Propose Day in Gujarati Letter by Umesh Charan books and stories PDF | પ્રપોઝ ડે

Featured Books
  • अंधविश्वास

    यहाँ मैं आपके लिए एक मौलिक, विस्तृत और साहित्यिक शैली में लि...

  • जीवन की पहचान : रीमा

    रीमारीमा… फैशन की दुनिया में यह नाम किसी परिचय का मोहताज नही...

  • पहली नज़र का इश्क - 11

    स्कूल का माहौल आज कुछ अलग था। हर बच्चे के चेहरे पर उत्साह और...

  • यशस्विनी - 38

    दूषित मन की ग्लानिजब स्वामी मुक्तानंद स्वयं ध्यान में डूबे र...

  • अदृश्य पीया - 8

    (सुबह की धूप कमरे में आ रही है।)(कौशिक आईने के सामने खड़ा है...

Categories
Share

પ્રપોઝ ડે

ડીયર મારી લાડકી

મેં પહેલા ક્યારેય કોઈને આવો પત્ર કે પ્રપોઝ નથી કર્યું પણ આજ પહેલી વખત કરી રહ્યો છું, કદાચ ક્યાંક ભૂલ નીકળે તો સ્વીકારી લેજે...

તો સાંભળ, હાલ ના પ્રેમીઓ કઈ રીતે પ્રપોઝ કરે છે, એ મને ખ્યાલ નથી, કારણ કે નાં તો મારી પાસે એવો કોઈ સમય કે આવા કોઈ પૈસા નથી પડ્યા કે હું જમીનથી આકાશ સુધી ફૂલો અને ફુગ્ગા પાથરી તને ડાયમંડ રીંગ સાથે તને પ્રપોઝ કરી શકું. અને કહું તો એટલી હિંમત પણ નથી કે બધાંય સામે પ્રપોઝ કરી શકું.


એટલે અહિ એકલામા કહું છું, કે હું એટલો અમીર તો નથી કે ડાયમન્ડ રીંગ સાથે પ્રપોઝ કરું, કે એટલો ફેકુ ભગત પણ નથી કે તને ચાંદ તારા તોડી આપવાનુ વચન આપું...

પણ હા એટલું ચોક્કસ કહી શકું, કે તારી આંખમાં કયારેય આંસુ નહીં આવા દઉં... અને કદાચ તું રડતી હોઈશ તો ગાંડા કાઢી થોડો હસાવાનો પૂરો પ્રયાસ કરીશ ને જો તું પણ નહીં હસે તો હું પણ થોડો તારી સાથે રડી લઈશ...
ક્યારે તને એમ નહીં કહુ કે મોંઘી દાટ હોટેલોમાં ડીનર કરાવિશ, કેન્ડલ લાઈટ ડીનર કરાવીશ, પણ હા એટલું કહીશ કે આવડે છે એટલું પણ ખુદનાં હાથે બનાવીને તને ખવડાવિશ. જેમાં ટેસ્ટ કદાચ હોટલ જેવો નહીં હોય, પણ હા પ્રેમ ભરપુર હશે....

શક્ય છે ક્યારેક થોડા વધારે પડતો ઉત્સાહિ થઈ ને તને કંઈક વધારે પડતું પ્રોમિસ આપી જઉં તો સમજી જજે કે થોડું તને સારું લાગે એટલે તને થોડા મસ્કા મારી રહ્યો છું.😃😬

તને વાંચવાનો શોખ છે મને થોડો લખવાનો શોખ છે, એટલે રોજ વધારે નહીં તો એકાદ શાયરી, ગઝલ લખીને રોજ તને સંભળાવીશ, અને વંચાવિશ અને હા તારી પણ સંભવાળીશ...😃

અને ફેબ્રુઆરી મહિનો જેમ પ્રેમીઓ માટે ખાસ હોય છે આપડા માટે પુસ્તક મેળો ( book fair) હશે એ ગેરેન્ટી છે.😃

અને કહું એટલું ઓછું પડશે, પણ એટલું જ કહીશ કે તું આવે તો લગ્ન નાં સાત ફેરા તારી સાથે ફરવા છે... અને એ સાત ફેરામા આઠમો ફેરો ઉમેરીશ જેમાં વચન લઇશ અને આપીશ કે રોજ ની એકાદ શાયરી કે ગઝલ તારે મને સાંભળાવાની અને હું તને સાંભળાવિશ. અને જો કહું કે તું ઘરે આવી મમ્મી પપ્પાને સાચવી લેજે વચન છે હું તને જિંદગીભર સાચવિશ. અને જો હું એક મીડલક્લાસ ફેમિલી થી છું એટલે મોંઘીદાટ ભેટ કદાચ નાં આપી શકું પણ હા તારા મોઢે હંમેશા સ્મિત આપીશ એટલો તો અમીર છું અને આવા ડે માં તને ગુલાબ, રોઝ, ટેડી, ચોકલેટ કે આવુ કંઈ નહીં આપી શકું કદાચ, પણ આપીત્યરે દર વખતે એક નવું પુસ્તક હું તને ભેટ ચોક્કસ આપીશ. 😃

અને જો તારી જે ઇચ્છાઓ છે તે ઇચ્છા હું જીવતા વેંત બધી જ પૂરી કરીશ... પણ હા જો કહી દઉં છું કે મને ગુસ્સો વારે વારે આવે છે તો ક્યાંક તારી પર ગુસ્સો કરું તો આવીને એક મસ્ત આલિંગન(hug) આપી ગુસ્સો શાંત કરી દેજે😃

અને જો આ ભીડ ભાડ વાળી દુનિયા છે એટલે ભીડ માં ક્યાંય ખોવાતી નહીં, હું તો હંમેશા તને મારા દિલ ના લોકર માં તાળું મારીને રાખીશ. પણ શું તું પણ મને આમજ સાથ આપીશ.?

એક એવું પ્રપોસલ કે જેમાં કહેવું ઘણું હતું અને કહી નાં શક્યો...

અને આ એક પ્રપોઝલ લખેલો પત્ર હજી પણ સાચવી જ રાખ્યો છે....

-એક રમકડું