aliens books and stories free download online pdf in Gujarati

ઍલિયન્સ

મમ્મી મારે લેટ થાઈ છે સ્કૂલની બસ આવતી જ હશે જલ્દી કર ને વેદાંત બોલ્યો. એટલામાં હાથમાં ન્યૂઝપેપર વાંચતા રોનક બોલ્યો મને ચા કયારે મળશે મારે આજે અગત્યની કોન્ફેરેન્સ છે સાયન્સટીસ્ટ આવી રહ્યાં છે હા આવું છું બાપા થોડીક વાર બાપ દિકરો રાહ નહિ જોઈ શકતાં તમે બે અને હું એક છું. લવ યુ મોમ લવ યુ ડેડ બાય શિયા ત્યાં વળતો આવાજ કર્યો ધ્યાન રાખ જે અને તોફાન ઓછા કરજે. ત્યાં રોનક બોલ્યો મારું બેગ લઈ આવ હું પણ લેબોરેટરી પર જવા નીકળું. ત્યાં રૂહી બોલી હા આજે તમારી એટલા વર્ષની મહેનત સફળ થાશે, હા બેસ્ટ ઓફ લક

લેબોરેટરીનાં પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને મેન ડોર પાસે રોહન પોહચ્યો આજે ખુબ ખુશ હતો એટલા વર્ષની એની મહેનત રંગ લાવવાની હતી. એને પાસ્વર્ડ્સ એન્ટર કર્યો અને તે અંદર દાખલ થયો. રોબોટ XIT બોલ્યો સર ચા, ના થૅન્ક્સ એ એના ઓફિસમાં ગયો અને રોબોટ XIH એ કહ્યું બધું ત્યાર છે સર. ઓકે, રોહન એક મોટો સાયન્સટીસ્ટ હતો જે કેટલાં વર્ષથી ભવિષ્ય જોવાંની કલ્પના કરી રહ્યો હતો જે આજે સાકાર થવાનું હતું એ વાતથી એ ખુબ ખુશ હતો. વિદેશથી અનેક સાયન્સટીસ્ટ ત્યાં આવ્યાં અને રોહન અને એની ટીમે પ્રેઝન્ટેશન ચાલું કર્યું વિશાળકાય એ મશીન જેમાં 100થી વધું સાયન્સટીસ્ટઓ અને 500થી વધુ રોબોટ એ રાત દિવસ કામ કર્યું હતું રોહનનાં નેતૃત્વ નિચે એ આજે એક નવી દુનિયા જોવાં જઈ રહ્યું હતું જે દુનિયામાં અનેક બાદલાવ લાવી શકશે એના કરતાં વધું તબાહી ફેલાવાનું હતું.

રોહન મશીન પાસે ગયો એટલામાં ગાજ વિજ સાથે વરસાદ થયો અને ભારે વિજળી થઈ મશીન ચાલું થયું , ઍલિયન્સ ગ્રહની કોઈ ફ્રિકવન્સી મશીનની રડાર સાથે મેચ થઈ અને મશીનમાં એક સ્પાર્ક સાથે ધડાકો થયો બધે અંધારુ ફેલાઈ ગયું બધાં રોબોટ્સ પોતાની સેલ્ફ લાઈટ જનરેટ કરી મશીન ચાલું થયું ઑટોમૅટિક ત્યાં ઉભાં બધાં સાયન્સટીસ્ટ જોઈને હેરાન થઈ ગયાં. પૃથ્વીની જમીન પર ઍલિયન્સનો કબજો આ જોઈ બધાં નું ગળા નું પાણી સુકાઈ ગયું સમય ને 500 વર્ષ પાછળ લેવામાં આવ્યો આ જોઈ બધાંની પગ નિચે થી જમીન ખસી ગઈ રોબોટની ઓફિસમાં આવે છે માણસ કહે "ચા" સર આજે જ્યાં માણસો છે ત્યાં બધે રોબોટ છે હજું સમય ન 100 વર્ષ પાછળ લઈ જવામાં આવ્યો બધાંની ધડકન તેજ થઈ ગઈ.

માણસની જગ્યા રોબોટ લઈ રહ્યાં હતાં એના મૂળમાં તો માણસ જ હતો. અનેક તર્ક કરી ને આધુનિક યુગમા માનવી નું કામ સરળ કરવાં માનવ સંચાલિત એક ઇન્વેસન કરવાં આવ્યું અને એનુ નામ રોબોટ દેવા આવ્યું. અનેક જુદી જુદી રીતે એને સમયની સાથે નવી ડિઝાઇન કરવામાં લાગ્યાં. પ્રોગ્રામ સેટ થઈ રહ્યાં હતાં રોબોટ પોતાની વિચાર શક્તિ આપવામાં આવી રહિ હતી. રોબોટ હવે પોતે લાગણીશીલ થઈ રહ્યાં હતાં એક દિવસ રોહન પર રોબોટથી ભુલથી ચા પડી ગુસ્સે ભરાયો અને રોબોટ ને લાત મારી. ગુસ્સે ભરાઈ ને રોબોટએ રોહન પર હુમલો કર્યો. શરુઆત થઈ નવાં યુગની રોબોટ યુગ અને પછી માણસ પર રોબોટની ગુલામી ચાલું થઈ. માનવનું અસ્તિત્વ જ ના રહ્યું ને માનવ એક ભુતકાળ બની ગયો.

અંત હજુ નતો થયો રોબોટ પાસે પોતાની શક્તિ હતી એનાથી વધુ શક્તિશાળી ઍલિયન્સ હતાં જે એના પછીના વર્ષોમાં બીજી ગેલેક્સી નાશ પામી હતી. રોહન ને કરેલ ઍલિયન્સ કોડેડ ભાષા આજે રિપ્લાય આવ્યો અને પરગ્રાહી પૃથ્વી પર આવ્યાં. રોબોટ કરતાં વધુ શક્તિ હતી. રોબોટમાં એક ખામી હતી કે એને ચાર્જ કરવો પડતો ઇલેક્ટ્રિસિટિ આપી ને અને જ્યારે ઍલિયન્સ એ સુર્યના પ્રકાશથી ચાર્જ થઈ જતા. કેહવત છે જેમાં ખાધુ એમા જ થુક્યું એવી રીતે ઍલિયન્સ એ રોબોટ્સ પર કબજો કર્યો અને પૃથ્વી પર પોતાનું કાયમી કબજો જમાવ્યો.