Premno aabhas books and stories free download online pdf in Gujarati

પ્રેમનો આભાસ

પ્રેમ એ તો એક ખુબસુરત અહેસાસ છે,એ જીવનમાં ચુપચાપ પ્રવેશી જાય છે, આપોઆપ જ થઇ જાય છે. કયારેક સુખ બનીને ક્યારેક દુખની ગાથા થઈને જીવનમાં કાયમી વસી જાય છે
પ્રેમ સુખ આપે તો સાથે પીડા પણ એજ આપે છે. સાતમાં આકાશ ઉપરની ઉડાનનો રોમાંચ આપે છે તો પાતાળમાં ધસી ગયાનો મન ઉપર ભાર આપે છે...
પ્રેમ કરવો ખુબજ રોચક અને સહેલો લાગે છે.
જે પસંદ હોય એ મળી જાય ત્યારે જાણે સ્વર્ગ હાથમાં આવી ગયુ લાગે છે
પરંતુ એ ખુશી, લાગણી સદાકાળ જીવંત રાખવા બહુ પ્રેમથી તેની માવજત કરવી પડે છે
વ્યસ્તતા વચમાં પણ સમય કાઢી, સાથીને લાગણીઓ સીંચવી પડે છે. એ વિના પ્રેમ અકાળે કરમાઈ શકે છે..
સાચો પ્રેમ ઘાટ વગરનો હોય છે તેને કોઈ એક વ્યાખ્યામાં બાંધવો સહેલો નથી
સાચો પ્રેમ જીવનમાં બદલાતી પરિસ્‍થિતિ પ્રમાણે બદલાતો નથી. એ માત્ર સ્વરૂપ બદલે છે. જેવી જરૂરિયાત એવો ભાવ બતાવી દુઃખની વેળાએ સંભાળી લે છે
પ્રેમમાં અપેક્ષા કે માંગ જેટલી ઓછી એટલી તેની મજબૂતાઈ વધુ રહે છે..
ગમતી વ્યક્તિ સાથે પ્રેમ થાય તે સાહજિક છે. પરંતુ જેની કોઈ આદત પસંદ ના હોય કે વર્તન ઉપર ગુસ્સો આવતો હોય તેવી વ્યક્તિ સાથે પ્રેમ થવો અસહજિક લાગે છે.
એ વ્યક્તિ માટે નો ગુસ્સો, તેના વિશે વધુ વિચારતા કરી મૂકે ત્યારે
નજદીકીનો ભાવ વધવાની શક્યતા વધે અને આવું થવાનો સંભવ રહે છે..
કોઈએ કરેલું અહેસાન પ્રેમ, દગો કે પછી ગુસ્સો, આ દરેક પરિસ્થિતિ કશુંક શિખવી જાય છે.
જીદ કે અણસમજ ગમે તેટલા સુખોને પણ દુઃખમાં ફેરવી શકે છે.
માત્ર ૮-૧૦ કલાકની નોકરીમાં પણ જો સહકર્મચારી સાથે એડજસ્ટ કરવું પડે છે તો જેમની સાથે જીવનભર રહેવાનું હોય તેવી વ્યક્તિઓ સાથે સમજદારી પૂર્વક વર્તવું , સાથ આપવો જરૂરી છે.
પ્રેમ દેખાડો ના બનતા કાયમી અને સંવેદનશીલ હોવો જોઈએ...
જેવા છો તેવાજ મારા બનીને રહો...
કોઈ પણ દેખાડા વિનાના ઉષ્માભર્યા સંબંધોની મીઠાશ અલગ અને ખાસ હોય છે જે જિંદગીને ગમેતેવા સંજોગોમાં પણ ટકાવી રાખે છે.
આવા સંબંધોને કોઈ તહેવાર કે ઉજવણીની જરૂર નથી છતાંય પરસ્પર પ્રેમની લેવડદેવડ તેને તરોતાજા રાખવાનું ઇંધણ બની રહે છે.
પ્રેમનું પહેલું કારણ આકર્ષણ, પ્રેમનું છેલ્લું તારણ સમર્પણ. 💕
પ્રેમની શરૂવાત ગમતા પરિબળોથી થાય છે. જેમકે દેખાવ, અનુકૂળ સ્વભાવ,સરખા વિચારો અને શોખ.
આ બધાને પાર કર્યા પછી થતી અનહદ પ્રેમની અનુભૂતિ સર્વ સુખોને ઝાખાં પાડે છે.
પ્રેમમાં સમર્પણ વિના આ બધું પામવું શક્ય નથી.
નજીવી વાત, ગેરસમજ કે વધારે પડતા હકને કારણે ગમેતેવા પ્રેમભર્યા સંબંધો પણ જડમુળથી હલી જતા હોય છે. પરિણામે પ્રેમ સંબંધોના એ વૃક્ષો ઠૂંઠા લાગણીવિહીન અને કુરૂપ બની જતા હોય છે.
આવું અટકાવી દેવા જાગ્યા ત્યાંથી સવાર સમજી નિખાલસ થઇ, પાછલું ભૂલી જઈ આગળ ચાલવાની રીત અપનાવવી જોઈએ...
કેટલું ક્યારે યાદ રાખવું અને કેટલું ભૂલીને આગળ વધવું એ આપણી સમજના આધારે નક્કી થતું હોય છે.
બંધનમાં જકડાયા પછી પણ મન મુક્તતા અનુભવે તે પ્રેમ,
સુખમાં પણ આંસુ જન્માવે તે પ્રેમ.
જો કોઈનું સાનિઘ્યમનને ઝંકૃત કરી મુકે તે પ્રેમ !
સહેવાસ કોઈ સંતોષ જન્માવે તે પ્રેમ !
શબ્દોનાં સ્પર્શ થકી પણ જીવનભરપુર બને તે પ્રેમ,
નાનકડું પદ ચિન્હરસ્તો બતાવે તે પ્રેમ!
બીજાઓ માટે જીવન જીવવું એ અલગ વાત છે, પરંતુ પોતાને મનગમતી જિંદગી જીવવાનો આનંદ સહુથી વધારે મહત્વનો છે.
આવું જીવન જીવનારને તેના અંતિમ સમયે કશું ના કર્યાનો અફસોસ બહુ ઓછો સતાવે છે.
એક મજબુત સ્ત્રી પ્રેમ કરે છે, માફ કરે છે, ના ગમતી સ્થિતિમાં ઉશ્કેરાઈ જવાને બદલે શાંતીથી વિચાર કરે છે.
દુઃખી થવાય તેવી સ્થિતિને અવગણી આગળ ચાલે છે.
હારી જાય ત્યાં નાસીપાસ થવાને બદલે ફરી ઉભા થવાની કોશિશ છે.
કેટલાક સંબંધો દૂર રહીને, કંઈ પણ માંગ્યા વિના હૃદયના ખાલીપણાને ભરી દેતા હોય છે, જીવન જીવવાનું બળ આપતા હોય છે.
બદલામાં માત્ર લાગણીની ભીનાશ અને માવજત માંગતા હોય છે.
પ્રેમનો સાચો આકાર વર્તુળ છે. ⭕️
જેને પ્રેમ કરતા હોઇયે તેની દરેક વસ્તુને પ્રેમ કરવી પડે છે. તેની આદતોથી લઈને તેના જીવનમાં રહેલી વ્યક્તિઓને પણ ચાહવી પડે છે. તેની ગમતી વ્યક્તિઓને પ્રેમ કરવામાં અને પાછો મેળવવામાં જ પ્રેમ બેવડાતો રહે છે.