Kabir zoya ke jiya - 7 books and stories free download online pdf in Gujarati

કબીર ઝોયા કે જીયા - 7

કબીર ને ગુરુજી ના બેસવાના સ્થાન પાર કંઈક લખેલું જોવા મળે છે.કબીર જાય છે તો ત્યાં વાંચે છે ભારત ભ્રમણ.

કબીર ખુબ લાગણીશીલ બની જાય છે અને અંતર થી ગુરુજી ને પુકાર કરે છે એને અંદર થી જ જવાબ મળે છે અધ્યાત્મ ના આ માર્ગ પાર તું મોહ કે લાગણીમાં ખેંચાઈ ના જઈશ.તારા મન ને સંયમિત કર.તારા લક્ષ પાર ધ્યાન આપ.

કબીર ચારે બાજુ અને આકાશમાં પ્રણામ કરીને અલખ નિરંજન નો નાદ કરીને ભારત ભ્રમણ કરવા નીકળી જાય છે.એ પોતાના માર્ગ પાર ચાલતા ચાલતા બધાજ પવિત્ર ધામ , શક્તિપીઠ , મંદિર , મસ્જિદ , ગુરુદ્વારા , બધે જ જાય છે.
ત્યાં એને મળતા બધાજ સાધુ , ફકીર , અઘોરી , મહાત્મા જોડે જ્ઞાન ની વાતો કરે છે અને ધ્યાન ધરે .કબીર આશરે 1 વર્ષ જેટલો સમય ભારત ભ્રમણ કરે છે.આ સમય ગાળા દરમિયાન કબીર ના જીવન માં રોજ રોજ નવા રંગો ઉમેરાતા જ જાય છે.એને જે પણ મહાત્મા મળે એમાં અમુક તો કબીર ને બહુ પ્રેમ પૂર્વક જોવે અને પગે લાગે !!! કબીર ને અમુક વાર આ બધું બહુ નવાઈ લાગે.

કબીર ને આ ભારત ભ્રમણ દરમિયાન બહુ ગૂઢ જ્ઞાન જોવા , જાણવા , અને શીખવા મળ્યું.કબીર નું જીવન પ્રેમ અને આનંદ થી ભરાઈ ગયું.અધ્યાત્મ ના રંગ માં એ રંગાઈ ગયો.

કબીર ને ઘણા બધા પ્રશ્નો ના જવાબ મળવા લાગ્યા હતા જેમ કે બ્રહ્મા , વિષ્ણુ , કે મહેશ માંથી કોની પૂજા કરવી ???
શિવ અને શંકર માં શું ફરક છે ???
ઈશ્વર નું સાકાર સ્વરૂપ ભજવું કે નિરાકાર ???
બધા જ ધર્મના ભગવાને કહ્યું કે મારી શરણ માં આવ … એમાં આ હું એટલે કોણ ???
આ બધા પ્રશ્નો ના જવાબ શોધતા શોધતા કબીર ને અંદર થી એક જવાબ મળ્યો " વહ ".એ વહ એટલે પરમ શક્તિશાળી , પરમ વૈભવશાળી , પરમાત્માં.
જેના માંથી બધું ઉત્પન્ન થયું છે અને બધા જેમાં સમાઈ જાય છે.
જે દરેક જગ્યા એ છે.
જે અનંત ઉર્જા નો સ્ત્રોત છે.
જે અંતિમ પરમ દિવ્ય જ્ઞાન છે.

પોતાના ભારત ભ્રમણ ના અંતિમ પડાવ માં પહેલા બદ્રીનાથ અને પછી કેદારનાથ ના દર્શન કરી કબીર એક જગ્યા એ શાંતિ થી બેસે છે.હવે આગળ શું થશે એના વિશે એ વધારે વિચારતો નથી બસ એ આગળ ચાલવાનું ચાલુ રાખે છે.
એ ચાલતા ચાલતા ચારે બાજુ બરફ થી ઢંકાયેલી પર્વત માલા પાર આવી જાય છે.કબીર ને એની પવિત્રતા નો એહસાસ થઇ જાયે છે અને મોઢા માંથી શબ્દો નીકળી પડે છે રાજાધિરાજ !!! આ તો હિમાલય !!!

હજારો મહાન આત્મા , સાધુઓ ની તપ અને સમાધિ ની ભૂમિ.
કબીર પાંચ - છ દિવસ હિમાલય ની સુંદરતા જુવે છે , અનુભવે છે , અને ધીમે ધીમે આગળ વધતો જાય છે.પણ હવે બહુ ઠંડી હવા ચાલુ થઇ જાય છે , હવે કબીર ઊંચાઈ પાર આવી જાય છે , ચારે બાજુ બરફ , પહાડ , અને જંગલો.કબીર ચાલતા ચાલતા થાકી જાય છે એનું શરીર ઠંડી થી ભયંકર ધ્રુજવા લાગે છે.કબીર ને હવે એક પણ ડગલું આગળ મુકવામાં મુશ્કેલી આવવા લાગે છે એટલે એક જગ્યા એ બેસી જાય છે.એવા માં અવાજ આવે છે કબીર !!! કબીર !!!

કબીર તરત જ આંખો ખોલી ને જાગી જાય છે અને એની આંખ માંથી આંસુ વહેવા લાગે છે.એ ઉભો થાય છે અને જુવે છે તો એક દિવ્ય પુરુષ એની સામે ઉભા હોય છે.કબીર એમને જોતો જ રહી જાય છે ... કબીર એમને પોતાના બંને હાથ વડે હૃદય પૂર્વક પ્રણામ કરે છે.એ ત્યાંથી જ કબીર ને આશીર્વાદ આપે છે. કબીર એમને જોતો જ રહી જાય છે…
અલૌકિક તેજ !!!
શરીર માં ભસ્મ !!!
રુદ્રાક્ષ ની માલા !!!
લાંબી જટાધરાવતા વાળ !!!

કબીર મોઢા માંથી એક પણ શબ્દ નીકાળતો નથી.એને પોતાના “વહ” ની નિયતિ પર વિશ્વાસ થઇ જાય છે.આ દિવ્ય પુરુષ પોતાને ગિરનાર માં મળેલા ગુરુ કરતા દેખાવે અલગ હતા પણ બીજી બધી રીતે એક જ !!!
એ કબીર ને પોતાની પાછળ આવવા ઈશારો કરે છે અને કબીર એક નવી ઉર્જા સાથે ચાલવા લાગે છે.એ પણ કબીર ને એક ગુફા માં લઇ જાય છે.
એમના શરીર ની પવિત્ર સુગંધ !!!
વાતાવરણ ની પવિત્રતા !!!
કબીર ને થોડા સમય માટે ગિરનાર ની યાદ આવી જાય છે......

કબીર ત્યાં એ ગુરુ ને પ્રણામ કરે છે ગુરુ એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે.એમના દિવ્ય હાથ નો સ્પર્શ કબીર ના અંતર ના દ્વાર ખોલી નાખ્યા હોય એવો એહસાસ કરાવે છે !!!
કલ્યાણ થાઓ !!! કલ્યાણ થાઓ !!! કલ્યાણ થાઓ !!! ના આશીવાદ આપે છે.
કહે છે બધી જ જૂની યાદો , વાતો , અને સંસ્મરણો માંથી મુક્ત થા !!!

એ ગુરુ એના મન માં હિમાલય જોઈ ને ગિરનાર ની યાદ આવી એ જાણી ગયા હતા.તેથી એ દિવ્ય પુરુષે એને વર્તમાન અને ભવિષ્ય ના સંદર્ભ માં આ વાત કહી.
એ દિવ્ય પુરુષ કહે છે તારી શિક્ષા ગિરનાર માં પુરી થઇ ગઈ હતી પણ તે ગ્રહણ હિમાલય માં કરી !!!
ગિરનાર તારા આધ્યાત્મિક જીવન નું પેલું ડગલું જયારે હિમાલય અંતિમ !!!

"" સા વિદ્યા યા વિમુક્તયે "" !!!!! એ દિવ્ય પુરુષ આટલું જ બોલ્યા અને કબીર એમને પ્રણામ કરી ને આકાશ માં પ્રણામ કરીને દોડવા લાગ્યો.....

દોડતા ... દોડતા ...દોડતા ...
કબીર એક જગ્યા એ આવી ને આંખો બંધ કરીને ધ્યાન માં બેસી ગયો.
અલૌકિક તેજ !!!
એ પરમ જ્ઞાન !!!
એના શરીર માં પ્રવેશી રહ્યું હતું.
એ પરમ આનંદ નો અનુભવ કરી રહ્યો હતો !!!
લગભગ એક દિવસ એ ધ્યાન માં જ રહ્યો પછી આંખો ખોલી !!!

કબીર ના જીવન નો સૂર્યોદય થઇ ગયો હતો !!!
આંખો ખોલીને કબીર બોલે છે સાકાર સ્વરૂપ એ પેલું પગથિયું જયારે નિરાકાર એ અંતિમ.
કલ્યાણ થાઓ !!! કલ્યાણ થાઓ !!! કલ્યાણ થાઓ !!!
ના નાદ સાથે ફરી સમાધિ માં લાગી જાય છે.હવે કબીર જયારે ઈરછશે ત્યારે પોતાને પોતાના "વહ" જોડે સમાવી લેશે.

કબીર હવે "એક" થઇ ગયો હતો…
સમજવા વાળા ને અહીં જીયા એટલે શું કહેવા માંગુ છુ એનો ખ્યાલ આવી ગયો હશે !!!
કબીર ઝીંદગી જીયા !!!
કબીર સમાધિ મેં જીયા !!!


અલખ નિરંજન
ભગવાન સૌનું કલ્યાણ કરે
લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી ,
કડી, ગુજરાત મોબાઈલ નંબર - 9723989893 ઈ-મેલ - vedpatel48@yahoo.co.in