Hasina - the lady killer - 16 books and stories free download online pdf in Gujarati

હસીના - the lady killer - 16

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના જાસ્મિનને ફોસલાવીને પોલીસના હવાલે કરી દે છે, આ બાજુ જયરાજ અને કિશન હસીનાને લઈને વાત કરે છે, હવે આગળ,


જયરાજ : બહુ મોટી ગેમ રમાઈ ગઈ કિશન સમજે છે તું??
કિશન : હસીનાને નથી જણાવવું કે એણે જ આ બધા મર્ડર કર્યા એમજ ને !!!
જયરાજ : ના કિશન, આ હસીના છે જ નહીં??
કિશન : કેમ??
જયરાજ : હસીનાએ પોતાને બચાવવાં માટે જાસ્મિનને આપણી સમક્ષ હસીના બનાવીને મોકલી દીધી, અને આપણા હાઈ રિમાન્ડના લીધે જો ભૂલથી પણ જાસ્મીન હસીનાની વાતો ઉગલી દે તો આપણે એના સુધી પહોંચી જઈએ એટલા માટે એણે આપણને ગુમરાહ કરવા આ ષડયંત્ર રચ્યું છે,
કિશન : ઓ બાપરે એનો મતલબ કે હસીના હજુ આપણા સિકંજામાં જ નથી આવી,
જયરાજ : હમ્મ હવે આપણે જો હસીનાને પકડવી જ હશે તો એક એક કદમ આગળથી વિચારી રાખવું પડશે,
કિશન : પણ જયરાજ જાસ્મિનને આપણે એક વાર શાંતિથી સમજાવીએ કદાચ એ કંઈક જણાવી દે જેના લીધે આપણે ભાભી અને અનુષ્કાને બચાવી લઈએ...
જયરાજ : હા એક કામ કર લેડી કોન્સ્ટેબલ ખુશ્બુને કહો કે ગમે તેમ કરીને જાસ્મીન જોડેથી જે પણ માહિતી મળે એ ભેગી કરે, હું કંટ્રોલ રૂમમાં ફોન કરું ત્યાં સુધી...
કિશન : કેમ કંટ્રોલ રૂમમાં શું કરવા??
જયરાજ : જયારે અનુષ્કાનો વિડિઓ વાયરલ થયો હતો ત્યારે તું ધ્યાનથી સાંભળજે પાછળથી ટ્રેનનો અવાજ આવતો હતો એનો મતલબ કે હસીનાનો અડ્ડો રેલવે સ્ટેશનની આસપાસ જ હોવો જોઈએ,
કિશન : અચ્છા અચ્છા હું સમજી ગયો એટલે કંટ્રોલ રૂમમાં બધી માહિતી મળી જાય આપણને બરાબર
બહુ સરસ મગજ ચલાવ્યું સાહેબ તમે તો...
જયરાજ : હવે ચલાવવાથી નહીં મેળ પડે દોડાવવુંજ પડશે...
જયરાજ આટલું બોલીને ફોન લગાવે છે કંટ્રોલ રૂમમાં...
ત્યાંથી એને જાણવા મળે છે કે રેલવે સ્ટેશનની આસપાસના બધા વિસ્તાર એક લિસ્ટમાં મેન્શન કરેલા છે જેનો મેઈલ કંટ્રોલરૂમમાંથી ક્યારનો મોકલવામાં આવી ચુક્યો હતો ત્યારબાદ જયરાજ પોલીસ વિભાગનું ઇમેઇલ એકાઉન્ટ જોવે છે જેમાં અમુક વિસ્તાર વિશે માહિતી આપેલી હોય છે, જયરાજ તરત કોન્સ્ટેબલ રાજુ અને બીજા કોન્સ્ટેબલોને મણિનગર, સાબરમતી,કાલુપુર, ગાંધીધામ જેવા વિસ્તારોમાં તપાસ કરવાનું કહે છે...

આ બાજુ અનુષ્કા અને ઇશિતા બેઉ પોતાની આપવીતી જણાવે છે....
ઇશિતા : તું ખરેખર ખુબજ સુંદર છું, તને પહેલી વાર જોવા મળી એ પણ આવી પરિસ્થિતિમાં....
અનુષ્કા : શું કરીએ જેમ ચંદ્ર સુંદર તો હોય છે પણ એનામાં પણ દાગ હોય છે એમ હું સુંદર તો છું પણ સંસ્કારી નહિ કહી શકું, બહુજ ગરીબ પરિસ્થિતિમાં ઉછરી હતી, એટલે બાળપણમાં ભણવાની જગ્યાએ પૈસા નું મહત્વ સમજી ચૂકી હતી એની માટે ઘણા ના કરવાના કામો પણ કર્યા છે પણ એનો મને જરાય અફસોસ નથી,
એટલામાં હસીના આવે છે....
હસીના : અફસોસ તો બેટા તને હવે થશે,
આટલું બોલીને હસીના સામે રાખેલા પ્રોજેક્ટરને ચાલુ કરે છે અને એક વિડીયો ક્લિપ ચાલુ કરે છે જેમાં અનુષ્કા કોઈકની સાથે કામલીલા રાચી રહી હતી...
આ જોઈને અનુષ્કા હસીનાને ગાળો ભાંડતી હોય છે....
હસીના શેતાનની માફક હસતી હોય છે...
હસીના : જોયું મેં તને કહ્યું હતું ને કે તારા મર્યા પછી લોકો ખુશ થશે અને મને દુવા આપશે, તારા આ બધા જ વિડીયો હમણાં પાંચ જ મિનિટમાં લોકોના વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ફેસબુક પર જોવા મળશે, અને હા એક મજાની વાત કહું?? સાયબર ક્રાઇમવાળા ચાહીને પણ આ વિડીયો ડીલીટ નહિ મારી શકે... હમ્મ 24 કલાક સુધી તો નહીંજ એટલે વિચારી લે તું કેટલી પોપ્યુલર થવા જઈ રહી છે મારા પ્રતાપે....
એટલામાં હસીનાના મોબાઈલમાં રિંગ વાગે છે...
હસીના : બોલ શું થયું?? જયરાજને વિશ્વાસ આવી ગયો કે જાસ્મીન જ હસીના છે...
ફોન કરનાર વ્યક્તિ : ના જયરાજને ખબર પડી ગઈ છે કે
તું ગેમ રમે છે...
હસીના : સાલો હરામખોર બહુ ઉતાવળો થયો છે મને પકડવા એમ ને... એને હું બતાઇશ કે ગેમ રમતા તો બધાને આવડે પણ જીતવાની હુનર કેમ કરાય...સારુ ફોન રાખ, બીજી કોઈ પણ ડિટેઈલ્સ ખબર પડે તો મને કહેજે...
ફોન કરનાર વ્યક્તિ : જયરાજે અનુષ્કાનો વિડીયો જોઈને જાણી લીધું છે કે તારો અડ્ડો રેલવે સ્ટેશનની આસપાસ જ છે અને એણે ટીમ પણ મોકલી દીધી છે એટલે સાવધાની રાખજે...
હસીના : હા હા એતો મારા માણસો ફોડી લેશે મને એની કાંઈ ચિંતા નથી... જયરાજને કહીએ હવે અનુષ્કાની લાશ તને ક્યાંથી મળશે એ વાતે દિમાગ લગાવ.... અને અનુષ્કાની રહી સહી આબરૂ કઈ રીતે બચાવાની એમાં પણ... હાહાહા
ફોન કરનાર વ્યક્તિ ફોન મૂકી દે છે....
હસીના અનુષ્કા અને ઇશિતા સામું જોઈને બોલે છે....
હસીના : એય હિરોઈન કલાક પછી આવું છું મોત સાથે ભેટો કરાવવા , તૈયાર રહેજે...ત્યાં સુધી હું મારો શણગાર સજીને આવું.... ઇશિતા તું પણ જોજે આજે લાઈવ કે હું કેવી મોત આપું છું એટલે તું પણ તૈયાર થઇ જાય... હાહાહા
આટલું કહીને હસીના બહાર નીકળે છે રૂમમાંથી.....
ઇશિતા : હવે શું કરશું??
અનુષ્કા : હવે કાંઈ જ ના થાય, જયરાજ ચાહીને પણ આપણી મદદ નહિ કરી શકે...
ઇશિતા : કેમ??
અનુષ્કા : તે સાંભળ્યું નહિ, ડીપાર્ટમેન્ટનોજ માણસ આમાં સંડોવાયેલો છે એટલે હસીનાને જયરાજની બધી જ ચાલ ચલગત ખબર પડી જાય છે....
ઇશિતા : હા સાંભળ્યું મેં પણ, હવે કોઈજ રસ્તો નથી, આપણે મરવુંજ પડશે...
અનુષ્કા : એક મિનિટ હમણાં કલાકમાં એ મને મારશે પણ તને તો કાલે મારવાની ને તો ત્યાં સુધીમાં કંઈક વિચારીએ... હજુ આપણી પાસે કલાક છે...કંઈક ને કંઈક રસ્તો તો નીક્ળશેજ...
ઇશિતા : હા સાચી વાત છે તારી... આપણે કંઈક તો કરવું પડશે, અહીંયા બેઠા બેઠા મોતની રાહ જોવી એની કરતા એક વાર પ્રયત્ન તો કરવો જ જોઈએ....
અનુષ્કા : તારી જોડે કોઈ ધારદાર વસ્તુ છે??
ઇશિતા : (વિચારીને ) અરે હા હું કાચનીજ બંગડી પહેરું છું... એ ચાલશે??
અનુષ્કા : દોડશે એ તો.... તું એક કામ કર તારી ખુરશી પરથી ઉભી થઈને તું મારી પાસે આવ..
ઇશિતા બાંધેલા હાથ અને પગે જોર લગાવીને ખુરશી સાથે અનુષ્કાની પાસે આવે છે....
અનુષ્કા પાછળથી ઇશિતાની બંગડીને તોડીને ઇશિતાના હાથે બાંધેલા દોરડાને કાપવા લાગે છે....
લગભગ 15 મિનિટની મથામણ કર્યા બાદ અનુષ્કા આ કામ કરવામાં સફળ રહે છે...
ઇશિતા હાથનાં દોરડાં ખોલીને ફટાફટ પગના ખોલે છે... અને ત્યારબાદ એ અનુષ્કાને પણ મુક્ત કરે છે.... બંને જણા આજુબાજુ જોવે છે અને એટલામાં ઇશિતાનું ધ્યાન જાય છે હવાબારી પાસે....
એનો કાચ સ્ક્રુ ડ્રાઈવરના બદલે ઇશિતા પોતાના માથાની પિન થી ખુલવા લાગે છે જેમાં એને અડધો કલાક લાગે છે... ધક ધક કરતી અનુષ્કા અને ઇશિતાની શ્વાશોશ્વાસની ગતિ બમણી થઇ ગઈ હોય છે... હાથ -પગ ઠંડા થઇ ગયા હોય છે....
ઇશિતા કાચને સાચવીને નીચે મૂકે છે અને પછી પોતે એ બારીની બીજી બાજુ આવી જાય છે અને અનુષ્કાને પણ આવી જવા કહે છે....
અનુષ્કા પણ બારી પકડીને બહાર આવતીજ હોય છે ત્યાંજ એને કંઈક વિચાર આવે છે અને એ બારી છોડી દે છે....
ઇશિતા : અનુષ્કા જલ્દી કર આપણી જોડે ટાઈમ નથી...
અનુષ્કા : સોરી ઇશિતા પણ હું નહિ આવી શકું બહાર... મને નથી આવવું, તું જા અને તારી જાતને બચાવ....




શા માટે અનુષ્કા બહાર આવવાની ના પાડે છે?? ઇશિતા પોતાનો જીવ બચાવી શકશે?? ડીપાર્ટમેન્ટમાંથી કોણ હસીના સાથે મળેલું છે?? જયરાજ હસીનાને પકડી શકશે???
જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ....