Bhool Koni ? books and stories free download online pdf in Gujarati

ભૂલ કોની?

કોલેજ

નામ સાંભળીને જ બહુ બધું એકસાથે મગજ માં આવી જાય છે.પણ સૌથી પેહલા જે યાદ આવે એ છે મિત્રો.

આ મિત્રો માંથી મારો એક મિત્ર રાહુલ.કોલેજ ના પહેલા દિવસે મળ્યા ત્યારે ઓળખતા ન હતા.ને ઓળખાણ થયા પછી એવા પાક્કા મિત્રો બની ગયેલા કે કોઈ ભૂલ માં એમ જ સમજી બેસે કે આ બન્ને સગા ભાઈઓ જ છે.

હોસ્ટેલ માં, રખડવામાં, ક્લાસ માં, માર ખાવામાં,પાસ ને નાપાસ થવામાં પણ સાથે જ.

પણ છેલ્લા થોડાક દિવસ થી રાહુલ ફોન માં વ્યસ્ત રહેવા લાગ્યો.કોઈની સાથે શરૂ થયેલી વાતો હવે સાથ માં બદલાવા લાગી.

અદિતિ - કોલેજ ની જ કન્યા જે હવે મારા દોસ્ત નો સમય માંગી રહી હતી.

હું જ્યારે પૂછું રાહુલ ને ત્યારે મને કે ખાલી દોસ્ત જ છે.ને હું માની જ જાઉં.કેમ કે આજ સુધી એને મને ખોટું કહેલું જ નહીં.ને બીજા બધા મને પૂછે કે યાર રાહુલ ને અદિતિ નું કૈક તો ચાલુ છે.તો હું ધરાર ના પાડી દઉં.

આમ ને આમ બે વર્ષ વીતી ગયા.રાહુલ ને અદિતિ નો સાથ,મને રાહુલ નું "માત્ર દોસ્ત છે કહેવું" અને બીજા બધા ને મારે ના પાડતા રહેવું આમ જ ચાલતું હતું.

દિવાળી વેકેશન ચાલતું હતું. સવાર માં અચાનક અદિતિ નો ફોન આવ્યો.
હું ચમક્યો !
કેમ કે મને ક્યારેય એને ફોન કરેલો જ નહીં.વોટ્સ અપ માં કોલેજ નું ગ્રુપ હતું એટલે નંબર સેવ હતો.

મને કહે,યાર રાહુલ મને બહુ જ પ્રેમ કરે છે.પણ એ કહે છે કે લગન કરવા શક્ય નહિ બને કેમ કે જ્ઞાતિ અને જીવન ધોરણ બન્ને ના ખૂબ અલગ અલગ છે.

પહેલા તો હું દુઃખ માં પડ્યો કે યાર,રાહુલ એ મારા થી આ બધું છુપાવ્યું?

પણ પછી હું દરેક મુવી ના સાઈડ હીરો ની જેમ ફોર્મ માં આવી ગયો.ને અદિતિ ને કહ્યું કે તું ચિંતા ના કર..રાહુલ ને પણ કહેજે.કોઈ પણ મુસીબત આવશે તો જોઈ લઈશું.પણ લગ્ન અશક્ય માંથી શક્ય બનાવીશું...હું બેઠો છું ને.

એને થેંક્યું કહીને ફોન મૂકી દીધો.

હું પોતાની જ મસ્તી માં ને જાણે એ બન્ને ના લગ્ન કરાવી જ દીધા હોય એમ ઉત્સાહ માં હતો.

સમી સાંજ પડી ને રાહુલ ને ફોન આવ્યો.હું તો એટલો ખુશ હતો ને વિચારતો હતો કે રાહુલ હવે પકડાયો છે બરાબરનો.ફોન માં સોરી ને થેંક્યું બન્ને સાંભળવાની મારી આશા હતી.ને દોસ્તી નિભાવવાની મારી તૈયારી જોઈને એ પણ ઉત્સાહ થી મને મળવા બોલાવશે એમ વિચારેલું.ને હું બોલ્યો કેમ ભાઈ,પકડાઈ ગયી ચોરી?મારાથી જુઠ્ઠું બોલતો રહ્યો તું?

ને સામે થી રાહુલ નો જવાબ સાંભળીને પગ નીચેથી ધરતી ખસી ગયી.એને કહ્યું દોસ્તી ના નામ પર કલંક છે તું.માંડ માંડ પેલી ને બે વર્ષ થી વિશ્વાસ અપાવું છું કે લગ્ન નો મેળ પડે એમ નથી.તો લગ્નની વાત કર્યા વગર જ એ મારી સાથે ફરે છે. મારે લગન કરવા જ નથી.કહ્યું હતું ને કે ખાલી મિત્ર જ છે એ.તો તે બધી બાજી બગાડી નાખી યાર.વાત ન કર તું મારી સાથે.
એને ફોન કાપી નાખ્યો.

હું એક જ મિનિટ માં ઉત્સાહ ના આકાશ માંથી અસમંજસ ની ખીણ માં પડ્યો.મગજ બંધ થઈ ગયું.આ શું કહ્યું એને મને ફોન માં એ મને માનવામાં જ નહોતું આવતું.

રાહુલ એ પહેલાથી મને સાચું જ કહ્યું હતું.

અદિતિ એ પણ મને જે કહ્યું એ સાચું જ હતું.

તો શું હું જ ક્યાંક ખોટું કરી બેઠો?

તમે જ કહો...

ભૂલ કોની?