Bhaf thay gyo - 2 books and stories free download online pdf in Gujarati

ભફ થય ગ્યો - 2

જાનવી : હેલો જયલા

જય : હેલો, જમી લીધું?

જાનવી : હોવ, જમી લીધું, તું જમ્યો?

જય : અરે વાત ન પૂછ, આયાનું જમવાનું એટલે આંગળી ચાટતા રય જાય, અને એમાં હું તો જીણકો છું ને તો મને ભગવાન એના ઘરમાં રાખે અને બોલ આજ સીતા માં એ જે સેવ ટામેટાનું શાક બનાવ્યું તું ને જમાવટ આવી ગય માતાજીનાં હાથનું જમવાનું તો ભાગ્યે જ નસીબ થાય જાનવા.☺️ અને તને ખબર મને સીતામાં એ કીધું કે ગગા હું નવરી થાયને એટલે તને પાકિયા લાડવા બનાવી આપી.
હુંરે હુંરે હુંરે... ડીંગો ડીંગો ડીંગો..

જાનવી : કર એકલો જલસા હો પાડા.

જય : થાય થાય જાનવા... હા હા હા હા હા હા હા હા..
ભણી આવી તું?

જાનવી : શું યાર, કઈ ન સમજ પડે બધું ઉપર થી બાઉન્સ થાય,
અને ચોપડીયુ જ્ઞાન હું કામનું..

જય : મુદ્દો છે જાનવા..
તને ખબર અમને તા આયા સરસ્વતી માં ભણાવે.
મારો તા આજ પેલ્લો દિવસ હતો તો મને તા કઈ નિયમની ખબર ન હોય ને..
પેલા છે ને હે બધા ને શ્લોક બોલવાનાં પછી પ્રાથનાં પછી ભણવાનું.. એવું હોય અને છે ને હે, સરસ્વતી માં ભણાવે ને એટલે સીધું મગજમાં જ જાય અને એટલું પ્રેમથી ભણાવે અને કેટલું જબ્બર સમજાવે અલી, ફુલ મજા આવી જાય, એમ થાય ભયણા જ રાખી..
અને આયા આપડી જેમ Sin, Cos ને એવું ન ભણાવે આયા તો જીવનના મૂલ્યો સમજાવે, આપણા કર્તવ્યો, ભગવતગીતા વગેરે.. જેનાથી આપણા જીવનને જીવવાની સાચી દિશા પ્રદાન થાય એવું સીખાડે..ભાઈ

જાનવી : હશે હાલો બસ તમારે અમારાથી વધારે સારું.. ખુશ?

જય : એતો સ્વીકારવું જ રહ્યું..

જાનવી : હાલ જયલા કામ છે પછી વાત કરું
આવજે

જય : સારું, જય શ્રી કૃષ્ણ

જાનવી : હેલો જયલા

જય : હેલો

જાનવી : હું ફોન કરું મને ટાઇપ કરવાની આળસ આવે છે.

જય : હા કર,
મેરા દિલ ભી કિતના પાગલ હૈ.....

જાનવી : હેલો

જય : બોલ બોલ

જાનવી : જયલા, આજે તા બોવ લાઈનું મારી મારા ક્લાસનાં એક છોકરા સામે..

જય : ભાઈ ભાઈ હશે હશે

જાનવી : તમારે તા ત્યાં કોણ હોય.. 🤭
બિચારો 😜 So Sad baka...

જય : કાં ભાઈ અમારે કેમ ન હોય.? તને ખબર આયા છે ને એવું હોય કે બધા જવાન જ રે એટલે જે ઘરડા થય ને મૃત્યુ પામ્યા હોય એ આયા પાછા જવાન થય જાય..

જાનવી : વાહ...

જય : તો પછી.. ઓલી હેરોઇન નઈ, હમણાં જ ગુજરી ગય... શ્રીદેવી..

જાનવી : હકન

જય : એ આયા અમારી બાજુની શેરીમાં જ રે...
તે હું હમણાં રોંઢે એની શેરીમાં ટાયર ફેરવવા ગ્યોતો ને તો એ ત્યાં હતી..
ઝરુંખે ઊભીતી, મને જોય ને પાણી પાણી થય ગય..
હું તો એનાથી 10 વર્ષ જીનકો આયના નિયમ પ્રમાણે...
તો પણ એ મારી સામે લાઈનું મારે એને એમ કે એ પણ પ્રિયંકા ચોપડાની જેમ પટાવી લેશે.. પણ જાનવા હું એમ કઈ હા નઈ પાડું લે.... સાચું ને? 🤔

જાનવી : એલા હા ન પાડતો હો..

જય : હા ન જ પાડું ને, હેરોઇન હોય તો ઘરની. આપડે તો આયા એકાદી કઠિયાણી ગોતીએ છય.. મળી જાયતો આપણો મેળ પડી જાય..

જાનવી : હા મોજ હા

જય : તો નઈ ને શું..
વટનો કટકો અને એમાં પણ કાઠિયાવાડી ફટકો,
બોવ ઓછા ને મળે..

જાનવી : હકન,
હાલ હવે હું સૂઈ જાવ સવારે વેલું ઉઠવાનું હોય.

જય : સારું, જય શ્રી કૃષ્ણ
( ફોન કટ)

( સવારે આઠ વાગે બંને ઓનલાઇન)

જાનવી : હેલો જયલા ઉઠયો?

જય : હા પણ બ્રશ બાકી.. જો કે આયા તો દાતણ હોય..
તું ઉઠી ગય?

જાનવી : ઠીક.. કયુની ઉઠી ગય, તૈયાર થય ને બેઠી નવ વાગે ભણવા જવું..
રાતે સૂઈ જવાય વેલું તો વેલા ઊઠી શકીએ..

જય : તને તા ખબર મને નાં આવે નીની.

જાનવી : હકન તો શું કરતો તો રાતે..

જય : એ હું છે ને બધા સૂઈ ગ્યાને હે પછી છાના પગે સંતાતો સંતાતો આયથી થોડેક દૂર નર્ક લોક શરૂ થાય ત્યાં ગ્યોતો..

જાનવી : હાય હાય... ત્યાં થોડી જવાય કદરકૂટા..

જય : તું સાંભળને અલી..
હું છે ને ત્યાં ગ્યોને તો દરવાજા થી તો મને ઓલા રક્ષકો એ ન જવા દિધો..
મને કે તું હજુ જીણકો છે તારાથી આયા ન અવાય..
હું કવ એવું તે શું હશે અંદર આજ તો જોવું જ પડશે..
પછી ભાયડો વંડી ઉપર ચડયો એમાં તા હું એક્સપર્ટ..

જાનવી : નકામો... કોઈ જોય ન ગ્યું..?

જય : જોય જ જાય ને હું વંડી ટપીને અંદર ગ્યો એવું તા સિક્યોરિટી આલારામ વાગવા માંડ્યો..
સૈનિકો આવ્યાં અને મને પકડીને યમરાજ પાસે લઈ ગયા..

જાનવી : બાપા... પછી?

જય : પછી હું નમાલો થય ગ્યો અને મારા દિલમાં જે હતું એ સાચું કઈ દિધું..
તો યમરાજ મારાથી ખુશ થય ગ્યાં અને મને નરક લોક જોવાની પરવાનગી આપી, અને સિપાઈને કીધું કે મને નરક લોક બતાવે..

જાનવી : તે શું હતું ત્યાં?

જય : બોલ છે ને અમુક લોકોને ફાંસી ઉપર ટિગાડ્યા તા.. મને કે આ અંગ્રેજો છે.. ભારત ને લૂંટવા આવ્યા તા અને જુલમો કર્યાં હતાં..
પછી અમુક ને બાંધીને મારતા હતા.. મને કે આ બધા પાપીયા છે.. સાધુ સંતને હેરાન કરવા વાડા, બંબ બ્લાસ્ટ બીજું ઘણું બધું.. અને બોલ એકને સૌથી નોખો ગરમ તેલનાં તાવળામાં તરતા તા મેં કીધું આ કોણ મને કે આ હિટલર છે સૌથી ક્રૂર શાસક..
મારાં તો હોંશ ઉડી ગ્યાં.. પછી હું તા ફટાફટ યમરાજની રજા લઈને નીકડી ગ્યો..
અને તને ખબર મને યમરાજ એ ચોકલેટ પણ આપી..

જાનવી : કઈ આપી હે?.

જય : એ છે ને હે ડેરી મિલ્ક, એ પણ મોટી..

જાનવી : ખા તું વાંદરા..

જય : હા... હા... હા... હા..

જાનવી : હાલ અય નકામા નવ વાગી ગ્યાં હું ભણવા જાવ આવજે... અને દાતણ કરી લેજે હો ને હુંઘરા..

જય : જાને ભાઈ તું, નામ બગાડતું
આવજો
જય શ્રી કૃષ્ણ

Share

NEW REALESED