Pret Yonini Prit... - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 7

પ્રકરણ-7
પ્રેત યોનીની પ્રીત
પ્રેમજળથી ખૂબ ભીંજાઇને વિધુ-વૈદેહી કિનારે આવી ગલ્લા પાસે આવ્યા. સીગરેટ બીજી બે ખરીદી અને બાઇક સાચવવા આભાર માનીને બાજુમાં બીજી બાઇક પડેલી જોઇ પૂછ્યું "આ કોણ મૂકી ગયું ? ભૈયાજીએ ક્યુ "અરે કોન થા વો.. અરે એકદમ લૂખ્ખા જૈસા લડકા થા સાથમે કોઇ લડકી ઉસ તરફ ગયે હૈ સાલા મૈં નહીં જાનતા ઉસકો બસ બાઇક યહા પે રખ કે ચલે ગયે.
વિધુ વૈદેહીએ એકબીજાની સામે જોયું અને દૂર તરફ નજર કરી તો વિપુલ અને સંગીતા આવી રહેલાં. બંન્ને જણાંને ખૂબ જ આશ્ચર્ય થયુ વૈદેહી બોલી વિધુ ચાલ આપણે અહીંથી પહેલાં જઇએ એ રાસ્કલ વિપુલની નજર બીલકુલ સારી નથી અને આ સંગીતા એનામાં ક્યાં ફસાઇ ? ઠીક છે આપણે શું તું બાઇક સ્ટાર્ટ કર મારે એનું મોઢું નથી જોવું.
વિધુએ બાઇક સ્ટાર્ટ કર્યું થોડાં આશ્ચર્ય સાથે પૂછ્યું "કેમ વહીદુ તારે કંઇ થયું છે ? એણે તને કોઇ રીતે હેરાન કરી છે ? શું થયું છે ? તો આજે જ ફેંસલો લાવી દઊ. વૈદેહીએ કહ્યું "તું બાઇક ચલાવને... મારે સીધે સીધું એની સાથે કંઇ જ નથી થયું પણ કાયમ એણે મને ગંદી નજરોથી જોઇ છે.. આજુ બાજુમાં રહેનારાં બધાં એનાથી પરેશાન છે સાવ લફંગો છે એને જાત જાતનાં વ્યસન છે અને કાયમ બધાને પજવતોજ ફરે છે એની આંખમાં પીશાચી વાસના વાળો રાક્ષસ જ જોઊં છું સાવ ગંદો છે આઇ હેટ હીમ..
વિધુએ કહ્યું અરે અરે તારી સાથે સીધુ જ કંઇ નથી થયુ તો કેમ આટલી ? વૈદેહીએ કહ્યું "અરે નજરથી જ માણસ ઓળખાઇ જાય છે એનાં મારે અનુભવથી શું જરૂર છે ? અને જો એણે કંઇક મારી સાથે અણછાજતું વર્તન કર્યુ તો ત્યાંજ એને સીધો કરી નાંખીશ કોઇ શંકા નથી.
વિધુએ કહ્યું "છોડ એને આટલી સારી આપણી પણે ગઇ છે શા માટે એ યાદ ના રાખીએ છોડ એની વાત વૈદેહીએ કહ્યું "સાચી વાત અને એ વિદ્યુને ચૂસ્ત વળગી ગઇ.
વિધુએ વૈદેહીને એની શેરીનાં નાકે ઉતારીને વ્હાલથી બાય કહી બોલ્યો.. ફોનમાં વાત કરીશું બાય જાન. અને એ ત્યાંથી નીકળ્યો. ત્યારે શેરીમાથી બે નજર બંન્ને ને ધ્યાનથી જોઇ રહી હતી...
***************
બાબા અઘોરનાથ હવનકૂંડમાં બધી આહુતિ કરતા જતાં હતાં એમ મનસાને વધુને વધુ ગત જન્મ યાદ આવી રહેલો એ આનંદથી જાણે ઝૂમી રહેલી એણે માનસની સામે જોયું તો માનસની આંખો કોરી કપાટ હતી એનામાં હજી જાણે કોઇ યાદ તાજી જ નહોતી થઇ એણે મનસાંની નજરોમાં જોયુ તો એમાં પ્રેમનો ઉન્માદ છવાયેલો હતો એને સમજાયુ નહીં કે આ મારી સાથે કેમ આવી રીતે જુએ છે.
અચાનક જ મનસાની આંખમાંથી આંસુ વહેલા લાગ્યા એણે બાબાને પ્રાર્થના કરી "આમનાંથી અજાણ્યુ કંઈજ નથી તમારી દયાથી મને બધુજ યાદઆવી રહ્યુ છે મારું હૃદય આનંદ અને પ્રેમથી છલકાઇ રહ્યુ છે પણ એને ઝીલવા માટે આ તૈયાર જ નથી એનામાં કોઇ લાગણી પ્રેમનાં અંકુર ફૂટમાં નથી મને રહેવાનું નથી... મને શરમ પણ આવે છે કહેતાં પણ એને ગત જન્મનાં જાગૃત કરો.. મને ખબર છે અંહીયાં સમયની પીડાએ એને પાષાણ બનાવ્યો છે પણ મારી શુ ભૂલ હતી ભગવાન કહો મને હું તો માત્ર એને જ પ્રેમ કરતી હતીને..
બાબા આ મારો માનસ છે મારો.. મારો મનસાનો જ છતાં આમ શીલાની જેમ કેમ બેઠો છે ? કેમ એને કોઇ એહસાસ નથી થતાં હું એકલી એ સફરે જઇને શું કહ્યું ? એને એહસાસ કરાવો તો ભલે જે સહેવુ પડે અત્યારે સહી લઇશ પણ એને પણ સ્મૃતિભ્રંશમાંથી બહાર કાઢો અને યાદ કરાવો....
આટલુ બોલી મનસાએ માનસનાં કપાળે.. એની ટચલી આંગળીનું રૂધીરનું તીલક કર્યું અને ટપકનાં રૂધીરનાં ટપકાં હવનયજ્ઞની જવાળામાં છંટકાવ કર્યા અને જાણે મોટો ભડકો થયો. માનસની આંખ અને સ્મુતિમાં એક યાદોનું આંદોલન થયું અને માનસ મનસાની સામે જોઇને રાડ પાડી રહ્યો... વૈહીદુ... વહીદુ હવે આ જન્મતો એળે ગયો..... ભાગ્યએ ભયાનક દગો દીધો. મારાં બેપળ હૃદયને આંચકો આપો મારાં કણ કણમાં પીડા ભરી દીધી આ બધું જોતાં પહેલાં મારો જીવ કેમ નથી નીકળતો ? શેની સજા મળી ? મારાં અપાર પ્રેમની હું હવે વધુ નહીં જોઇ શકું અને દોટ મૂકીને સીધો જ પ્રેમસાગરમાં ગરકાવ થઇ ગયો.
મનસાં એ જોયું માનસ પીડાનાં પરંતુ ગત જન્મનાં જ્ઞાનમાં આવી ગયો એને સમજાવા લાગ્યું કે ગયાં જન્મમાં સાથે હતાં હુ જ એની વહીદુ... મનસાની આંખોમાંથી આંસુ ઉભરાયા એણે માનસનો હાથ પકડી કહ્યું "હું જ વૈદેહી...
માનસને ખબર નહીં શું થયું કે એણે અત્યંત ગુસ્સામાં આંખો લાલ કરી અને જોરથી થપ્પડ મારી દીધી. વૈદેહી કંઇ સમજે પહેલાં ગાલ પર થપ્પડ આવી એને તમ્મર આવી ગયાં... બાબાએ જોયું કંઇ બોલ્યાં નહીં આહુતિ આપતાં રહ્યાં.
માનસે જોયું કે મનસાને તમ્મર આવી ગયાં એ સફળો ઉભો અને મનસાને ખોળામાં લઇ લીધી અને અને એનું કપાળ લૂછી ચુંમી ભરી લીધી... મને માફ કર મનસા મારી વૈદેહી... પણ... મન કાબુમાં ના રહ્યું.. એ નરાધમે... આગળ બોલે પહેલાં મનસાએ એનાં હોઠ પર હાથ મૂકી દીધો.
***********
વિધુ વૈદેહીને મૂકીને આગળ બધી ગયો પરંતુ અંધારામાં બે આંખો બંન્ને ને જોઇ રહી હતી વિધુને જતો જોઇ રહ્યાં.
વિધુ ઘર આંગણે આવ્યો ઘર પાસે બાઇક પાર્ક કરીને ઘરનાં આંગણે વરન્ડાનાં પગથિયા એક સાથે બેબે કૂદતો ઘરમાં આવી ગયો એ આજે ખૂબ ખુશ હતો.
"આવી ગયો દિકરાં... કોલેજથી ક્યાં ગયેલો તે છેક સાંજે ઘરે આવ્યો માં તરોલત્તાબહેને પૂછ્યું.. કેમ ભાઇ આખો વખત ક્યાં રખડયા કરે ? તારાં પાપાએ આવીને ક્યારનું પૂછ્યુ કે વિધુ ક્યાં છે ? જા અંદર નામુ લખવા બેઠાં છે.
વિધુ અંદર ગયો અને બોલ્યો "હો પાપા શું કામ હતું ? હું કોલેજથી છૂટીને લાઇબ્રેરી ગયો હતો હવે લાસ્ટ ઇયર છે અને ફાઇનલ નજીક આવે છે. વિધુએ આસાનીથી ખોટું બોલી લીધુ.
પાપા અજ્યભાઇએ કહ્યું "કઇ લાઇબ્રેરી ગયો હતો. ગોપીપુરાની કે.... આગળ વધે પ્હેલાં વિધુ બોલ્યો સુરતમાં કેટલી લાઇબ્રેરી છે ? શું તમે પણ પપ્પા નાનું નાનું ચૂથો છો. તમારે નામું લખાઇ ગયું હોય તો સાથે જ જવા બેસી જઇએ ચાલોને... બહુ મહેનત કરી છે જોરદાર ભૂખ લાગી છે.
પાપાએ કહ્યું વાંચવામાં શારીરીક શ્રમ થોડો લાગે બહુ બહુ તો આંખો થાકે... એવું તો શું કરી આવ્યો છે લાઇબ્રેરીમાં પાપાએ અજાણતાં પૂછી લીધું.
વિધુએ ખાનગીમાં લૂચ્ચુ હસી લીધાં પછી કહ્યું "કંઇ નહીં પાપા યુવાનીયાઓને તો કસરત વ્હાલી જ લાગે ને. કંઇ નહી ચલો ચૂથીને કે ચોળીને ચીકણું ના કરો ચાલો જમી લઇએ પછી પોતાનાં બોલ્યાં પર ચીકણુ ના કરો ચૂંથીને એ હસવાં લાગ્યો પછી વિચાર્યું... ખરેખર કો એવું જ હતું.
માં એ કીધુ આમ ઉભો ઉભો મલક્યાં શું કરે છે ? ચાલો બેસી જાવ જમી લો પીરસી દીધુ છે. વિધુ અને પાપા જમવા બેસી ગયાં અને જમીને વિધુને બુક્સ લઇને લાકડાનાં દાદરનો કઠેડો પકડી ઉપર જતાં કહ્યું "માં હું હવે ભણવા બેસું છું રીડીંગ કરીશ પછી પુનરાવર્તન.... મને ડીસ્ટર્બ ના કરશો... એમ કહી દાદર ચઢી ગયો.
અમે શું ડીસ્ટર્બ કરવાનાં ? કામમાંથી ઊંચા આવીને ત્યારે ને ? અને ઉપરતો અમે આવતાં જ નથી એ કોણ સીધાં સીધાં દાદરા ચઢે... પોળ -શેરીનાં મકાનમાં આજ થાકી જવાય એવું છે અને તારાં પાપા તો ઓસરીમાં નામુ લખવા બેઠાં એ બેઠાં. માં હું હવે ભણવા બેસું છું રીડીંગ કરીશ પછી પુનરાવર્તન.... મને ડીસ્ટર્બ ના કરશો... એમ કહી દાદર ચઢી ગયો.
વિધુએ સાંભળ્યું ના સાંભળ્યુ કર્યુ ને ઉપર રૂમમાં આવી ગયો.
રૂમમાં લાકડાની સળંગ ત્રણ બારીઓ હતી ઉપરના માળે બે રૂમ હતાં બંન્ને વિધુ વાપરતો અંદરનો સૂવા તૈયાર થવા અને આગળનો ભણવા અને મ્યુઝીક સાંભળવા વળી આગળનાં રૂમમાં મસ્ત નકશી વાળો હીંચકો ઝૂલતો હતો અને વિધુની એ સૌથી ગમતી જગ્યા હતી.
ઉપર આવીને કપડાં બદલ્યાં ફ્રેશ થયો અને સામે જ બુક લઇને હીંચકે આવ્યો થોડાં પાના ફેરવ્યાં પછી મોબાઇલ હાથમાં લીધો અને વૈદહીને લગાડ્યો.
"એય વહીદુ શું કરે છે ? મને લૂંટી લીધો અને પોતે શાંતિથી ઘરે બેઠી છે. વૈદેહીએ કહ્યું " એય લૂચ્ચા તેં લૂંટી લીધી મને મેં નહીં... "ઓહ ઓકે એવું છે તો આવીજા હવે તારો વારો... તૂં આવીને લૂંટી લે.
વૈદેહી કહે લૂંટવો છે પણ આવું કેવી રીતે ? નીચે તો ચોકી હશે. વિધુએ કહ્યુ તું આવ હુ કહુ છું ગોઠવણ બધી.
વધુ આવતા અંકે ---પ્રકરણ -8