Junu Ghar - 13 books and stories free download online pdf in Gujarati

જૂનું ઘર - ભાગ ૧૩




આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદ

આગળ ના ભાગ માં આપડે જોયું કે હું અગરબત્તી સળગાવી રહ્યો હતો પણ પવન આવતો ને તે સળગી નહોતી રહી એટલે હું કંટાળી ને ઉભો થઈ જવ છું હવે આગળ

*******************************


પછી તે બંને પણ ઉભા થઇ ગયા અલ્પાએ મને કહ્યું"તો દિવ્યેશ હવે શું કરવાનું છે"

એટલે મે કહ્યું"તમે બંને આજુ બાજુ નજર રાખો અહી તે પુસ્તક અને છળી ગોતું છું"

એટલું કહી મે આજુ બાજુ ના કબાટ પટારા ખોલ્યા અને ગોતવા લાગ્યો

પણ મને નિષ્ફળતા મળી તે પુસ્તક કે છળી ક્યાંય ન મળી

પછી મારું ધ્યાન અરીસા તરફ ગયું એટલી વાર માં કોઈ સ્ત્રી જોર જોર થી રડતી હોય એવો અવાજ આવ્યો

એટલે હું સમજી ગયો કે આ અરિસા માં જરૂર કઈક છે પણ આ અવાજ થી અલ્પા અને કવિતા બંને ડરી ગયા

હું અરીસા તરફ ગયો તે અરીસો ખૂબ વિશાળ હતો તેનો આકાર અર્ધગોળ હતો તે જોઈને માથું ઓળવા માટે બનાવ્યો હોય એવું બિલકુલ નહોતું લાગી રહેલું અને તેની ઉપર જાદુગર ની છળી નું નિશાન બનેલું હતું હું તેની બાજુ માં ગયો અને આમ તેમ જોવા લાગ્યો પછી મને એવું કાઈ ખાસ તો ન દેખાણું પણ પછી મે તેને ખોલવાનો પ્રયત્ન કર્યો

તે ઘણા ડરામણા અવાજ સાથે અંદર ની તરફ ખુલ્યો એ સાથે જ અલ્પા અને કવિતા બંને મારી પાસે આવ્યા અને અમે અંદર જોયુ તો અમે એક શ્વાસ લેવાનું ચૂકી ગયા

અંદર ની તરફ એક મોટું ભોંયરું હતું અને તેનો અંદર જવાનો રસ્તો હાડકા નો બનાવેલો હતો અને ત્યાં જગ્યાએ જગ્યાએ તલવાર થી કાપી નાખેલા માણસો ના ઢગલા હતા એટલે આ જોઈને કવિતા એ એક ચીસ કહ્યું"ભઈલા ચાલ અહીંથી આપડે આનો કોઈ બીજો ઉપાય ગોતી લઈશું"

એટલે મે કહ્યું"નહિ કવિતા આનો બીજો કોઈ ઉપાય નથી આપડે અહી જવુ જ રહ્યું"

અલ્પા એ અંદર જતા કહ્યું"હા ચાલો"

એટલે મે તેનો હાથ પકડતા કહ્યું"નહિ તમે બંને નહિ હું એકલો"

કવિતાએ મને કહ્યું"તું પાગલ થઈ ગયો છે"

મે કહ્યું"અરે પણ આ ખૂબ ખતરનાક છે તમારા માટે"

એટલે મને અલ્પા એ કહ્યું"તો તારા માટે નથી તું શું અહી રોજ આવે છે"

એમને મારી સાથે ખૂબ માથાકૂટ કરી પછી મે કંટાળી ને મે તેમને મારા સોગંદ આપ્યા એટલે તે બંને શાંત થયા પછી હું અંદર જવાજ જતો હતો કે મને કઈક યાદ આવતા મે થેલા માંથી કંકુ કાઢ્યું અને કવિતા ને આપ્યું અને કહ્યુ કે તમારા બંને ના શરીર પર લગાડી દો એમને બંને એ તે કંકુ તેમના શરીર પર લગાડી દીધું અને મે પણ મારા શરીર પર તે કંકું લગાડી દીધું પછી મે થેલા માંથી દોરડું કાઢ્યું તે મે ખભે નાખ્યું મે મારા પપ્પા ની રિવોલ્વર સાથે લીધી હતી તે હાથ માં લીધી

હા અમારે ઘર ની ત્રણ ફેક્ટરી છે અને વાર્ષિક આવક મને પપ્પા એ સાચી તો નથી કીધી પણ એક વાર દાદી ના મોઢે થી સાંભળેલું કે તારા પપ્પા કરોડો માં કમાય છે અને તારા દાદા ને તો છ ફેક્ટરી હતી પણ ત્રણ ફેક્ટરી તારા કાકા સંભાળે છે મને મારા પપ્પા તે બધી વસ્તુ થી દુર રહી ને ખાલી મને ભણવાનું જ કહે અમારે ગાડીઓ ના સ્પેરપાર્ટ ની ફેક્ટરી છે એના થી વધારે મને કાઈ ખબર નહોતી આના લીધે મારા પપ્પા એક પોતાની સાથે અને એક ઘરે રિવોલ્વર રાખે

હું અંદર જતો હતો ત્યારે કવિતા એ મને ગળે મળી ને કહ્યું"ભઈલા મને પ્રોમીસ કર કે તું પાછો આવીશ"

મે તેને ગળે મળતા કહ્યું કે"હા દીદી હું જરૂર પાછો આવીશ અને એ પણ તે પુસ્તક અને છળી લઈને"

પછી મે અલ્પા તરફ જોયું તે એકદમ મૌન હતી પણ તેની આ ખમોસી ઘણું કહી જતી હતી
તેને કઈક યાદ આવ્યું હોય એમ આગળ આવીને તેના પર્સ માંથી એક ખુબજ સુંદર ગણપતિ ની નાની મૂર્તિ નું ચગદુ કાઢ્યું અને આગળ આવી ને મારા ગળા માં બાંધી દીધું અને એણે કહ્યું
"આ મારા પપ્પા આ વખતે અમેરિકા ગયા હતા ત્યારે તારા માટેજ લાવ્યા હતા અને આજે રાત્રે હું આજ આપવા આવી હતી"

હા અલ્પા ના પપ્પા ને પણ ઘર ની ફેક્ટરી અને એમને પણ મારા પપ્પા ની જેમ દેશ વિદેશ
જવાનું થતું હોય અને એમને મારા માટે અને કવિતા ઉપરાતં બધા માટે ગિફ્ટ લાવે કવિતા ના પપ્પા આમ તો અમારા ગામમાં નથી રહેતા બાજુ ના શહેર માં રહે છે પણ અમે બધા એક જ સ્કૂલ માં પણ અમરે અપડાઉન કરવું પડે કારણ કે તે સ્કૂલ શહેર માં હતી પણ અલ્પા ના પપ્પા વેકેશન દરમિયાન ગામડે તેમનો બંગલો છે ત્યાં આવે અને આપડાઉન કરે કારણ કે ધંધા માં તો થોડું કોઈ વેકેશન હોય પણ એ કેમ વેકેશન માં ગામડે આવે છે એ અમે આજ સુધી નહોતું સમજાતું

પછી મને કઈક વિચાર આવતા કહ્યું"અલ્પા પણ અમેરિકા માં ગણપતિ દાદા ની મૂર્તિ..."

કવિતા એ કહ્યું"અરે તને તો ખબર છે ને કે ત્યાં ઘણા બધા ગુજરાતીઓ રહે છે તેથી ત્યાં ઘણી બધી આવી ઇન્ડિયન વસ્તુ ઓ મળે છે"

મે કહ્યું"તારા પપ્પા ને મારા તરફ થી થેંક યુ કહેજે"

એણે મને કહ્યું"ના તું અહીંથી પાછો આવ અને તું જ કહી દેજે"

પછી બંને ને હું એક સ્મિત આપી ને અંદર ગયો

મે એક વાત નોટિસ કરી કે અહી આટલા બધા લોકો મરેલા હતા તેમ છતાં થોડી પણ વાસ નહોતી આવતી એટલે હું સમજી ગયો કે આ બધી ખાલી માયાજાળ છે એટલે હવે એ ડરાવે તો પણ મારે ડરવાનું નથી

મારી પાસે કવિતા નો મોબાઈલ હતો મે જોયુ હવે ત્રણ થવા આવ્યા હતા એટલે હું જલ્દી થી અંદર ગયો અને હું લગભગ દસેક મિનિટ ચાલ્યો અને સામે જોયું તો મારા હાથ માંથી બેટરી પડી ગઈ"

સામે એક મોટો હોલ અને ત્યાં એક પુસ્તક હવામાં લટકતું હતું અને તેની આગળ કંકલો આમથી તેમ પહેરેદારી કરી રહ્યા હતા એટલે મે એક ગોળી ચલાવી પણ કોઈ ને ન વાગી સીધી સામે ની દીવાલ માં લાગી એટલે હું સમજી ગયો કે આ પણ એક જાદુગરે રચેલી મયા છે એટલે હું જલ્દી થી ગયો અને તેથી હું જલ્દી થી ત્યાં ગયો અને અને તે પુસ્તક પાસે પહોંચ્યો પણ મે તેમાં જેવો હાથ નજીક લઈ ગયો કે તરત જ મે હાથ પાછો ખેંચી લીધો તે તેટલું ગરમ હતું કે ન પૂછો વાત

મે થોડું વિચાર્યું અને ગળા માનું ચગદુ ગળે થી ઉતાર્યું અને જલ્દીથી જમણા હાથે બાંધ્યું અને તે પુસ્તક લેવા હાથ આગળ કર્યો પણ આ વખતે તે હું તે પુસ્તક ને લઈ શક્યો અને એના પર શું લખ્યું છે એ વાચવા નો તો ટાઈમ ન મળ્યો પણ તેના પર અગ્નિ દેવ નું એક કાળું નિશાન હતું એટલે નક્કી થયું કે આ તેજ પુસ્તક છે

પછી મે એ પુસ્તક થેલા માં મૂકતો હતો ત્યારે મારા હાથ માં મે ઘરે થી લીધેલી નાડાસડી હતી એટલે એમાંથી એક ટુકડો કાપી મે મારા હાથ માં જેવો તેવો બાંધ્યો અને બીજા કટકા થી તે પુસ્તક ને લપેટી નાખ્યું

પછી હું તે છળી ગોતવા લાગ્યો એટલે કવિતા ના ફોન મા અલ્પા નો ફોન આવ્યો મે ફોન ઉપાડ્યો અને કહ્યું

"હા બોલ અલ્પા શું થયું"

"દિવ્યેશ તે છળી અહી બહાર રૂમ માં છે અમને એ મળી ગઈ છે આથી તને પુસ્તક મળી જાય તો આવતો રહેજે"

"શું વાત કરે છે અલ્પા મને પણ પુસ્તક મળી ગયું છે હું બસ દસ જ મિનિટ માં આવ્યો"મેં ઉતસાહ માં આવી ને કહ્યું

"હા જલ્દી આવ"

હું ફોન મૂકી ને બહાર જ જતો હતો કે અચાનક મને કઈક યાદ આવ્યું કે જ્યારે તે ભૂત અલ્પા ના પપ્પા નું રૂપ લઈને આવ્યું ત્યારે મે અલ્પા ને એના પપ્પા ને ફોન કરવા કહેલું ત્યારે એને મને કહ્યું કે હું ફોન નથી લાવી તો અત્યારે એણે મને ફોન કઈ રીતે કર્યો પછી હું સમજી ગયો કે આ પણ કોઈ માયાજાળ છે મે એ વિચાર્યું કે સારું થયું કે મને આ યાદ આવ્યું નહિતર અમે તે જાદુગર ની જાળ માં ફસાઈ જાત

પછી મે ભગવાન નું નામ લઈને તે છળી ગોતવાનું સારું કર્યું પણ અચાનક ઘણા બધી ચીસો સંભળાવવા લાગી તેમાં સહદેવ,કવિતા,
અલ્પા,શિવ,માનવ,હાર્દિક બધા ની ચીસો પણ સામેલ હતી મને ખબર હતી કે આ પણ એક મયા છે પણ આના લીધે હું તે છળી નહિ ગોતી શકું એ પણ મને ખબર હતી એટલે મે મોબાઈલ માં ભજન ચાલુ કરી હેન્ડફ્રી ચડાવી અને હું તે છળી ગોતી રહ્યો હતો એ દરમિયાન મારી નજર એક તીજોરી પર ગઈ એટલે હું દોડી મે ત્યાં ગયો


ક્રમશ: ..........


હવે આગળ શું થશે વિચારી ને મને comment ના માધ્યમ થી જણાવી શકો છો.