે ઝઘડ્યા કરે છે .બે દિવસ ઘરમાં ના હોવું તો ખબર પડી જાય , માં કંઈ કહે કે ના કહે આ જ મારી જોડે ઝઘડ્યા કરે છે . મને નથી સારું લાગતું ચોવીસે કલાક મારી આંખો ની સામે રાખું , મને તો એવું જ લાગે કોઈ મારા ઉપર નજર રાખી રહ્યું છે . એમને તો બસ બધું મા ને પૂછીને ને કરવાનું . મારા થી ના થાય આવું બધું ." રોશની એ ટાઈમ જોયો આઠ વાગી રહ્યાં હતાં . ફરીથી બબડી : " પોતાની જાતે બનાવશે જમવાનું જેના કારણે મારી જોડે ઝઘડ્યા છે એ જ ભોગવે , હું તો સૂઈ જવું છું . " ચાદર ઓઢીને સૂઈ ગઈ .

અડધા કલાક પછી રમેશ ઉપર આવ્યો, રોશની ને સૂતેલી જોઈ ને પરેશાન થઈ ગયો , બોલ્યો : " રોશની આ શું તરીકો છે ? જમવાનું નથી બનાવવાનું ? રમેશ વારંવાર કહેવા છતાં માથું દુખવા નું બહાનું કરી ને રોશની સૂઈ રહી .
રમેશ બહાર જઈને હોટેલ થી ખાવાનું લઈ આવ્યો , અને રોશની ને દૂધ ગરમ કરી આપ્યું .

બીજા દિવસે રમેશ ના ઓફિસ જતાં જ રોશની પિયર જતી રહી . પિયરમાં પહોંચતાં જ રોશની ને ખૂબ અવાજ સંભળાયો , લાગ્યું કે કોઈ મ્યુઝિક ચલાવી ડાંસ કરતું હશે . બધાં ભેગાં થયાં હશે . રોશની એ જોયું તો પીન્કી ડાંસ કરી રહી હતી .

પીન્કી દોડીને આવી , નમસ્તે ફોઈ , રોશની એ જોયું બધાં છોકરાં ઓ ડાંસ કરતાં કરતાં ખાઈ પી રહ્યાં હતાં . કદાચ ભાભી ના પિયર થી આવેલાં હતાં . ત્યાં જ મેઘા હલવાની પ્લેટ લઈને અંદરથી આવી . ત્યાં જ એની નજર રોશની પર પડતાં જ ચહેરા નો રંગ ઉડી ગયો . નકલી મુસ્કાન સાથે બોલી :. " આવો રોશની બેસો . જીજાજી પણ આવ્યાં છે ? અચાનક જ આવ્યાં ? સારું લાગ્યું , પીન્કી , ફોઈને ખુરશી આપો બેટા , અજય ફોઈ માટે પાણી લાવ . " મેઘા બોલી અને છોકરાં ઓને હલવો આપવા લાગી . રોશની ઊભાં ઊભાં છોકરાં ઓને જોઈ રહી . " બેસો , રોશની કેમ છે ? "

" સારું છે ભાભી , આજે શું કોઈ ખાસ દિવસ છે ? "

". નહીં એવું કંઈ ખાસ નથી . " બોલતાં બોલતાં મેઘા કિચનમાં જવા લાગી હતી. "

". આજે નહીં ફોઈ કાલે ખાસ વાત હતી ." પીન્કી બોલી , ત્યાં જ મેઘા નો અવાજ સંભળાયો " પીન્કી જલ્દી અહીં આવ તો , "

" આઈ મમ્મી, કાલે મારો બર્થ-ડે હતો ને , એટલે બધાં આવ્યાં છે ". પીન્કી બોલી , " અરે , મારો હલવો કેમ ખાઈ ગયો . હું મારીશ તને " પપ્પુને કહ્યું.

"પીન્કી , સાંભળ્યુ નહીં , આ ફોઈ માટે ચા લઈ જા ," લાગતું હતું મેઘા પીન્કી ને અંદર બોલાવી ને કંઈ સમજાવવા માંગતી હતી.

" આ બન્ને તારા મામાના છોકરાઓ છે ને ? "રોશની એ પૂછ્યું ," હા ફોઈ , તમે બરાબર ઓળખી ગયા . રીકુ ત્રણ વર્ષ નો થઈ ગયો . " અરે પીન્કી " મેઘાએ ફરી બૂમ પાડી .આ વખતે એ બૂમ ગુસ્સાથી પાડી છે તે જણાઈ આવતું હતું .

" મમ્મી પપ્પા ક્યાં છે ? " રોશની એ પૂછ્યું .
" એમના રૂમમાં છે . " પીન્કી ભાગતા ભાગતા બોલી.

ભાભી એ પીન્કી ના બર્થ-ડે પાર્ટીમાં મને ના બોલાવી.પોતાના ભાઈઓને તો બોલાવ્યા છે . રોશની વિચારતા વિચારતા મમ્મી ના રૂમમાં પહોંચી , એણે જોયું મમ્મી પપ્પા નાસ્તો કરી રહ્યા હતા.ચા સાથે રોટલી અને અથાણું , રોશની ને આઘાત લાગ્યો , " અરે રોશની, તું અચાનક.. આવ બેસ.... " મમ્મી એ પાસે બેસવા કહ્યું .
" રમેશ નથી આવ્યાં " પપ્પા એ પૂછ્યું.
" જય શ્રી કૃષ્ણ પપ્પા, ના ઓફિસ ગયા છે ."
" મમ્મી તમારા માટે હલવો .." મેઘા અંદર આવી પ્લેટ ટેબલ પર મૂકી. " રોશની ચા અહીં જ મોકલાવું ?? " પૂછી જવાબ ની રાહ જોયા વગર જ " અહીં જ મોકલાવી દઉં છું " કહીને જતી રહી.

મમ્મી ની આંખો માં ગુસ્સો અને મજબૂરી નું મિશ્રણ રોશની એ જોયું . પપ્પા કમજોર હાથ થી કપ પકડી , દાંત વગર જડબાં થી રોટલી ચાવી રહ્યાં હતા.

". મમ્મી, કાલે ભાભી એ મને ના બોલાવ્યું ? " રોશની શિકાયત કરતાં બોલી . " અમને જ ક્યાં બોલાવ્યા છે , તો તને બોલાવે ? " મમ્મી ગુસ્સાથી બોલી ." તૂ આવી તો આ કાલનો હલવો હંમણા આપી ગઈ છે , નહીં તો એ પણ ના આપતા અમને ."
" શું તમને પણ નથી બોલાવ્યા ? "
" આ કંઈ નવી વાત થોડી જ છે? આજે તો તે જોયું એટલે, એ તો દર મહિને કીટી પાર્ટી કરે છે .દર મહિને નવા કપડાં કે સાડી લાવે છે . અમે તો બુઢ્ઢા થઈ ગયા , અમને તો પૂછતી પણ નથી. "

" ભાભી એવું કરે તો ભાઈ કંઈ કહેતાં નથી ? હું આવું કરું તો રમેશ તો મને......" બોલતાં બોલતાં રોશની અટકી ગઈ. રોશની ને યાદ આવ્યું ,એના બર્થ-ડે માં રમેશે એને કહ્યું હતું , મમ્મી ને પણ પૂછવા માટે સાથે હોટલમાં જમવા માટે, ત્યારે રોશની ને ખૂબ ગુસ્સો આવ્યો હતો, અને જવાનું કેન્સલ કરી દીધું હતું.

રમેશે એને ખૂબ સમજાવ્યું હતું, " શું થઈ જશે મમ્મી જોડે આવશે તો ? આમ પણ આખો દિવસ ઘરમાં એકલી જ હોય છે , એને પણ થોડું સારું લાગે."

" હંમેશા મમ્મી મમ્મી કર્યા કરો છો , મારે નથી આવવું." કહીને ગુસ્સાથી જઈને પંલંગ માં સૂઈ ગઈ .

રમેશ એને મનાવવા લાગ્યો ," સારું ગુસ્સો છોડી દે , " પણ રોશની માની જ નહીં , મમ્મી ને ખબર પડી તો રમેશ ને વઢી નાખ્યો ," કેમ રોશની નો મૂડ ખરાબ કરી દીધો.એને એકલી ને લઈ જવું હતું ને .... હું આવીને શું કરવાની હતી ?". મમ્મી એ પણ રોશની ને સમજાવ્યું જવા માટે પણ રોશની એ કોઈ જવાબ ના આપ્યો.

રોશની વિચારવા લાગી મારી મમ્મી ની જેમ મારી સાસુ ને પણ ખરાબ લાગતું હશે , હું પણ તો ખરાબ વ્યવહાર કરું છું એમની સાથે..... રોશની ને પોતાના ઉપર જ શરમ આવવા લાગી.

" અમારી તો ઔકાત જ નથી આ ઘરમાં , એનાં ઘરમાં રહીએ છીએ એટલે દબાઈને જ રહેવું પડે છે . " મમ્મી એને કહી રહી હતી , સાંભળીને રોશની વિચારોમાં થી બહાર આવી.

' આ શું વાત થઈ મમ્મી, તમારો પુત્ર ઉપર હક્ક હોય છે. ભાઈ નો પણ ફર્જ છે તમને સારી રીતે સંભાળે, મા-બાપ કંઈ જૂની પુરાણી , સડેલી વસ્તુ થોડી જ છે કે કિનારે ખસેડી દેવામાં આવે.'. રોશની બોલી પણ એને પણ અહેસાસ થયો પોતે પણ તો એ જ તો કરે છે.પોતે પણ કયારે સાસુ જોડે બેસે છે ? ક્યારે પૂછે છે કે તમારે શું વસ્તુ ની જરૂર છે? એ તો પોતે જાતે કંઈ ને કંઈ કામ કર્યા કરે છે.. ક્યારેક તકીયા નું કવર બનાવશે , તો ક્યારેક કપડાં સીવશે, પણ મેં ક્યારેય એમની કદર જ નથી કરી.. ઊલટાનું હું તો એમનાં જ ઘરમાં રહું છું...

" રોશની ક્યારેક તો વિચાર આવે છે કે જવાબદારી પૂરી થતાં જ ભગવાન ઉઠાવી લેતાં હોય તો ??? આજે છોકરાઓને એમના માતા-પિતા ની કોઈ જરૂર નથી.એમને ફક્ત વારસો મળે એ જ મહત્વ હોય છે. આ તો પેન્શન આવે છે એમાંથી પૈસા આપે છે , તો લૂખું સૂકું ખાવા મળે છે.નહીતો ......" મમ્મી ના શબ્દો ગળામાં જ અટકી ગયાં.

પિતાજી ના ચહેરા પર લાચારી સ્પષ્ટ દેખાતી હતી. " આ તો સારું છે તારા પપ્પા નો સહારો છે .. નહીં તો હું તૂટી જ જાત..." મમ્મી ના ગળામાં ડૂમો ભરાઈ ગયો..

" ચૂપ કરી હવે બહું બોલે છે તું...એને કેમ કહે છે એ તો પોતાના ઘરે જતી રહેશે."

" કેમ હું કંઈ ના કરું પિતાજી ..?? ભાઈ સારી રીતે ના રાખે તો હું તમને મારાં ઘરે લઈ જઈશ.."

" તું કયારે આવી રોશની ? " ઉમંગ ભાઈ અંદર આવતાં જ બોલ્યાં.મેઘા પણ તેની પાછળ પાછળ ચા લઈને આવી.

". ચા.. "મેઘા બોલી.

". મારા અહીં આવ્યા ના કલાક પછી તમને ખબર મળે છે.અને સાસરી પક્ષ માટે એડવાન્સ માં તૈયારી ઓ થાય છે. " રોશની ગુસ્સાથી બોલી.

" આ તું શું કહે છે રોશની ? " ઉમંગ બોલ્યો.

" બનશો નહીં ભાઈ , તમને ઘરમાં રહેતા મમ્મી પપ્પા નથી દેખાતા તો હું તો ક્યાંથી દેખાવા ની છું. "

". લાગે છે રોશનીબેન લડવા જ આવ્યાં છે. " મેઘા બોલી.

". ભાભી તમે તો બોલશો જ નહીં , તમને તમારા ભત્રીજાઓ ની થાળીમાં પકવાન પીરસો છો.પણ ભાઈને મમ્મી પપ્પા ની થાળીમાં સૂકી રોટલી અને ચા નથી દેખાતી.. ભાભી ની એમની જોડે કોઈ સગાઈ નથી , પણ ભાઈ આ તમારા તો મમ્મી પપ્પા છે ને ? " ઉમંગ બોલ્યો : " એમને પચે નહીં માટે મેઘાએ... નહીં આપ્યું હોય...!!!

". તો આ સૂકી રોટલીઓ પચી જાય એમ ? ભાઈ તમે એમને દસ વસ્તુઓ ભલે ના ખવડાવો , બે વસ્તુ ખવડાવો પણ પ્રેમ થી ખવડાવો , ભલેને એ ના પાડે પણ પ્રેમ થી પૂછો તો ખરા..!! તમે દૂરથી સાસરી પક્ષના ને તો બોલાવો અને બે કદમ ચાલીને મમ્મી પપ્પા ને ના બોલાવો એ યોગ્ય છે ???"

". એ તો...." મેઘા બોલવા ગઈ પણ રોશની એ ત્યાં જ ચૂપ કરતાં બોલી ,. ". બહાનાં ના કાઢો જે હતું સામે દેખાય જ છે.ભાઈ આ મમ્મી પપ્પા એ તમને પાર્ટીઓ આપી શકો એ કાબેલ બનાવ્યા.એમને તમે થોડો આદર સમ્માન ના આપી શકો.? " પોતાને સંભાળી ને રોશની બોલી , : " તમે સારી રીતે ના રાખી શકતા હોવ તો મને ચોખ્ખું કહી દો , હું મમ્મી પપ્પા ને મારા સાથે લઈ જવું હું રાખીશ મારા સાથે મમ્મી પપ્પા ને...." બોલતાં બોલતાં રોશની રડી પડી.

ઉમંગ અને મેઘા ના હોઠો ઉપર તાળું વાગી ગયું . મમ્મી પપ્પા ની આંખો આંસુ થી છલકાઈ ગઈ. પપ્પા બોલ્યા : " ‌સરલા જો રોશની જન્મી ત્યારે તું રડતી હતી .જો તારી છોકરી તારા દિલનું દુઃખ સમજે છે.જો તારા દિલની કેટલી પાસે છે ." મમ્મી ચૂપચાપ રોશની ને જોતી રહી ..

રોશની અચાનક ઊભી થઈ ગઈ બોલી , " હું જવું છું મમ્મી...."

ઉમંગ એને રોકતાં બોલ્યો : " અરે બેસ, ચા પી ને જા..."

" નહીં ભાઈ હું હંમણા ચા નહીં પી શકું " રોશની આંસુ ઓને રોકતાં બોલી .

મેઘા ગુસ્સાથી બોલી , " એવી વાત કરે છે જાણે આપડે એમને મારપીટ કરીએ છીએ."

રોશની પાછું જોતાં બોલી , " એ ઈચ્છા પણ પૂરી કરવી હોય તો કહી દો મને , હંમણા જ લઈ જવું એમને....!!!

" એમને કહી દો પહેલાં પોતાના પતિ ને પૂછી જોવે,આ ઉંમરે કોઈને પાળવું આસાન નથી , એ તો અમે છીએ કે એમને રાખીએ છીએ ..." મેઘા જાણે અહેસાન કરતી હોય એમ બોલી.

" ના રાખશો ભાભી .." પાછળ થી અવાજ આવ્યો.બધાએ પાછળ જોયું , રમેશ અંદર આવતાં બોલ્યો હતો.

મેઘા એકદમ મીઠાશથી બોલી , : " આવો જીજાજી.."

રમેશ : " તમે મને કેમ આવકાર આપો છો ? હું તો પરાયો છું , તમે તમારા પતિ ના મમ્મી પપ્પા ને નથી રાખી શકતા , તો મારી શું કદર કરવાના ?? " રમેશ મમ્મી પપ્પા ને પગે લાગી પૂછ્યું : " કેમ છો તમે ??? નમસ્તે..

" રોશની બરાબર કહે છે ઉમંગ જો તમે મમ્મી પપ્પા ને ના રાખી શકતાં હોવ તો હું લઈ જઈશ મમ્મી પપ્પા ને મારા સાથે હું રાખીશ એમને.." રમેશ બોલ્યો.

" આ તમે શું કહો છો જીજાજી ? " ઉમંગ જાણે ઊંધ માંથી જાગ્યો .. અને મેઘા ને કહ્યું , " આ ચા લઈ જા અને બધાં માટે સરસ ચા બનાવી લાવ..."

". ઉમંગ , ક્યારેક પોતાની પત્ની ઉપર પણ નજર રાખવી જોઈએ , અને તારે પોતાને પણ કોઈ વાર માતા-પિતા પાસે બેસવું જોઈએ . પત્ની અને બાળકો ક્યાંય નથી જતાં રહેવાના , આ ઉંમરમાં ખાવાપીવાની નહીં ઈજ્જત અને આદર ની ભૂખ વધારે હોય છે . વૃધ્ધ માબાપ ' ઇન્ડોર પ્લાન્ટ ' ના જેવાં બની જાય છે.જેમને વધારે હવા પાણી અને તડકા ની જરૂર નથી હોતી, પણ એમને તો થોડી જ રોશની અને થોડા જ હવા પાણી ની જરૂર હોય છે .એ એક બાજુ જ વધે છે, અને ફેલાય છે .એમ એમને પણ થોડું માન-સન્માન અને ઈજ્જત જોઈતી હોય છે. એમાં જ ખુશ થાય છે.

" માફ કરો મને , મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી લાપરવાહી થી બધાને દુઃખ થશે.." ઉમંગ શરમાતા બોલ્યો.

રોશની આખા રસ્તામાં રમેશ ની વાત યાદ કરતી રહી, આજે મારા પિયરમાં રમેશે મારી કેટલી ઈજ્જત વધારી દીધી.

ઘરે જઈને રોશની એ ફટાફટ ખાવા બનાવ્યું . ત્રણેય મમ્મી ના રૂમમાં જ ખાધું.રમેશે કહ્યું , કે રોશની ના અચાનક ઘરેથી નીકળવાથી એ ઓફિસ થી નીકળી ગયો હતો.

રોશની એ બારી ખોલી ઇન્ડોર પ્લાન્ટ ના પત્તા હવામાં લહેરાવા લાગ્યા.તેણે બેડરૂમનુ ટીવી મમ્મી ના રૂમમાં જ લગાવી દીધું.ત્રણેય ત્યાં બેસીને ટીવી જોયું .

મમ્મી ના ચહેરા પર ખુશી ની ચમક રોશની એ પહેલી વખત જ જોઈ . રોશની રાત્રે સૂતા વખતે રમેશ ને જોઈ રહી હતી.રમેશે રોશની નો હાથ પકડી ને થેંક્યું કહ્યું.

" રોશની , આજે તે મારી મમ્મી ને જે ખુશી આપી છે એના માટે હું તારો અહેસાનમંદ છું.ખબર છે એ સવાર થી પરેશાન છે કે તું ક્યાં જતી રહી. ..!!!!"

રોશની ની આંખો માં આંસુ આવી ગયાં , " સોરી રમેશ , હું મારા વ્યવહાર થી શર્મીદા છું મારા મમ્મી પપ્પા નું દુઃખ જોઈને મને તમારી તકલીફ સમજ આવી ગઈ.મને માફ કરી દો તમે."

રમેશે રોશની ને છાતી સાથે લગાવી દીધી. ઇન્ડોર પ્લાન્ટ ના પત્તા હવામાં લહેરાવા લાગ્યા , રમેશ ખુશ થઈ ગયો કે હવે એમને થોડી રોશની, થોડી હવા જરૂર મળશે...!!!!!