Araji - 3 books and stories free download online pdf in Gujarati

અરજી - ૩

અરજી ભાગ:-૩ ૧૧-૧૨-૨૦૧૯

અને એક વાર ખોટુ બોલી જશો કે દિકરી માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ???
પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની માનવના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.
સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી માનવે જમવાનુ પુરુ કર્યુ અને પિતા ને પગે લાગી નોકરી પર જવા નીકળ્યો.
ઓફિસ જતા પહેલા માનવ પોતાના ઓળખીતા ડોક્ટર પાસેથી પરી ની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો... શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.
‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ માનવે આખરે સાહસ કરીને ખોટુ બોલી દીધું.‘રજા આપી નથી એટલે બહાનું તો નથીને માનવ.???’’ શેઠે ધારદાર નજરથી માનવ સામે જોયું. અને તે ક્ષણે માનવની આંખોમા રહેલુ અસત્ય ક્યાંક પરખાઇ ન જાય એટલે તેણે આંખો ફેરવી લીધી અને આડીઅવળી થઇને સુરક્ષિત ખુણો શોધવા લાગી અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઇ ગઇ. અને જીભે તેનું પ્રેક્ટિક્લ કામ કર્યું, ‘ના... સર....!!’‘સારુ મને તારામા વિશ્વાસ છે કે તું ખોટુ નહી બોલે...!!’ શેઠના આ શબ્દોથી માનવને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઉંચી નથી કરી શક્તો.
તે ચુપ રહ્યો.
શેઠે કહ્યું, ‘સારુ પરીની સારવારનો બધો જ ખર્ચ કંપનમાંથી લઇ લેજે....!’ આ શબ્દોથી માનવની આંખોમાંથી ઝળઝળીયા આવી ગયા... અને ફરી અંદરથી સત્ય બેઠું થઇ ગયું.
તે વિશ્વાસથી શેઠને સાચુ કહેવા નજીક આવ્યો.. ‘સર... સોરી... હું આજે તમારી સામે જુઠ્ઠુ બોલ્યો છું...પરી માંદી નથી..મારે રજા નથી જોઇતી...!’ આમ કહી માનવ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો...!!’
‘ઉભો રહે માનવ... તુ આ કંપનીનો સૌથી જુનો અને પ્રામાણિક કર્મચારી છે... તુ જુઠ્ઠુ બોલ્યો તેની સજા થશે...' શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા.
'લે આ કવર...!!’ શેઠના ભારેખમ અવાજમાં માનવના પગ થંભી ગયા.
માનવને લાગ્યું કે શેઠે મને મારા આ જુઠ બદલ ક્યાંય નોકરી ના મળે એવું તો નહીં કર્યુ હોયને???
‘સારુ.. ખોલ... કવરને ..!!’ શેઠનો અવાજ વધુ ભારેખમ હતો.
માનવે ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેમા એક નાની ચીઠ્ઠી હતી અને સાથે બીજુ કવર હતુ...!
‘તે ચીઠ્ઠી વાંચ...!’ શેઠ હજુ ગુસ્સામા હતા.
નાની ચબરખીમાં લખેલું હતું....
*અરજી*
હું તારી પચીસ દિવસની રજા મંજૂર કરુ છું મારે તો મા - બાપ નથી પણ તારો આવો મા બાપ માટેનો પ્રેમ જોઈ હું ખૂબ જ ખુશ થયો છું અને તારા માતા ને કહેજે એમને બીજો દિકરો છે. તારા જેવો પ્રામાણિક અને પ્રેમાળ અને વફાદાર કર્મચારી મારી નોકરી છોડીને જાય એ મને મંજુર નથી તારા માતા પિતા એ મારા પણ માતા પિતા જ છે..
વાંચતાની સાથે જ માનવની આંખો ઉભરાઇ ગઇ... ગળામાં ડુમો બાઝી ગયો. તે નિ:શબ્દ બની ઉભો રહી ગયો.
શેઠ ઉભા થઇને તેની નજીક આવ્યા અને કહ્યું. ‘માનવ...આ ક્વરમા બીજુ કાગળ છે તે તમારી ફેમિલી યાત્રમાં તમારા માટે કંપની તરફથી ખરીદીના વાઉચરો છે.. અને યાત્રાનો ખર્ચો કંપની તરફથી ભેટમાં અને તમારા મનગમતા કપડા ખરીદી લેજો....અને શાંતિથી યાત્રા કરજો અને કસર ના કરતો....!!’ અને આજથી તને પ્રમોશન આપું છું તું આ કંપની નો અડધો માલિક મારી ગેરહાજરીમાં તું બધા નિર્ણયો લઈ શકીશ અને કંપની તરફથી તને એક ગાડી પણ ગિફ્ટ આપવામાં આવે છે... શેઠ પણ દુનીયાદારી જોઈ ચુક્યા હતા.
માનવ શેઠના ચરણોમા ઝુકી ગયો..
શેઠે તેને ખભો પક્ડીને ઉભો કર્યો અને કહ્યુ,, ‘અને.... હા તારી અરે ના આપણી મા ને કહેજે અરજી મંજૂર કરી છે... મારા વતી બધે દર્શન કરી ને પ્રાર્થના કરજો આપણાં પરિવાર માટે...

અસ્તુ, આપનો અભિપ્રાય આવકાર્ય છે....
તમારો સાથ સહકાર એ જ મારી પ્રેરણા છે. મારુ લખવાનું બળ છે.... 🙏🙏🙏

ભાવના ભટ્ટ અમદાવાદ....