Gantantra divas books and stories free download online pdf in Gujarati

ગણતંત્ર દિવસ

આજે 26 જાન્યુઆરી છે, બધાજ મિત્રોને ગણતંત્ર દિવસ ની ખૂબખૂબ શુભેચ્છાઓ
આજ ના દિવસ પુરતી જ જેને બહુ દેશભક્તિ ઉભરાઈ આવે છે એના માટે આજ થી જ ચાલુ વર્ષ માં નક્કી કરજો કે થોડાક સરળ નિતમો અને આ નિયમોનું હુ પાલન કરુ છુ એટલા માટે કહુ છુ ખાલી ખાલી દેશ ભક્તિ બતાવવા નહીં....
(1) હું ગમે ત્યાં કચરો નહિ નાખું,
કચરો કચરા પેટી માં જ નાખીશ અને બીજાને નખાવીશ (2)પાણી નો બગાડ નહી કરુ અને નહી કરવા દવ હર હંમેશ પાણી નો બચાવ કરીશ અને પાણી નો બચાવ કરાવીશ...
(3) વ્હીકલ અથવા કાર પાકીઁગ કોઈ ને નડે નહી તે રીતે જ પાર્કીગ કરીશ અને બીજા લોકો પણ એજ રીતે પાકૅ કરે તેવી વિનંતી કરીશ.....
(4) પાન - મસાલા ખાઈ ને પીચકારી ગમે ત્યાં મારીશ નહીં અને કોઈ વ્યક્તિ પિચકારીઓ મારતુ હશે તો તેને પ્રેમ થી રોકવા નો પ્રયત્ન કરીશ...
(5) રાષ્ટ્રગીત નું માન અને સન્માન રાખીશ અને બિજા લોકો ને સન્માન આપવા પ્રેરિત કરીશ...
(6) દેશહીત માં જાતિવાદ ને જાકારો આપીશ અને અપાવરાવીશ...
(7) દેશ ની રક્ષા કરતા મારા દેશ ના વિર જવાનો ને સન્માન આપીશ દેશ ના સીમાડા સાચવીને બેઠેલા આર્મીના જવાનો હોય કે દેશ ની અંદર આપણી રક્ષા કરતા આપણા પોલીસ ના જવાનો હોય કે કોઈપણ દેશ હિતમાં સારું કાર્ય કરતા કાર્યકરો હોય બધાને સન્માન આપીશ અને અપાવરાવીશ...
(8) રસ્તા ઉપર જતી વખતે ઈમરજન્સી વાહનો ને રસ્તો આપીશ એમ્બ્યુલન્સ હોય ફાયરબ્રિગેડના વાહન હોય પોલીસ વાહન હોય કોઈપણ ઈમરજન્સી વાહનો ને રસ્તો આપી મારી ફરજો અદા કરીશ અને કરાવીશ..
(9) દેશ હિત મા કોઈપણ સારા કાર્ય મા હંમેશા મારો સાથ અને સહકાર આપીશ અને અપાવીશ..
(10) હુ દેશ ના કોઈપણ નાના મા નાના માણસ ને પ્રેમ અને હુફ આપીશ અને મારા થી થતી તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહીશ...
(11) હુ મારા ભારત દેશ માટે હંમેશા ઈમાનદારી દાખવીશ
દેશ મા સરકાર દ્વારા જે કોઈપણ નિયમો બનાવવામાં આવશે એને પુરેપુરો સાથ સહકાર આપવો જોઈએ અને કોઈપણ નિયમો મા આપણે સહમત ના હોઈએ તો એના માટે શાંતિ પુર્ણ રિતે અથવા તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરી અને સરકાર શ્રી ને રજુઆત કરવી જોઈએ
દેશ ની કોઈ માલ મિલકતો ને આપણા નાનકડા હિત માટે નુકશાન ન થાય એ જવાબદારી પણ આપણી જ છે દેશ ની અસ્મિતા અને દેશ ની અખંડિતતા ની રક્ષા કરવી એ પણ આપણી જવાબદારી હોવાથી એને આચ ન આવે તેનુ પણ ધ્યાન રાખવુ એ આપણી ફરજ છે
હમણા જ હુ બહાર થી આવતો હતો ત્યારે મે એક ભાઈ ને જોયા એ ભાઈ ના એક હાથ મા ભારત ના વિર શહિદો માટે ફંડ એકત્રિત કરવા શહિદો અમર રહો નુ એક પાત્ર અને બિજા હાથ મા તમાકુ વાળો માવો
એ ભાઈ ને મારા વંદન છે કે એ ભાઈ શહિદો ની વંદના કરવા માટે ફંડ એકત્રિત કરતા હતા પણ બિજા હાથ મા તમાકુ વાળો માવો એ એક થોડુ વિચિત્ર છે એ ભાઈ ને દેશ ના વિર જવાનો પ્રત્રે આટલો બધો પ્રેમ અને ખુમારી છે એ ભાઈ ને દેશ પ્રેમ નો નશો જ રાખવો જોઈએ મને મારા દેશ અને મારા દેશ ના વિર જવાનો માટે પ્રેમ અને ખુમારી છે તો મારે કોઈપણ નશો કરવાની જરૂર પડતી નથી અને પડશે પણ નય
મારી બધાજ મિત્રો ને હાથ જોડી અને વિનંતી છે કે તમારે પણ નાનુ મોટુ કોઈપણ વ્યસન હોય તો આજે આ 71 મા ગણતંત્ર દિવસ ના પાવન અવસરે આજે જ નિયમ લ્યો કે આજ થી હુ નશો બંધ કરીશ અથવા ધીમે ધીમે આ નશા ને ઓછો કરી ને બંધ કરવા ની પુરી કોશિષ કરીશ...
બાકી ખાલી ખાલી ફોટા ઓ મુકવા થી કે કોઈપણ દેશ ભક્ત હોવાના ખોટા ડોહળ કરવા થી કોઈ ફાયદો નથી દેશ ને પ્રેમ કરો હંમેશા દેશ ને વફાદાર રહો દેશ માટે ઈમાનદાર રહો
જય જવાન
જય કિસાન
જય વિજ્ઞાન
જય ઈમાન
આજે દેશ ને ઈમાન ની જરુર છે દેશ ના પ્રત્યેક નાગરિકો ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ વતન હમ નામ હે આપણે તો એ દેશ ના વારસદારો છીએ ...
દિવાલી મે અલી રમઝાન મે રામ ઈસી લિયે હે મેરા દેશ મહાન...
ભારત માતા કી જય
વંદેમાતરમ
જય હિન્દ..
જય હિન્દ કી સેના