Premnu Dawakhanu in Gujarati Love Stories by mrugesh books and stories PDF | પ્રેમનુ દવાખાનુ

The Author
Featured Books
Categories
Share

પ્રેમનુ દવાખાનુ

જેમ શબ્દમાથી અર્થ છુટો ન કરી શકો એમ તમે જીવનમાથી પ્રેમને છુટો ન કરી શકો...
પ્રેમ એટલે તમારુ કંઇ બોલવુ એ જ નહી,બોલ્યા પછી ચુપ રહેવુ પણ થાય...મૌન પછીનો સ્વર એટલે જ પ્રેમ...
ખરેખર કહુ તો પ્રેમ એટલે કશું જ નહી,ને વિચારો તો પ્રેમ એટલે ઘણુ બધુ...
ચાહવામા હુંફ છે ફક્ત અમુક માત્રા સુધી,એ પછી તો ડઝાતુ જ હોય છે ...
કયાંક હુંફથી અાગળ વધેલો અને આપણી અંદર સદેલો પ્રેમ,બંનેની અનુભુતી જુદી જ છે...
મીરા બાઇ લખે છે,રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર...અદ્ભુત કહેવાય આતો....કારણ કે,મીરા જેને ચાહે છે તેનીય પ્રેમિકા માટે આ શબ્દો લખે છે...
પ્રેમ માંગે વાચા ને પ્રેમને હંમેશા ભાષા જોઇએ છે...
કદાંચ એકાંદ હોત તો તેને છુપાવી શકુ હુ,પણ આ તો તમને થયેલો પ્રેમ છે...જેના દાખલા હજાંર છે...
અરે,પ્રેમતો ખુલ્લાપણાનો અભ્યાસી છે...
પ્રેમ જ તમારી લાગણીઓનુ કેન્દ્રબિંદુ છે..જે ગુસ્સામા અને વ્હાલ કરવામા જોઇએ જ....
હોળીની આ સિઝનમા પ્રેમ હંમેશા કોરો રહીને પોતાના ઉમંગને માણે છે...
હુ આ લખુ છુ ને તમે વાંચો છો ધ્યાનથી...એ પણ પ્રેમ જ છે....
તમારો અને મારો પ્રેમ જીવતો પ્રેમ છે,જે દિવસે જીવંત બનશે તે દિવસે આપણે બંનેએ ભેગા નહી થવુ પડે...હુ એ જ દિવસની રાહ જોઉ છુ..
કોઇક બે આંખો જે રડવા માંગતી હતી ને રડ્યા વગરનો ડુમો બની ગઇ તેને તમારુ મૌન સમજી શકે છે?
બસ,આ જ પ્રેમ છે..
આપણે બેંઉ દિલથી મળીએ તે જ મહેફિલ કહેવાય,બાકી લાગણી વિના તો લાખો મળેને તો ય સભા ન કહેવાય..
મારી કેટેગરી તો તમારે નક્કી કરવાની છે,કારણકે હુ જીવંત કરવા માંગુ છુ આપણા પ્રેમને..તમારા અસ્તિત્વ અને વ્યકિતત્વને સાથે લઇને ચાલવા માંગુ છુ...
સંબંધમાં કે પ્રેમમાં આકર્ષણ જરૂરી છે, પરંતુ આકર્ષણ જો માત્ર દેખાવનું હશે તો એનું આયુષ્ય લાંબુ નહિ હોય.
સમય જતા આકર્ષણ ઘટતા,લાગણીઓ વરાળ બની ઉડી જશે. જરાક સરખો મનમોટાવ સંબંધોને તોડી નાખશે.
આકર્ષણ દેખાવ સાથે સ્વભાવનું, વિચારોનું હશે તો એ જીવનભરનો અતૂટ સથવારો બની જશે..
જ્યારે તમારા પ્રેમમા હુ અનાયાસે જ પડ્યો,તેના પહેલા તમે ઉત્તમ હતા....હવે તમે સર્વોત્તમ છો.....તમને જોયા વિના પ્રેમમા પડવાનો એક મોટો ફાયદો એ પણ છે કે હુ હવે થોડી ઘણી કાળજી મારી જાતની પણ લેતો થયો છુ...
તમને લખેલા આ પત્રો જ મને આવનારા ૫૦ વર્ષ તમારી સાથે કાઢવાની પ્રેરણા આપે છે...
દુનિયાનો કોઇ માણસ પ્રેમ પ્રકરણ ન છુપાવી શકે...કારણ કે પ્રેમ હંમેશા છાપરે ચઢીને પોકારે...સ્વયં ભગવાન કૃષ્ણ પણ પ્રેમને નહોતા છુપાવી શક્યા તો આપણે તો તેમની સામે ક્યા આવવાના?
મારા મતે પહેલો અને છેલ્લો જે આ પ્રેમ મને તમારી સાથે થયો છે એ તમારા માટે સહેલો નથી,પણ પ્રેમમા તો જે અઘરુ હોય તે જ સહેલુ થાય...
એક વાત ફરિથી કહુ છુ,તમે સુંદર દેખાવ છો એટલે હુ પ્રેમમા નથી પડ્યો,પણ તમારા પ્રેમમા હુ પડ્યો એટલે જ તમે મને સુંદર દેખાવ છો..👫💕...

મને એટલી જ ખબર પડે છે કે જો આપણે સાથે હસી શકીશુ તો ક્યારેય રડવાનો વારો નહી જ આવે😘😘
મારી અાખી લાઇફમા મને ફક્ત તમે જ એવા મળ્યા છો કે જેને હુ કહી શકુ કે યાર,આજે મારો દિવસ ખરાંબ રહ્યો..આજ છે આત્મિયતા...જે મને તમારી સાથે બંધાયેલી છે...
આ પ્રેમનો પારો,દિવસે ને દિવસે વધે જ રાખે છે...જેની દવાં તમારી જ પાસે છે....બીજા એકે ય ની દવાં મારે કામ નથી આવવાની....અહીયા ડોક્ટર તમે અને દર્દિ હું છુ....
તમારા હ્દયના દવાખાનામા દાખલ થયેલો છુ,ને વેંટિલેટર પર તમે જ રાખેલો છે...જો આ વેંટિલેટર હટાવી દેશો તો હું તુટી જઇશ એ તો પાક્કુ છે....ને,ક્યારેય પછી પ્રેમમા પડવાની હિંમત નહી કરુ...