Fish books and stories free download online pdf in Gujarati

માછલી

શબ્દો કરતાં આંખ ઘણું બધું કહીં આપે છે,
તેની ભાષા સમજતા શીખીએ....💞

આ વાત સાવ સાચી અને સત્ય છે.લગભગ આશરે સાત-આઠ વર્ષ પહેલાંની વાત છે...મુંગા જીવને વાચા નથી હોતી પણ તેની આંખો તેની દરેક વાત સ્પષ્ટ રીતે નિર્દોષતા થી સમજાવી જાય છે.
મારા પતિદેવ સત્યેન્દ્રને નાનપણથી એનિમલ તરફ કંઈક વધુ જ લગાવ.
ઘણાં પ્રસંગો છે.બધાં લખવા બેસીસ તો નવલકથા લખાઈ જશે..પણ જે પ્રસંગને લઈ હું વાત કરવાની છું તે અમારી શેરીમાં એક કુતરી રહેતી હતી તેની...
મોઢા ઉપરથી જ ભોળી અને લાગણીશીલ લાગે.બ્રાઉન કલરની અને તેની આંખ માછલી જેવી હતી તેથી મારા પતિદેવએ તેનું નામ માછલી રાખી દીધું.જયારે જયારે તે બહારથી આવે એટલે પૂંછડી પટપટાવતી દોડતી આવી જાય.સત્યેન્દ્ર તેને રમાડે નહીં ત્યાં સુધી જવા ન દે...આખી શેરીમાં તેનું એકનું જ શાસન.કોઈ અજાણ્યાને આવા દેવાનું નહીં.રોજ સવાર-સાંજ દૂધ રોટલી ખાવા આવી જાય.અને અમારા દરવાજાનાં ઓટે જ બેસે કોઈને ત્યાં નહીં ને અમારે ઓટે જ તેને ફાવે..આખી શેરીની માનીતી.પણ કંઈક તેને થાય એટલે તે ફટાક દઈને સત્યેન્દ્ર પાસે આવી જાય.અને જે કહેવું હોય તે ભસીને આંખોથી કહી દે બંને આંખોથી સમજી જાય.હું ઘણીવાર આ બધું જોતી પણ એમ થતું તેમણે કૂતરા,બિલાડા પહેલેથી પાળ્યા છે એટલે ખબર પડે..હું ઘણીવખત મજાકમાં સત્યેન્દ્રને કહેતી."અમારે હું ભણતી ત્યારે દસમાં ધોરણમાં બાબુ વિજળી પાઠ આવતો.તેનું પાત્ર તમને અસલ મળતું આવે છે.અને તે હસતાં હસતાં કહે..મને નાનપણમાં બધાં બાબુ વિજળી જ કહેતા.."
આમ જ દિવસો પસાર થતાં એક વખત માછલીને પાંચ ગલુડિયા આવ્યાં.બધાં જ એટલા ક્યૂટ કે શેરીમાં બાળકો તેને જોઈને કહે,"આ મારું...આ મારું...કાળું તારું.."પણ માછલી કોઈને કંઈ જ ન કરે અને બધાને રમાડવા દે..આ ફાલ તો મોટો થઈ ગયો.અમુક બચી ગયા ને અમુક વાહનની ઠોકરે મરી ગયા..
થોડાસમય બાદ માછલીને પાછી વેણ ઉપડી..બચ્ચાંને ક્યાં જન્મ આપવો?આમ તેમ આંટા મારતી હતી.અને છેવટે અમારી આગળ શેરીને નાંકે પાર્કિગવાળા મોટા ઘરે કોઈને ખબર ન પડે તેમ ત્યાં જઈને બચ્ચાને જન્મ આપ્યો.પાર્કિગમાં ગાર્ડન થોડું ગીચ હતું.એટલે સલામતી લાગી હશે...ઘર મોટું હોવાથી બે દરવાજા રાખ્યાં હતાં.એક શેરીમાં પડે અને એક મેઈન રસ્તે..માછલી હોંશિયાર તે શેરીવાળા દરવાજે થી પોતાનું આવા જવાનું રાખતી અને ખાવાનો બંદોબસ્ત કરી લે..ને પાછી ગલુડિયા પાસે જતી રહે..
એકવખત બન્યું એવું કે જ્યાં તેને બચ્ચાને જન્મ આપ્યો.તે લોકોને બહારગામ જવાનું થયું.તે લોકોને ખબર ન હતી કે અહી માછલી કુતરીએ બચ્ચાંને જન્મ આપ્યો છે. ને તે દરવાજાને લોક મારી જતાં રહ્યાં.માછલી બહાર અને બચ્ચા અંદર..રાતનાં એક-દોઢ વાગ્યે અમારાં ઘર પાસે આવીને માછલી ભસવા લાગી.
અમે બંને બહાર આવીને જોયું તો માછલી ભસતી હતી.સત્યેન્દ્રએ નીચે ઉતરીને તેની પાસે ગયાં.ક્યાંય સુધી ભસ્યું.પછી તે તેની આંખનાં ઈશારે કહેતી હતી.હું તો ન સમજી પણ સત્યેન્દ્ર સમજી ગયાં અને તેને કહે હાલ.અને તે તેની સાથે ગયાં.જ્યાં બચ્ચાં હતાં. સત્યેન્દ્રએ જોયું તો દરવાજે તાળું.હવે કરવું શું?બચ્ચા પાસે માછલીને જવું તું..અને અચાનક તેમણે માછલીને ઊંચકીને દરવાજાની અંદર મૂકી.અને માછલી દોડતી તેનાં બચ્ચાંને વળગી પડી.ગલુડિયા પણ પચ...પચ ધાવવા મંડ્યા..
હું આ બધું જોતી હતી.ત્યારે થયું કે જો માછલીની આંખની ભાષા ન સમજી હોત તો શું થાત..
આ પ્રસંગ મારા દિલમાં ઘર કરી ગયો..
હવે તો માછલી નથી રહી.પણ તેનાં બચ્ચા તેની જ જેમ અમારી સાથે રહે છે.એજ પ્રેમ,એજ લાગણી યથાવત..જાણે માછલી...જોય લ્યો...
(આજ વારસો મારી બંને દિકરીમાં છે.હાલ અમારે ત્યાં મીનીમાસી રાજ કરે છે.)

સ્વીટ લાઈન💞
કોઈ બે આંખો કોઈપણ બે આંખોને બધે-બધું કહી દે છે.
સોનલ.