Lagni - 1 books and stories free download online pdf in Gujarati

લાગણી - 1

લુખ્ખી એ રાત , બે દાળા ઘડી તો આ ખાટ માં બેઠા તા ....... , મને કે ઈ આ ટાઢ બવુ છે પણ જીગલા આ શેતરો માં પોણી વાળવા જવું પડશે હો..... , પાહુ મેય કીધુ બાપા ને કી બાપા થોડા ખમી જાવ તમે ઈ કેતા હોઈ તો મું પોણી વાળવા જવું જ છું , તઈ તમારા ખેતરો માંય......... , પણ શેતરો ની ગાયો ભેસો વના તો રવાય જ નહીં બાપા ને ચેટલા દી નુ કીધુ તુ , આ તબેલો ઘર મા કરી નાખો પણ પછી શેતરે જવાનુ બોનુ ન મલે... એટલે ઈ આજકાલ કરતા તા હવ ઈ શેતરે પહોચ્યાં, અને આ ખરી ટાઢ માં પડી ગયા ....
મારી જો હોભળી લીધી હોત ને આ દાળા ના જોવા પડતા..

જીગર યાત્રા એ થી હમણાં જ આવેલા નાથી બા ને તેમના પતિ ભોળા ભાઈ નો અકસ્માત કેવી રીતે થયો એ કહી રહ્યો હતો


અહીંયા વાત છે ભોળા ભા અને તેમના પત્ની નાથી બા , અહીં જીગર નુ પાત્ર બહુ મહત્વ નો ભાગ છે તે આ ઘરડા દંપતી ની તળપદી ભાષા માં તમને અચુક સમજાઈ જશે .....

નાથી બા તો જીગર ની વાત સાંભળી ને ચિંતા મા સરી પડ્યાં એમને આજે દાદા પાસે જવા ની બહુ ઉતાવળ હતી અને જીગર પોતાની વાત આગળ શરૂ કરતો રહ્યો ,
......... ,વચ્ચે જ જીગર ની વાત કાપતા નાથી બા આગળ બોલ્યાં..

અલ્યા જીગા તારા બાપા ને તો જપ નો પૈસો જ નહી , જો બેટા ઈમન હનન થોડુ તુ હમજાવા નુ રાખ ઈ મારી તો વાત હોભળતા જ નહી , પણ ઈ આ તુ ઈમન બવુ વાલો .. પાછો તારો બવુ વાલ (વહાલ), તુ નેનો અતો તાનોય આખો દિ મારો જીગલો મારો જીગલો
અને ઈ આ દાક્તર એ શુ કીધુ ? નાથી બા એ ચિંતાસભર મોઢુ કરી ને જીગર ને પુછ્યું , જીગર એ વળતો જવાબ આપ્યો અલ્યા બા તમન તો ખબર આ ડુંગરા મા દાક્તર ક્યાંથી મળવાનો , અલ્યા પેલો સરકારી નવો દાક્તર નઈ આયો એની વાત કરૂ ? નાથી બા એ ફરી વાત કાપતા કહ્યું, તેમની લાલચોળ આંખો અને અકળામણ જીગરે નોધી લીધું હતું , બા જરા ટાઢા પડો ટાઢા પડો .......
ઈ દાક્તર ને કંઈક કામ હશે , એને શું કામ આવી પડ્યું હશે ઈ આપણને શું ખબર ? પણ ઈ ગામમા હતો જ નઈ એટલે કનુ કાકા થોડા ભણેલા તો સરકારી ગાડી ને ફોન કર્યો ને ભા ને દવાખાને લઈ જ્યાં અને કનુ ભા એ કમળા માસી ને ફોન કરી આ સમાચાર તમારા સુધી પહોંચાડ્યાં , જીગરે વાત પુરી કરતા કહ્યું

અલ્યા જીગા આ દવાખાના બઉ બિહામણા ને આકરા ,ગમેય તેવા મજબુત માણહ ને ખોખલા કરી નાખે તારા બાપા વખતે પણ....... મારો આ જીવ હવે ગભરાય છે, તારા બાપા ઈ જપ નો રૂપીયો મુક્યો જ ક્યાં ?

બસ બા ની આ અકળામણ અને આતુરતા એમની દાદા પ્રત્યે ની ચિંતા રસ્તા ને વધુ લાંબો બનાવી રહ્યા હતા આખરે હોસ્પીટલ પહોંચી ને બા એ દોટ મુકી .....

બા ત્યાં દોડતા જાવ ના , ભા નો રૂમ આ બાજુ .....
તમે જાવ હું આ લખી ને આવું જ છું, હ્દય ના ધબકારા ય ભુલાય જેવાય તેવી સ્થિતિ સર્જાઈ અને પોતાને જ જાણે દિલાસો આપી રહ્યા હોય એમ .......

એ અમારે કાઠા બહું છે એમને તો કંઈ થાય એવુ છે જ નહી , આ દવાખાનુ ય કેવુ પેલા દાઢી વાળા મહરાજ ની ઘનઘોર ગુફા જેવું છે , આવા મા એમને ફાવશે જ નઈ પળવાર માં તો કેટલુ ય વિચારી નાખ્યુ , અને એ દાદા ના રૂમ તરફ આગળ વધ્યા ...... કટ કરતો સરકારી દવાખાના ના બારણા નો અવાજ , મશીન સાથે કંઈક વાયરો બાંધેલા અને મોઢા સુધી ચાદર ઢાંકી કોઈ સુતેલુ ......

નાથી બા ને આમેય દવાખાના નો ડર અને એમાય આ બધુ જોઈ ગભરાય જ ગયાં , અને ધીમા પગલે ખાટલા ની નજીક ગયાં ધીમે ધીમે ચાદર દુર કરી .... અને આ શુ?..

નાથી બા એ જોર થી બુમ પાડી એ જીગા.......

તળપદી ભાષા નો ઉપયોગ કરી લાગણીઓને સમજાવવા માટે કરેલો એક નાનો પ્રયત્ન
ક્રમશ: