Swaman books and stories free download online pdf in Gujarati

સ્વમાન

ઘણાં સમય પછી આવી મીઠી નીંદર માણી અને કેટલાય વર્ષો નો થાક ઉતરયો હોય એવું લાગ્યું.જાણે શરીર હળવું ફુલ થઈ ગયું.મન શાંત થયું , હૈયું હળવું થયું.વાતાવરણ પણ તેને સાથ આપતું હોય તેમ આહલાદક હતું.
પથારી માંથી ઉભી થઈ તે ચા મુકવા ગઇ.એ પહેલા તેણે બંને દિકરીઅો ના માથા પર પ્રેમ થી હળવો હાથ ફેરવ્યો.ચા હાથ માં લઇને તે ગેલેરી માં બેઠી ને વિચારોમાં ખોવાય ગઇ.
આજથી વીસ વર્ષ પહેલા તે માનવને પરણી હતી.માનવ ને તે સાથે અભ્યાસ કરતા હતા.તેથી બંને ના લવ-મેરેજ હતા.જેમ દરેક ના લગ્નજીવન માં બંને છે તેમ તેના લગ્નજીવન માં પણ બન્યું. કયારેક પ્રેમની મોસમ માં રિસામણા-મનામણા આ બધું ચાલતું.પણ અેક પતિ તરીકે માનવ માં જે હોવું જોઈએ તે ગોતવા છતાં પણ મળતું ન હતું. કશુંક ખૂટતું હતું, કંઇક અધૂરપ જેવું લાગતું હતું.દરેક સ્ત્રી તેનાં પતિની આંખો માં તેનાં પ્રત્યે માન,સન્માન ને પ્રેમ ઝંખે જે શરીર થી પર મન ને સ્પશૅતા હોવા જોઈએ.બાકી બધું ન હોય તો પણ કોઈપણ સ્ત્રી પોતાની કોઠા સુઝ થી પહોંચી વળે છે.જે આવડત મોહિની માં પણ એક સ્ત્રી તરીકે હતી.પણ માનવની છેલબટાઉ આદત,ખરાબ સંગત,વધુ પડતા લાડકોડ ને લીધે તે મોહિની ને જે જોઈએ તે નહોતો આપી શકતો.હા! તે મોહિની ને પ્રેમ કરતો હોવાથી દુનિયા ની તમામ ભૌતિક સુખ-સગવડો આપવા યેન-કેન પ્રકારે પ્રયત્ન કરતો જેથી મોહિની ખુશ રહે.તેને મન પત્ની આમાં જ ખુશ રહે.અને પ્રેમ ને બતાવવાની આ જ સાચી રીત છે અેમ દૃઢ પણે માનતો.પણ મોહિની ને આ કશું નહોતું જોઇતું. તેની અધુરપમાં તે માનવની પાસે પ્રેમ,હુંફ,લાગણી માટે તરસતી જે ફક્ત શરીર ને નહીં પણ મન ને પણ સ્પશૅતી હોવી જોઈએ.મોહિની ને એક એવો પ્રેમ જોઇતો હતો કે જેમાં તે પોતે બધું ન્યોછાવર કરી ને તેમા એકાકાર થઈ તેમાં ઓગળી જાય પણ માનવ અા બધું સમજવા તૈયાર ન હતો.મોહિની મન મનાવી દુનિયા ની રીત-ભાત નિભાવતી બે દિકરી ની માં પણ બની ગઇ.આમ જ અંદર ની સંવેદના ને મારતી તે દિકરીઓ નાં ઉછેર માં મન પરોવા લાગી.તેને કાયમ એક વાત નો અફસોસ રહ્યો કે માનવ તેના શરીર થી મન સુધી ન પહોંચી શકયો.દુનિયા ની દ્રષ્ટિએ મોહિની સૌથી સુખી સ્ત્રી હતી.પણ અંદર થી કોઈ એ તેના મન ને જોવાની કોશિશ પણ ન કરી.
માનવ હવે મોહિની માં ઓછો રસ લેતો.કામ પુરતી વાત.તે હવે બિન્દાસ જીવન જીવવા લાગ્યો.તેને મન હવે બધું સેટ થઈ ગયું પત્ની,બાળકો,ઘર,પરિવાર હવે બસ જીવનમાં મોજ-મસ્તી ને મજા ની લાઇફ.વર્ષ માં પત્ની,બાળકો ને હરવા-ફરવા લઇ જવું.આ તેનાં જીવન નો ઘટનાક્રમ બની ગયો.મોહિની ને જોઇ બધા કહે કેવી ખુશનસીબ છે કે આવું સરસ ઘરને વર મળ્યાં પણ મોહિની અંદર થી જાણતી હતી કે આ બધું માનવ તેની ખરાબ આદતને ઢાંકવા નાં એક ભાગ રૂપે કરે છે.મોહિની એ માનવને બે-ત્રણ વખત તો પકડી પણ પાડયો કે તે ખોટા રસ્તે જઈ રહ્યો છે.પણ માનવ ને હવે પાછો વાળવો અશક્ય હતો.મોહિની મનથી અશાંત હતી.તે કંટાળી,થાકી,હારી ગઇ હતી.તે આ પરિસ્થિતિ થી ,માનવથી છુટવા માંગતી હતી.તેને જે લગ્ન કરી ભૂલ કરી તે સુધારવા માંગતી હતી.પણ બે દિકરી ને તેનું કહીં શકાય તેવું કોઇ નહીં કે જે તેને સમજી સાથ દે.તે જાણતી હતી કે સમાજ એક સ્ત્રી ને કયારેય એકલી રહેવા નહીં દે,કાં ખરાબ દ્રષ્ટિએ જોશે,કાં તેની સાથે ખરાબ વ્યવહાર કરશે જેની અસર તેની દિકરીઓ પર પણ પડશે.આમ પણ માનવ વિશે શું ખરાબ કહેશે કે જેનાથી તે જુદી થાય.કેમકે માનવ સમાજમાં એક સારા વ્યક્તિ તરીકેની છાપ ધરાવતો હતો.એક દિવસ મોહિની ને ખબર પડી કે માનવ ને બે-ત્રણ વર્ષ થી કોઈ સ્ત્રી સાથે સંબંધ છે ત્યારે તે ભાંગી પડી.હવે કોઈ રસ્તો નહોતો.જયારે એક પત્ની ની જગ્યા કોઈ બીજી સ્ત્રી લેવાની કોશિશ કરે ત્યારે ગમે તે સ્ત્રી કોઈપણ રસ્તો અપનાવવા તૈયાર થઈ જાય.
મોહિની નાં આત્મામાં ઉઝરડા પડયા.હવે તેની પાસે બે જ વિકલ્પ હતા. સ્વમાનભેર જિંદગી જીવવી,અથવા અધૂરપ ભરી પરિસ્થિતિ ને સ્વીકારી જીવન જીવી નાખવું.મનમાં ઘણાં મનોમંથન સાથે તીવ્ર તિમિર યુદ્ધ ચાલ્યું કે કયો રસ્તો અપનાવો?દિલ ને દિમાગની લડાઈ માં પહેલી વખત દિલનાં અવાજ ને સાંભળ્યો.ને તેને સ્વમાનભેર જીવવાનું નક્કી કરયું.તે બંને દિકરી ને લઇ અલગ રહેવા આવી ગઇ.જે વતૅન ની માનવને સ્વપનેય કલ્પના નહતી.માનવને મોહિની એક પીંજરામાં પુરેલા પક્ષી જેવી જ લાગતી હતી.જે તેના કહ્યાં માં જ રહે.પણ આજે મોહિની નું આ સ્વરૂપ જોઈને જ માનવ હેબતાઇ ગયો.પણ મોહિની શાંત થઈ ગઇ.જાણે તે પીંજરા માથી છુટી ઉડવા માટે તૈયાર હોય એમ નવી સવાર,નવી દિશા તેની રાહ માં ઉભું હતું.
સોનલ.