Videshi Vayara - 2 books and stories free download online pdf in Gujarati

વિદેશી વાયરા... - 2


નીલે નીરવ સાથે એક બે વાર વાત કરી હતી.

અવારનવાર આ સમય દરમ્યાન મમ્મી પપ્પા સાથે વાત થતી ત્યારે

અહીની પરિસ્થિતિનો અંદાજ તો તેને આપી જ દેવાયો હતો.

એટલે એણે ટીકીટ મોકલી જ દીધી.


આખરે અહીંથી તો છુટ્યા તેમ માની સ્મિતાબેન અને મનોજભાઈ નીલને

ત્યાં જવાની ફલાઈટ પકડી. ચાર કલાકનો રસ્તો હતો

વાનકુવર બહુ સુંદર શહેર છે.

એમ તો આખો કેનેડા સુંદર દેશ છે...

ભારતીયો ની અહી બહુ વસ્તી નથી તોય ઠીક ઠીક છે.

સ્મિતાબેન અને મનોજ્ભlઈ ને ખબર નહી કે વાવાઝોડું

અહી પણ તેમની જ રાહ જોઈ રહ્યું છે.


કદાચ સરિતા અને સંગીતા એ એકબીજા સાથે ગઠબંધન કરીને જ સ્મિતાબેન અને મનોજભાઈ સામે મોરચો માંડ્યો હતો.

બને વહુઓને એમ કે આ સાસુ ક્યાંક કેનેડામાં જ એમના માથે ન પડે .

સામુહિક જ મોરચો માંડી દીધો. જોકે સમય યોગ્ય ન્હોતો.

પણ સાસરિયl વિરુધ વલણ રાખતી વહુઓ માટે કદાચ એટલી ધીરજ નહોતી કે તેઓ પહેલી વાર વિદેશમાં એમને આવકારી શકે.

સરીતાને પણ ત્રીજો મહિનો જતો હતો. પણ એની નોકરી ચાલુ હતી.

વિદેશી વાયરામાં આવી ગયેલી આ સ્ત્રીઓ પાસે કદાચ સમજણ પણ નહોતી અને વિવેક પણ નહોતો.

પોતે દીકરાઓના નહીં પણ વહુઓના ઘરે તેમના સામ્રાજ્ય માં આવી ગયા છીએ તેની માતાપિતાને અનુભૂતિ કરાવવાની બનેને તાલાવેલી હતી.

પહેલે જ દિવસે એરપોર્ટ પરથી જયારે નીલ માતાપિતાને લઈને ઘરે પહોચ્યો કે સરિતાએ રીતસર ત્રlગુજ કરી નાખ્યું...

આ લોકો મારી બેબીને મારી નાખશે ...મારે પોલીસ ફરિયાદ કરવી પડશે...વગેરે વગેરે,.....

નીલ તો બિચારો હlકો બlકો થઇ ગયો. મમી પપl ને ઘરે લઇ આવ્યા પછી હજુ તેઓ બેસે કે તેમણે લંચ કે ચા નાસ્તા નું પૂછ્યું ત્યાં તો સરિતાની બુમાબુમ શરુ થઇ ગઈ.

તેણે કિચન માં પગ મુક્યો નહોતો. સંગીતlની જેમ અહી સરિતા પણ કિચનમાં જઈને ઇન્ડીયાથી આવેલા મમી પપl ની આગતા સ્વાગતા તો ઠીક ચા કે નાસ્તા કે lunch

કશુજ કરવા માંગતી નહોતી.


આખરે માંડ માંડ સરિતા ને શાંત પાડીને નીલે લંચનો ઓર્ડર બહારથી લાવવાનો કર્યો .

જેમ તેમ કરતા વિકેન્ડ માં મમી પપ્પાને લઈને નીલે સાઈટ સીઈંગ કરવી દીધું.

બાકીના થોડા દિવસો તો સો સોના કામમાં રહ્યા. સો સોના રૂમમાં રહેતા અને પોતાનું કામ જાતે કરી લેતા.


સ્મિતાબેન ક્યારેક નીલની ભાવતી વાનગી બનાવી ફ્રીજમાં રાખી દેતા .

બાકી સો સોનું કામ કરી લેતા. સરિતા સાથે ભાગ્યેજ ખાસ વાત થતી. બોલવાનું રહ્યું જ નહોતું.

સ્મિતા અને મનોજ પોતાની રસોઈ બનાવી લેતા એકાદ ટાઇમ અને રૂટીન કામમાં સમય વિતાવતા.

વોક લેવા જતા કે ગાર્ડન સુધી ચાલી નાખતા. કોઈ ખરીદી તો હતી જ નહી.

નીલે કહી રાખેલ કે ગ્રોસરી સિવાય બીજી કોઈ વસ્તુઓ લેવાના પેસા મારી પાસે નથી. એટલે શોપિંગ મોલ માં લઇ જવાનો પ્રશ્ન જ ન હોતો.

કે બીજે ક્યાય માંતા પિતાને લઇ જવાની પણ વાત જ નહોતી.

પાસેના બગીચાઓમાં કે કોઈ સ્થાને કે મંદિરે જવાનું ક્યારેક બનતું. . બાકી અlમ જ દિવસો પસાર કરવાના હતા.

નીલે તેના મમી પપ્પા ને કહી રાખેલ કે અlજુ બાજુના ભારતીયોને માત્ર વોક લેતા કે ગાર્ડન માં જ મળજો ને જોઈ વિચારીને વાત કરજો.

તો આ તરફ સરિતાને પણ સુચના હતી કે માતા પિતાનું

મlન જાળવજો અને બીજી કોઈ માથાકુટમાં પડીશ નહી .

નહિતર વખત આવે મમ્મી મદદ રૂપ નહી થાય. એટલે સો લગભગ પોતપોતાના રૂમમાં જ સમય પસાર ક્રરતા હતા.

સ્મિતાબેનને કે મનોજભાઈને હવે સરિતા સાથે કોઈ વાત કરવાનું મન ન થાય એ સ્વાભાવિક હતું.

દિવસો પસાર થતા હતા. પરત ફરવાનો સમય આવી રહ્યો હતો.

પણ ઇન્ડિયા પરત ફરવાની ટીકીટ ટોરંટો થી દિલ્હી જવાની હતી . એટલે નીરવને ત્યાં પરત ફરવાનું જ રહ્યું.

ટોરંટો થી દિલ્હી બે ચાર દિવસમાં જતા રહીશું તેમ મન મનાવી લીધું હતું.


નિરવ અને નીલ વચ્ચે વાત થયા પ્રમાણે ઇન્ડિયા પરત ફરવાના એક વિક પહેલા જ બને ટોરંટો પહોચ્યા.

એક વિક ફરી નીરવ ને સંગીતા- સની સાથે પસાર કરવાનો હતો.

ઇન્ડિયા પરત ફરતા પહેલા સ્મિતા બેનને વસવસો રહી ગયો કે વહુ ઓ એ જમવાનું તો ઠીક ચા પણ એક વાર બનાવી નહી આપી.

બને છોકરાઓ માં પણ પોતાની પત્નીઓ ને માતાપિતા સાથે સારી રીતે વર્તન કરવાની સુચના આપવાની હિમત નહોતી…..

વહુઓ તો ઠીક છોકરાઓ વિદેશી ધરતી પર પોતે ગુમાવ્યા હોવાનો અહેસાસ તેમને થયો.

જતા પહેલા બને ઘરે દીકરા ને વહુઓને ખાસું સંભળાવવાનું પણ તેઓ ચુક્યા નહી….

તમારા છોકરાઓ તમને મોટા થઈને આવી રીતે વર્તશે ત્યારે તમે અમને યાદ કરશો….હવે અમારી આશા ન રાખશો. …..

છોકરાના છોકરા રમાડવાનો ન તો તેમને મોહ રહ્યો કે ન કોઈ ઉત્સાહ….


પોતે દાદા દાદી બન્યા છે તેનો કોઈ હરખ તો ક્યાંથી થાય…


દીકરા બને વિદેશ ની ધરતી પર પોતે ગુમાવ્યા છે એવા વસવસા સાથે સ્મિતાબેન અને મનોજભાઈ ઇન્ડિયા પરત ફર્યા….


વિદેશમાં હતા ત્યારે પણ થોડી વાતો દિલ ઠાલવવા પુરતી નજદીકના સગાઓ સાથે કરી લેતા

હતા. લગભગ બધાનો મત હતો હવે મન વાળી લેવું …


થોડા દિવસો આરામમાં વિતાવ્યા પછી મિત્રોને સંબંધીઓની મુલાકાત લેવાનું બને

એ શરુ કર્યું. દિલમાં દુ;ખ હતું સગાઓની સલાહ હતી કે હવે મનને વાળી લેવું જોઈએ.

અને બીજી સામાજિક પ્રવૃતિઓમાં ધ્યાન આપવું જોઈએ.


મનોજભાઈએ તેમની ૧૦,૦૦૦ ના પગારવાળી નોકરી ફરી ચાલુ કરી દીધી. જોકે આ વખતે

બીજો માલિક હતો અને ૨૦૦૦ નો વધારે પગાર પણ હતો. છોકરાઓ પlસે આશા

નહોતી રહી.

બે ત્રણ માસ વીતી ગયા. દરમ્યાનમાં નીલે સરિતાની ડીલીવરી ની ડ્યુ ડેટ ની જાણ મમીને કરી બની શકે તો આવી જવા વિનંતી કરી .

પણ સ્મિતાબેને સ્પસ્ટ ઇનકાર કરી દીધો. સરિતાના મમીને જવાનો વારો આવ્યો.

પણ કોણ જાણે કેમ સ્મિતાબેન સાથે થયેલા વર્તનની જાણ તેમને થયેલ એટલે તેમણે પણ કેનેડા દીકરીની ડીલીવરી માટે જવાનો ઇનકાર કરી દીધો…


જોકે આમાં બે કારણો પણ હતા. એક તો નીલ ની ધમકી કે... તારી માતાને આવવા દે મારી મમી સાથે તે કરેલા વર્તનનો હું બદલો લઈશ …

થી સરિતાની મમીને ડર લાગ્યો હતો. વળી દીકરીની ડીલીવરીના કામો વિદેશમાં એકલા હાથે કરવા સહેલા નથી તે તેઓ પણ જાણતા હતા.

એટલે દીકરીને જ આગ્રહ કર્યો કે ... તુ જ આવી જાને બેટા..તારા પપl ને બહેન ને મુકીને હું એકલી કઈ રીતે આવું…

સંગીતl નાના સનીને લઈને ભાઈ સાથે ઇન્ડિયા આવી હતી. પણ એના પિયર ગઈ હતી.

પરિવારમાં અમુક લોકોને ત્યાં જ ગઈ . સ્મિતાબેન કે મનોજભાઈ પાસે એક દિવસ પણ રહેવા ન ગઈ.

નાના છોકરાને સાચવવો અને ઘરકામ એકલે હાથે કરવા કરતા બl ને ત્યાં ઇન્ડિયા જઈ ને રહેવું વધુ સારું.

શું થાય બીજું? આવે વખતેજ ઇન્ડિયા યાદ આવેને...

નીલની પત્ની સરિતાની ડીલીવરી એકલ પંડે જ કરવાનો વારો આવ્યો. બને તરફથી કોઈ તેમને ત્યાં મદદ માટે નહોતું ગયું.

જો છોકરાઓને સારી રીતે વર્તન કરતા ન આવડે તો મા બાપ પણ

કેટલું જતું કરી શકે?

વહુઓમાં પણ એટલી સમજ નહોતી કે ડીલીવરી સમયે સાસરિયl અને મદદે આવેલl સાથે સારી રીતે વર્તન કરવું જ પડે….


આ તરફ મનોજભાઈ અને સ્મિતાબેને વૃધાશ્રમ ખોલવાનો નિર્ણય લીધો. જમીન પણ જોઈ લીધી. શંખેશ્વર પાસે…. …

અને કેનેડા છોકરાઓને જણાવી પણ દીધું કે અમારી પાસે જે કઈ પણ છે તે અમે આમાં વાપરીશું એટલે અમારી પાસે હવે કોઈ અપેક્ષા ન રાખશો...