Khjanani khoj - 7 books and stories free download online pdf in Gujarati

ખજાનાની ખોજ - 7

ખજાનાની ખોજ ભાગ 7



આગળ ના ભાગથી ક્રમશઃ


થોડીવાર રહીને ફરી અમિત ની કોલ આકાશ પર આવ્યો. ત્યારે આકાશ ના ચહેરા પરની બધી રેખા બદલવા લાગી. આકાશને જે માહિતી મળતી હતી એ પર એ વધારે ચિંતા તેના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. રામ ને ખતમ કરી દીધો પણ હજુ રામ નો એક માણસ તેના પર બધીજ નજર રાખી રહ્યો હતો આટલું કાફી ના હોય તેમ ભાવના રામના તે માણસને બધી માહિતી આપતી હતી. થોડીવાર વાત કર્યા પછી આકાશે અમિત ને કહ્યું કે હું તને પછી કોલ કરું છું ત્યાં સુધી તું ભાવના ને ખબર ના પડે તે રીતે તેના પર ધ્યાન રાખજે.
આકાશે ફોન કટ કરી ને ધમાં ને અને શક્તિ ને અલગ બોલાવી ને બધી વાત કરી કે રામ નો ખેલ પૂરો કર્યો પણ હજુ રામ આપડો પીછો નથી મુકતો. આટલું કીધું ત્યાં સુધીમાં તો ધમાં અને શક્તિ ના ચહેરાની રેખા પણ બદલાઈ ગઈ. ધમો તરત બોલી ઉઠ્યો કે આકાશ જે હોય તે સાફ સાફ કહી દે તો આગળ સુ કરવું તે ખબર પડે. આકાશે કીધું કે રામ અને તેના સાથી મળી ને બધો માલ પોતાનો કરવા માંગતા હતા અને તેમાં તેને એક ડોન ને સાથે લીધો હતો. અત્યારે ભાવના સતત એ ડોન ને બધી માહિતી આપે છે. આપણી બધી જ માહિતી એ ડોન પાસે છે અને એ ડોન ના માણસો સતત ભરત પર નજર રાખે છે. હવે આપણે ભરત ને ક્યાંય છુપાવવો પડશે નકર ક્યારે એ લોકો ભરત પર હમલો કરે નક્કી નહીં.
શક્તિ બોલ્યો એક કામ કરી શકીએ આપણે ભરત ને તેના ઘરેથી અપહરણ કરી ને કોઈ જગ્યાએ છુપાવી દઈએ અને પછી ભાવના પાસે ખંડણી માંગીએ જેથી એ લોકો હાલ પૂરતા ભરત પરથી ધ્યાન હટાવી લેશે. અને ભરત પર નો ખતરો દૂર થઈ જશે.
આકાશ : "શક્તિ તારી વાત તો સાચી પણ એ કામ આપણે કોઈ વિશ્વાસુ માણસ પાસે કરાવવું જોઈએ અને જ્યાં સુધી આ મિશન પૂરું ના થાય ત્યાં સુધી ભરત તેની પાસે સેફ રહે તે પણ જરૂરી છે. અને ભરત નું અપહરણ કરીશું ત્યારે ડોનના માણસો તેનો પીછો કરશે તો તેને પણ ખતમ કરીને ભરત ને સેફ જગ્યા સુધી પુગાડવો પડશે જેથી ડોનને ભરત વિશે ખબર ના પડે."
શક્તિ : " આ કામ હું બીજા કોઈ પાસે નહિ કરવું પણ આ કામ હું મારા ભાઈ પાસે જ કરાવીશ અને એનાથી ભરોસા પાત્ર બીજો કોઈ વ્યક્તિ ના હોય."
ધમો : "શક્તિ તું હાલ જ તારા ભાઈ ને બધી વાત કરી દે અને કહી દે જ્યાં સુધી અમે પાછા ના આવીએ ત્યાં સુધી ભરત ને તે સેફ રાખે."
શક્તિએ તરત તેના ભાઈ વનરાજને ફોન કરી ને બધી વાત કરી દીધી. વનું એ પણ કીધું કે તારું કામ આજ સાંજ સુધીમાં થઈ જશે. આ બાજુ ફરી બધા ભેગા થયા અને આકાશ અને ટીમ થોડું ખાધું પછી આરામ કરવા માટે લાંબા થયા. જ્યારે બીજી બાજુ વનરાજ તેના કેટલાક માણસો સાથે ભરત ને કિડનેપ કરવા માટે તૈયારી કરી લીધી અને ભરતને કિડનેપ કરવા ઉપડી ગયા. આ વાત ની ભરત ને ખબર નહોતી અને તેને જણાવવા નું પણ નહોતું જેથી કિડનેપ કરતી વખતે ભરત અને વનરાજ વચ્ચે થોડી ઝપાઝપી થાય અને એ ભાવના જોવે જેથી પ્લાન કામિયાબ થાય.
રાતના લગભગ 11 વાગ્યે હતા અને ભરત ના ઘરની આજુબાજુ ફૂલ અંધારું હતું એવા સમયે એક ઈક્કો આવી અને ભરતના ઘરની પાછળની દીવાલે ઉભી રહી તેમાંથી થોડા માણસ ઉતરી ને ભરત ના ઘરમાં ઘુસ્યા. વનરાજ ઘરમાં ગયો નહિ જેથી ભાવના ને ખબર ના પડે કે કોને ભરતને કિડનેપ કર્યો. થોડીવાર બાદ વનું ના માણસ ભરતને ઉપાડી ને આવતા જોયા. ત્યારે વનરાજે ગાડી શરૂ કરી અને જેવા ભરતને ગાડી માં બેસાડ્યો તેવી જ ગાડી ફૂલ સ્પીડમાં મારી મૂકી. ભરતને કિડનેપ કરતા જોય ને ડોનના માણસો ઈક્કો નો પીછો કરવા ગયા ત્યારેજ ડોનના માણસો પર ફાયરિંગ થયું અને બન્ને માણસો ત્યાંજ ઢેર થઈ ગયા.
ભરતને વનું ઉઠાવી ને શહેરથી દૂર આવેલ એક જુના ગેરેજ પર લઈ આવ્યા. ભરતને અત્યાર સુધી એમજ હતું કે તેને ઉપાડી જવા વાળા લોકો ડોનના માણસો છે પણ જ્યારે ભરતના મોઢા પરથી કાળું કપડું હટયું ત્યારે ખબર પડી કે આ તો મારા દોસ્ત શક્તિનો ભાઈ વનું છે. ભરતને ખબર પડી કે આ કામ વનું એ કર્યું ત્યારે એ બોલ્યો તને ખબર નથી કે તું શું ભૂલ કરે છે. તારા ભાઈને ખબર પડશે ત્યારે એ તને તારી ભૂલનો અહેસાસ થશે.
વનું :- "ભરત તને ખબર ના હોય તો કહી દવ તને ઉઠાવવા નો પ્લાન મને મારા ભાઈ શક્તિ એજ કીધો છે. અને તેને ખબર છે કે તું અત્યારે અહીંયા મારી પાસે કેદ છો."
ભરત :" એટલે એમ થયું કે તું અને તારો ભાઈ બન્ને અમને દગો કરવા જ અમારી સાથે છો. શુ તમને દોસ્તી કરતા ખજાનો વધારે પ્યારો લાગ્યો? પણ એકવાત તમે લોકો ભૂલો છો કે મારો એક દોસ્ત પણ છે જે તમને છોડશે નહિ."
વનું : "લે તારા દોસ્ત સાથે જ હું તારી વાત કરવું"
થોડીવાર બાદ ભરત ને ફોન આપી ને વનું એ કીધું કે લે તારા દોસ્ત આકાશ સાથે વાત કરી લે. ભરતે ફોન લીધો ત્યાં જ આકાશ નો અવાજ તેના કાન પર પડ્યો કે દોસ્ત તું સેફ તો છે ને? ભરતને કઈ સમજ ન પડી હોય એમ તેને કહ્યું કે આ બધું શુ છે? આકાશે પછી બધી વાત ભરતને કરી. અને કહ્યું કે જ્યાં સુધી અમે આવીએ નહિ ત્યાં સુધી તું વનું સાથે રહેજે. અમને તારું ચિંતા હતી એટલે જ આ બધા નાટક કરવા પડ્યા જેથી બધા ને એમ લાગે કે ખરેખર તારું કિડનેપીંગ થયું છે. તું શાંતિ રાખજે બધું સારું થઈ જશે. તને ખ્યાલ છે તે મને કહ્યું હતું કે ભાવના કોઈને આપડી માહિતી આપે છે અને તે કહ્યું હતું કે ભાવના જેને માહિતી આપતી હોય તેનો પત્તો લગાવવો જરૂરી છે તો એ કોને માહિતી આપતિ હતી એ ખબર પડું ગઈ છે. ભાવના સતત ડોન અબ્બાસ ને માહિતી આપતી હતી. અને એટલે જ તને બચાવવા અમારે આ નાટક કરવું પડ્યું.
ભરત ને પણ આ વાત પર વિશ્વાસ ના થયો કે આ ખજાના ની પાછળ ડોન અબ્બાસ ક્યાંથી આવ્યો અને ભાવના ક્યારે ડોન ના કોન્ટેકટ માં આવી. અને કેમ ભાવના ડોનને મદદ કરવા તૈયાર થઈ. જો ભાવના ને ખજાનો જોઈતો હોત તો આમ પણ એને મારા ભાગમાં જે ખજાનો આવત એ એનો જ હતો ને તો સુકામ ભાવના ડોન સાથે મળી ને અમને દગો કરવા તૈયાર થઈ હશે.

ક્રમશઃ



આગળ.

ભાવના અને મધુ બન્ને ખજાનાની પાછળ પડ્યા પણ કોણ ખજાના સુધી પહોંચશે?
મધુ હાલ કેવી તૈયારી કરી રહ્યો હશે?
ડોન ને ખબર પડી હશે કે ભરત નું કિડનેપ થઈ ગયું તો આગળ એ શું કરશે?
ભરત ને આ લોકો ક્યાં સુધી બધાની નજરથી દૂર રાખી શકશે?
ડોન અબ્બાસ અને ભાવના બન્ને સાથે ક્યારે મળ્યા હશે?
કેમ ભાવના ભરત સાથે દગો કરવા તૈયાર થઈ હશે?
ભાવના ને ખજાનાની લાલચ તો હતી પણ કેમ તે ડોન અબ્બાસ નો સાથ આપતી હશે?
ભાવના અને ડોન બન્ને ક્યારે મળ્યા હશે?
ભાવના હવે આગળ શું કરશે જેથી ભરત નો પતો લાગે?
શુ ભરત સુધી પુગવામાં ડોન સફળ થશે?
આખરે ખજાનો કોના હાથમાં જશે?
આ બધા સવાલના જવાબ જાણવા માટે આગળના ભાગ સુધી રાહ જુવો.
જય મહાકાલ.
હર હર મહાદેવ.