Nafrat karvi ke prem? books and stories free download online pdf in Gujarati

નફરત કરવી કે પ્રેમ ?

મન ની વાત

નફરત કરો પણ પ્રેમ ને ભૂલશો નહિ .

ચારેબાજુ લોકો નફરત ફેલાવી રહ્યા છે,જેની લોકો ને ખબર જ નથી કે પરિણામ શુ આવે છે.

કોઈ પણ વ્યક્તિ વિશે,
કોઈ દેશ વિશે,
કોઈ જાતિ કે ધર્મ વિશે,
કોઈને સ્ત્રી તો કોઈને પુરુષ વિશે,
કોઈને સરકાર તો કોઈને સંવિધાન વિશે,

એટ એટલી હદ સુધી નફરત ઘર કરી જાય છે કે ઘર માં સગો બાપ જો પોતાની વાત સાથે સંમત ના થાય તો એ પણ દુશ્મન લાગવા લાગે છે.

સ્ત્રી કે પુરુષ વિશે નફરત ની વાતો વાંચ્યા અને સાંભળ્યા પછી સામે બેઠેલા મા બાપ અને ભાઈ બહેન માં પણ તમને ખરાબ વર્તણુક વાળા સ્ત્રી અને પુરુષ જ દેખાય છે જેના વિશે હમણાં તમે ફોનમાં વાંચ્યું.

હજી નફરત ઓછી ના થાય ત્યારે પોતાની જાત અને દુનિયા બન્ને સાથે નફરત થાય છે .

અને જેને પોતાની સાથે જ નફરત થાય પછી એ વ્યક્તિ માટે કોઈ જ પોતાનું નથી રહેતું, કોઈ પણ ગુનો કરવો એ એની માટે સહજ વાત છે, એ જીવ પોતાનો લેવાનો હોય કર બીજાનો.

કેમ કે નફરત ની હદ પાર થતી જ જાય છે અને એટલો ગુસ્સો, આટલું frustration માણસ કાઢે ક્યાં?

હવે આનાથી ઉલટું વિચારીએ..

હંમેશા જીવન માં એક વ્યક્તિ એવું રાખો જે તમને દુનિયા અને તેમાં રહેલા લોકો ની સારપ બતાવે...

જે આંગળી ચીંધે અને કહે કે જો પ્રેમ આને કહેવાય...

અહીં સ્ત્રી પુરુષ ના જુવાની માં થઈ જતા પ્રેમ ની વાત નથી,દરરોજ નવી જુવાની લઈને આવતી કુદરત અને તેમાં પ્રાણ ફૂંકતા લોકો ના પ્રેમ ની વાત છે.

આપણ ને બધાને જીવન માં 😍 આ ઇમોજી ની જરૂર છે જે તમને બધે જ પ્રેમ બતાવે,

તમારે જોવું હશે તો તમને દેખાશે જ કે કોઈ અજાણ્યું ટુ વ્હીલર વાળું વ્યક્તિ કોઈ લારી વાળા ને ધક્કો મારીને ઢાળ ચઢાવવામાં મદદ કરી રહ્યો છે,જેને તે ઓળખતો નથી.

કોઈ અમસ્તું જ દાન માં રૂપિયા આપીને કોઈને મદદ કરી રહ્યું છે.

કોઈ પક્ષીઓ સાથે પોતાનો પ્રેમ વહેંચી રહ્યું છે, દરરોજ પોતાના આંગણે પંખીઓને દાણા નાખતા ,એમને કુદતા જોતા, એમનો અવાજ સાંભળતા, એ પંખીઓમાં કોઈ એક તોફાની પંખી ને બીજાની સાથે મસ્તી કરતા જોઈ ખુશ થતા દિલખુશ લોકો ની વાત છે.

કોઈ સાંજ ઢળતા કોઈ કુતરાનો રડવાનો અવાજ સંભળાય તો તેની માટે દૂધ કે રોટલી આપીને તેને પ્રેમથી જોતા રહેતા અને જ્યારે તે ખુશ થઈને પૂંછડી પટ પટાવતું હોય ત્યારે તેની સાથે બાળક ની જેમ ઉછળકૂદ કરતા ખુશ મિજાજી લોકો ની વાત છે.

એક પિતા કે પુત્ર અઠવાડિયા માં સાંજ નથી જોતા કેમ કે સવાર સાંજ એમના ઘરે બધા ખુશ રહે ,ત્યારે એક માતા કે પુત્રી રાત સુધી ભૂખ્યા રહી લે છે કેમ કે એમને પરિવાર ની સાથે જમવાનો આનંદ લેવો છે.

કોઈ એક છોડ ઘર માં વાવીને કંઈ કેટલા બધા દિવસ સુધી એના ઉગવાની રાહ જોવે છે અને ફૂલ આવતા એવી ખુશી વ્યક્ત કરે છે જાણે ઘર માં બાળક આવ્યું હોય.

આવા અનેક અનુભવો મને થાય છે ,જેમાંથી બધા અહીંયા હું લખી નથી શક્યો અને હજી આવા અનેક અનુભવો તમને પણ થતા જ હશે..

જો આ અનુભવો વાંચીને અને મન માં ઈમેજીન કરીને પણ તમને ખુશી થતી હોય તો માનજો કે તમારું દિલ પ્રેમ થી ભરપૂર છે.

હું એમ નથી કહેતો કે દુનિયા માં ચારેબાજુ જે મુસીબતો અને તકલીફો તમને લાગે છે તેનાથી મોઢું ફેરવી લો,પરંતુ દિવસ માં એકવાર એ બાજુ પણ ડોકિયું જરૂર કરો જ્યાં પ્રેમ અને આનંદ છે.