Premni painkiller - 2 in Gujarati Fiction Stories by STanK books and stories PDF | પ્રેમ ની પેઈનકિલર - ૨ 

The Author
Featured Books
  • डर

    अध्यात्म का बहुत सीधा और सरल अर्थ है—ख़ुद को जानना। (‘अधि +...

  • Muhabbat Ek Sabaq - 16

    "अम्मी आप फ्री हैं" ?? आज रूटीन के मुताबिक़ शहरयार वॉक करने...

  • Raaz - Part 9

    सुबह के पाँच बजे थे।चंदनगढ़ की सुबह बाकी जगहों जैसी नहीं थी।...

  • आख़िरी चिट्ठी का रहस्य

    आख़िरी चिट्ठी का रहस्यबारिश की हल्की बूंदें गाँव की कच्ची गल...

  • क्या दीक्षा आवश्यक है ?

    जयगुरु क्या दीक्षा आवश्यक है? — शास्त्र, संत और मानवता की दृ...

Categories
Share

પ્રેમ ની પેઈનકિલર - ૨ 

એક્ટિવા માં આગડ બેઠેલી છોકરી નું નામ ક્રિશ્ના હતું જે અભય ને જોતાં જ શાંત થઈ ગઈ કારણ કે અભય તેનો બોયફ્રેન્ડ હતો, એટલે ક્રિશ્ના ને એમ થયું કે હવે અભય બધુ જ સંભાડી લેશે. અને અભય ને જોઈ ને ક્રિશ્ના ની પછાડ બેસેલી એની ફ્રેન્ડ કે જેનું નામે પ્રીતિ હતું. એ બોલી પડી જો ને અભય આ ગવાર ની કાર ના લીધે હમણાં અમે બને નીચે પડી જાત. આટલી વાત થઈ ત્યાં જ પ્રેમ કાર માં થી નીચે આવી અને બને છોકરી ને કહેવા લાગ્યો જ વાંક તમારો છે તમે રોંગ સાઇડ થી આવો છો. આટલું બોલતા જ પ્રેમ ની નજર અભય તરફ પડી અને તેને ભેટી પડ્યો, અને પૂછવા લાગ્યો કેમ છે મારા ભાઈ. આટલું સાંભડતા જ પ્રીતિ અને ક્રિશ્ના ની પ્રેમ સામે ની લડાય પર અલ્પવિરામ લાગ્યો અને અભય એ ત્રણેય ને એક બીજા નો પરિચય કરાવ્યો. ત્યાં પ્રેમ એ કહયું કે અભય તારી ફ્રેન્ડ્સ ને કે મને સોરી કહે. આ વાત સાંભડી ને પ્રીતિ ને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ ક્રિશ્ના એ સોરી કહી ને વાત ત્યાં જ પૂરી કરી અને બને પોતાની એક્ટિવાનો સેલ્ફ મારી ને ચાલી ગઈ.
આ તરફ અભય અને પ્રેમ બને કાર માં બેસી અને સામેની તરફ અભય ના રૂમ પાસે પાર્ક કરવા માટે કાર સ્ટાર્ટ કરી અને ત્યાં જ કાર માં પ્રેમ ના ગુજરાતી લોકગીત કાર માં ગુંજયું કે તરત જ અભય બોલ્યો ભાઈ તું હજુ આ લોકગીત જ સંભાડે છે ? પ્રેમ એ હા કહી ને વાત પૂરી કરી. ત્યાં અભય પાછો બોલ્યો હવે સમજણું ભાઈ કે આ પ્રીતિ એ કેમ તને ગવાર કીધો. આટલું સાંભડતા જ પ્રેમ અને અભય બને હસી પડ્યા. અને રૂમ પર પહોચી અને પ્રેમ ને ફ્રેશ થવા ચાલ્યો ગ્યો.

અડધો કલાક માં પ્રેમ ફ્રેશ થઈ ને બહાર આવી અને બેઠો ત્યાં જ અભય આ કહ્યું ચાલ ભાઈ ચા પીવા જઈએ. અભય અને પ્રેમ બને માટે ચા આટલે અમરત્વ ના પ્યાલા સમાન કોઈ વાર નકરો કરવાની વાત જ ના આવે ચા બાબત એ. ચા ની કીટલી આ પહોચતા પહોચતા પ્રેમ આ અભય ને પૂછ્યું કે અભય આવી સરસ અને સુંદર છોકરી એ તારી ગૃલ્ફૃએંડ બની કઈ રીતે આટલું પૂછતાં જ અભય હસી પડ્યો અને બોલ્યો ભાઈ પ્રેમ ભગવાન કરે કે હવે હું જ બોલવાનો છું એ ખોટું પડે પણ ભાઈ શું તું હજુ ભી સીંગલ જ છે? પ્રેમ એ મોઢું ચડાવતા હા પાડી.

અભય એ કહ્યું જો ભાઈ પહેલી વાત તો એ કે હું આ ક્રિશ્ના ને નહીં પરંતુ પ્રીતિ ને લાઇક કરતો હતો અને આના માટે જ મે ક્રિશ્ના ને મારી ફ્રેન્ડ બનાવી હતી પરંતુ ક્યારે ક્રિશ્ના સાથે જ લવ થઈ ગયો કઈ ખબર જ ના પડી યાર. પ્રેમ એ પૂછ્યું પ્રીતિ જ કેમ ? અભય એ જવાબ આપતા કહ્યું કે ભાઈ એ પારૂલ ની ડોકટોરી ની ટોપર અને એંજીન્યરિંગ ના સ્ટુડન્ટ ને બધીજ રીતે ખૂબ જ હેલ્પ કરે આવી છોકરી છે અને તને તો ખબર કે તારો ભાઈ હમેશા આવી જ છોકરી ગોતે કે જ બધી જ રીતે હેલ્પ કરી શકે. પરંતુ તું અહી શું કરવા આવ્યો છે એ તો કહે ? પ્રેમ એ તેની પાસે રહેલો પારૂલ ની ઈવેન્ટ માં ભાગ લીધેલો એની કાપલી પોતાના જેકેટ ના ઉપરના ખીસા મા થી કાઢી અને અભય ને બતાવી. અરે વાહ ભાઈ તું અને મારી કોલેજ મા ખૂબ મજા આવશે.

બીજી તરફ ક્રિશ્ના અને પ્રીતિ બને એક્ટિવા લઈ ને એના રૂમ પર પહોચયા પરંતુ પ્રીતિ હજુ પ્રેમ ની સોરી વાડી વાત પર ગુસ્સે જ હતી અને બને એ જ બાબત પર બહેશ કરતાં કરતાં રૂમ નો દરવાજો ખોલ્યો ત્યાં જોયું કે કોઈ મહેમાન ત્યાં હોલ ના સોફા ઉપર બિરાજમાન થઈ ને બેઠા છે જેને જોઈ ને એ બને એ પોતાની બહેશ બંધ કરી અને ચૂપ ચાપ બને પોતાની થીજી રૂમમેટ પાસે પહોચીયા, એ થીજી રૂમમેટ બીજું કોઈ નહીં પરંતુ સ્વાતિ હતી અને બહાર હોલ ના સોફા પર બિરાજમાન મહેમાન આટલે અસ્મિતા.


સ્વાતિ એ તે બને ને અસ્મિતા નો પરિચય આપ્યો અને ચારેય જાણ સ્વાતિ ના હાથે બનાવેલો નાસ્તો કરવા બેઠા અને ત્યાં જ પછી પ્રીતિ એ વાત ઉપાડી કે તને ખબર છે આજ શું થયું અમે કહી ને બધી જ વાત અસ્મિતા ને સ્વાતિ ને કરી અસ્મિતા ને થોડીક વાર તો એમ થયું જ કે કદાચ આ પ્રેમ ની જ વાત કરે છે પરંતુ ગુજરાત માં ગુજરાતી લોકગીત કઈ પ્રેમ ની એક ની જ કાર માં થોડા વાગતા હોય એમ જ મન માં વિચારી અને કઈ ના બોલી અને નાસ્તો કરતી રહી.

આ તરફ અભય અને પ્રેમ બને સાંજે બહાર વડોદરા ફરવા જવા નિકડવાનો પ્લાન બનાવતા હતા એટ્લે પ્રેમ એ અસ્મિતા ને સાથે ચાલવા નું પૂછવા માટે કોલ કર્યો અને અસ્મિતા નો વડતો જવાબ આવ્યો કે અમે અહી ચાર રૂમપાર્ટનેટ છીએ આટલે બધા તો કાર માં નહીં સમય આટલે તમે જતાં આવો. આટલું કહી ને કોલ મૂકી દીધો. આ તરફ પ્રેમ અસ્મિતા ના અવાજ માં રહેલી નિરાશા ને પારખી ગયો હતો અને તેને પછાડ થી જ અભય ને કહ્યું કે ભાઈ નો હજી એક કાર હોય ને તો બધા સાથે જઇ શકાય એમ છે આટલે અભય એ તરત જ ક્રિશ્ના ને કોલ કરી ને પ્રીતિ ની કાર લઈ આવા માટે પ્રીતિ ને મનાવણી વાત કરી.

સાંજ નો સમય થઈ ગ્યો અને ક્રિશ્ના એ અભય ને ફોને કૃ અને કહ્યું કે આપણે બધા સાંજે બહાર જ જમવાનું છે અને આની સાથે સાથે જ અભય ને કહ્યું કે જો સીધો રહેજે સાથે એક બીજી છોકરી પણ છે આટલે આમની સામે ખોટા સીન મારવાની કઈ જ જરૂર નથી. અહી એ જ વાત અભય એ પ્રેમ ને કરી કે ચાલ પ્રેમ આજ તો તતારી કંપની આપવા માટે પણ એક નવી છોકરી આવે છે અને આટલું કહી ને જ બધા નકી કરેલી જગ્યા એ પહોચવા માટે પોત પોતાના વાહન લઈ ને નિકડી પડ્યા ક્રિશ્ના એ પ્રીતિ ને એ વાત કહી ન હતી કે સવાર એ જે પ્રેમ સાથે જગડો કરી ને આવી હતી તે ભી આવે છે. બધા ત્યાં પહોચીયા અને પ્રીતિ પ્રેમ ને હોય ને ફરી ગુસ્સા માં આવી અને ક્રિશ્ના ને બોલવા લાગી કે આ ગવાર અહિયાં શું કરે છે? આટલી વાત થઈ ત્યાં તો અસ્મિતા પ્રેમ ને જોઈ ને બોલી ઉઠી પ્રેમ તું અહિયાં અને આ જોઈ ને પ્રીતિ ને નવાઈ લાગી અને અસ્મિતા ને ઍક તરફ બોલાવી ને પૂછવા લાગી કે શું આ તે જ છોકરો છે જેની સાથે તું પારૂલ ની ઈવેન્ટ માં ભાગ લેવાની છો?

અસ્મિતા એ હા કહી ને જવાબ આપ્યો અને એ સાંભડી ને પ્રીતિ મનોમન ખુબજ ખુશ થઈ અને વિચારવા લાગી કે હવે તો આ પ્રેમ એ જે મને બધા વચે સોરી બોલવાનું કહ્યું હતું આનો બદલો જે હું લાઈશ એ આખી પારૂલ યુનિવર્સિટિ જોસે અને બીજી વખત આ પ્રેમ વડોદરા આવનું નામ જ નહીં લે.અને ખુશ થઈ ને બધા સાથે જમવા બેસી ગઈ.