Araji - 2 books and stories free download online pdf in Gujarati

અરજી - ૨

*અરજી ભાગ:-૨.* ૧૦-૧૨-૨૦૧૮

અને માનવ પોતે વિચારવા લાગ્યો કે જ્યારે ભણીને એણે આ કંપનીમાં ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે જોયું કે શેઠ અનિલ ભાઈ એની જ ઉંમર જેટલા જ છે અને નોકરી નો ઓર્ડર મળ્યો અને એ નોકરી એ લાગી ગયો. બે વર્ષ પછી શિલા જોડે લગ્ન કર્યા અને લગ્નને ત્રણ વર્ષ પછી આ પરી આવી અને પરી ના પગલે એને પ્રમોશન મળ્યું અને પગારમાં ખાસો વધારો થયો. આમ એ વિચારતો સૂઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરી સૂઈ ગયો જે થશે એ સારુ જ થશે.
આ બાજુ લતા બેન ચિંતા કરી રહ્યા કે એમણે અને પંકજ ભાઈ એ તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ચાર ધામ યાત્રાએ ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી.અને આજે બપોરે લતા બેન એ ત્રીજી વાર બધુ પેકીંગ ચકાસી લીધું. અને બસ હવે તો ચારધામની યાત્રામાં જ શાંતીથી સુઇ શક્શે તેવા શમણાંમાં ખોવાઇ ગયા. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે કરે એ સારુ જ કરજે.
સવારે એકદમ વહેલા ઉઠી પરવારી ને હું મંદિર જઈને આવુ એમ કહીને લતા બેન ઘરની બહાર નીકળી ગયા. માનવ તો ઓફિસ ઘરેથી રોજ જમીને જ જતો એટલે એને હજું બહુ વાર હતી. એક વખત શેઠ અજય ભાઈ એ એમના ઘરે ઓફિસ સ્ટાફના બધા જ કર્મચારીઓ ના ફેમીલી ને જમવા બોલાવ્યા હતા જેથી પરિચય થાય. અને લતા બેને એ એડ્રેસ સંભાળી ને રાખ્યુ હતું કે ક્યારેક કામ આવે એમણે રીક્ષા ચાલક ને એ એડ્રેસ પર લઈ જવા કહ્યું. લતા બેન જ્યાં રહેતા હતા ત્યાં થી અજયભાઈ ના ઘરે એ ત્રીસ મિનટમાં પહોંચી ગયા અને બંગલા ની ડોર બેલ બજાવી. નોકરે આવી દરવાજો ખોલ્યો એમણે કહ્યું કે હું એક કામથી શેઠ ને મળવા આવી છું એમની ઓફિસમાં કામ કરતા માનવની મા છું. નોકરે એમને અંદર લઈ ગયો બેઠક રૂમમાં બેસાડી એ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતા અજય ભાઈ ને કહ્યું કે બહાર આપને મળવા આપની ઓફિસમાં કામ કરતા માનવ ભાઈ ની માતા આવી છે. અજય ભાઈ શેઠ ઉભા થયા અને બહાર ગયા અને સોફામાં બેસતા બોલ્યા બોલો કેમ અહીં આવવાનું થયું માજી ???
લતા બેને ફરી પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું સવારમાં તમારો કિંમતી સમય નહીં બગાડું ટુંકમાં વાત કરુ કે માનવે છેલ્લા ત્રણ વર્ષથી રૂપિયા ભેગા કરી અમને સપરિવાર ચારધામની યાત્રાએ લઈ જાય છે તો આપને એક અરજ કરવા આવી છું તમે આટલી બધી રજા નામંજૂર કરી તો એણે એવો નિર્ણય કર્યો છે કે શેઠ રજા નહીં આપે તો હું નોકરી છોડી દઈશ પણ તમને યાત્રા કરાવીશ એની નવ વર્ષની દિકરી પરી નો પણ વિચાર નથી કરતો કે ભેગા કરેલા રૂપિયા અમને યાત્રા કરાવામાં વાપરી નાંખી ને એ નોકરી પણ છોડશે તો પરી નું શું થશે??? માટે જ હું આપને એક અરજી કરવા જ આવી છું જો આપ રજા મંજૂર કરશો તો આપની ઘણી મહેરબાની અને લતા બેન આંખના આંસુ લૂછતા ઉભા થઈ ગયા અને બહાર નિકળી ગયા......
આ બાજુ શિલા માનવને સમજાવી રહી હતી કે આપ નોકરી ના છોડશો પણ થોડું જૂઠ બોલો કહો કે ઘરમાં બિમાર છે તો રજા જોઈએ છે.
‘પણ.. માંદુ કોણ છે?? ?એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી
‘બળી તમારી પ્રામાણિક્તા ને વિશ્વાસ...
આટલા વર્ષોની નોકરી પછી શું મળ્યું તમને ???

વધુ આગળ વાંચો આવતાં અંકમાં.... તમારો કિંમતી પ્રતિભાવ આવકાર્ય છે... બસ આમ જ સાથ સહકાર આપતા રેહશો.... 🙏🙏🙏

ભાવના ભટ્ટ અમદાવાદ...