Dil Ka rishta - 6 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 6


( મિત્રો આપણે આગળ જોયું કે આબુથી પરત ફરતાં કાવેરીબેનની તબીયત બગડી જાય છે. અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જ્યાં વિરાજ અને બીજાં ડૉક્ટર એમનું ઓપરેશન કરે છે. તબિયતમાં સુધાર આવતાં કાવેરીબેન વિરાજને આશ્કા સાથે મેરેજ કરવાનું કહે છે. સમર્થ અને કાવેરીબેનના સમજાવવાથી વિરાજ માની જાય છે. પણ આશ્કા હા કેહશે તો જ એ મેરેજ કરશે એવી શર્ત મૂકે છે.)

વિરાજ કાવેરીબેનની વાત માની તો જાય છે. પણ હવે એ વિચારે છે કે આશ્કાનો શું જવાબ હશે. આશ્કા પાણી લઈને પાછી આવે છે. વિરાજ ત્યાંથી કામનું બહાનુ કાઢીને બહાર ચાલ્યો જાય છે. કાવેરીબન આશ્કાને એમની પાસે બેસવાનું કહે છે. અને કહે છે,

કાવેરીબેન : બેટા હું તને જે કહેવા જઈ રહી છું એને તું ધ્યાનથી સાંભળજે અને શાંતિથી વિચારીને જવાબ આપજે.

આશ્કા : અરે માસી તમે કહો તો ખરા..

કાવેરીબેન : દિકરા હું ઈચ્છું છું કે તું અને વિરાજ મેરેજ કરી લો.

આશ્કા એકદમ હતપ્રભ થઈ જાય છે એને જે સાંભળ્યું એની પર વિશ્વાસ નથી થતો.

કાવેરીબેન : હું જાણું છું કે આ ઘણું અચાનક છે. પણ મે ઘણું વિચારીને આ નિર્ણય કર્યો છે. હું જાણું છું તને અત્યારે મારી વાત નહી સમજાય પણ આગળ જતા તને પણ સમજાશે કે મે જે નિર્ણય કર્યો છે એ તમારા બંનેનાં હિતને ધ્યાનમાં રાખીને જ કર્યો છે.

આશ્કા : હું જાણું છું તમે જે પણ વિચારશો એ મારા ભલાં માટે જ હશે પણ હું આપના પૂત્રને લાયક નથી.

કાવેરીબેન : બેટા મે તારા કરતાં વધારે દુનિયા જોઈ છે મને ખબર છે કોણ લાયક છે અને કોણ નહી. હું એ પણ નથી કેહતી કે તું તારી મરજી વિરુદ્ધ કોઈ પણ નિર્ણય લે. તને પૂરેપૂરી છૂટ છે તારા જીવન વિશે નિર્ણય લેવાનો. પણ હું ઈચ્છું છું કે તું વિરાજ સાથે એકવાર વાત કર. પછી તારો જે પણ નિર્ણય હશે એ મને માન્ય હશે.

અને કાવેરીબેન વિરાજને ફોન કરીને બોલાવે છે. થોડીવાર પછી વિરાજ ત્યાં આવે છે એને ખ્યાલ તો આવી જ ગયો હોય છે કે કાવેરીબેને એને કેમ બોલાવ્યો હશે. અને આશ્ કાના હાવભાવ જોઈ એને વિશ્વાસ પણ થઈ જાય છે.

અંદર જતા એની અને આશ્કાની નજર મળે છે. આશ્કા તરત જ નજર ઝૂકાવી લે છે. અને એ જોઈને વિરાજથી હસી જવાય છે. કાવેરીબેન વિરાજને જોઈને કહે છે,

કાવેરીબેન : વિરાજ બેટા મે આશ્કા સાથે વાત કરી છે. પણ હું કહું છું કે તમે બંને એકબીજા સાથે વાત કરીને પછી કોઈ નિર્ણય લો. તું આશ્કાને બહાર લઈ જા. એટલે તમે મોકળા મનથી વાત કરી શકો. આશ્કા દિકરા તું પણ તારા મનમાં જે હોય એ કહી દેજે. મને આશા છે તમે કોઈ સારા નિર્ણય પર આવશો.

વિરાજ એક નજર આશ્કા પર નાંખે છે અને આંખોથી જ સાથે આવવાં માટે પૂછે છે. અને આશ્કા પણ આંખના ઈશારાથી મૂક સંમતિ આપે છે. અને તેઓ કાવેરીબેનની પરવાનગી લઈને બહાર જાય છે. વિરાજ બહાર જઈ પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢે છે. આશ્કા એની બાજુમાં ગોઠવાય છે. થોડો સમય બંને વચ્ચે ચૂપકીદી છવાય છે. ઘણાં સમયની ખામોશી પછી વિરાજ એના તરફથી શરૂઆત કરે છે.

વિરાજ : આશ્કા.. હું તમને આશ્કા કહું તો વાંધો નથી ને.. ?

આશ્કા : ના સર મને કોઈ વાંધો નથી. અને તમે મને તમે નહી કહો.

વિરાજ : ok હું તને તમે નહી તું જ કહીશ પણ તું મને આ સર કહેવાનું બંધ કર.

આશ્કા : પણ મને સરથી વધારે સારું કંઈ સૂઝતું નથી.

વિરાજ : ok.. okk... તારે જે કહેવુ હોય તે કેહજે પણ અત્યારે ક્યાં જવાનું છે એ તો કહે.

આશ્કા : સર હું તો અહીં પહેલીવાર આવી છું મને શું ખબર અહીંયાની..

વિરાજ : ઓહ હા sorry હું તો ભૂલી જ ગયો હતો. સારું ચાલ આપણે પાસેના કૉફી શૉપમાં જઈએ.

વિરાજ આશ્કાને પાસેના એક કૉફીશૉપમાં લઈ જાય છે. બંને જણાં ખૂણાનાં ટેબલ પર બેસે છે.

વિરાજ બંને માટે કૉફી અને સેન્ડવીચનો ઓર્ડર આપે છે. ઓર્ડર આવે ત્યાં સુધી વિરાજ એનો મોબાઈલ ચેક કરે છે. ઓર્ડર આવી જાય છે છતાં પણ એને ધ્યાન નથી રહેતું. થોડીવારે એ ઉપર જુએ છે તો આશ્કા આજુબાજુ જોઈને એનો ટાઈમ પસાર કરતી હોય છે.

વિરાજ : ohh so sorry Ashka.. હોસ્પિટલના જરૂરી મેઈલ હતા એટલે એ ચેક કરતો હતો. પણ તારે મારું ધ્યાન તો દોડવું જોઈએ.

આશ્કા : અરે વાંધો નહીં. મને લાગ્યું તમે કોઈ મહત્વનું કામ કરો છો એટલે મે તમને disturb ના કર્યા.

વિરાજ : વિરાજ એની તરફ કૉફીનો મગ અને સેન્ડવીચ મૂકે છે અને કહે છે, સારું ચાલ કૉફી પીતા પીતા વાતો કરીએ. મમ્મીએ તને કહ્યું જ હશે.
અને એમની ખુશી માટે મે હા પણ કહી છે. તો હવે તારી શું ઈચ્છા છે એ કહે.

આશ્કા : સર તમારા જેવાં પતિ અને માસી જેવા માં મળતા હોય એ ખુબ ભાગ્યશાળી હશે. પણ હું મારા સ્વાર્થ માટે કોઈની જીંદગી ના બગાડી શકું. તમને ખબર છે હું એક વિધવા છું. અને એક વિધવા સાથે લગ્ન કરીને તમે તમારી જીંદગી શા માટે બરબાદ કરવાં માંગો છો.

વિરાજ : આશ્કા હું આ બધાંમાં નથી માનતો. મને એનાથી કોઈ ફરક નથી પડતો કે તું વિધવા છે.

આશ્કા : પણ મને ફર્ક પડે છે. મારા ઘરવાળા કહે છે અને હું પણ માનું છું કે, હું મનહૂસ છું. અને હું નથી ઈચ્છતી કે મારી મનહૂસીયત નો પડછાયો પણ તમારી પર પડે.

વિરાજ : અરે તને મે કહ્યું ને કે હું આ બધાંમાં નથી માનતો. આશ્કા મને સાફ સાફ વાત કરવાની આદત છે. પણ હું તને કોઈ પણ આશા બંધાવા માંગતો નથી.. હું રાહી ને પ્રેમ કરતો છું અને કરતો રહીશ. ભલે એ આ દુનિયામાં નથી પણ મારાં મનમાં એ હંમેશા જીવીત રેહશે. હા પણ જો આપણાં મેરેજ થાય તો હું તને પત્ની તરીકેના બધાં હક અને સન્માન આપીશ પણ મારા તરફથી પ્રેમની તું કોઈ અપેક્ષા ના રાખતી. જો તારી મરજી ના હોય તો તને પૂરી છૂટ છે ના કહેવાની.

આશ્કા : સર તમે આ સત્ય જણાવ્યું તેથી મારી નજરમાં તમારી કિંમત ઘણી વધી ગઈ છે. અને જિંદગીમાં પ્રેમ મહત્વનો છે પણ એનાથી પણ મહત્વ છે સન્માન અને બીજાની ખુશી માટે કંઈ પણ કરી છૂટવાની તત્પરતા. જે વ્યક્તિ કોઈ પારકાં માટે જો આટલું વિચારી શકતાં હોય એ પોતાની પત્ની માટે પણ એટલું જ કરશે. અને સાચું કહું તો મે મારી અત્યાર સુધીની જિંદગીમાં જે અનુભવ્યું છે એનાથી મારા માટે પ્રેમ કરતાં સન્માન વધું મહત્વ નું છે. લોકોએ હંમેશા મને ઘુત્કારી જ છે. તો પ્રેમની તો વાત બહું દૂર છે પણ મારા પોતાનાઓએ તો મને એ માન પણ ના આપ્યું જેની હું હંમેશા ખ્વાહિશ કરતી રહી છું.

વિરાજ : great તો પછી વધું વિચારવા કરતાં હા કહી દે હું પણ જાણું છું અને તું પણ જાણે છે કે આપણે બંને મમ્મીની ખુશી માટે જ કરીએ છીએ.

આશ્કા : હા સર માસી માટે તો હું કંઈપણ કરી શકું.

વિરાજ : તો હું તારી પણ હા સમજું.

આશ્કા : સર જો તમને કોઈ વાંધો ના હોય તો હું પણ સહમત છું.

વિરાજ : સારું તો ચાલ આપણે આ વાત મમ્મીને કહીએ જેથી એમની બધી ચિંતા દૂર થઈ જાય.

આશ્કા : હા ચાલો..

અને વિરાજ અને આશ્કા હોસ્પિટલ જઈને કાવેરીબેનને આ ખુશખબરી આપે છે. કાવેરીબેન ખુબ ખુશ થઈ જાય છે. આશ્કા એમનાં ચરણસ્પર્શ કરે છે ત્યારે તેઓ એનું કપાળ પ્રેમથી ચૂમે છે અને કહે છે, મને હંમેશાથી એક દિકરીની ઈચ્છા હતી. આજે મારી આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. મને તારા રૂપમાં એક દિકરી મળી ગઈ. આશ્કા તારો ખૂબ આભાર કે તુ મારા દિકરાની જીવનસંગિની બનવા માટે રાજી થઈ.

આશ્કા : ના માસી ધન્યવાદ તો તમારો કે તમે મને તમારી દિકરી બનાવનો મોકો આપ્યો.

કાવેરીબેન : બેટા માસી નહી, હવેથી મમ્મી કહે. હવે હું તારી મમ્મી જ છું.

કાવેરીબેનના આમ કહેતાં આશ્કા એમને ભેટી પડે છે અને બંનેના આંખોમાં આંસુ આવી જાય છે.

વિરાજ : ઓહો તમારી લેડીઝનો આ જ પ્રોબ્લેમ છે ખુશી હોય કે દુઃખ આંખમાંથી ગંગા જમના વહેવા લાગે.

કાવેરીબેન : ઓ બેટાજી હવે અમારી ટીમ સ્ટ્રોંગ થઈ ગઈ છે. હવે રડવાનો વારો તારો આવશે. અને એમની વાત સાંભળીને ત્રણેય જણ હસવા લાગે છે.

એટલાંમાં સમર્થ ત્યાં આવે છે કાવેરીબેન એને પણ આ ખુશખબરી આપે છે. સમર્થ વિરાજને ગળે મળીને એને શુભેચ્છા પાઠવે છે.

કાવેરીબેન : વિરાજ મારા ડિસ્ચાર્જના પેપર તૈયાર કરાવ મારે જલ્દી ઘરે પહોંચવું છે અને તમારાં મેરેજની તૈયારી કરવી છે.

વિરાજ હોસ્પિટલની બધી ફોર્માલીટી પૂરી કરે છે. અને કાવેરીબેનને લઈ આશ્કા અને સમર્થ સાથે ફરીથી પોતાનાં ઘર તરફ રવાના થાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં...

મિત્રો સ્ટોરી પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો..

Tinu Rathod _ Tamanna..