Lagni - 9 - last part books and stories free download online pdf in Gujarati

લાગણી - 9 - છેલ્લો ભાગ

એક માણસ હાંફતો હાંફતો બાપા પાસે આવ્યો , અને કહ્યું , જીગો ગાડીવાળા માણસો ને લઈ ને આવ્યો છે , કોણ છે ? ક્યાં છે જીગો અરે જીગા ની બા જરીક બહાર આવો આ માણહ શુંં કે છે જલદી આઓ , અરે આવી આ ઘડપણ માં દોડાવો ના આ ઈ આવી ..... ,

હાલ જ મને લઈ જાઓ ગામ ના છેડે મારે જાવુ આ જીગો અને. ગાડી વાાળુ કોણ મને ભાળ પડે જટ હાલો... અરે આ ઉતાવળ કાં કરો ,બાપા એ કહ્યું જીગો અહીંંયા લઈ આવશે જરીક ટાઢા પાડો , ઓલો માણહ બોલ્યો અને કહેવડાયું છે અધીરા ન થતા અહીંયા બધા આવે છે ,


ત્યાં જ જીગર અને અમુક માણસો ઘરે પહોંચી ગયા , બાપા તો હેબતાઈ જ ગયાં, અને જીગા સામે જોયું આ... સાહેબ અહીંયા .... , બા બોલ્યા કાં મને ય જણાવો આ બધુ ચાલી શું રહ્યુ છે ?

જીગરે કહ્યું બા આટલા બધા મહેમાન આવ્યા , ખાટલા તો બેસાડો , બા એ ખાટલા પાથરર્યા , આવો સાહેબ બેસો ટાઢુ પાણી પીઓ .... , બધા બેઠા અને જીગર એ માંડી ને વાત કરી બા જુઓ આ ઘયડા સાહેબ બાપા ના સાહેબ છે, બાપા એ એમના નાટક અને તેમના શોખ ની મને માંડી ને વાત કરેલી , પણ મને આગળ ની વાત જાણવામા ઉત્સુકતા હતી , અને મને એક દી બાપા ના ફોટા મળ્યા , મે એમા આ સ્ટુડીયો નુ નામ જોયુ ,અને ખોળતા ખોળતા સરનામે પહોંચી
ગયો, ...

અલ્યા પણ કઈ ને તો જવાય , બાપા એ ટોકતા કહ્યું
બાપા હું કઈ ને જાવ અને તમે મને જવા દેતા વળી , બાપા એ આંખો કાઢતા ધાક બતાવી , બા એ કહ્યું ઈ ભલે તુ બોલ જીગા પછી તઈ તને આ સાહેબ મલ્યા ? બા એ આશ્ચયઁ સાથે પુછ્યું

ના બા તઈ આ સાહેબ હતા જ નઈ, પછી સ્ટુડીયો થી સરનામું લઈ ભા નુ નામ લીધું તરત જ મને સાહેબ એ અંદર બોલાવ્યો ... , પછી સાહેબ એ જ કહ્યું બાપા પર ચોરી નો આરોપ હતો અને એમણે એ ઈ કીધુ કે બાપા આરોપ ની વાત થી ઘરે પાછા ફયાઁ .... , અને ચોરી હજીય ચાલુ જ હતી .... , પછી બાપા નો રંગમંચ છોડ્યા ને આજે સાહીઠ વરસ થઈ ગયા ,

પેલા સાહેબ બોલ્યા મને માફ કરો , તમારા જેવા કલાકાર થકી અમારૂ રંગમંચ હજીય અધુરૂ છે , બાપા એ કહ્યું સાહેબ બાળપણ ના ઘા હજીય આ રગેરગ માં ખુંચે છે
અને જીગા તું અહીં આવ જરીક તો , જીગર નજીક આવતા બાપા એ કાન ખેચ્યાં કેમ વળી આજે તારે મેચ ના દાળે જ આ બધું કરવું હતું

મને તો એમ જ થાય કે તુ જતો રહ્યો અમને બધા ને મુકી ને , અરે બાપા આ બા સાચુ કે ટાઢા પડો જરીક ટાઢા પડો ..... , બા બોલ્યા હું તમને નતી કેતી મારો જીગો એમ કદી ના કરે તમે વિશ્ર્વાસ રાખો , પણ તમે જોયુ આજે એની મેચ પડતી મુંકી જીગો તમારા માટે આ સાહેબ ને ય લઈ આયો , બાપા એ હસતા મુખે કહ્યુ , હા હંમેશ ની જેમ તમે સાચા ....

બાપા બોલ્યા પણ સાહેબ હજીય મને એક રંજ છે , એ કોણ કે જેના લીધે મારે આ ચોરી ની પાઘડી નુ લાંછન ચડ્યું , સાહેબ એ કહ્યુ હોય કંઈ ? આ માથે રંજ રાખ શું કામ , જો હું સાથે લઈ આવ્યો છું , આ મારો દિકરો જેને પગલે આ વાત અહીં સુધી પહોંચી , તારા સપના સાકાર ન થયાં .... , આ રઘો તારો ગુનેગાર , સજા તારી હો.... , હું ભલે એનો બાપ હોય ... હું આજે કંઈ જ નહીં કવ .... , રઘુ બોલ્યો બાપા એ ઈ વખત જ્યારે હું પકડાયો આ રંગમંચ ની સ્ટેજ પર ભરી જનતા વચ્ચે કબુલનામુ કરાવેલું કે મારા લીધે તમારા પર લાંછન લાગ્યું , અને ત્યાથી એ ચોર આજે રંગમંચ નો સથવારો લેવા વિનંતી કરવા આવ્યો છે .... , મને માફ કરો ....., બાપા બોલ્યા ના.... ના ... સાહેબ આ પશ્ચયાતાપ ની અગ્નિ બહું ઉંડી છે ...., જે થયું એ થયું પણ આજે મને જીગા એ શીખવાડી દીંધું , સપના ના આકાશ ઉંચા જરૂર હોય છે , પણ એને પામવાની આશ કદી નીચે નઈ પડવા દે, જીગા હું ખોટો હતો , આજે જો મારી મોત આવશે ને તોય મને ખુશી ખુશી સ્વીકાર છે , હું તને તારા સપના પુરા કરવા મંજુરી આપું છું , પૈસા નો સવાલ છે એ અમે કરી લઈશું,

જીગર બોલ્યો , બાપા..... , શું કો છો ? હું બધું વિચારીને આવ્યો છું , આ સાહેબ મહીને પૈસા મોકલાવશે અને તમારી સારવાર ના પૈસા પણ આપવા તૈયાર છે .... , અને આ બે મજુર ખેતીકામ પણ કરશે એ હાટુ અહીં મુકી જશે , અને સાહેબ એ એમપણ કહ્યું આ મારા લીધે તમારી ફરિયાદ ને હળવી કરવાનો પ્રયાસ છે ,

બા બોલ્યા ધન્ય છે દિકરા ધન્ય છે .... , આ તારા બા બાપા ના હાથ ઝાલી જીંદગી સમજાવનાર બેટા ધન્ય છે તુ..... , જીગર એ ભરેલી આખે બા ને ગળે મળ્યો ... ,
બાપા એ કહ્યું તારી મેચ નું શું ? તારે નવેસર થી કરવુ પડશે બધું , જીગર બોલ્યો ના બાપા મારા પ્રભુ મારી સાથ છે .... આજ ની મેચ ભારે વરસાદ ના લીધે બંધ રહી....

બાપા એ માથે હાથ મુકતા કહ્યું. , હંમેશા તારા જેવો પુત્ર સૌ મા- બાપ ને મળે .

સમાપ્ત