Lagani ni suvas - 31 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 31

મીરાં અને આર્યન બન્ને ફ્રૈશ થઈ બન્ને મયુર સાથે બેઠા અને ત્રણે વાતે વળગ્યા વરસાદની વાતોમાં ઘણી ચર્ચાકરી આડા અવળા ગપ્પા માર્યા ...પછી થાક્યા હોવાથી ત્રણે પોતપોતાની સૂવાની જગ્યાએ સૂતા સૂતા વાતો કરવાનું ચાલું રાખ્યું... ત્યાં મીરાંના મમ્મીનો ફોન આવ્યો મીરાં એમના સાથે વાતે વળગી... તેના મમ્મી પપ્પા કાલે પાછા આવવાના છે ,એમ જાણી એ ખુશ થઈ..
"કેમ આટલી ખુશ દેખાય છે..?"મયુરે મીરાંને ખુશ જોઈ પુછ્યું
" કાલે મમ્મી પપ્પા પાછા આવી જશે...😍 બસ એટલે ખુશ છું..."
" અચ્છા.... સારુ છે... ચલો હવે સૂઈ જઈએ નઈ તો વાતો વાતોમાં સવાર પડી જશે... "મયુરે સૂવાની તૈયારી સાથે કહ્યું...
"હા, ભાઈ... ગુડ નાઈટ... ગુડ નાઈટ આર્યન.."
"ગુડ નાઈટ .... " મયુર અને આર્યન બન્ને સાથે બોલી ઉઠ્યા...
આ બાજુ ભૂરીની ઉંઘ ઉડી ગઈ છે... એને કંઈ જ સમજાતું નથી... પોતે શું કરશે... પોતે સામે થી કહે તોય ભૂંડ્ડી લાગે...સામે વાડાના મનના ભાવ પણ તો જાણવા જોઈએને.... નઈ તો સામેથી ગળે પડ્યા જેવું થાય... પછી વિચારે છે ,કે કોઈને કંઈ જ નથી કહેવું નશીબમાં હશે તો મળશે...એની આંખો ભીની થઈ જાય છે.... પછીએ વિચારતા વિચારતા સૂઈ જાય છે.
મીરાંની ખુશીનો પાર ન હતો .ઘણા દિવસે મમ્મી પપ્પા આવાના હતાં એટલે અને પહેલી વાર એ એના મમ્મી પપ્પાથી આટલા બધા દિવસ દૂર રહી એકલી રહી એનો એને વધુ હરખ હતો....
સવારે ફટાફટ ઉઠી ફ્રેશ થઈ ચા નાસ્તો બનાવ્યો.પછી મયુર પણ ઉઠી ફ્રેશ થઈ બેઠો પણ આર્યન તો ઉંઘણ સૂતો જ હતો.. મયુર ચા નાસ્તો કરી આર્યનને ઉઠાડી ઉપર મેઢા પર ગયો... આર્યન પણ ફ્રેશ થઈ ચા નાસ્તો કરવા બેઠો.. મીરાં પણ તેની સાથે ચા નાસ્તો કરવા બેઠી..બન્ને ની વાતો આંખો આંખોથી ચાલતી હતી...નિરવ શાંતિ એમાય ખુશનુમા સવાર...આંખોથી એક બીજાને જોતાતો અંદર વીજળીના કડાકા થતા હતાં.... એ ભાવ એ... પ્રેમ એ... પળે પળ એટલી સુખદ હતી... ત્યાં ડેલીનો દરવાજો ખખડ્યો.. મીરાં ઉભી થઈ સામે મમ્મી પપ્પા જોઈ ખુશ થઈ વળગી પડી.... શારદાબેન અને રામજી ભાઈનો અવાજ આવતા મયુર પણ નીચે આવ્યો ... આર્યન પણ આવી તેમનો સામાન અંદર મૂકી આવ્યો ને બધા બેઠા... મીરાં એ પાણી ચા નાસ્તો એના મમ્મી પપ્પાને આપ્યો... સફર કેવુ રહ્યું... ફુઆ કેમ છે... બધાએ વારા ફરથી સમાચાર પૂછ્યાને થોડીવાર વાતો કરી પછી આર્યન દવાખને જવા નીકળ્યો. અને મયુર સ્કૂલમાં ગયો... શારદાબેન અને રામજી ભાઈ બન્ને થોડો થાક ખાઈને કામે લાગ્યા... પણ બન્ને મયુર અને આર્યનના વખાણ કરતા થાકતા ન્હોતા....એવામાં બપોરે થોડી નવરાસ મળતા મીરાં એ રામજી ભાઈ અને શારદા બેન ને રાસગરબાની રાત વિશે બધુ જણાવી દિધું.... ચતુરના કોઈ અજાણ્યા માણસોએ એને ઘરમાં જ પૂરી દિધી અને પેટ પરનું નીશાન જોતા એને ઢોર માર માર્યો વગરે વગેરે... વિગત વાર કહ્યું.... શારદા બેન તો રડવા લાગ્યા...
" મમ્મી રડ નઈ... મયુર ભાઈ અને આર્યને બન્ને એ મને બચાવી લીધી... આટલા દિવસ મને જરાય એકલી નથી રહેવા દિધી.... કોલેજ જવામાં પણ આર્યન સતત મારી જોડે જ હતાં ... તમે ચિંતા ના કરો એટલે મેં તમને કિધું જ નહીં... ખોટી તમે ચિંતા કરો... એટલે.." મીરાંએ શારદા બેન ને મનાવતા શાંત કરતા કહ્યું...
" પણ બેટા... તને કંઈ થઈ ગ્યું હોત...તો..... ? "
" પપ્પા હવે ચતુર મને હેરાન નહીં કરે... કેમ કે આ નિશાન જોઈ એને ચીડ આવી ... એટલે એ જતો રહ્યો... હું ગમે તેટલી રૂપાળી દેખાઉ પણ આ નિશાની સાથે એ મને જોવા પણ તૈયાર નથી આજે આ નિશાને મને આઝાદ કરાવી દિધી પપ્પા.. "
" ભલુ થજો મારા ભગવાન હવે હું નિશ્ચિત છું બેટા..." રામજી ભાઈએ મીરાં પર હાથ મૂક્યો ને બોલ્યા...
શારદા બેને પણ આંશુ લૂછ્યા અને બોલ્યા...
" આપડા બાજુનું આ ખંડેર ઘર પાળી નવું બનાવવાનું છે... એટલે મેં ને તારા પપ્પાએ નક્કી કર્યું છે ,કે મયુર ને આર્યન એ ઘરમાં રહેશે..."
" સાચે.... પપ્પા... પણ એક કામ કરોને ભૂરીનું ઘર એની બાજુમાં જ પડશે તો વચ્ચે નાની કૂદી અવાય જવાય એવી પાળી કરીશું...હો...ને..."મીરાં નાનકડા બાળક જેમ બોલી..
" હા....હા... જો આ છોકરી હજીએ.... નાની જ રહી... " રામજી ભાઈ હસવા લાગ્યા...
" નાની જ છુંને પપ્પા...."કહી મીરાં રામજી ભાઈને વ્હાલથી વળગી પડી.
"ગાંડી .... સાવ... ચલ ચા મૂક હવે.. એટલે ખેતરે જઈએ." રામજી ભાઈએ એને પ્રેમથી મીરાંને છણકાવતા કહ્યું.
ક્રમશ....