Prem ni pain killer - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પેઈનકિલર - 1

મોબાઇલ ની સ્ક્રીન પર સવાર ના 6 વાગવા નો સમય થતો આવતો હતો, 6 વાગતા ની સાથે જ આ આખા દિવસ ખુબ જ ગમતો મોબાઇલ પ્રેમ ને જગાડવા માટે અવાજ કરવા લાગ્યો પણ પ્રેમ ને કઈ અસર ન હતી એ તો એના સપના માં મસગુલ છે,
આખરે પ્રેમ ના મમ્મી દરવાજા પર દસ્તક આપી, "પ્રેમ, ઉઠ બેટા. જો 6:30 થયા હવે તો ઉઠ, તને ખબર છે ને કે તારે આજે 8 વાગે વડોદરા જવાનું છે "

વડોદરા નું નામે કાન માં પડતાં પ્રેમ ની આંખ તરત ખૂલી ગઈ, અને પ્રેમ બોલી ઉઠ્યો "મમ્મી તને ખબર હતી કે મારે આજ વડોદરા જવાનું છે તો પણ તમે મને હવે ઉઠાડવા આવો છો?"

આટલું બોલતા જ ફરી પાછો પ્રેમ નો મોબાઇલ વાગ્યો પણ આ વખતે ઍલારમ ન હતો. સ્ક્રીન પર જોયું તો અસ્મિતા નો કોલ હતો પ્રેમ એ જોવો મોબાઇલ પર આવેલો કોલ ઉપડયો ત્યાં તરત જ સામે થી અસ્મિતા બોલી ઉઠી " પ્રેમ આજ તો તું ટાઇમ પર જાગી ગયો છો. પ્લીઝ એમ બોલ."

પ્રેમ "અસ્મિતા બસ થોડોક જ ટાઇમ ઊભી રે હું આવું જ છુ.” આટલું કહેતા ની સાથે જ પ્રેમ આ કોલ કટ કરી નાખ્યો
થોડી વાર માં પ્રેમ ફ્રેશ થઈ ને નીચે આવી ને કહ્યું " મમ્મી હું વડોદરા જાવ છૂ 3 દિવસ પછી આવીશ." મમ્મી બોલી “પ્રેમ કાલે રાત્રે મારી અભય સાથે વાત થઈ ત્યાં તેના રૂમ પર તારા રહેવાની વ્યવસ્થા થઈ ચૂકી છે.” ઠીક છે મમ્મી ત્યાં જ રોકાઈ ખુશ.” આટલું કહી ને પ્રેમ નીચે આવી ને કાર માં બેસી અને તેના મોબાઇલ માં રહેલા ગુજરાતી લોકગીત કાર માં વગાડવા લાગ્યો
અને ફટાફટ પ્રેમ અસ્મિતા ને તેના રૂમ પર થી કાર માં બેસાડી અને વડોદરા જવા રવાના થયા.


પ્રેમ અને અસ્મિતા બને કાર માં બેસી ને હજુ રાજકોટ ની બહાર પહોચીયા જ હતા ક અસ્મિતા બોલી "પ્રેમ આજ વખતે તો વડોદરા ની પારૂલ યુનિવર્સિટિ ની એંજીન્યરિંગ ની ઈવેન્ટ માં આપણો જ પહેલો નંબર આવનો છે, મે આપણાં મોડેલ ની પ્રેજેંટેશન સ્પીચ જ આવી મસ્ત લખી છે જો સાંભડવું,"

આટલું બોલતા ની સાથે જ પ્રેમ અસ્મિતા ની વાત કાપતા વચ્ચે બોલી ઉઠ્યો " એક મિનિટ બેટા, નંબર તો આપણો જ પહેલો આવશે પણ તારી સ્પીચ ના કારણે નહીં. મારૂ બનાવેલું મોડેલ જ આવું મસ્ત છે, આના કારણે આવશે."
ફરી અસ્મિતા બોલી ઉઠી " પ્રેમ આના લીધે જ તારે કોઈ ગર્લફ્રેંડ નથી. તને કેટલી વાર કહ્યું છે કે જ્યારે કોઈ પણ છોકરી તમારી પાસે પોતાની બડાઈ મારતી હોય તો અને મારવા દેવાય એ છોકરી ને રાજી કરવાનો ખૂબ જ સરળ ઉપાય છે. પણ તું હમેશા કોઈ કઈ બોલે એટ્લે તરત જ તેને ટોકવા લાગે છે"

પ્રેમ બોલ્યો " મારે ગર્લફ્રેંડ નથી એનું કારણ એ છે જ નહીં, અસ્મિતા એનું સાચું કારણ તો તું જ છો,"અસ્મિતા પર લાગતાં આ આરોપ અસ્મિતા થી સહન ન થતાં એ બોલી ઉઠી,"ઓય મે શું બગાડ્યું છે તારું, તે તું મને આવું કહે છે, ભૂલી ગયો આજ થી સવા વરસ પહેલા નો પ્રેમ કેવો હતો એ જ ના તો કોલેજ માં કોઈ ગર્લ સાથે વાત કરતો અરે વાત ની વાત તો એક તરફ રહી રેંકર સાહેબ બૂક પછી માંગવા માં પણ કોઈ બીજા ની હેલ્પ લેવી પડતી યાદ છે ક ભૂલી ગ્યો."

"હા મારી માં હા, યાદ જ છે આટલે તો કહું છું કે તારા લીધે જ મારે કોઈ ગર્લફ્રેંડ નથી કેમ કે એક તો તું આટલી સુંદર અને આપણે આખો દિવસ સાથે જ હોય આટલે અડધી કોલેજ તો આપણે બને ને જ ગર્લફ્રેંડ બોયફ્રેંડ સમજે છે.”

આવી જ વાતો કરતાં કરતાં બને વડોદરા પહોચી ગયા અને ત્યાં પહોચતા જ અસ્મિતા એ સ્વાતિ ને કોલ કર્યો સ્વાતિ ત્યાં જ પારૂલ યુનિવર્સિટિ માં પોતાનો ડોકટોરી નો અભ્યાસ કરી રહી હતી. અને એ બને ખુબ જ સારા મિત્ર પણ છે તો સ્વાતિ એ અસ્મિતા ને પહેલા થી જ કહેલું ક વડોદરા તારે મારા રૂમ પર જ રહેવાનુ છે તો થોડાક જ સમય માં સ્વાતિ ત્યાં અસ્મિતા અને પ્રેમ ની કાર પાસે આવી પહોચી. અસ્મિતા બહાર જ સ્વાતિ ની પ્રતિક્ષા કરી રહી હતી અને પ્રેમ એની કાર માં જ બેઠા બેઠા ગીત સાંભડી રહ્યો હતો. પછી ત્રણે કાર માં બેસી અને સ્વાતિ સાથે તેના રૂમ પર ગયા જ કોલેજ થી થોડા જ અંતર પર હતો. ત્યાં પ્રેમ એ અસ્મિતા અને સ્વાતિ ને મૂકી અને વડોદરા શહેર માં રહેતા માસી ના છોકરા અભય ને રૂમ તરફ ચાલ્યો ગ્યો.

અડધો કલાક આમ જ ગુજરાતી લોકગીત વગાડતા વગાડતા પ્રેમ અભય ના રૂમ પાસે પહોચીયો જ હતો અને એક જગ્યા એ પ્રેમ પોતાની કાર ને યૂ ટર્ન મારવી રહ્યો હતો ત્યાં સામે થી એક એક્ટિવા રોંગ સાઇડ થી આવી અને પ્રેમ ની કાર ને ઠોકર મારતા મારતા બચી. તે અકટીવા પર બે છોકરીઓ હતી અને બને છોકરીઓ એ ડોક્ટર ના પોશાક પહેરેલો હતો.

પાછળ બેસેલી છોકરી એ ઊચા અવાજ એ બોલી કે "આલા ગામડિયા આ તારા ગામ નો રોડ નથી સરખી ચલાવ કાર" ત્યાં જ આગડ એક્ટિવા ની છોકરી બોલી "કઈ બોલમાં વાંક આપડો છે, વાયડી"પછાડ બેસેલી છોકરી બોલી કે તું શાંતિ રાખ આવા ગુજરાતી લોકગીત વગાડતા ગામડિયા છોકરવ ને આમ જ કહેવાની જરૂર છે" અને આટલી વાત સાંભડતા જ પ્રેમ આ પોતાની કાર નો દરવાજો ખોલ્યો અને બહાર જ આવતો તો ત્યાં સામે થી અભય આવ્યો અને અભય ને જોઈ ને બને ડોક્ટર ના પોષક માં રહેલી છોકરી શાંત થઈ ગઈ.