Farebi - 3 books and stories free download online pdf in Gujarati

ફરેબી - સંગ-ઍ-દિલ - 3

' looking beautiful !'
' nice acting '
'Khub saras acting karo cho'
' wah! Mast '
" નીના ! તું તો બહુ ફેમસ થઈ ગઈ ને ? શું વાત છે ? આટલા બધાં ફેન ફોલોઅસૅ!!!!! રોજ આવી કેટલી કોમેન્ટો આવે છે ? " નીના ની ફ્રેન્ડ સીમી એ ટીકટો‌‌ક વિડિયો નું કોમેન્ટ બોક્સ જોતા પૂછ્યું .
" અરે ! પૂછીશ જ નહીં ? આ તો બધી સારી કોમેન્ટ છે. અમુક લોકો તો એવી કોમેન્ટ આપે છે કે શું કહુ તને ! સાચુ કહું ને તો!!! ઘણીવાર તો એવી કોમેનટ આવે કે મારો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. " નીના એ થોડી નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.
" એ તો સ્વાભાવિક છે ? આટલા લોકો‌ માં કોઈ લોકો એવા રહેવા ના જ ને ? પણ તું થોડુ સંભાળી ને પોસ્ટ કરજે હો ? સોશ્યલ મીડીયા જેટલુ સારુ લાગે છે ને એટલુ સારુ હોતુ નથી ? " નીના ની મમ્મી એ નાસ્તા ની પ્લેટ ટેબલ પર મૂકતાં કહ્યું.
" મમ્મી ! તું તો કેટલી ડરે છે ? " નીના એ સહેજ અણગમા નાં ભાવ થી કહ્યું.
" ડરતી નથી ! દુનિયા જોઈ છે , એટલે સલાહ આપુ છું. આ વાળ કાંઈ તાપ માં સફેદ નથી થયા ? " કહી નીના ની મમ્મી રૂમ ની બહાર ચાલી ગઈ.
" સીમી ! નાસ્તો કર. મમ્મી નાં ડાયલોગ પર ના જઈશ. એ હંમેશા આવા ડાયલોગ મારે છે. " કહી નીના હસવા લાગી.
સીમી એ હસતાં હસતાં પ્લેટ માં થી વેફર ઉઠાવી . બન્ને નાસ્તો કરતાં અજબ ગજબ વાતો યાદ કરીને હસતા હતા. ત્યાં જ નીના નાં મોબાઈલ માં બીપ ટૉન વાગ્યો. નીના એ ફોન ચેક કર્યો , અને સ્મિત આપ્યું.
" અરે ! મને તો કહે કોના મેસેજ થી આમ તારૂ મુખ ખીલી ઊઠ્યું ?" સીમી એ મજાક કરતાં કહ્યું.
" ના ! હો ! એવું કાંઈ નથી. આ રૉની ! દિવસ માં પચાસ મેસેજ તો હોય‌ જ એના . " નીના એ કહ્યું.
" અત્યારે શું મેસેજ આવ્યો ?" સીમી એ પૂછ્યું.
" મળવા બોલાવે છે ." નીના એ સહેજ ધીમા અવાજે કહ્યું.
" શું ? તું જઈશ મળવા ? " સીમી એ પૂછ્યું.
" એ આજે એના કશા કામ માટે અહીં આપણા શહેર માં આવવા નો છે . તો એણે રિક્વેસ્ટ કરી છે કે હું થોડીવાર કૉફી પર મળું . શું કરું મળું કે નહીં ? પરંતુ એક વાર કૉફી મળવા માં શું વાંધો છે? આમ તો એ વ્યવસ્થિત જ લાગે છે. " નીના થોડી અસમંજસ માં હતી.
" મળવા માં કશો વાંધો નથી, પરંતુ તું થોડી સાવચેતી રાખજે ! આજકાલ તો તને ખબર જ છે ને online fraud કેટલા થાય છે ? સીમી એ સચેત કરતાં કહ્યું.
" હા ! ખબર જ છે ને ! એટલે જ ! હું એ વાત નું ચોક્કસ ધ્યાન રાખીશ. " નીના ને પોતાના પર પૂરેપૂરો વિશ્વાસ હતો.

સાંજે પોતાનું ટુ વ્હીલર લઈ ને કૉફી શૉપ ગઈ. રૉની એ નીના ને દૂર થી જોઈ ને બૂમ લગાવી , હેલો.. અને હાથ નાં ઈશારા થી એને પોતાના તરફ બોલાવી. નીના એ સ્મિત આપ્યું અને રૉની તરફ ચાલી ગઈ.
રૉની દેખાવે એકદમ ચોકલેટી , વાત કરવા ની ઢબ પણ પ્રભાવશાળી., થોડો મજાકીયો , એક સ્ત્રી ઝંખે એમાં ના ઘણા ખરા ગુણ હતાં.

બન્ને વચ્ચે ધીરે ધીરે વાતચીત વધવા લાગી. એક દિવસ ફરી જ્યારે બન્ને કૉફી પર મળ્યા ત્યારે રૉની એ કૉફી શૉપ માં એકદમ ફિલ્મી સ્ટાઈલ થી રોઝ હાથ માં લઈ ને ઘૂંટણ પર બેસી ને નીના ને પ્રપોઝ કર્યું. પરંતુ નીના એ સંબંધ વધારવા વિશે કંઈ વિચાર્યું જ નહોતું, એ હજી રૉની ને એક સારો મિત્ર જ માનતી હતી. તેથી એણે પ્રપોઝલ ના સ્વીકાર્યું.

રૉની નું દિલ તુટી ગયું. એણે સ્વપ્ન માં પણ નહોતુ વિચાર્યું કે નીના એના પ્રપોઝલ નો અસ્વીકાર કરશે. એ અપમાન ની લાગણી થી પીડીત થવા લાગ્યો. એણે થોડો વખત નીના ને મનાવા નો પ્રયત્ન પણ કર્યો, પરંતુ નીના એના નિર્ણય માં તટસ્થ હતી.

રૉની માટે નીના નો એ નિર્ણય અમાન્ય હતો. રૉની દિલ માં બદલા ની આગ લાગી ચૂકી હતી. નીના નાં અમુક વિડીયો અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા પિક્ચર નો એણે દૂર ઉપયોગ કર્યો. એણે પિક્ચર મોર્ફિંગ થી કોઈ બીજી જ સ્ત્રી નાં નગ્નશરીર પર નીના નાં પિકચર બતાવી ને વાયરલ કરી દીધાં.

કેટલાક સારા મિત્રો એ નીના ને એ વાત ની જાણ કરી. નીના એકદમ શોક માં આવી ગઈ. એના માટે તો શું કોઈ પણ છોકરી કે સ્ત્રી માટે આઘાતજનક વાત હોય છે . એણે કૉલેજ જવા નું બંધ કરી દીધું. કલાકો સુધી રુમ માં પોતાને બંધ કરી રડયા કરતી. પરંતુ નીના નાં પરિવારજનો નાં સપોર્ટ નાં લીધે એ આ આઘાત માં થી બહાર નીકળી શકી. તે ઉપરાંત સાઈબર પોલીસ શાખા માં ફરિયાદ પણ નોંધાવા તૈયાર થઈ.

( મિત્રો , નીના એ ખૂબ સાવચેતી રાખી હતી છતાં યે આવી ઘટના નો શિકાર બની. અને આવા સમાજ માં અનેક કિસ્સાઓ બનતાં જ હોય છે. આવી કોઈ ઘટના નો સામનો થાય ત્યારે સેકશન 66 E, 67 , 67A, 67B ની જોગવાઈ હેઠળ સાઈબર પોલીસ શાખા માં ફરિયાદ કરી શકાય છે.)

पत्थर तो आईने की तकदीर में लिखे हैं ,
खुद को बचा के रखना कहीं चूर हो ना जाना ।(नसीम निखत)