In my valley books and stories free download online pdf in Gujarati

મારી વ્હાલી માં

નમસ્કાર મિત્રો હુ છુ આપનો દોસ્ત શૈલેષ જીવાણી આજે એક નવી વાર્તા લય અને આપની સમક્ષ આવ્યો છુ મારી આજની વાર્તા નુ શીષૅક છે મારી વ્હાલી માં...
વાર્તા ની શરૂઆત મજાદર ના કવી પદ્મશ્રી દુલાભાયા કાગ ઉર્ફે કાગ બાપુ ના દુહા થી કરવી છે મોઢે બોલુ માં ત્યાતો મને સાચેજ નાનપણ સાંભરે પછી મોટપ તણી મજા મને કડવી લાગે કાગ કે.. કવી કાગ બાપુ અને બીજા ઘણા બધા કવિ ઓ એ માં વિશે ખુબ લખ્યું છે માં મરે મડદું પડે અને છોરુ જો ઉર ચડે તો એને ધાવણ ધાવવા બે ઘડી દે ઠાકરા આ દુહો પણ લગભગ કાગ બાપુ નો જ છે
આપણે માં ના ગર્ભ મા હોઈએ ત્યાર થી તે માં મરે ત્યાં સુધી માં આપણ ને પ્રેમ કરે છે અને આપણી ચિંતા કરે છે એક માં નો ખોળો જ એવો છે કે દિકરો કોઈપણ ઉંમર નો હોય માં ના ખોળામાં માથુ મુકી અને રોઈ શકે છે...
માં શરીર રુપી ચોક્કસ મરતી હોય છે ખોળીયુ ભલે પંચતત્વ મા વિલીન થય જાય પણ માં હર હંમેશ ખમકારા કરતી આપણી સાથે જ રહેતી હોય છે
એક કવિ તો એમ કહે છે કે એ અંધેરા દેખ તેરા મુહ કાલા હો ગયા માં ને આંખે ખોલી ઘર મે ઉજાલા હો ગયા... માં થી મોટુ તો સાહેબ કોઈ નથી આપણા માાં ની માં ને પણ આપણે નાની કહીએ છીએ આપણે તો બસ આપણી માંં જ મોટી આપણી માં થી મોટુ આપણ ને કાઇ ખપે નહિ સાહેબ... ત્યારે કહેેવુ પડેે કે આખા જગત થી વ્હાલી મને મારી માં...
આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણ ને આપણી માં તેડીને સુવડાવતી હોય છે પણ સાહેબ એજ પ્રસંગ જ્યારે કોઈ ની પણ માં મુત્યુ પામે છે ત્યારે આપણા મા એક રીવાજ છે એ રીતે ભોય પથારી એ માં ને લેવાની થાય ત્યારે મને એ પ્રસંગ યાદ આવે કે જે માં બાળક ને આ રીતે સુવરાવતી હતી એજ માં ને આજે એ દિકરો એજ રીતે સુવરાવે છે ત્યારે એમ થાય કે મા તુ કેટલી ઘસાતી ગય અને કેવી થય ગય કે તુ મને તેડી ને સુવરાવતી હતી એ જ રીતે આજે હુ તને સુવરાવી રહ્યો છુ...
જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિ ની માં ને દુઃખી જોઈએ કે કોઈ કિસ્સા ઓ જોઈએ ત્યારે ખુબ દુઃખ લાગે છે કે જે માં એ આપણા માટે પોતાનો જીવ જોખમમાં મુકી ને એટ એટલી પ્રસુતી ની પીડા સહન કરી ને આપણ ને જન્મ આપે અને આપણા માટે થય અને એના કેટલા બધા શોખ ને જતા કરી અને આપણુ જતન કરે અને છેલ્લે લોકો આ રીતે માં ને હેરાન કરે વુધ્ધાશ્રમ આપણા દેશ ની સંસ્કૃતિ છે જ નહીં માં તો ઘર મા શોભે એક નાના એવા મકાન મા કાળી મજુરી કરી અને માં આપણને રાખતી અને આપણે એક આપણા માં બાપ ને ન રાખી શકીએ...
સાહેબ હુ તો એમ કહુ છુ કે કયારેક આશ તો ક્યારેક પાસ મારા માટે તો મારી "માં" જ મારો શ્વાસ...
દવા કામ ના આવે ને તો એ મારી નજર ઉતારે છે... માં છે એ મારી ક્યા કોઈ દિવસ હાર માને છે...
માં બધાને વ્હાલી હોય છે અને હોવીજ જોઈએ કારણકે માં દ્રારા જ આ જગત મા આપણુ અસ્તિત્વ છે
મારે રામાયણ નો એક અદભુત પ્રસંગ અહી ખાસ લખવો છે એમા માં ની ખુબ જ સરસ વાત છે જ્યારે ભગવાન રામ નાના હતા અને મહારાજા દશરથ નો એવો નિયમ હતો કે જ્યારે પણ મહારાજા જમવા બેસે ત્યારે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન હંમેશા હાજર હોવા જોઈએ એક વખત મહારાજા જમવા બેઠા અને બાળકો હાજર ન હતા ત્યારે મહારાજા એ કીધું કે બાળકોને બોલાવો ત્યારે ચોકીદારો રામ ને બોલાવવા જાય છે પણ રામ આવતા નથી એ કહે છે કે મારી માથે દાવ ચડ્યો છે હુ નહિ આવુ ઘણી વાર બોલાવવા છતા રામ આવતા નથી છેલ્લે માતા કૈકેયી રામ ને બોલાવવા માટે જાય છે અને રામ ને કહે છે કે રામ મહારાજા જમવા બેઠા છે અને આપની રાહ જોવે છે ત્યારે રામ કહે છે કે માં મારી ઉપર દાવ ચડ્યો છે હુ અત્યારે નહિ આવુ ત્યારે માતા કૈકેયી ત્યાં બેસી જાય છે અને રામ ને કહે છે કે રામ એ નહિ આવો ત્યાં સુધી હુ પણ અહીંયા થી જવાની નથી ત્યારે રામ ગેડી દડા નો ઘા કરી માતા કૈકેયી પાસે આવે છે અને માતા કૈકેયી ના ખોળા મા માથુ મુકી અને રામ એમ કહે છે કે માં મને બોલાવવા તો ઘણા બધા આવ્યા પણ કોઈ એ એમ ના કીધું કે રામ તમે નહિ આવો ત્યાં સુધી અમે અહીંયા થી નહિ જઈએ એમ પછી રામ માતા કૈકેયી ને કહે છે કે માં મારુ એક કામ કરીશ માં કહે છે કે બોલો રામ તમે કહો તો હુ મારા પ્રાણ પણ આપી દવ ત્યારે રામ કહે છે માં પ્રા્ણ આપવા સહેલા છે પછી રામ માતા કૈકેયી ને મહારાજા પાસેથી વચન માગવાનુ કહે છે કારણકે રામ માતા કૈકેયી ને કહે છે કે હે માં જો તુ મારુ આ કાર્ય નહી કરે તો જેને માટે મે અવતાર લીધો છે એ કાર્ય હુ નહી કરી શકુ એક દિકરા માટે થય અને આજ સુધી એ માં બધા લોકો ના મેણા તોણા સાંભળે છે પણ એક માં છે દિકરા માટે એ બધુજ સહન કરવા તૈયાર હોય છે
અને છેલ્લે વાત ની પુર્ણ કરવી છે ત્યારે એક કવિ ની પંક્તિ જીંદગી મે ઉપર વાલે છે ઈતના જરૂર માંગ લેના કી માં કે બીના કોઈ ઘર ના હો ઓર કોઈ માં બેઘર ના હો
🙏🙏પ્રણામ 🙏🙏