Lagni - 7 books and stories free download online pdf in Gujarati

લાગણી - 7

આગળ ના અંક મા જોયુ એમ બાપા જીગર ને રમવા જવાની ચોખ્ખી ના પાડે છે હવે આગળ બાપા ભૂતકાળ માં ફરી ભાખોડીયા ભરતા બોલ્યા ,,હા લ્યા ઓલો માણહ બાર થી આયો ને મને બહાર કાઢી મૂક્યો , હા પણ.... આટલે થી જ વાત પુરી નથી થાતી ..... ,, હું ત્યાં થી બાર નીકળી ગયો .... , પણ જીગા મે ક્યારેય ધાર્યુ ન તુ કે આ વળાંંક મને કેટલે દુર લઈ જાશે , જતા જતા પાછળ થી અવાજ આયો ઉભો રે એ.... છોકરા , કવ છું ઉભો રે ... ,

ત્યાં વચ્ચે બા એ રંગ મા ભંગ પડાવતા હોય એમ બોલ્યા સાંભળો છો આ રામલો આયો નથી અને આ વખત જાતો નથી ,, ત્યાં જ સાહસભેર અવાજ આયો આ મારો પગ ભાગ્યો છે હું નય , બાપા બોલ્યા આ લાકડી ના ટેકે હાલતા થઈએ ,, રામલા નુ નક્કી નઈ આપણે હાલતા થઈએ , ત્યાં જ જીગર બોલ્યો ના પાડી છે ને ચાલવાની , મટી તો નથી ગયું કઈ બાપા પગ ભાંગ્યો છે ને આયા હાલવાની વાત કરો .... , અને બાપા જરીક તો વિચાર કરો આ તમે.તો જુવાન જેવા.તડ ને ફડ પણ.મારા જેવડો આ માસુમ નાનો એવો છોકરો ક્યાં લગી ભાર ઉંચકશે , બાપા તમે વાત આગળ ચાલુ રાખો , ..... બાપા બોલ્યા , હા ... હા અજી થોડુ માખણ લગાય બાપા ને ,, ત્યાં જ રીક્ષા આવી .... આ તો તુ આવી ગયો રામલા .... ,, નય તો હું આ ચાલતી પકડી હોત ને તો આ જીગા ને તો બતાઈ જ દેત હજીય જોશ કેટલો છે આ જીવ માં....., ઈ હા બાપા હા..... ,, તમે જ હાચા હાલો હવે સવારી ની મોજ કરવા ...,, રામલા રીક્ષાવાળા એ કહ્યું ને ત્રણેય રીક્ષા મા બેઠા....

અને બાપા બોલ્યા એ જીગા હાલ આજે તો ભા ની કથા નો આનંદ લે જ તું તને જ બહુ લહાવો હતો ને સાંભળવાનો....,, હવે આગળ સાંભળ ,, પાછળ વળી ને જોયુ તો ઓલો ટોપી વાળો સાહેબ.... ,, મને કે અંદર આવ તુ.... , હું ગયો અંદર મને કે અરે બાપરે...... , આટલો બધો ગુસ્સો આટલી અકળામણ ,, ગરમ લોહી નો લાગે છે હે.... ,,
ત્યાં જ મે કહ્યુંં ઓ સાહેબ અભણ હોવુ એ અપમાનજનક નથી પણ એને અપમાનજનક ગણાવો ને ત્યાંં તકલીફ છે..... ,, સાચી વાત છે તારી , અને તુ અભણ નઈ રે ય .... , એ જવાબદારી મારી ,, મને મારા નાટક ના પાત્ર માટે તારા જેવુ ગરમ લોહી જોઈએ છે , જે ગુસ્સા વાળો અભિનય કરી શકે ,, પેલા સાહેબ એ કઈ તો દિધુ પણ મને ઈ વાત ની ખબર , મા -બાપુ ની પરવાનગી નુ શું?, ત્યાં જ ઓલા સાહેબ એ તો ઈ પણ કઈ દિધું તારૂ ઘર બતાવ હું વાત કરીશ તારા ઘરે ..... ,,

અરે મને થયું આ સાહેબ ગાંડો થય ગ્યો છે કે શું મારા ઘરે વાત કરશે તો મારા બાપુ આની ટોપી જેવો મોઢુ જોય ને જ બાર તગેડી મુકશે ,, બાપુ ને શું ખબર આ માણહ કોણ અને મારા બાપુ હારૂ વાત કરવા ય આવે મને ખબર નહોતી કે મારો કપડા નો મોહ મને ક્યાં લઈ જવાનો હતો...... , ,

ત્યાં હું એ સાહેબ ને ઘર લગી લય ગયો અને મારા બાપુ એ મને એની હારે જોયો ,, ને એક બાજુ આખુ ગામ જોવા ચડેલુ ,, પેલા ટોપી વાળા સાહેબ નો વેશ જોઈ, કોઈ કે આ કોણ ? ,કોઈક કે અલ્યા આ તો નાટક વાળા સાહેબ છે .... ,

ખબર નહી પણ મારા બાપુ ને કઈ સુજ્યુ નઈ ને સીધી લાકડી લીધી , કેટલી વાર કહ્યું છે કે રખડવા હાટુ બાર નય જાવાનુ , બસ ઘર ની તો પડી જ નઈ તને ,, પેલા તારા ભાઈબંધ કાળીયા ને ક્યારનો ગોતવા મોકલ્યો છે ,, ને એકબાજુ તારી આ માવડી આખા ગામ માં બુમો પાડે છે ,, પણ તને શું ?? આખા ગામ માં ભટકતો રહે છે..મા બાપુ તો બોલ્યા કરે નઈ , એકબાજુ બાપુ અકળાયેલા ને બીજી બાજુ પેલા સાહેબ મારૂ જ નાટક જોઈ રહેલા....

અરે મોટા સાહેબ મારો નઈ , મારો નઈ તમારો બાળક એક દી અભિનય નો બાદશાહ બનશે ,, પેલા સાહેબ એ મારા બાપુ ને કહ્યું , બાપુ વિસ્મય પુવઁક આ બધુ જોય રયા અને બાપુ જોડે પૈસા ને બધી વાત કરી ,, પેલા તો બીડુ મા એ ઝડપ્યુ , ઈ કે મારો આવડો છોકરો તમારા અભિનય હાટુ મોટો નય કર્યો, ને બાપુ હંમેશ ની જેમ ફરી બોલ્યા , તુ ચુપ રે ઘડીક સાહેબ ને વાત કરવા દે... ,, ઈ સાહેબ ય બાપા ને સમજાવી ,પણ બાપા મારા ગમેય તોય શરતો મુકેલી જમવાનુ ટાઈમસર આપજો અને તમે ઈ વાત કરી એમ મારો દિકરા નુ ભણતર તરાવજો , અને પૈસા ટાઈમસર મોકલજો , અને મારો દિકરો મહીના મા એક વાર ઘરે આવશે જ..., શરતો સાથે મને એમની હારે અભિનય હાટુ લઈ જવાની પરવાનગી આપી ,,

અહીયા હુ આ બધુ ધીમે ધીમે સમજુ ઈ પેલા જ મારી મા એ કાઠા કાળજા હારૂ મને ઈ સાહેબ જોડે મોકલી દિધો ,, પણ મારો એ ચમકદાર કપડા નો મોહ મને નાટક ના રંગમંચ પર લઈ ગયો ,,

ત્રણ મહીના માં વાસ્તવિકતા ની જાણ થઈ ગઈ , ઘરે બાપા ને પૈસા ની મદદ થાઈ જતી , પણ સાચી વાસ્તવિકતા ઈ હતી કે આખા નાટક ના રંગમંચ જેટલુ આકષિઁત મારૂ મન હવે પૈસા કમાવવાની દોડ માં ભાગતુ , ખુલ્લા ખેતર ની રમતો ચમકદાર લુગડા કરતા મોંઘી થઈ હતી ,,

એક દી મહીના મા ઘરે રેવા મલે પણ મા- બાપુ સાથે કે મારા બાળપણ ની મસ્તી સાથે , ઈ એક વરહ મે તઈ કામ કર્યુ , મને ટાઈમસર ભાણુ ,લુગડા બધુ જ મલી રેતુ ,, અને મારા ઘરને રૂપીયા ,

એ પડદો ખુલ્યો ને અલગ અલગ પાત્ર માં વણાયેલો હું , એ રંગમંચ ના પડદા ને અભિનય નુ મુખોટુ....

ક્રમશ:-